કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

તુર્કી મહાશક્તિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની ધમકીને 48 જ કલાકમાં ઘોળીને પી ગયું છે. યુદ્ધ વિરામની વાતો વચ્ચે તુર્કીએ સીરિયાના ઉત્તર પૂર્વી વિસ્તારમાં ફરી એકવાર ભયાનક બોમ્બમારો શરૂ કરી દીધો છે. જેમાં 14 નાગરિકોના મોત નિપજ્યા છે. એટલુ જ નહીં ટ્રમ્પની ધમકીને હવામાં ઉડાવી દેતા તુર્કીના રાષ્ટ્રપતિ રિજેબ તૈય્યપ અર્દોઆને ધમકીએ આપી છે કે આગામી સમયમાં આ બોમ્બમારો વધારે વેગીલો બનશે. આશ્ચર્યજનક વાત એ છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે થોડા કલાક પહેલા જ 5 દિવસ સુધી સીરિયામાં તુર્કી દ્વારા કરવામાં આવેલા યુદ્ધ વિરામની જાણકારી આખી દુનિયાને આપી હતી. સમજુતિના થોડા જ કલાકોમાં શરૂ કર્યો બોમ્બમારોટ્રમ્પે ગુરૂવારે જ ટ્વિટ કરીને…

Read More

ઘણી વખત તમે જોયુ હશે કે અનેક કારણોસર આપણાને રૂંવાડા ઉભા થઇ જાય છે. જેમા કેટલીક વખત ભયાનક વીડિયો જોતા કે વધારે પવનના કારણે પણ રૂંવાડા ઉભા થઇ જાય છે. જેની પાછળ મુખ્ય કારણ શરીર વિજ્ઞાન અને તેનાથી જોડાયેલી ભાવનાઓ છે. રૂંવાડા ઉભા થવાને અંગ્રેજીમાં goosebumps કહે છે. જે ખૂબ સામાન્ય ઘટના છે જેને આપણા પૂર્વજોથી વારસામાં હાંસલ કરી છે. જોકે, આ અદ્બૂત શારીરિક ઘટના આપણા કરતા આપણા પૂર્વજો માટે ફાયદાકારક હતી. કોઇ કારણોસર આપણા શરીર પર રહેલી રૂંવાટીના વાળ ઉભા થઇ જાય છે જો આ ઘટનાને ગુજબમ્પ્સ કે રૂંવાડા ઉભા થયા કહેવાય છે. કેમ ઉભા થાય છે રૂંવાડા શરીર…

Read More

ડેમોક્રેટ સાંસદ તુલસી ગબાર્ડે પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન પર સનસનાટીપૂર્ણ અરોપ લગાવ્યા છે. અમેરિકાના પહેલાં હિન્દુ સાંસદ તુલસી ગબાર્ડે પૂર્વ રક્ષા મંત્રી હિલેરીને ‘યુદ્ધ ભડકાવનારા રાણી’ ગણાવી દીધા છે. આ ઉપરાંત તુલસી ગબાર્ડે ક્લિન્ટનને પડકાર આપ્યો છે કે, તેઓ તેમના ઉમેદવારોની પાછળ ન છુપાય, પરંતુ સામે આવીને મુકાબલો કરે. તુલસી ગબાર્ડ અમેરિકાના હવાઈથી ચાર વાર ડેમોક્રેટ પાર્ટી તરફથી સાંસદ રહી ચુક્યા છે. પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટને એક ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, હું કોઈ અંદાજ નથી લગાવતી પરંતુ મને લાગે છે કે તેમણે (રશિયન એજન્સીઓને) રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી એવો ઉમેદવાર મળી ગયો છે જે ચૂંટણીમાં…

Read More

ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ કહ્યું છે કે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી (MNP) માટે નવી સિસ્ટમ 11 નવેમ્બરથી અમલમાં આવશે. આ કારણોસર 4થી 10 નવેમ્બર દરમિયાન MNP માટે અરજી નહીં કરી શકાય. TRAIનું કહેવું છે કે નવી સિસ્ટમ લાગુ થયા પછી MNPમાં લાગતો સમય ઘટી જશે. સિમ પોર્ટ 5 દિવસની અંદર થઈ જશે TRAIના અધિકારીના જણાવ્યા અનુસાર, જો કોઈ નવી સિસ્ટમ લાગુ થયા પછી કોઈ વ્યક્તિ MNP કરાવે તો તેની પ્રક્રિયા 2 કાર્યકારી દિવસોમાં પૂર્ણ થઈ જશે. તેમજ, એક સર્કલથી બીજા સર્કલ માટે નંબર પોર્ટેબિલિટીની વિનંતી 5 દિવસમાં પૂર્ણ થશે. અત્યારે આ પ્રક્રિયા પૂર્ણ થવામાં 7 દિવસનો સમય લે છે. 4…

Read More

ચોપરા સિસ્ટર્સ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે કામ કરવાના છે. બંને બહેનો ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આપવાની છે. ફિલ્મમાં તેઓ એલ્સા અને એનાનો હિન્દી વોઇસ ઓવર કરશે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે. પ્રિયંકા ચોપરાએ આ ન્યૂઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, ‘મિમિ અને ટીશા હવે એલ્સા અને એના છે. ચોપરા સિસ્ટર્સ ફાઈનલી સાથે આવી રહી છે ડિઝનીના ફ્રોઝન 2 માટે. તમે અમને જોઈ શકો તે માટે રાહ જોઈ શકું એમ નથી…. મારો મતલબ છે કે અમને સાંભળવા માટે, આ અમેઝિંગ, સ્ટ્રોંગ કેરેક્ટર્સની સ્ટોરીને હિન્દીમાં લાવી રહ્યા છીએ. આ ફિલ્મથી…

Read More

અમદાવાદના રિંગ રોડ પર આવેલા વાંચ ગામે હાથ બનાવટના ફટકડાની એક ફેકટરીમાં રોજ આઠ કલાક એક જ વ્યકિત 15 કિલો દારૂગોળો ચાળે છે. જેમાંથી કોઠીના 400 બોક્સ, 350 બોક્સ મિરચી, 555 બોમ્બના ફટાકડાના 250 અને કલર કોઠીના 100 બોક્સ તૈયાર કરવામાં આવે છે. દોઢથી બે વીઘામાં ફેલાયેલી ફટાકડાની ફેકટરીમાં આસપાસના કોઈ વ્યકિત પ્રવેશે નહીં તે માટે કાંટાની વાડ બનાવાઈ છે. અહીં રોજ 35 માણસો કામ કરે છે. 35 માણસ રોજ સવારે 10થી સાંજે 6 સુધી ફટાકડા બનાવે છે રિંગ રોડ પર આવેલા વાંચ ગામમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીની મુલાકાત લીધી તો ખબર પડી કે દોઢથી બે વીઘાના ખેતર ફરતે બાવળના કાંટાની…

Read More

શહેરના ભટાર ખાતે લાડકવાયો પુત્રના મોતના વિરહમાં ઝૂરતા માતા-પિતાએ આજે ચોથી માસીક પુણ્યતિથિના રોજ ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ભટાર ટેનામેન્ટ પાસે ક્રિષ્ના પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા 48 વર્ષીય ભરતભાઈ બાબુલાલ પટેલ અને તેમની પત્ની પાલીબેન ઉંમર વર્ષ 44  આજે સવારે ઘરમાં પંખો કાઢી હુક સાથે બંનેએ ગળામાં દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાધો જીવન ટૂંકાવ્યું હતું. ભરતભાઈના સબંધીએ કહ્યું હતું કે ભરતભાઈના 22 વર્ષીય પુત્ર પ્રેમ કેન્સરની બિમારીમાં ઝપેટમાં આવતાં ચાર માસ પહેલા અવસાન થયું હતું. જોકે લાડકવાયા પુત્રના મોતના વિરહમા  ભરતભાઈ અને તેમની પત્ની ઝુરતા હતા. તે સતત માનસિક તાણ…

Read More

શહેરના ભટાર ખાતે ગઈકાલે સાંજે 17 વર્ષીય કિશોર ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જોકે કિશોરના હાથ-પગ કાપડથી બાંધેલી હાલતમાં મળી આવતા તેના મોત અંગે શંકાઓ સેવાય રહી છે. મૃતકના બંને હાથ પર ઇજાના નિશાન મળી આવ્યા હતા. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ભટાર રોડ ઉપર ઇન્દિરાનગરમાં રહેતી 17 વર્ષીય મોહમદ સાદીક મોહંમદ જાવેદ અન્સારી ગઈકાલે સાંજે ઘરમાં રહસ્યમય સંજોગોમાં હુક  સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના બંને હાથ અને પગ સફેદ કપડાં બાંધેલી હાલતમાં મળી આવતા તેના મોત અંગે શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે. નોંધનીય છે કે મોહંમદ સાદિક ઉત્તરપ્રદેશના બનારસનો વતની હતો. તેના…

Read More

મહિધરપુરાની આંગડિયા પેઢીમાં રેકી કર્યા બાદ લૂંટ કરવા ઘાતક હથિયારો સાથે દિલ્હી ગેટ નજીક એકત્ર થયેલા પાંચ પરપ્રાંતીય યુવાનોને ક્રાઇમ બ્રાંચે અઢી માસ અગાઉ ઝડપી પાડી   તેમની પાસેથી ત્રણ પિસ્તોલ, 21 કારતૂસ, 3 મેગ્ઝીન, એક કિલો મરચાંની ભૂકી, કાચના ટુકડા, મોટરસાયકલ વિગેરે મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચે આ   ગેંગનાં વધુ એક સાગરીતની ગત મોડી સાંજે ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરત ક્રાઈમ બ્રાંચે ગત 3 ઓગષ્ટની વહેલી સવારે દિલ્હીગેટ ચાર રસ્તા પાસે બ્રિજ નીચે વોચ ગોઠવી હતી અને ત્યાંથી સંતોષકુમાર   રાજેન્દ્રકુમાર બિન્દલ (ઉ.વ.25) (રહે.વિશ્રામ ટોકીઝની ગલી, કેલારસ ગામ, જી.…

Read More

લંબોર્ગિનીનું નામ આવતાની સાથે જ મગજમાં સ્પીડ અને સ્ટાઈલનો વિચાર આવે છે. આ કાર સ્ટાઈલ અને સ્પીડનું શાનદાર ઉદાહરણ છે. આ કાર ચલાવવા અને તેમાં બેસવાનું સપનું દરેક વ્યક્તિ જોવે છે. કારના શોખીનોની તો ઈચ્છા હોય જ છે કે આ કાર તેમની થઈ જાય. આવું જ સપનું એક બાળકે જોયું અને તેને પૂર્ણ તેના પિતાએ કર્યું. આ ઘટના અમેરિકાની છે. અમેરિકાના કોલોરાડોમાં રહેલા સ્ટર્લિંગ બૈક્સનો દીકરો એક દિવસ વીડિયો ગેમ રમતો હતો અને તેણે લૈંબોર્ગિની કારનું મોડલ જોયું. તેણે તેના પિતાને કહ્યું કે શું તેના માટે આવી કાર બનાવી દેશે… સ્ટર્લિંગ તેના દીકરાના પ્રશ્નથી પ્રભાવિત થયો. તે 5 કરોડની કાર…

Read More