સુરત મ્યુનિ.ના બમરોલીના મોડલ રોડની કામગીરી નિરીક્ષણ બાદ મ્યુનિ.કમિશ્નરે શહેરના રોડ પર ત્રણ મીટર સુધીના ફુટપાથ બનાવવા માટે આદેશ આપ્યો છે. ફુટપાથ પહોળા હોય તો તેના પરલોકો સરળતાથી ચાલી શકે તે મ્યુનિ. કમિશ્નરનો કન્સેપ્ટ ઘણો જ સારો છે પરંતુ સુરતના મોટા ભાગના ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારાઓનો કબ્જો હોવાથી લોકોએ જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. પાલિકા કમિશ્નરે ફુટપાથ બનાવવા પહેલાં જે ફુટપાથ બન્યા છે તેના પરના દબાણ દુર કરીને લોકોને ચાલવા યોગ્ય કરવા જોઈએ તેવી માગણી થઈ રહી છે. સુરત મહાનગરપાલકા વિસ્તારમાં રસ્તાની સાથે રાહદારીઓ સરળતા અને સલામત ચાલી શકે તે માટે મ્યુનિ. તંત્રએ ફુટપાથ બનાવ્યા છે અને બનાવી…
કવિ: Satya Day News
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે આજે સુનાવણીના છેલ્લા દિવસે બંને પક્ષો વચ્ચે ભારે તડાફડી જોવા મળી હતી. એક તબક્કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને હિન્દુ મહસભાના વકીલે રજૂ કરેલો નકશો કોર્ટમાં જ ફાડી નાંખતા સુનાવણી કરી રહેલા ન્યાયાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા. મળતી વિગતો પ્રમાણે હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એક પુસ્તક રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની સામે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વય્ક્ત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, જો આ પુસ્તક રજૂ કરાયુ તો તેને લગતા સવાલોના જવાબ હું નહી આપું. તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, બરાબર છે. તમે જવાબ…
જોકર ફિલ્મનો સ્ટાર વાકીન ફિનિક્સનો અમેરિકાના લોસ એન્જલસમાં એક્સીડેન્ટ થઈ ગયો છે. જોકે કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. ફિનિક્સની ગાડી થોડા દિવસ પહેલાં ફાયર ડિપાર્ટમેન્ટની ગાડી સાથે આથડાઈ ગઈ હતી. તે પોતાની ગાડી વેસ્ટ હોલિવૂડના પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યો હતો. તે સમયે બંપર એલ એ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ એક્સીડેન્ટમાં ફિનિક્સની કાર ટેસલાને ઘણું નુકસાન થયું છે. ફિનિક્સની કારનો જમણી બાજુનો આગળનો ભાગ ક્વાર્ટર પેનલ તૂટી ગયો છે. અને ટ્રકમાં થોડા સ્ક્રેસ પડી ગયા છે. તેમ છતાં પણ ફિનિક્સ ત્યાં પહોંચ્યા અને પેરામેડિક્સને જઈને બધી પરિસ્થિતિની જાણ કરી હતી. આ બાબતમાં એક ડેમેજ રિપોર્ટ લેવામાં…
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકારના વકીલ વૈદ્યનાથને દલીલ પૂર્ણ કરી. કોર્ટમાં હિંદુ પક્ષકાર વૈદ્યનાથને જણાવ્યુ હતુ કે, ૧૮૮૯ સુધી હિંદુ અને મુસ્લિમ એક જમીન પર પૂજાનો દાવો કરી રહ્યા હતા. જોકે, બાદમાં બ્રિટિશ સરકારે વિવાદિત જમીન પર રેલિંગ લગાવી હતી. પરંતુ હવે મુસ્લિમ પક્ષકાર વિવાદ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે રેલિંગ લગાવ્યા બાદ મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી. અને મંદિરને તોડી પાડ્યુ. તેમ છતા હિંદુઓ દ્વારા પૂજા કરવામાં આવતી હતી. વૈદ્યનાથને કહ્યુ કે, ૧૯૪૯ બાદ અહીં કોઈપણ પ્રકારની નમાઝ અદા કરવામાં આવી નથી. અને મુસ્લિમ પક્ષકાર પાસે કોઈપણ પ્રકારના પૂરાવા નથી. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના દિવસે…
તમે હોલિવૂડ મૂવી ટર્મિનેટર તો જોઈ હશે, જેમાં અર્નાન્ડ શ્વાજનેગરે તેનો રોલ ભજવ્યો હતો. તેમાં તેણે માનવ શરીરના અંગો અને રોબોટ એકસાથે મળીને કામ કરી ચૂક્યા છે. તેણે આ ફિલ્મ બનાવવનો નિર્ણય ત્યારે લીધો જ્યારે બે વર્ષ પહેલા તેને ખ્યાલ આવ્યો કે મોટર ન્યૂરોન આ પ્રકારની બીમારીથી પીડાય છે. 61 વર્ષના આ ડો. પીટરે બી. સ્કોટ મોર્ગનને મોત સામે નમતું ન જોખ્યું અને વિજ્ઞાનની બધી સીમાઓને પાર કરી. તેણે પોતાની જાતને પૂરેપૂરી વિજ્ઞાનને રોબોટને બનાવા સોંપી દીધી. તે ઈચ્છતો હતો કે પૂરી રીતે Cyborg બની જશે ત્યારે લોકો તેને પીટર 2.0 કહીને બોલાવે. આ પહેલો વ્યક્તિ છે જેના શરીરના ત્રણ…
સુરતના સીંગણપોર કોઝવે રોડ ઉપર રહેતા કાપડ વેપારીની પત્નીના ફેસબુક એકાઉન્ટ ઉપર યુવતીના નામના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેન્જર પર બિભત્સ મેસેજ કરી તેમજ વિડીયો કોલ કરી નગ્ન થઇ ગુપ્તાંગ બતાવતા વિકૃત યુવાન વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે. ગુપ્તાંગ બતાવતો હતો નરાધમ સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં સીંગણપોર કોઝવે રોડ ખાતે રહેતા કાપડ વેપારીના પત્નીના ફેસબુક એકાઉન્ટ પર ગત 15 ઓગસ્ટના બપોરે દોઢ વાગ્યાના અરસામાં નેહા કિશન પટેલ નામના ફેસબુક એકાઉન્ટમાંથી મેસેન્જર ઉપર એક મેસેજ આવ્યો હતો. કાપડ વેપારીની પત્નીએ મેસેજ જોતા એકદમ બિભત્સ શબ્દોમાં લખ્યું હતું.…
રાંદેર ટાઉનમાં નાંણાકીય લેતદેતીના વિવાદમાં સાળીના ઇશારે કેબલ ઓપરેટરને રામનગર ચાર રસ્તા પાસે જાહેરમાં માર મારી રૂ.5 લાખની માંગણી કરનાર બે માથાભારે વિરૂધ્ધ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સાળી બનેવી પાસે કરી પાંચ લાખની માગણી રાંદેર કોટ ફળિયાના તયબા એપાર્ટમેન્ટમાં રહેતો સલીમ હાસીમ સાદ્દીક (ઉ.વ. 39) રાંદેર ટાઉનમાં સલીમ વિઝન નામે કેબલનો વ્યવસાય કરે છે. આજે બપોરના અરસામાં પત્ની સફીયાને સ્કુલે મુકી પરત મોપેડ પર ઘરે જઇ રહ્યો હતો ત્યારે પીછો કરતા-કરતા સજ્જાદ લાલુ શેખ (રહે. રસુલભાઇ જમાદાર સ્ટ્રીટ, રાંદેર ટાઉન) નામનો માથાભારે યુવાન આવ્યો હતો રાંદેર ટાઉનના સુથારવાડ ફળિયામાં સલીમને અટકાવી તેરી સાલી અસમા ને મુજે ભેજા હે…
વ્યંડળનું અપહરણ કરી ઢોસેટેલાઇટમાં વ્યંડળો વચ્ચે ગેંગવોરનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સેટેલાઇટમાં નવી ખુલેલી જ્યુંસની દુકાને પૈસા લેવા બાબતે વ્યંડળોના બે જુથ વચ્ચે હદની બાબતે તકરાર થઇ હતી. જેમાં ઇસનપુરના વ્યંડળનું અપહરણ કરવામાં આવ્યું હતું અને કારમાં માર મારીને ચાકુથી હુમલો કર્યો હતો તેમજ સિગારેટથી ડામ આપીને વાળ કાપી નાંખીને ધમકી આપીને રસ્તામાં છોડી મુક્યો હતો.આ બનાવ અંગે સેટેલાઇટ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. યજમાનવૃતિમાં બોલી ધબધબાટી ઇસનપુરવિસ્તારમાં તલાવડી વિભાગ-૨ પાસે ક્રાતીનગર ખાતે રહેતા અને માસી બા તરીકે યજમાન વૃત્તિ કરતા મુબીનરાસીદ શેખે સેટેલાઇટ પોલીસે સ્ટેશનમાં દામીની, ઝોયા, હિમાંશુ ઉર્ફે શિલ્ક…
દાણચોરી અને ચીજોની ગેરકાયદે હેરફેર માટે લોકો કેવી કેવી તરકીબો કરે છે એ જાણીને પોલીસ પણ ચકરાઇ જાય. તાજેતરમાં એક ટ્રકની વોટર ટેંક (પાણીની ટાંકી)માં રખાયેલી 14 ક્વીન્ટલ જેટલી પ્રતિબંધિત માંગુર માછલી પોલીસે પકડી પાડી હતી. થાઇલેન્ડની માંગુર નામની આ માછલીની હેરફેર પર પ્રતિબંધ છે.પોલીસને મળેલી બાતમી મુજબ પશ્ચિમ બંગાળથી હરિયાણા તરફ જઇ રહેલી એક ટ્રકમાં આ માછલીની હેરફેર થઇ રહી હતી. 2000ની સાલથી આ માછલીના ઊછેર કે હેરફેર પર દેશમાં કાયદેસર રીતે પ્રતિબંધ છે. પોલીસે છટકું ગોઠવીને આ ટ્રકને પકડી પાડી હતી. એના બોડીમાં પાણીની એક ટાંકી બનાવાઇ હતી જેમાંથી પાણી લીક ન થાય એ માટે અંદર પ્લાસ્ટિકનું કવર…
સુરતના વરાછા મોહનની ચાલ ખાતે આવેલી જ્વેલરીની ફેક્ટરીમાં છે માસથી કામ કરતો બંગાળી કારીગર તેને દાગીના બનાવવા માટે આપેલા શુદ્ધ સોનામાંથી રૂ.90 હજારની કિંમતનું 25 ગ્રામ સોનું ચોરી ફરાર થઈ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં નાના વરાછા ચીકુવાડી ગેટ નં.4 સ્નેહમિલન સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ મગનભાઈ ભંડેરી વરાછા મોહનની ચાલ પાંચ ગાળા નં.11થી 15માં જાન્વી જેમ્સના નામે ભાવેશભાઈ કોઠીયા સાથે ભાગીદારીમાં જ્વેલરી બનાવવાની ફેક્ટરી ચલાવે છે. તેમની ફેક્ટરીમાં 40થી 50 કારીગરો કામ કરે છે અને દાગીના બનાવવા માટે શુદ્ધ સોનું આપવાનું કામ મેનેજર ફિરોજભાઈ કરે છે. મૂળ પશ્ચિમ બંગાળના વર્ધમાન જીલ્લાનો વતની…