રવિવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.રવિવારે જ ભાજપ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.નવરાત્રી અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે રવિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. પહેલા નોરતે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસની આ મુલાકાતને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહ માણસામાં કુળદેવીના મંદિરે દર્શન કરવા જશે. આ ઉપરાંત 30મીએ ભાજપના બધા ય ઉમેદવારો ફોર્મ ભરશે એટલે સાબરમતીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ જ દિવસે આરપીએફના એક કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. બે દિવસીય મુલાકાતમાં અમિત શાહ બે કાર્યક્રમમાં…
કવિ: Satya Day News
નવરાત્રીની આજથી આખા દેશમાં ધૂમ મચવાની છે ત્યારે તેલંગાણામાં બજરંગ દળે માંગ કરી છે કે તમામ ગરબા સ્થળોએ એન્ટ્રી માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે જેથી બિન હિન્દુઓની એન્ટ્રી રોકી શકાય. બજરંગદળે આયોજકોને કહ્યુ હતુ કે, જે હિન્દુ નથી તેમને ગરબા રમવા માટે એન્ટ્રી આપવામાં ના આવે.આ માટે આધાર કાર્ડ બતાવવુ દરેક સ્થળે ફરજિયાત કરવામાં આવે. બજરંગદળે દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી જે હિન્દુ નથી તેવા યુવાઓ પણ ગરબામાં એન્ટ્રી લઈને ગરબા ગાતી યુવતીઓ અને મહિલાઓની છેડતી કરે છે.જે લોકો મહિલાઓ અને યુવતીઓના બચાવમાં આવે છે તેમની સાથે આ લોકો મારામારી પર ઉતરી આવે છે. બજરંગદળે માંગ કરી…
શહેરમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. પરંતુ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સાંભળીને આપણું હૃદય હચમચી જાય તેમ છે. અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકના પ્રેમ સંબંધને 12 વર્ષ પુરા થયા અને લગ્નની અનેવર્સરીના આગામી દિવસે તણાવમાં આવીને તેને આપઘાત કરી લીધો હતો. પોલીસને યુવકે કરેલી આત્મહત્યા પાછળ પત્નીને લખેલી એક ભાવુક ચિઠ્ઠી મળી છે. એવું પણ કહેવાય છે કે યુવકે આત્મહત્યા કર્યા પહેલા તેના વોટ્સએપમાં એક સ્ટેટ્સ પણ મૂક્યું હતું, જેમાં તેને એક વીડિયો બનાવી પોતે આત્મહત્યા કરી રહ્યો છે, તેની જાણ કરી હતી. યુવકે વોટસએપમાં મૂકેલા સ્ટેટ્સ વીડિયોમાં રડતો જોવા મળી રહ્યો છે.…
પોલીસનો ડર બતાવીને બાળકને ચુપ કરી દેનારા માતાપિતાને વિચારતા કરી દે એવો કિસ્સો બાપુનગરમાં બન્યો છે. દાદા સાથે રમતો ત્રણ વર્ષનો પૌત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. રોડ પર રડી રહેલા બાળકને પોલીસ સ્ટેશન લાવીને તેનો ફોટો વોટ્સએપ પર વાઈરલ કરાયો હતો. જેને આધારે બાળકના દાદાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસ અને બાળકના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત મુજબ બાપુનગરમાં શ્યામશિખર ઓપાર્ટમેન્ટ પાસે ત્રણ વર્ષનો બાળક રડતા રડતા રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અહીં ફરજ બજાવતી પોલીસ પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકને લઈને બીપુનગર પોલીસ સ્ટેશન આવી હતી. જોકે ગભરાયેલો હોવાથી તે કંઈ બોલતો ન હતો. આથી મહિલા…
ભારતીય બેન્ક એકાઉન્ટ હોલ્ડર છે તેમના એટીએમ કાર્ડની માહિતી માલવેરથી ચોરી થઇ હોવાની માહિતી આવી છે. આ માલવેર નોર્થ કોરિયાના Lazarus Group દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. Lazarus Groupને ઉત્તર કોરિયાની પ્રાથમિક ગુપ્તચર બ્યુરો રિકોનિસન્સ જનરલ બ્યુરો કન્ટ્રોલ કરી રહ્યું છે. લાઝારસ ગ્રુપ સૌથી પહેલા 2014માં ચર્ચામાં આવ્યું હતુ જ્યારે તેને સોની પિક્ચર્સ એન્ટરટેઇનમેન્ટ પર હુમલો કર્યો હતો. આ ગ્રુપે અમેરિકા અને બ્રિટન સહિત કેટલાય દેશો પર 2017માં WannaCry રેન્સવેર એટેક પણ કર્યો હતો. કાસ્પરસ્કાય ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિસિસ ટીમના સિક્યોરિટી રિસર્ચર જાયકોવએ કહ્યું કે લઝારસ અસામાન્ય રીતેથી રાષ્ટ્ર રાજ્ય પ્રાયોજિત જૂથો પ્રાયોજિત ગ્રુપ છે. આ ગ્રુપ સાઇબરસ્પેસ કે સબબોટ…
બોલિવૂડની અમુક ઘટનાઓ વધારે ચર્ચામાં આવતી હોય છે. એમાં પણ કોફી વિથ કરણના શોમાં જે કોઈ સ્ટાર જાય અને અવનવા ખુલાસા કરે તો એ વાત તો જગજાહેર ચર્ચામાં હોય છે અને વાયુવેગે એ વાત વાયરલ થતી જોવા મળે છે. એવી જ વાત છે દિપીકા અને રણબીરની. ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર આજે તેનો 37મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. હજું હાલના દિવસોમાં પણ રણબીર કપૂરનું નામ ઘણી હીરોઈનો સાથે જોડાયેલું છે. જ્યારે દીપિકા સાથેના અફેરની ચર્ચાએ વધારે જોર પકડ્યું હતું ત્યારે બોલિવૂડમાં આ કપલની ખુબ ચર્ચા થતી હતી. એક વખત કરણ જોહરના શોમાં દીપિકાએ રણબીર વિશે એક અજબ વાત કરી…
રાજ્યમાં અવાર નવાર ડ્રગ્સ ઝડપાયા હોવાના અહેવાલો મળતા હોય છે, ત્યારે આજે ફરી એકવખત યુવાધનને બરબાદ કરવાના ભાગરૂપે અમદાવાદમાંથી મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરીને 1.46 કરોડનું 1.469 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, નીતા ટ્રાવેલ્સની બસમાં મુંબઈથી આ ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લવાઇ રહ્યો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે રેડ કરીને રૂપિયા 1.46 કરોડનું MD ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મઝહર હુસેન તેજાબવાલા અને ઈમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે કુલ 7 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના વિશે મળતી…
લોકપ્રિય રિયાલિટી શૉ ‘બિગ બૉસ સીઝન 13’ લઈ સલમાન ખાન ટૂંક સમયમાં આવી રહ્યો છે. શૉ ની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે અને કંટેસ્ટેન્ટ પણ ફાઈનલ થઈ ગયા છે. હવે તો મેકર્સે બિગ બૉસ 13નું પ્રથમ ટિઝર પણ રિલીઝ કરી નાખ્યું છે. જેમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લુકમાં નજર આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બિગ બૉસનો સેટ દર વખતે લોનાવલામાં બનાવવામાં આવતો હતો પરંતુ આ વખતે મુંબઈની ફિલ્મ સિટીમાં છે. હવે એવા સમાચાર મળી રહ્યાં છે કે આ સિઝનમાં ટીવીની પ્રસિદ્ધ અભિનેત્રી રશ્મિ દેસાઈ સૌથી વધુ ફીસ લેનારી અભિનેત્રી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે બિગ બોસ 13માં રશ્મિ દેસાઈને…
સ્ટેમ્પ વેન્ડરને ફિઝિકલ સ્ટેમ્પ પેપર ૧લી ઓક્ટોબરના રોજ જમા કરાવી દેવાની સરકારે સૂચના આપી છે. બીજી તરફ ફિઝિકલ સ્ટેમ્પ પેપર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદીને ગુજરાત સ્ટેમ્પ સપ્લાય એન્ડ સેલ્સ રૂલ્સ ૨૦૧૯ની કાયદેસરતાને પડકારતી વેન્ડરોએ હાઇકોર્ટમાં પાંચ પિટિશન કરી છે. શુક્રવારે પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ એ.જે. શાસ્ત્રીની ખંડપીઠે તમામ પિટિશનોની એકસાથે ૩૦મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવાનો હુક્મ કર્યો છે. અરજદારોએ જણાવ્યું છે કે, ફિઝિકલ સ્ટેમ્પના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના કારણે ગુજરાતના ૧૨૦૦ સ્ટેમ્પ વેન્ડર બેરોજગાર બનશે. સ્ટેમ્પ વેન્ડરોએ આટલા વર્ષો માત્ર સ્ટેમ્પ વેન્ડર તરીકે જ કામ કર્યું છે. તેઓ પાસે રોજગારીનો બીજો કોઇ…
સુરતની અપૂર્વ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના પ્રકરણમાં આખરે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા ડોક્ટર અને આસિસટન્ટ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનો નોંધાયા બાદ પરિવારજનોએ મૃતદેહ બે દિવસ બાદ સ્વીકારી લીધો છે. આ સમગ્ર મામલાની વાત કરીએ તો કાપોદ્રાની દયા કેવડિયા નામની પ્રસૂતાના મોત બાદ ડોકટર સહિત બે સામે ફરિયાદ નોંધાતા સુરત ડોકટર એસોસિએશનના સભ્યો સુરત પોલીસ કમિશ્નરને મળવા પહોંચી ગયા હતા અને રજુઆત કરી હતી કે આ ફરિયાદ દબાણમાં લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન મુજબ ફરિયાદ પર વિચાર કરવામાં આવે.