મોટાભાગના લોકો કહેતાં હોય છે કે પ્રેમની ક્યારેય ઉંમર નથી હોતી અને કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે. જી હાં એવું જ કંઈક ઈંડોનેશિયામાં થયું છે જ્યાં 83 વર્ષનો દુલ્હો અને 27 વર્ષની દુલ્હન લગ્નના બંધનમાં બંધાઈને હંમેશાં માટે એકબીજાના થઈ ગયા હતા. 83 વર્ષનો સુદરગો અને 27 વર્ષની નુરાનીની પહેલી મુલાકાત જુલાઈ 2019માં થઈ હતી, જ્યારે નુરાની તેના માતા-પિતા સાથે સુદરગોના ઘરે ગઈ હતી. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે નુરાની હતાશામાંથી પસાર થઈ રહી હતી, જેમાંથી બહાર નીકળવા માટે તેના પિતા સુદરગો પાસે મદદ માગી હતી. સુદરગો સાથે થોડો સમય પસાર કર્યા બાદ નુરાની પહેલાથી સારું ફીલ કરવા…
કવિ: Satya Day News
તંબુ ખૂબ કામના હોય છે પછી એ નેતાના ભાષણમાં હોય કે પછી આંગળામાં કોઈ કાર્યક્રમ. તેના વગર કોઈ કાર્યક્રમ પૂર્ણ ન થઈ શકે. હવે તંબૂ છે તો તે વાંસ વગર ઉભો તો ન રહી શકે. તંબૂને સલામત રાખવો હોય તે વાંસને પણ મજબૂત બનાવવો પડે. જે ઘટનાની વાત અમે કરી રહ્યા છીએ તે પણ વાંશને લઈને જ છે. હમણા સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં લોકોને એવુ દર્શાવવાની કોશિશ કરવામાં આવી રહી છે કે તંબૂની પાછળ ઉભા રહેવું તમને કેટલું ભારે પડી શકે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ તંબૂના વાંસને પકડીને…
આર્થિક નબળાઈને કારણે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી છે જેના લીધે માસિક ધોરણે રૂપિયામાં છ વર્ષનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે. આજે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૭૧.પરએ ખૂલી સેશન દરમિયાન ૭૧.૮૮ની નીચી અને ૭૧.૪૬ની ઊંચી સપાટી બનાવી અંતે ર૯ પૈસાની ખરાબીમાં ૭૧.૭૭ બંધ હતો. સ્થાનિક ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી રોકાણકારો જંગી પ્રમાણમાં વેચવાલી કરી રહી છે જો બીજી બાજુ ટ્રેડ વોરને કારણે યુઆન નબળો પડી રહ્યો છે જેની અસર રૂપિયા ઉપર પણ થઈ રહી છે. હાલ ડોલર સામે રૂપિયોમાં છ વર્ષમાં એક મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને વિશ્લેષ્કોના અનુસાર, આગામી સમયમાં વધુ નરમાઈ જોવા મળી શકે…
લોકસભા ચૂંટણીનાં પરિણામો બાદ નિરાશ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વકરી રહ્યો છે. થોડાક દિવસ પહેલાં કોંગ્રેસ ભવનમાં મિટિંગ પછી મારામારીની ઘટના સર્જાઈ હતી. ત્યાં હવે મંગળવારે સાંજે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે મળેલી મિટિંગ બાદ કોંગ્રેસના સુરત શહેરના પ્રમુખ બાબુ રાયકા અને પ્રદેશ મંત્રી અસ્લમ સાઇકલવાલા સામસામે તૂ તૂ મૈં મૈં ઉપર ઊતરી આવ્યા હતા. પ્રદેશ કોંગ્રેસ જે કાર્યક્રમો આપે તે માત્ર ફોટો સેશન પૂરતાં હોય છે, સ્થાનિક સમસ્યા મુદ્દે કોઈ આંદોલન થતાં નથી તેવા મિટિંગમાં સૂચના થયા એ પછી બે હોદ્દેદારો તૂ તૂ મૈં મૈં પર ઊતરી આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ વકરી રહ્યો છે. કોંગ્રેસમાં અગાઉ મારામારીની ઘટના બની હતી…
AMC હેલ્થ ખાતા દ્વારા બુધવારે મચ્છરોના બ્રીડિંગ મુદ્દે શહેરમાં ૨૧૧ એકમોમાં ચકાસણી કરી ૭૯ એકમોને નોટિસ ફટકારી ૫.૪૭ લાખનો દંડ વસૂલ્યો હતો. મ્યુનિ.એ સરદારનગરમાં આ.કે. આઇસક્યૂબ સેન્ટરને સીલ કર્યું હતું. ૫૫ એકમોને દંડ કર્યો હતો. રામોલની નિરમા ઇન્ડસ્ટ્રીઝ, દરિયાપુરની સેંટ ઝેવિયર્સ સ્કૂલને ૨૫-૨૫ હજાર દંડ કર્યો હતો. રાણીપની અનંત સ્કાય સાઇટ, થલતેજના સિગ્નેચર કોમ્પ્લેક્ષ, ગોતાની દિવ્યા એક્ઝોસ્ટિકા સાઇટ, બોડકદેવની સી ટાઇપ સાઇટ, ચાંદલોડિયાની સ્ટેટ્સ એલિજિયમ સાઇટ, જમાલપુરની આઇપી મિશન સ્કૂલ, દરિયાપુરની કેથલિક ચર્ચ, નવરંગપુરાની થર્ડ આઇ બાંધકામ સાઇટને ૨૦-૨૦ હજાર દંડ કરાયો હતો. હેલ્થ ખાતાએ બુધવારે અમરાઇવાડીની સ્વસ્તિક ટેક્ષ્ટાઇલ, વસ્ત્રાલની સિલ્વર પોઇન્ટ, થલતેજની સેલેશિયન લિવિંગ સાઇટ, લાંભાની ડિવાઇન લાઇફ સ્કૂલ,…
ફ્રાન્સની જાણીતી ઓટોમોબાઈલ કંપની Renaultએ ભારતમાં પોતાની સબકોમ્પેક્ટ એમપીવી Renault Triber લોન્ચ કરી છે. ઉલ્લેખનિય છે કે Renault Triberને ક્વિડ અને ડસ્ટરની વચ્ચેના સેગમેન્ટમાં રાખવામાં આવશે. તો આવો જાણીએ કેવી હશે રેનો ટ્રીબર અને તેના ફીચર્સ કયા હશે. ફ્રાન્સની કાર ઉત્પાદક કંપની રેનોએ સસ્તી 7 સીટર કાર Triber લોન્ચ કરી છે. ભારતીય માર્કેટમાં Renaultએ અગાઉની કાર Kwid બાદ બીજી સૌથી સસ્તી કાર તરીકે Renault Triberને લોન્ચ કરી છે. ટ્રાઇબર એક પ્રીમિમય હેચબેક કાર છે. જોકે, તેની ડિઝાઇનના લીધે દેખાવમાં મિની એસ.યુ.વી લાગે છે. તેમજ કારની લંબાઈ 3990MM છે. કારની પહોળાઈ 1739 MM છે. ઉંચાઈ 1643 MM છે. આ કારની એક્સ…
પશ્વિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર સ્વર કોલિકા લતા મંગેશ્કરના પ્રખ્યાત ગીતને ગાનાર મહિલા રાનૂ મંડલની હવે કિસ્મત બદલી ગઈ છે. તે માત્ર એક ગીત ગાઈને રાતોરાત સ્ટાર બની ગઈ છે. આખો દેશ તેના અવાજનો દિવાનો થઈ ગયો છે. હવે તો બોલિવૂડમાં પણ તેની સતાવાર એન્ટ્રી થઈ ગઈ છે. તેના અવાજનો જાદુ એવો હતો કે રાનૂનો અવાજ સાંભળીને લોકો એક સાથે ઉભા રહેતાં અને તેનું ગીત સાંભળતા. તેણી સોશિયલ મીડિયા પર લતા મંગેશકરનું ગીત ગાઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી તેમણે હિમેશ રેશમિયા સાથ પોતાનું પહેલું ગીત સ્ટૂડિયોમાં રેકોર્ડ કર્યું. હિમેશની ફિલ્મ હેપ્પી હાર્દી એન્ડ હીરમાં તેરી મેરી ગીત રાનૂનાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારના રોજ પોતાના મંત્રીપરિષદના સભ્યોને નિર્દેશ આપ્યો કે તેઓ એવા દાવા કરે જે પૂરા થઇ શકે અને મંત્રાલયોમાં સલાહકારોની ભૂમિકામાં પોતાના સંબંધીઓની નિમણૂક ના કરે. સૂત્રોએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીપરિષદની બેઠકની અધ્યક્ષતા કરતાં મોદીએ મીડિયા અને જાહેરમાં બિનજરૂરી ટિપ્પણીઓનો હવાલો આપ્યો અને મંત્રીઓને સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ માત્ર તથ્યોને બતાવે કે એવા દાવાઓ કરે જે સ્થાપિત થઇ શકે. મંત્રીપરિષદની બેઠકમાં જમ્મુ-કાશ્મીરીની સ્થિતિ પર પણ ચર્ચા થઇ. પ્રધાનમંત્રીએ મંત્રીઓને જમ્મુ-કાશ્મીર માટે યોજનાઓ અને પ્રોજેક્ટો પર કામ કરવાનું કહ્યું. સૂત્રોના મતે આવનારા થોડાંક દિવસોમાં જમ્મુ-કાશ્મીર માટે કરોડો રૂપિયાના પેકેજની જાહેરાત કરી શકે છે. ‘મંત્રાલયના ટોચના અધિકારીઓ સુધી જ…
દેશની સુપ્રીમ કોર્ટે ડાબેરી નેતા સીતારામ યેચુરીને જમ્મુ કશ્મીર જવાની પરવાનગી આપી હતી. યેચુરીએ કોર્ટને કહ્યું હતું કે મારા પક્ષના ધારાસભ્ય એમવાય તીરેગામીને મળવાની મારી ઇચ્છા છે. ચીફ જસ્ટિસે એને એવી ચેતવણી આપી હતી કે તમે માત્ર તમારા દોસ્તને મળવા જાઓ છો. ત્યાં પોલિટિક્સ રમતા નહીં. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલને સવાલ પૂછ્યો હતો કે સરકાર યેચુરીને કેમ રોકી રહી હતી ત્યારે તેમણે જવાબમાં કહ્યું હતું કે આ મુલાકાત પોલિટિકલ હતી એટલે અમે એમને રોક્યા હતા. દરમિયાન, જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો ધરાવતી 370 મી કલમ રદ કરવા અંગેના કેન્દ્રના પગલાને પડકારતી અરજીના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી હતી. આ…
જોધપુર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રકશનનું કામ કરતા યુવકનું તેની જ કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કર્યું હતું. આરોપીઓેએ તેને છોડવા માટે ૫૦ લાખની માંગણી કરી હતી. યુવકને આનંદનગર વિસ્તારમાં ઉતારીને ભાગી ગયેલા ત્રણેય આરોપીઓને બાદમાં પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવની વિગત મુજબ જોધપુરમાં સ્તવન અવીશા ફ્લેટમાં પ્રતિકભાઈ ડી.ચોવટીયા (૨૯) કન્સ્ટ્કશનનું કામકાજ કરે છે. ૨૬ ઓગષ્ટના રોજ પ્રતિકભાઈ સવારે ૧૦.૩૦ વાગ્યે ઘરેથી પોતાની સાઈટ પર જવા નીકળ્યા હતા. દરમિયાન પ્રતિકભાઈના પત્ની રીનાબહેનેે તેમના ઘરે સુરતથી તહેવાર મનાવવા આવેલા પ્રતિકભાઈના પિતરાઈ ભાઈ મયુર સી.પટેલને ફોન કર્યો હતો. પ્રતિકભાઈ ફોન ઉપાડતા નથી એમ કહેતા જોધપુરમાં મંદિરે દર્શન કરવા ગયેલો મયુર ઘરે આવ્યો હતો.…