ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં નથી ઉતરતુ તમારૂ વજન? શું કંઈ પણ ખાઓ ત્યારે તમને સતાવે છે ડર? તો તમે જમવામાં કરો આ નાનકડો ફેરફાર મળશે જરૂરથી ફાયદો. તમે નિયમિત ફણગાવેલા કઠોળ ખાશો તો તમને જરૂરથી મળશે ફાયદો. જેટલા ફાયદાઓ ફણગાવેલા કઠોળ ખાવાથી તમને પોષક તત્વો ફાઈબર, પ્રોટીન જેવા જરૂરી તત્વ મળે છે. આમાં કેલરી હોવાની સાથે તમે જરૂરી એનર્જી મેળવીશું. તો આપને આજે જણાવીશું ફણગાવેલા કઠોળથી મળતા ફાયદાઓ અંગે. વજન ઓછો કરવો મહિલાઓ જો પોતાનો વજન નિયંત્રણમાં રાખવા માંગતી હોય તો તેમણે સવારે ભરપેટ નાસ્તો કરવો જોઈએ. આને ખાવાથી લાંબા સમય સુધી તમારા પેટમાં અનાજ ભરેલુ હોય તેવુ લાગશે…
કવિ: Satya Day News
અમદાવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બ્લડ પ્રેશરની નકલી દવા વેચવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તમે જાણીને ચોંકી જશો પણ, ગુજરાતમાં દર વર્ષે કરોડો રૂપિયાની નકલી દવાઓનો ખેલ બેરોકટોક ચાલી રહ્યો છે. નકલી દવાઓને કારણે વેપારીઓ કરોડો રૂપિયા તો કમાઈ રહ્યા છે. પણ તેનાં કારણે હજારો દર્દીઓને નુકસાન ભોગવવાનો વારો આવે છે. નકલી દવાઓમાં એન્ટિબાયોટિક્સ દવાઓમાં મુખ્ય ઘટક હોતું જ નથી. પેકિંગ પર લખેલી દવાની અંદર માત્ર પાવડર જ હોય છે. બજારમાં સૌથી વધુ નકલી દવા જાણીતી બ્રાન્ડની દવાના નામે બને છે. લિક્વિડ દવામાં પણ અસલી મટિરિયલ હોતું જ નથી. બંધ થઈ ગયેલી ફેકટરીઓમાં નકલી દવાનો ખેલ ચાલે છે. કેટલીક ફેકટરીઓમાં…
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને અત્યાર સુધીની ફિલ્મો દ્વારા લોકોનું ખૂબ દીલ જીત્યું છે. ફિલ્મોમાં તેમના સારા પરર્ફોમન્સના કારણથી જ તેણે બોલીવુડના કિંગ ખાન કહેવામાં આવે છે. પરંતુ હવે લાગે છે કે શાહરૂખ ખાન ફિલ્મોની સાથે-સાથે ઇન્ટેલિજેંસ એજન્સી માટે પણ કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે, શાહરૂખ ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમા તે કોઇ ઇંટેરોગેશન રૂમમાં બેસેલા જોવા મળી રહ્યા છે. શાહરૂખ ખાનનો આ વીડિયો ખૂબ રસપ્રદ છે. તેની સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન કોઇ ઇંટેરોગેશન રૂમમાં બેઠેલો નજરે પડી રહ્યો છે અને તેની સામે…
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જણાવ્યા અનુસાર, નરેન્દ્ર મોદી સાથેની તેમની વાતચીતની શકયતા હવે લગભગ સમાપ્ત થઈ ગઈ છે. અમેરિકાના ન્યુઝ પેપર ન્યુયોર્ક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમરાને ભારત પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે કહ્યું બંને દેશ પરમાણુ હથિયારો સાથે લેન્સ છે અને તેમની વચ્ચે યુદ્ધનો ખતરો વધતો જઈ રહ્યો છે. ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન નારાજ છે. ઈમરાન અને તેમના મંત્રીઓ સિવાય તેમનું સૈન્ય પણ યુદ્ધની વાત કરી રહી છે. ભારત સાથે વાતચીત કરવાની તમામ કોશિશો કરી એક સવાલના જવાબમાં પાકિસ્તાનના વડાપ્રધાને કહ્યું કે અમે ભારત સાથે વાતચીત શરૂ કરવાના તમામ પ્રયાસો શરૂ કર્યા હતા. તેમાં કોઈ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર પોતાના ભાષણોમાં પોતે બાળપણમાં ચા વેચી હોવાની વાતનો ઉલ્લેખ કરતા સાંભળવા મળે છે. હવે તેમના કટ્ટર વિરોધી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ પોતાના રાજ્યના પ્રવાસ પર નીકળ્યા હતા જ્યાં તેમણે રસ્તા પર ચા બનાવી હતી. આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે મુલાકાત કરીને જનસંપર્ક કરી રહ્યા છે અને તેમના હાલ-ચાલ પૂછી રહ્યા છે. નગરચર્યા પર નીકળેલા મમતા બેનરજી દીધા નજીક આવેલા એક ગામ દત્તાપુર પહોંચ્યા હતા જ્યાં તેમણે ગામમાં આવેલા એક ટી સ્ટોલ પર સ્થાનિક લોકો માટે ચા પણ બનાવીને તેમને પીરસી હતી. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા…
સી.આર ખરસાણની પસંદગી 24 રાજ્યોના 84 જિલ્લામાંથી પ્રાપ્ત થયેલી 249 પ્રવેશોમાંથી વિજેતામાં પસંદગી કરવામાં આવી છે. વિજેતા પ્રવેશોમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત તરીકે ટેકરી પર સ્થાપિત સોલર પેનલ્સના ક્લસ્ટર જેવા પ્રોજેક્ટ્સ શામેલ છે. કૃષિથી માંડીને શિક્ષણ અને ટેકનોલોજી સુધીના મહિલા વિકાસ સુધીના કેટેગરીમાં તેમની પ્રગતિશીલ કામગીરી બદલ બુધવારે કુલ 16 જિલ્લા મેજિસ્ટ્રેટને ઈન્ડિયન એક્સપ્રેસ એક્સેલન્સ ઇન ગવર્નન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સી.આર.ખરસાણનું એકમાત્ર ઇનોવેશન જે પ્રારંભિક પૂરની ચેતવણી સિસ્ટમ છે. આ સિસ્ટમ અસરકારક અને કાર્યક્ષમ રીઅલ-ટાઇમ ડેટા પ્રદાન કરે છે અને અધિકારીઓ અને ઓટો જનરેટેડ કોલ્સ અને એસ.એમ.એસ જેવા કમ્યુનિકેશન ટૂલ્સનો ઉપયોગ કરીને અધિકારીઓ અને લાભાર્થીઓ વચ્ચેના સમન્વયને પણ વધારે…
બોલીવુડ અભિનેત્રી અદાશર્મા તેની ફિલ્મોથીવધારે બોલ્ડ લુકને લઇને ચર્ચામાં રહે છે. તે તેના અલગ સ્ટાઇલ અને લુકને લઇને ફેન્સને હેરાન કરી દે છે. કોઇ ઇવેન્ટ હોય કે એરપોર્ટ લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ જાય છે. હાલમાં અદાએ હૉટ ફોટોશુટ કરાવ્યું છે. જેની તસવીરો તેને ઇસ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં અદા Leopard પ્રિન્ટેડ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. લેપર્ડ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં હોટલેગ્સ ફ્લૉન્ટ કરતી નજરે પડી રહી છે. આ બોલ્ડ ફોટોશૂટમાં અદાની હોટ અદા જોઇને પરસેવો છૂટી જશે. તસવીરોમાં તેનો હોટ અંદાજ જોઇને તમે પણ વાહ કહી દેશો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.
બે મોં વાળી માછલી ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. ન્યૂયોર્કમાં એક મહિલા ડેબી ગેડેસ માછલી પકડવા નદીમાં ગયા હતા. જ્યારે તેમણે એક માછલીને ખેંચી તો જોઇને હેરાન રહી ગયા. એ સમયે તેના પતિ પણ હાજર હતા. એક રિપોર્ટના મતે ડેબી એ બે મોંવાળી માછલીને ચેમ્પલેન લેકમાંથી પકડી. તેને જોઇ તેના હોંશ ઉડી ગયા. ડેબી ગેડેસ એ કહ્યું કે જ્યારે અમે શિકારને બોટની તરફ ખેંચી તો અમને વિશ્વાસ નહોતો કે અમે બે મોંવાળી માછલીને પકડી છે. તેમ છતાંય આ માછલી સ્વસ્થ અને સંપન્ન હતી. ખૂબ જ અદ્ભુત! ડેબીએ કહ્યું કે તેમણે અને તેમની પત્નીએ તસવીરો લીધા બાદ માછલીને ફરીથી નદીમાં છોડી…
ખર્ચ ઘટાડવા માટે સરકારી બેંકોએ છેલ્લા એક વર્ષમાં 5500 એટીએમ અને 600 બેંક શાખાઓ બંધ કરી દીધી છે. ખબરો અનુસાર દેશનાં 10 બેંકએ જે એટીએમ અને બેંક શાખાઓને બંધ કરી દીધા છે તેમા મોટો ભોગ શહેરી વિસ્તારનો છે. કેમ બંધ કરી દીધા ATM અને બેંક સરકારી બેંકોનું કહેવું છે કે, શહેરી ગ્રાહર ઇન્ટરનેટ બેંકિગનો ઉપયોગ ખુબ જ પ્રમાણમાં કરી રહ્યા છે. માટે બ્રાન્ચ અને ATM જેવા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગાવવા અને તેની સાચવણી કરવા પર વધારે ખર્ચ કરવાની જરૂરીયાત નથી. સાથે જ સરકારી બેંક બેલેંસ શીટ ખર્ચ ઘટાડવાની દિશામાં પણ કામ કરી રહ્યા છે. જોકે, આ સરાકરી બેંકોએ ગ્રામીણ ક્ષેત્રમાં એટીએમ…
પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડના ભાગેડુ આરોપી નિરવ મોદીને મની લોન્ડરિંગ કેસમાં યુકેની કોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. કોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન નિરવ મોદીના રિમાન્ડ 19 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા છે. યુકેની કોર્ટે રિમાન્ડ લંબાવતા નિરવ મોદીને વધુ સમય જેલમાં ગાળવો પડશે. નિરવ મોદીને વોન્ડ્સવર્થ જેલમાંથી વેસ્ટમિનસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં વીડિયોલિન્ક દ્વારા હાજર કરાયો હતો. ટૂંકી સુનાવણી દરમિયાન જજે નિરવ મોદીની કસ્ટડી વધુ એક મહિના માટે લંબાવી હતી. 48 વર્ષના મોદીની માર્ચમાં ધરપકડ કરાયા બાદ તેને સાઉથ-વેસ્ટ લંડનની વોન્ડ્સવર્થ જેલમાં રાખવામાં આવ્યો છે. આશરે બે અબજ ડોલરના પીએનબી કૌભાંડમાં વોન્ટેડ આરોપી નિરવ મોદી લંડનમાં અદ્યતન જીવનશૈલી જીવી રહ્યો હતો. આ અંગેની…