સંસદ ભવનની સિક્યોરિટી સામે ફરી એક વાર સવાલો ઉભા થયા છે. સંસદના પ્રાંગણમાં એક યુવકે છરી સાથે ઘુસવાની કોશિષ કરી હતી પણ સંસદ ભવનના સુરક્ષાકર્મીઓએ તેની ઝડપી લીધી હતો અને તાબડતોબ પોલીસ બોલાવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકની પૂછતાછ કરી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. રામ રહીમનો નારો લગાવી રહ્યો હતો યુવકનું નામ સાગર ઈન્સાન છે. લક્ષ્મી નગરનો રહેવાસી છે. સૌ પ્રથમ તેણે ગેટ નંબર 1ની બહાર બાઈક ઉભી રાખી હતી. જ્યાં કેટલાક લોકો વીડિયો પણ બનાવી રહ્યા હતા. એ પછી હાથમાં ચાકુ લઈ તેણે ગેટ નંબર 1માં પ્રવેશ કરવાની કોશિષ કરી હતી. સાથે જ રામ રહીમનો…
કવિ: Satya Day News
અભિનેત્રી કે પછી કોઈ પ્રખ્યાત ગાયિકાને આપણે હંમેશા પડદા પર જ જોતા હોઈએ પરંતુ એની પર્સનલ લાઈફ વિશે ઓછું જાણતા હોઈએ. જો કે અવાર નવાર સેલેબ્સ તેની લાઈફ વિશે અવનવા ખુલાસા કરતાં રહેતા હોય છે. એ જ રીતે એક ફેમસ સિતાર વાદકે ખુલાસો કર્યો છે કે જે સાંભળી તમે ચોંકી જશો. પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકરે ગયા વર્ષે ઓપરેશન કરાવીને પોતાનું ગર્ભાશય કઢાવી નાખ્યું છે. એ સિવાય તેનાં પેટમા 13 ટ્યુમર પણ હતા જેને પણ ડોક્ટરે સર્જરી કરીને કાઢી નાખ્યાં છે. અનુષ્કાએ સોશિયલ મીડિયામાં તેનાં વિશે પુરી માહિતી આપી હતી. અનુષ્કાએ પોસ્ટમાં લખ્યું કે તેની પાસે હવે ગર્ભાશય નથી. તેણે…
નરેન્દ્ર મોદી કેબીનેટ દ્વારા સિંગલ-બ્રાન્ડ રિટેલ (એસબીઆરટી) માં 30 ટકા સ્થાનિક સોર્સિગ માનદંડમાં સહાય આપવાના નિર્મયનું સ્વાગત કરતા એપલે ભારતને તેનો આગામી ગ્રોથ હબ જાહેર કર્યો છે. તેમજ જણાવ્યું હતું કે તે પહેલા અમે એક્સક્લુઝિવ ઓનલાઇન સ્ટોર લોન્ચ કરીશુ અને પછી સ્વયંની દુકાન ખોલાશે. કપર્ટિનોની આઇફોન નિર્માતા કંપનીએ જણાવ્યું હતું કે ભારતને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી એક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી રહેલ મહેનતના તે વખાણ કરે છે. ઉલ્લેખનિય છે કે હવે એપલના ઉત્પાદનો ખરીદવા માટે ગ્રાહકોને હવે ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી કંપનીઓનો આશરો લેવો નહીં પડે. એપલ હવે ભારતમાં પોતાનો ઓનલાઇન સ્ટોર ખોલવા જઇ રહી છે.…
કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટેના ઘણા બધા ઉપાયોની જાહેરાત કરી છે. તાજેતરમાંજ જીડીપીના આંકડાઓ જાહેર થયા બાદ ચારેય તરફથી પ્રશ્નોનો મારો થઈ રહ્યો છે કે શું ખરેખરમાં મંદી છે કે પછી આ ફક્ત મંદીના ભણકારા જ છે. આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રીએ સુશીલ મોદીએ વિચિત્ર નિવેદન આપ્યું છે. સુશીલ મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે ‘શ્રાવણ અને ભાદરવા મહિનામાં તો દર વર્ષે આપણે મંદીનો સામનો કરવો જ પડતો હોય છે. પરંતુ આ વર્ષે કેટલાક રાજકીય પક્ષો આ મંદીના નામે વધારે પડતો દેકારો કરીને ચૂંટણીમાં પરાજય મળ્યાનો ગુસ્સો ઉતારી રહ્યા છે.’ તેમણે કહ્યું કે નાણામંત્રીએ કહ્યું છે કે આર્થિક મંદીના કારણે…
અમેરિકાના લોસ ઍન્જલસમાં રહેતાં ૫૮ વર્ષનાં ટિઆમૅટ મેડુસાએ અત્યાર સુધીમાં પોતાના શરીર પર ૨૦ પ્રકારની સર્જરીઓ કરાવીને પોતાની સૂરત એવી બદલી નાખી છે કે કદાચ તેમને હવે માણસમાં ગણવા કે કેમ એ સવાલ થાય. ઇન ફૅક્ટ, ટિઆમૅટ પોતાને માણસ ગણાવવા પણ નથી માગતાં. તેમને તો બનવું છે સ્નેક લેડી અથવા તો ડ્રૅગન ક્વીન. તેમના શરીર પર સાપની કાંચળી જેવાં ટૅટુ ચિતરાવેલાં છે. તેમણે કાન કઢાવી નાખ્યાં છે, કપાળ પર શિંગડાં જેવાં ઇમ્પ્લાન્ટ કરાવ્યાં છે અને સરિસૃપ વર્ગનાં પ્રાણીની જેમ જીભને પણ કપાવીને બે ભાગમાં વહેંચી નાખી છે. આટઆટલું શરીરને મૉડિફાય કરાવ્યા પછી પણ તેમને સંતોષ નથી. જન્મ વખતે તે છોકરો…
બાળક ચોરીની અફવા આખા દેશમાં ઝડપથી ફેલાઈ રહી છે અને નિર્દોષ લોકો તેનું નિશાન બની રહ્યા છે. હરિયાણાના રેવાડીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ વર્ષની ભાણી સાથે બજારમાં ગયેલા એક સગીર મામાને લોકોએ બાળકચોર તરીકે પકડ્યો હતો અને માર મારવાનું શરૂ કર્યું હતું. આભારી છે કે ટોળાએ હાલાકી શરૂ કરતા પહેલા પોલીસ બાળકી અને તેના મામાને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ પોલીસે પરિવારને પોલીસ સ્ટેશન બોલાવી બાળકી અને મામાને તેમના હવાલે કર્યા હતા. મામલો રેવાડીના મોતી ચોકનો છે. જ્યાં એક સગીર તેની ત્રણ વર્ષની ભાણીને લઈને બજારની તરફ નીકળ્યો…
રાજ્યમાં આવેલી તમામ શાળાઓના સ્ટ્રક્ચર અને ફાયર સેફ્ટીની ચકાસણી કરવા શિક્ષણ વિભાગે આદેશ આપ્યો છે. શાળાઓ દ્વારા બિલ્ડિંગનો ગેરકાયદે વપરાશ કરવામાં આવતો હોવા અંગે તથા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવા અંગેની ફરિયાદ શિક્ષણ વિભાગને મળ્યા બાદ આ અંગે પરિપત્ર બહાર પાડી તમામ DEOને તેમના તાબાની શાળાઓની ચકાસણી કરવા જણાવ્યું છે. તપાસ દરમિયાન સ્કૂલના સ્ટ્રક્ચર સર્ટિફિકેટ અને ફાયર સર્ટિફિકેટની ચકાસણી કરાશે. આ સર્ટિફિકેટ નહીં હોય તેવી શાળાઓને તાત્કાલીક સર્ટિફિકેટ લેવા માટે જણાવાશે. તેમ છતાં શાળાઓ સર્ટિફિકેટ નહીં લે તો તેવી સ્કૂલના સંચાલક મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા DEOને જણાવાયું છે. રાજ્યમાં આવેલી શાળા, કોલેજો, ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રાન્ટેડ…
હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક યુવતી (વલસાડ) * આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો…
મનુષ્ય અને વિજ્ઞાનની માન્યતાને જુઠી બતાવીને અહીંના ગામ લોકો દ્વારા ચાર વર્ષ પહેલા બનાવેલું પાણી એક જે ધારને ડુંગરની નીચેથી ઉપર તે જ પ્રવાહમાં વહી રહ્યું છે, અને બીજા પારામાં તે જ પ્રવાહમાં વહે છે. આ જોઈને તેણે બોલવું પડ્યું, ‘અદભુત, અકલ્પનીય અને અવિશ્વાસનીય’. તે ખરેખર આશ્ચર્યજનક મનપટ છે. મનપટ પાસે પ્રકૃતિના જળ સ્રોત સાથે જોડાયેલું એક બીજું આશ્ચર્યજનક નમુના છે, જે હજી પ્રખ્યાત થયું નથી. તેનું નામ ‘ઉલ્ટાપાની’ છે, જે કોઈ વૈજ્ઞાનિક અથવા સંશોધનકારે શોધી કાઢ્યું નથી, પરંતુ બિસરપાનીના પંચાયતના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. ગામની પંચાયતમાં બિસરપાનીમાં એવી કોઈ જમીન નથી કે જ્યાંથી પાણી ન નિકળતું હોય. અહીં…
કેરળના પરંબરા નજીક સ્થિત એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજથી મળતો ઝંડો લહેરાવતા હોબાળો મચી ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો જેના કારણે લગભગ 6 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી લીલા રંગના આ ઝંડો કોલેજમાં થઇ રહેલી ચૂંટણી મુદ્દે મુસ્લિમ સ્ટુડેન્ટ ફેટરેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં લહેરાવવામાં આવ્યો હતો. એમએસએફ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની વિદ્યાર્થી શાખા છે. જો કે એમએસએફ દ્વારા આ આરોપને નકારવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સંગઠનનો સત્તાવાર ઝંડો હતો, ન…