વોટ્સએપ તેના યુઝર્સ માટે એક નવું ફિચર લાવવાની તૈયારીમાં છે. વોટ્સએપ જલદી જ એપમાં મેમોજી ફીચર જોડવાની તૈયારી કરે છે. એક રિપોર્ટ મુજબ વોટ્સએપ આગલા બીટા અપડેટમાં 2.19.90 વર્ઝનમાં મેમોજી સ્ટિકર શરૂ કરવા જઈ રહ્યા છે. જોકે અત્યારે આ સ્ટીકર ખાલી એ યુઝર્સને જ મળશે જે TestFlight Beta Programનો એક ભાગ હશે. આ ફીચર અત્યારે ખાલી iOS યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. આ મેમોજી સ્ટિકર કેવી રીતે કામ કરશે તે પણ જણાવ્યું છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે મેમોજી સ્ટિકરનો સપોર્ટ iOS 13 પર કામ કરશે iPhone X, iPhone XR અને XSને જ મળશે. શું છે મેમોજી સ્ટિકર?…
કવિ: Satya Day News
વાપી રેલવે સ્ટેશને પ્લેટફોર્મ નંબર-1 ઉપર રવિવારે રાત્રીએ ફ્લાઈંગ રાણી ટ્રેનને દૂરથી આવતી જોતા જ બે યુવાનો હાથમાં હાથ ભીડી પાટા ઉપર ગળા મૂકી સૂઇ જતા બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા. મળતી વિગતો મુજબ વાપી રેલવે સ્ટેશને રવિવારે રાત્રીએ ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ ટ્રેન આવવાના સમયે આવી પહોંચેલા બે યુવાનોએ ફ્લાઈંગ રાણી ટ્રેન આવતી જોતા હાથમાં હાથ પરોવી કૂદી પડયા હતા અને ટ્રેક ઉપર ગળું મૂકી આંખો બંધ કરી સૂઈ ગયા હતા. જે બાદ પુર ઝડપે આવેલી ટ્રેન તેમના ઉપરથી ફરી જતા બંનેના ગળા ધડથી અલગ થઇ ગયા હતા.બે યુવાનોની આ રીતે આપઘાતની ઘટના નજરે જોનારાઓમાં અરેરાટી ફેલાઈ હતી…
શિલ્પા શેટ્ટી હવે મોદીના સપનાને સાકાર કરવા માટે કટિબધ્ધ થશે અને ફિટ ફિટ ઇન્ડિયા અભિયાનમાં તે કામ કરશે. આમ તો યોગની મદદથી શિલ્પા ફિટનેસને લઇને કામ કરી રહી છે અને હવે તો પોતાની ફિટનેશ એપ પણ લોન્ચ કરી છે. ત્યારબાદ હવે કેન્દ્ર સરકારની સાથે શિલ્પા કામ કરવા જઈ રહી છે. શિલ્પા શેટ્ટીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એડ્વાઇઝરી કમિટીમાં શામેલ કરવામાં આવી છે. આ કમિટી કેન્દ્ર સરકારે ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ બનાવી છે અને હવે એમાં શિલ્પા શેટ્ટીને મેમ્બર બનાવવામાં આવી છે. શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કે, આ વાત શેર કરતા ખુશી થાય છે કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી…
હાલ ગુજરાતમાં એક નવા માતાજીએ ધૂમ મચાવી છે અને તે છે ઢબુડી મા. હજારો લોકોને ઢબુડી માતા પર અપાર શ્રદ્ધા છે. પણ આ તમામ લોકોને ચેતી જવાની જરૂર છે. કેમ કે, હાલના સમયમાં લોકોની અંધશ્રદ્ધાનો ફાયદો લેભાગુ તત્વો ઉઠાવે છે. અને માતાજીના નામે પૈસા કમાવાનો ધંધો ચલાવે છે. ઢબુડી માતાની માયાજાળમાં સામાન્ય લોકોની સાથે નેતાઓ અને સરકારી અધિકારીઓ પણ ફસાયા છે. ગાંધીનગરની પાસે આવેલ રૂપલ ગામનો વતની ધનજી ઓડ પોતાને ઢબુડી મા ગણાવે છે. તેનું કહેવું છે કે, તેના પર જોગણી માતાની કૃપા થઈ છે. જે બાદ તેણે આ વાત લોકોમાં ફેલાવી હતી. ભોળાં લોકો પણ ધનજી ઓડની વાતમાં આવી…
દરેક વ્યક્તિ એવુ ઇચ્છે છે કે તેની પ્રગત્તિ થાય તેના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છલોછલ રહે. તેનું પર્સ હંમેશા પૈસાથી છલકાતું રહે. પણ ક્યારેય અજાણતાજ તમે પર્સમાં કેટલીક એવી વસ્તુઓ રાખી દો છો જેનાથી તમારી બરકત અચાનક જવા લાગે છે. ધીરે ધીરે તમારૂ ધન ગાયબ થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યુ છે કે આવી કોઈ વસ્તુઓ ભૂલથી પણ પર્સમાં રાખવામાં આવે તો તમારા જીવન પર એનો ખરાબ પ્રભાવ પડે છે. કેટલાક લોકોને કામ વગરની વસ્તુઓ પણ સંગ્રહી રાખવાની આદત હોય છે. નકામા કાગળને પણ ડૂચા વાળી વાળીને ઠાંસી ઠાંસી પર્સમાં રાખી દે છે. આવુ કરશો તો ધન ક્યારેય તમારી…
વિટામિન A લેવાથી સ્કિન કેન્સરના જોખમને 15% ઘટાડી શકાય છે વિટામિન Aના મુખ્ય સ્ત્રોતમાં શક્કરિયું, શક્કર ટેટી, ગાજર, લાલ કેપ્સિકમ, બ્રોકલી, ડેરી પ્રોડક્ટ અને માંસાહાર સામેલ છે વધારે પડતા સૂર્ય પ્રકાશના સંપર્કમાં રહેવાથી સ્કિન કેન્સરનું જોખમ વધે છે હેલ્થ ડેસ્ક: શારીરિક વૃદ્ધિ, રોગ પ્રતિકારક શક્તિને વધારવા અને આંખો માટે વિટામિન એ આવશ્યક હોય છે. વધારે પડતાં વિટામિન એની માત્રાવાળો ખોરાક લેવાથી સ્કિન કેન્સરનું જોખમ ઘટે છે. તાજેતરમાં થયેલાં રિસર્ચમાં આ વાત સામે આવી છે. વિટામિન A લેવાથી સ્કિન કેન્સરના જોખમને 15% ઘટાડી શકાય છે આ રિસર્ચ ‘જામા ડર્મેટોલોજી’ જર્નલમાં પ્રકાશિત થયું હતું. જર્નલ મુજબ, રિસર્ચમાં 1 લાખ 25 હજારથી વધારે…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે આપેલા ભાષણમાં દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવે. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે એક જ વખત વપરાશમાં લઈ શકાય તે. પરંતુ નિષ્ણાતોના મત પ્રમાણે સબમરીનથી માંડી હવાઈ જહાજની બનાવટમાં પણ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે તો સિંગલ યુઝ પ્લાસ્ટિકની પરિભાષા નક્કી કરવી અને તેની પર પ્રતિબંધ લગાડવો અશક્ય લાગે છે. સરકારે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ, જેથી કોલસાનું વૈકલ્પિક ઈંધણ બનાવી શકાય. આ અંગે ભાસ્કરે ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એસોશિએશનના પૂર્વ ચેરમેન હિતેન ભેડા, સેન્ટર…
શોધકર્તાઓએ હવે એવી સ્માર્ટફોન એપ્લિકેશનથી વિકસિત કરી છે, જેનાંથી માતા-પિતાએ યોગ્ય રીતે જાણી શકશે કે તેમનું બાળક શું વિચારી રહ્યુ છે અને શું અનુભવી રહ્યુ છે. શોધકર્તાઓએ આ એપ્લિકેશનને “બેબી માઈન્ડ” નામ આપ્યુ છે. આ એપ માતા-પિતાને બાળકના દ્રષ્ટિકોણથી વિચારવાની અને સમજવાની સુવિધા આપે છે. તેનાથી માતા-પિતા દરરોજ સમજી શકશે કે તેમનું બાળક શું વિચારી રહ્યુ છે. આ એપ માતા-પિતાને તેમના બાળકની મનોવૈજ્ઞાનિક વિકાસની સચોટ જાણકારી આપે છે. શોધકર્તાઓએ આ એપની ઉપયોગિતા પર અધ્યયન માટે માતાઓનું એક ગ્રુપ બનાવ્યુ હતુ અને બાળકને જન્મ આપ્યા બાદ આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે કહ્યુ હતુ. તેમણે આ એપ બાળકનાં જનમથી લઈને છ મહિના…
ઓગસ્ટ મહિનામાં હીરો મોટોકૉર્પ પોતાના ગ્રાહકો માટે ‘હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલ’ના નામે પોતાના તમામ સ્કૂટર્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઑફર આપી રહી છે. આ ઑફરમાં ગ્રાહકોને ડિસ્કાઉન્ટ, લૉયલ્ટી અને એક્સચેન્જ બોનસની સુવિધા મળશે. ફક્ત 999 રૂપિયામાં ઘરે લઇ જાઓ સ્કૂટર હીરો મોટોકૉર્પે ‘હીરો સ્કૂટર્સ મહા કાર્નિવલ’માં ગ્રાહકો માટે ઓછા ડાઉન પેમેન્ટની ઑફર લૉન્ચ કરી છે. આ ઑફરમાં ફક્ત 999 રૂપિયાની ડાઉન પેમેન્ટ પર ગ્રાહક પોતાનું મનપસંદ સ્કૂટર ઘરે લઇ જઇ શકે છે. બાકીની પેમેન્ટને સરળ EMIમાં ચુકવી શકાશે. આ ઉપરાંત કંપનીએ 6.99નો ઓછો વ્યાજ દર રાખ્યો છે. શિક્ષકો માટે ખાસ ડિસ્કાઉન્ટ દેશમાં 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે તેવામાં આ અવસરે…
ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે વિપક્ષ પર મોટો આરોપ મૂકયો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે વિપક્ષ ભાજપ નેતાઓ પર ‘મારક શક્તિ’નો ઉપયોગ કરી રહ્યું છે, તેના લીધે તેમનું અકાળે મોત થઇ રહ્યું છે. સાધ્વી પ્રજ્ઞા એ દાવો કર્યો કે એક સંન્યાસી એ મને કહ્યું હતું કે ભાજપના નેતાઓને નિશાન બનાવામાં આવી રહ્યાં છે. જો કે વાત એમ છે કે રાજધાની ભોપાલના પ્રદેશ ભાજપ કાર્યાલયમાં સોમવારના રોજ પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલી અને એમપીના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. તેમાં પ્રદેશ ભાજપના બધા મોટા નેતાઓએ ભાગ લીધો અને…