વલસાડ જિલ્લામાં એસટી બસ સેવા નો પ્રારંભ થયો છે , વલસાડ ડિવિઝન દ્વારા આંતર જિલ્લામાં બસ સેવા શરૂ કરવાની મંજૂરી મળતા હવે બસ સ્ટેશન થી બસ ઉપાડશે અને બસ સ્ટેન્ડ સિવાય વચ્ચેના તમામ સ્ટોપ હાલ પૂરતા રદ્દ કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ સાથે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરી કરવાની રહેશે . તમામ બસ ને સ્ટેન્ડ પર સ્ક્રીનિંગ કરીને યાત્રીઓને બસમાં બેસાડવામાં આવશે અને કોરોના ના નિયમો નું કડક પાલન કરાશે ૧૧૪૫ શીડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી સંચાલન કરવા નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી જનતા ને રાહત રહશે. જોકે બસ કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી…
કવિ: Maulik Solanki
અમદાવાદ માં પાન મસાલા ના ગલ્લા ખોલવાની અપાયેલી છૂટછાટ બાદ પણ આ ધંધા સાથે સંકળાયેલા તત્વો બેફામ બન્યા છે અને ગેરકાયદેસર રીતે કાળા બજાર ચાલુ કરી દેવામાં આવ્યા છે અને લોકો પણ કદાચ કાલે ઉઠીને પાછું લોકડાઉન અમલ માં આવી જાય તો શું કરવું તેમ માની બેવડી ખરીદી કરી લૂંટાઈ રહ્યા હોવાની વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે. અહીંના આનંદનગર વિસ્તારમાં પ્રેરણાતીર્થ રોડ પર આવેલ શ્રી સાંઈ પાન પાર્લર ના માલિક દ્વારા પાન મસાલા ની પડીકી સહિત ની વસ્તુઓ નું કાળા બજાર કરતો હોવાની જાણ સત્ય ડે ની ટીમ ને થઈ હતી ત્યારબાદ સત્ય ડે ની ટીમ દ્વારા જાતે સ્થળ પર…
કોરોના ની મહામારી માં કોરોના થી લોકોને બચાવવા માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કો.ભરતજી સોમજીનું કોરોનાની ગંભીર બીમારી સામે લડતા લડતા દુ:ખદ અવસાન થતા ગુજરાત પોલીસ દ્વારા ઠેરઠેર શ્રદ્ધાજલી આપવામાં આવી રહી છે ત્યારે એક કોરોના વોરિયર્સ તરીકે અણધારી વિદાય લેનાર પોલીસ કર્મી ના પરીવાર સાથે રૂબરૂ દુઃખની ઘડીમાં અતિમસંસ્કાર માં નહીં જઈ શક્નાર વલસાડ પોલીસ પરિવાર દ્વારા તમામ સ્ટાફ દ્વારા સ્વૈચ્છિક રીતે બે મિનિટનું મૌન પાળી તેમની આત્મશાંતિ માટે પ્રાર્થના કરી હતી અને સદગત ના પરિવાર ઉપર આવી પડેલી દુઃખ ની ઘડી સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. https://youtu.be/KF9AxjaZQsM
કોરોના ની સ્થિતિ વચ્ચે ગુજરાત માં ચોથા તબક્કા ના લોકડાઉન માં કેટલીક છૂટછાટો સાથે દુકાનો ખોલવાની પરમીશન અપાઈ છે ત્યારે ગત રાત્રે દસ વાગ્યે વડોદરાના વેપારીઓને પણ દુકાનો ખોલવા માટે જણાવવામાં આવ્યું તો છે પરંતુ કયા કયા કંન્ટેઇમેન્ટ ઝોન સિવાયના ઝોન છે તે સ્પષ્ટપણે જણાવાયું ન હતું ત્યારે મંગળબજારમા કપડાં સહિતની દુકાનો ખુલી હતી મંગળજાર વેપારી એસોસિયેશનના પ્રમુખ જય ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના ખતમ થયો નથી અને જે રીતે લોકોની ભીડ બજારોમાં જોવા મળી રહી છે તે જોતાં લોકોની તથા વેપારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે દુકાનો આજે ખુલ્લી હશે તે આવતી કાલે બંધ રખાશે આમ એકાંતરે વારાફરતી દુકાનો ખુલ્લી…
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલા નારાયણ ચોકડી નજીક આવેલા નાથદ્વારા એવન્યુના બીજા માળે આવેલા ગેમ્સ ઝોનમાં આગ લાગતાં ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટના અંગે ફાયબ્રિગેડને જાણ થતાં તાત્કાલીક ત્રણ ફાયબ્રિગેડની ગાડીઓ તથા મધ્ય ગુજરાત વિજ કંપની લિ.ની ગાડી ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ને કાબુ માં લીધી હતી. શોર્ટશક્રિટ થીઆગ લાગી હોવાનું મનાય રહ્યું છે જોકે આ ઘટના માં સદનસીબે કોઇ જાનહાનિ કે કોઈ ને ઇજા થવા પામી ન હતી. આગ ને કારણે નુકસાન અંગે ની કોઈ વિગત જાણી શકાઇ ન હતી. https://youtu.be/bnWowq4b9cs
અમદાવાદમાં પરપ્રાંતિઓનો પોલીસ ઉપર પથ્થરમારો, ટીયર ગેસના સેલ છોડાયા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં IIM પાસે પર પ્રાંતીઓનું ટોળું ભેગુ થયું હતું, વિખેરવા જવા માટે વારંવાર વિનંતી કરતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે પ્રથમ હળવો લાઠીચાર્જ કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ટોળા બેકાબૂ બનતા પોલીસે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. આ બનાવની મળતી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી પરપ્રાન્તીયો અને શ્રમિકોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ વતન જવા માટે અધિરા બનેલા શ્રમિકોએ અમદાવાદના આઈઆઈએમમાં વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો કર્યો. શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે…
સુરત માં પોલીસને જોઈ મોહલ્લામાં ભાગી છૂટેલા યુવકને લોકોએ ચોર સમજી માર માર્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. લોક ડાઉન હોવા છતાં ચોરીના બનતા બનાવો સામે લોકોમાં રોષ માં હાલ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે અજાણ્યો ઈસમ મહોલ્લા માં આવી જતા લોકો એ ચોર સમજી ડંડા થી ફટકાર્યો હતો. પકડાયેલા ઈસમ ના જણાવ્યા મુજબ તે પોલીસ ને જોઈ ભાગ્યો હતો અને બિલ્ડીંગ માં ચઢ્યા બાદ લોકોને જોઈ જતા અન્ય ઇમારત પર કુદી પડ્યો હતો. સુરત ના બેગમપુરા વિસ્તારમાં બનેલી ઘટના થી લોકો ના ટોળા એકત્ર થઈ ગયા હતા જોકે બાદ માં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે યુવક ની અટકાયત…
કોરાના મહામારીની વચ્ચે છેલ્લા 50 દિવસથી વડોદરા ની અંદર મોટી સંખ્યામાં નોર્થ ઈસ્ટ ના વિદ્યાર્થીઓ ફસાયેલા હતા.વિદ્યાર્થીઓ ને એમના વતન પરત મોકલવા માટે છેલ્લા ઘણા સમય થી ABVP પ્રયત્ન કરી રેહયું હતું ત્યારે આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના 23 જેટલા વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે બધા જ વિદ્યાર્થીઓનું એમએસયુ પવેલિયન ખાતે મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું.ત્યાર પછી વિદ્યાર્થીઓ માટે ખૂબ લાંબી યાત્રા હોવાથી એમને ફુડ પેકેટ, પાણીની બોટલ, માસ્ક તથા હોમિયોપેથીની દવાઓ આપી સવારે 9 વાગ્યે બસ ને વડોદરા થી ગુહાટી જવા માટે રવાના કરવામાં આવી હતી. https://youtu.be/ArbjvGYJjzE
માર્ચ – 2019માં લેવામાં આવેલી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષાના પરિણામો આજ રોજ જાહેર થયા છે.જેમાં ફરી એક વખત સુરતી વિધાર્થીઓએ ડંકો વગાડ્યો છે.સમગ્ર રાજ્યમાં 44 પૈકી માત્ર 19 વિધાર્થીઓ સુરતના છે જ્યાં એ – વન ગ્રેડ માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.19 પૈકી સરથાણા વિસ્તારમાં આવેલી આશાદીપ શાળાના જ સાત વિધાર્થીઓ છે જેમણે એ- વન ગ્રેડમાં સ્થાન મેળવી સુરત શહેર અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.આશાદીપ શાળામાં એ – વન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓ રત્ન ક્લાકારો અને આર્થિક રીતે સામાન્ય કુટુંબના પરિવારોમાંથી આવે છે.વિધાર્થીઓને ઝળહળતા પરિણામ ને લઈ શાળા આલમમાં પણ ખુશીનો માહોલ છે… https://youtu.be/dpbc8Fn7cxs
હાલ પોતાના વતન જવા માટે હજારો ની સંખ્યમાં શ્રમિકો પગપાળા જઈ રહ્યા છે. જેથી અનેક દુર્ઘટનાઓ બની રહી છે.જેથી યુપી.સરકારે એક જાહેરાત કરી જણાવ્યું છે કે જે શ્રમિકો જ્યાં છે તેઓ પગપાળા કરી યુપી ન આવે. યુપી સરકાર તમામ યુપીના શ્રમિકો માટે નિઃશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરી રહી છે.જાહેરાત માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે યુપીના શ્રમિકો માટે સરકાર નિઃશુલ્ક ટ્રેન વ્યવસ્થા કરવામાં આવશે. યુ.પી.સરકાર ની જાહેરાત બાદ સુરત કોંગ્રેસના ઉત્તર ભારતીય નેતા અનુપ રાજપુતે સુરત ભાજપના ઉત્તરભારતીય નેતાઓ અને યુપી સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે. રાજપુતે જણાવ્યું છે કે જો જાહેરાતમાં નિઃશુલ્ક ટ્રેન વ્યવસ્થા ની વાત છે તો શા માટે શ્રમિકો…