મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહને પ્રવર્તમાન કોરોના-કોવિડ-૧૯ની સ્થિતીમાં ગુજરાતમાં માર્ગદર્શન માટે શ્રેષ્ઠ તબીબોની ટીમ મોકલવા કરેલી રજૂઆતનો ગૃહ મંત્રી એ સફળ પ્રતિસાદ આપ્યો છે જેના ભાગરૂપે એમ્સ નવી દિલ્હીના ડાયરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. રણદીપ ગુલેરીયા અને ડૉ. મનીષ સુનેજા અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ તબીબો શનિવારે સિવીલ હોસ્પિટલ કેમ્પસની કોવિડ-૧૯ હોસ્પિટલ ની મુલાકાત શરુ કરી છે.રાજયમાં અને ખાસ કરીને અમદાવાદ વધતા જતા કોરોનાનાન કેસોને લઇ મોડી રાતે દિલ્લી AIIMSના ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ સાથે અમદાવાદ આવી પોહચ્યા હતા. આજે સવારે 9 વાગ્યે ડો. રણજીત ગુલેરિયા તેમની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચી છે. આરોગ્ય વિભાગના સચિવ…
કવિ: Maulik Solanki
ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ દારૂબંધી ને હઠવવા મુદ્દે સરકાર ને આડકતરી રીતે આહવાન કર્યું છે. ગુજરાત માં દારૂબંધી ના નામે નાટક ચાલી રહ્યું છે અને જોઈએ તેટલો દારૂ મળી રહ્યો છે ત્યારે સરકારે હવે અન્ય રાજ્યો ની જેમ છૂટ આપવા પુનઃવિચાર કરવો જોઈએ હાલની જે સ્થિતિ છે તે જોતાં ગાંધીજી અને સરદાર પટેલ પણ નો જે ઉદેશ્ય હતો તે મુજબ દારૂબંધી માત્ર દેખાવ છે ત્યારે ચાઈના માંથી કંપનીઓ પણ ગુજરાતમાં આવી રહી છે ત્યારે સરકારે આ માટે કોઈ નિર્ણય કરી નાખવો જોઈએ આવો સાંભળીએ તેઓ શુ કહે છે. https://youtu.be/4CteMCZwFHk
કોરોના ના હબ બનેલા અમદાવાદ માં દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે અહીં કોઈને કોરોના કે પોલીસ નો કોઈ ને ડર જણાતો નથી. એક જાગૃત નાગરિક અને સત્યડે ની ટીમે દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતા તત્વો અને દારૂ પી રહેલા લોકો ને કેમેરા માં કેદ કર્યા હતા. અમદાવાદ મા નરોડા રોડ, વિજયમીલ નેરિયા પાસે ભૈરવસિંગ શેખાવત ઔડા ના આવાસ યોજનાના મકાનો આવેલા છે, જ્યાં કોઈ પણ પ્રકારના લોકડાઉન નું પાલન કરવામાં આવતુ નથી, અને ખુલ્લેઆમ દેશી દારૂ , તમ્બાકુ,ગુટખા, નું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકો ની ભીડ જમા થાય છે, અને કોરોના ફેલાવાની ખુબ સંભાવનાઓ રહેલીછે, ત્યાંના…
વલસાડમાં બનેલી એક દુષ્કર્મ ની ઘટના માં બે સગીર વય ના કિશોરો એ 8 વર્ષની બાળકી ને પોતાની હવસ નો શિકાર બનાવી મુખ મૈથુન કરાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશ માં આવી છે. આ બન્ને ઈસમો બાળકી ના ઘરે આવતા હોવાથી પરિચિત હતા તેઓ એ જુદાજુદા સમયે ગુના ને અંજામ આપ્યો હતો. અગાઉ એક આરોપી એ બાળકી ને શિકાર બનાવ્યા બાદ તેના સાથી ને પણ વાસના ભભૂકી ઉઠતા તે બાળકી ને મોટરસાયકલ ઉપર અવાવરું જગ્યા એ લઇ ગયો હતો અને તેણે બળજબરીથી થી બાળકી પાસે મુખ મૈથુન કરાવ્યું હતું આ ઘટના અંગે જાણ થતાં ભોગ બનનાર બાળકી ની માતા એ વલસાડ…
હાલ માં શ્રમિકો ને વતન પહોંચાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે પણ બીજા રાજ્ય માં શ્રમિકો ને લઈ જતા બસ ચાલકો ને ત્યાંની પોલીસ હેરાન કરતી હોવાના કિસ્સા વધી ગયા છે અને ધરમ કરતા ધાડ પડી હોવાનો ઘાટ સર્જાઈ રહ્યો છે. વલસાડ જિલ્લા થી મધ્ય પ્રદેશ ના શ્રમિકો ને તારીખ 2 મે 2020 ના રોજ વાપી પી .આઈ રાઠોડ ની મધ્યસ્થી થી મુસાફર દીઠ એક હજાર રૂપિયા ભાડું નક્કી કરી વલસાડ ની ત્રણ લક્ક્સરી બસો નમ્બર. Gj16.4867,gj15.9205 અને gj15 9888 મારફતે બસ માલિકો જાબિર બેલીમ અને રઈસ ખાન પઠાણ મધ્ય પ્રદેશ ખાતે શ્રમિકો ને મુકવા ગયા હતા પરંતુ દસ્તાવેજો…
વલસાડ શહેર ના નગરપાલિકા વિસ્તારમાં આવેલી જાહેરનામા મુજબ ની દુકાન વહેલી સવારથી ચાલુ થઈ ગયા સોશિયલ distance નો ધ્યાન રાખી વેપારીઓ વહેલી સવારે પોતાના ધંધા રોજગાર ખોલ્યા હતા, બીજી તરફ તંત્ર દ્વારા કેટલીક શરતો ને આધીન દુકાનો ખોલવાની પરમિશન આપી છે જો નિયમ ભંગ થશે તો પગલાં ભરવામાં આવશે. હાલમાં તો જિલ્લા કલેક્ટર ના પરિપત્ર મુજબ ફરી દુકાનો ચાલુ કરવામાં આવ્યું છે પરંતુ લાસ્ટ ટાઈમ પણ ફરીથી નગરપાલિકા દ્વારા દુકાનો બંધ કરવામાં આવી હતી આવું બીજીવાર ના થાય તેનો વેપારીઓને ભય સતાવી રહ્યો છે પરંતુ હાલમાં ધંધા રોજગાર ચાલુ થવાના કારણે વેપારીઓ માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો …
વલસાડ જિલ્લા કલેકટરના આદેશ અનુસાર વલસાડ ના મામલતદાર કચેરી અને નગરપાલિકા દ્વારા વલસાડ માંથી જે પરપ્રાંતીય પોતાના વતન જવા માંગે છે તેમના સ્ક્રીનીંગ ટેસ્ટ થી માંડી બાકીની પ્રોસિઝર કરવામાં આવી રહી છે.હાલ વલસાડમાં બે જગ્યા પર મોગરાવાડી અને અબ્રામા ખાતે આ કામગીરી ચાલી રહી છે. વલસાડના નાયબ મામલતદાર હાર્દિક તોગડિયાના જણાવ્યા અનુસાર શોસ્યલ ડિસ્ટનિંગ જળવાય તે રીતે હાલમાં વતન જવા માંગતા સર્વે પરપ્રાંતિયો નું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. હાલમાં નગરપાલિકા દ્વારા આવેલી ઓનલાઇન અરજીઓ ના આધારે મોબાઈલ ફોન પર જાણ કરી પરપ્રાંતીઓ ને બોલાવવામાં આવી રહ્યા છે જેથી ભીડ ન થાય. વલસાડના ડીવાય.એસ.પી મનોજ સિંહ ચાવડા તેમજ પી…
દેશ માં એક તરફ કોરોના ની હાડમારી છે અને લોકડાઉન ની સ્થિતિ છે ત્યારે બીજી તરફ વિશાખાપટ્ટનમ ગેસ દુર્ઘટના એ હાહાકાર મચાવી દીધો છે. ગેસ ગળતર માં ગુંગળામણ ને કારણે મૃતકોની સંખ્યા વધીને 10 થઇ ગઇ છે. આ ઘટના ગેસ વાલ્વમાં મુશ્કેલીના કારણે બની હોવાનું બહાર આવ્યું છે. ગુરૂવાર સવારે 2.30 વાગ્યે ગેસ વાલ્વ ખરાબ થઇ ગયો અને ઝેરી ગેસ લીક થયો હતો અત્યારે અધિકારીઓની આખી ટીમ કેસની તપાસ કરી રહી છે, ફેકટરીનું કોઇ સાયરન સ્થાનિક વિસ્તારમાં કોઈએ સંભાળ્યું નહી હોવાથી વધુ લોકો ભોગ બન્યા હતા. પ્લાન્ટમાંથી ગેસ લીકેજ થતા આજે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો. ગેસ એવો લીકેજ થયો…
ગોવા માં અભ્યાસ માટે ગયેલા વલસાડ જિલ્લા ના વિદ્યાર્થીઓ પરત ફરતા તેમના પરિવારજનો માં આનંદ ની લાગણી પ્રસરી હતી. ગોવા માં 7 કેસ કોરોના ના આવ્યા બાદ માં ગોવામાં તંત્ર દવારા લોકડાઉન નો કડક અમલ કરાતા અને દેશભરમાં લોકડાઉન હોઈ આ લોકો ત્યાં ફસાઈ ગયા હતા જોકે ગોવા માં છેલ્લા એક માસ થી એક પણ કોરોના કેસ નહી નોંધાતા ગ્રીન ઝોન જાહેર કરાયો છે પરંતુ લોકડાઉન ને કારણે વલસાડ જિલ્લાના 46 વિદ્યાર્થીઓ ત્યાં ફસાઈ ગયા હતા દરિમયાન સરકારે વતન જવા માટે જેતે વિસ્તાર ના પ્રશાશન ની પરમિશન બાદ જવા દેવા ની છૂટ આપતા અને સરકાર માં રજુઆત બાદ પ્રાઇવેટ બસ…
વડોદરા શહેરમાં હવે નોવેલ કોરોના કોવીડ૧૯ પોઝિટિવ કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે લોકડાઉનના ત્રીજા તબક્કામાં વડોદરા શહેરના રેડઝોન વિસ્તારોની આસપાસ જેમાં રાવપુરા, નવાપુરા વિસ્તારોમાં પોલીસ સાથે બીએસએફના જવાનો દ્વારા સવારે તથા સાંજે ફૂટમાર્ચ કરવામાં આવી રહી છે તથા બપોરે બે વાગ્યા પછી શાકભાજીના ફેરીયાઓ તથા દુકાનદારો પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે સાથે સાથે શહેર પોલીસ કમિશ્નરશ્રીની સૂચનાઓ મુજબ સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધી લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ થાય તે માટે પોલીસ જવાનો દ્વારા ઠેરઠેર ચોકસાઈ વર્તવામાં આવી રહી છે ત્યારે આજરોજ પોલીસ સાથે બીએસએફના જવાનો દ્વારા રાવપુરા તથા નવાપુરા રેડઝોન ની આસપાસના વિસ્તારોમાં ફૂટમાર્ચ…