સમગ્ર દેશ હાલ કોરોના ની મહામારી નો સામનો કરી રહ્યો છે ત્યારે આ બધા વચ્ચે વલસાડ માં પણ કોરોના સામે સાવચેતી ના પગલાં ભરાઈ રહ્યા છે અને કોરોના વોરિયર્સ એવી પોલીસ કર્મીઓ 24 કલાક પોતાના જીવના જોખમેં ફરજ બજાવી રહ્યા છે જેઓ કોરોના સંક્રમણ થી બચી શકે તે માટે વલસાડ માં નવતર પ્રયોગ અમલ માં મુકાયો છે જેની પ્રશંસા થઈ રહી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી દ્વારા અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે અને મહામારી કોરોના મા ખડે પગે પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ અને તેમના પરિવાર ને પણ કોરોના સંક્રમણ ન લાગે તે માટે વલસાડ માં દરેક પોલીસ કોલોનીમા…
કવિ: Maulik Solanki
વલસાડ નજીક આવેલા ડુંગરી ખાતે હાલ તંત્ર નાં આદેશ અનુસાર 2 કલાક સુધી જીવન જરૂરિયાત ચીજવસ્તુની દુકાનો ચાલુ કરવાની પરવાનગી આપેલ છે.જોકે ડુંગરી નાં સ્થાનિક વેપારીઓની માંગ કરી રહ્યા હતા કે આજુબાજુ નાં અન્ય વિસ્તારોમાં 4 કલાક દુકાનો ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે માત્ર ડુંગરી માં શા માટે 2 કલાક જ દુકાન ચાલુ રાખવાનો આદેશ છે.. મામલો થોડો ગરમતા વલસાડ મામલતદાર એ ડુંગરી માં આવી વેપારીઓ સાથે મુલાકાત કરી વેપારી તેમજ નાના મોટા દુકાનદારો ઓને સમજાવ્યા હતા. તેમજ કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવાનું જણાવ્યું હતુ https://youtu.be/zr6J1pLA59c
લોકડાઉન ૩ માં સરકારે થોડી ઘણી છૂટછાટ આપી છે તેના ભાગરૂપે વલસાડ માં પણ કેટલીક દુકાનો ખુલતા શહેરમાં સવારના સમયે લોકો પોતાના વાહનો લઈ બહાર નીકળી પડ્યા હતા અને ફરી એકવાર ધમધમાટ જોવા મળ્યો હતો હાલ સરકારી જાહેરનામા મુજબ વલસાડ અને ગ્રામ્ય વિસ્તારોમાં નાની મોટી દુકાનો ને કેટલીક શરતો સાથે છૂટ આપવામાં આવી છે જેમાં ગ્રામ્ય વિસ્તારનાં વેપારીઓ અને ગામના લોકો સવારે સાતથી સાંજના 7 વાગ્યા છૂટ ને લઈ પોતાના કામો માટે નીકળી પડ્યા હતા. જોકે વલસાડ હાલ ઓરેન્જ ઝોન માં છે કેસ ઓછા છે પણ નોંધાયા ચોક્કસ છે તેથી જનતા એ આ છૂટછાટ નો ગેરપયોગ ટાળી કામ સિવાય બહાર…
Bhilad: Campaign to collect health data of aged people was started વલસાડ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે તંત્ર દ્વારા ભીલાડ અને દહેલી ગામમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમર ના વ્યક્તિઓ નું હેલ્થ ડેટા એકત્ર કરવાની કામગીરી નો આરંભ કરાયો છે. આ નિદાન નિઃશુલ્ક ધોરણે કરવામાં આવી રહ્યું છે અને તેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. એકાદ સપ્તાહ સુધી ચાલનારી આ કામગીરી દરમ્યાન લોકોની સોશિયલ ડિસ્ટન્સ સાથે તપાસ કરવામાં આવશે. ઉમરગામ તાલુકાના ભીલાડ અને ડહેલી ખાતે ગ્રામ પંચાયતના સરપંચો ડેપ્યુટી સરપંચ,જિલ્લા પોલીસવડા શ્રીજી હોસ્પિટલના તબીબ શ્રીવાસ્તવના સહકાર સાથે એકાદ સપ્તાહનો નિઃશુલ્ક આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધર્યો છે.આ અંગે ભીલાડ પંચાયતના…
ભિલાડ શાકભાજી બજાર માં જીવન જરૃરી ખરીદી માટે નિકળતી મહિલાઓ તેમજ શાકભાજી વેચનાર મહિલાઓ ને વિશ્વ હિન્દુ પરિસદ જીલ્લા કાર્યકારી અધ્યક્ષ પિયુષ.એ.શાહ ના આયોજન હેઠળ ભિલાડ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી વૈશાલીબેન કપીલભાઈ જાદવ ના વડપણ હેઠળ સોશ્યલ ડિસ્ટન્સ સાથે ગરમી માં પણ રાહત મળી શકે એ માટે છત્રીનું વિતરણ કરાયું હતું અને લોકો ને સુરક્ષિત ઘર ની બહાર જરૂરી કામ માટે છત્રી લઈ નિકળવાની સલાહ સાથે સોશિયલ ડિસ્ટન્સ માટે માર્ગદર્શન આપ્યું હતું જેથી એક છત્રી અને બીજી છત્રી ના કારણે આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ થઈ શકે. જરૃરી કામ માટે ઘરની બહાર નિકળતા લોકો માટે અસુરક્ષિત રહેતા લોકો નું આ ઉદાહરણ…
વલસાડ નું તંત્ર છેલ્લા દિવસો થી બેબાકળું થઈ ગયું છે અને જાણે હાથ અઘ્ધર કરી દીધા નું જણાઈ રહ્યું છે. વલસાડ જિલ્લા માં મોટી સંખ્યા માં શ્રમિકો અટવાઇ ગયા છે અને વતન જવા શ્રમિકો રસ્તા ઉપર ઉતરી પડતાં પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. વલસાડ થી લઈ વાપી સુધી શ્રમિકોના ઘાડેધડા ઉતરી ગયા છે જેઓ એકજ માંગ છે કે વતન જવા દો ત્યારે વાપી વિસ્તાર માં મામલતદાર કચેરી અને છીરી ગામે મોટી સંખ્યા માં શ્રમિકો રસ્તા પાર ઉતરી આવતા પોલીસે સ્થળ ઉપર દોડી જઇ ટોળું વિખેરી નાખ્યું હતું અને તમામ ને પરત મોકલ્યા હતા. વાપી અને વલસાડ થી મોટી સંખ્યા…
લોકડાઉન માં ફસાઈ ગયેલાઓ ને પોતાના વતન જવાની છૂટ તો મળી પણ સરકારી કાગળો ના કાવાદાવા માં અટવાઈ ગયેલા શ્રમજીવી પરિવારો ની હાલત દયનિય બની ગઈ છે અને હેરાન પરેશાન થઈ ગયા છે.છેલ્લા કેટલાય દિવસથી કલેક્ટર ઓફિસના ધક્કા ખાઇ રહેલા પરપ્રાંતિયોને યોગ્ય જવાબ ન મળતા તેઓ નિરાશ થઈ ગયા છે અને હતાશા ફરી વળી છે. આ બધા વચ્ચે હદ તો ત્યારે થઈ કે છેલ્લા ચાર દિવસથી કેન્સરનો એક દર્દી વલસાડ કલેકટર ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે જેના મુંબઈ હોસ્પિટલમાં જવું છે પરંતુ અહીં યોગ્ય જવાબ ન મળતા કેન્સર પીડિત વલસાડની કલેક્ટર ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે અને યોગ્ય જવાબ નથી…
વલસાડ માં જીવન જરૂયાત ની ચોક્કસ ગાઈડલાઈન માં આવતી દુકાનો સિવાય અન્ય દુકાનો બંધ રાખવાના સરકાર અને સ્થાનિક પ્રશાશન ના જાહેરનામા બાદ નાના વેપારીઓ એ પોતાની દુકાનો ચાલુ કરવા માંગ કરી હતી તેઓ ની માંગણી છે કે ઓરેન્જ ઝોન માં જ્યાં વધુ કોરોના નું સંક્રમણ નથી તેવા એરિયા માં દરેક વેપારી નિયમો નું પાલન કરશે પણ રૂટિન બેન્ક ના કામો અને કામદારો ના પગાર વગરે કરવા માટે થોડી છૂટછાટ આપવા વેપારીઓ કલેકટર કચેરી ખાતે એકત્ર થયા હતા અને દુકાનો ચાલુ કરવા માંગ કરી હતી.જોકે હાલ લોકડાઉન નો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને 17 મેં સુધી દુકાનો બંધ રાખવાનો સરકારે…
સુરતમાં પણ કોરોનાની મહામારીમાં અનેક લોકો સપડાયા છે, જેમાંથી કેટલાકના મોત થયા છે, તો પોઝિટિવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.ત્યારે અનેક એવા યોદ્ધાઓ છે, જેને કોરોનાની આ લડાઈ જીતી છે.આવા જ દુનિયાભરના યોદ્ધાઓ સુરતની બે મહિનાની જાહનવીનું નામ પણ સામેલ થયું છે. લંબે હનુમાર રોડ ખાતે થોડા દિવસ અગાઉ શાકભાજી વેચતી બે મહિલાઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. જેને પગલે મહાનગર પાલિકા દ્વારા આ સમગ્ર વિસ્તારમાં કોમ્યુનિટી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.જેમાં બે વર્ષની જાહનવી રાહુલ ગુપ્તા નામની એક બાળકીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.લોકડાઉન દરમિયાન બાળકી અને તેના પરિવારજનો ઘરની બહાર ગયા ન હતાં, તેમ છતાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
સરકાર દ્વારા કોરોના વાયરસ ની મહામારી ના કપરા સમયે ઉધોગો ને ઝોન મુજબ ગાઈડ લાઈન ના પાલન સાથે ઉધોગો શરુ કરવાની પરવાનગી આપવાની શરુ કરવામાં આવી હતી. જેમાં આવા ઉધોગો નગર પાલિકાનીહદ ની બહાર હોવું જરૂરી છે. નગર પાલિકાની હદ માં આવેલા કારખાના કે ફેક્ટરીઓ ને પરવાનગી આપવામાં આવશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું . છોટાઉદેપુર જિલ્લા માં પણ નગર પાલિકા ની હદ બહારની ડોલોમાઈટ ફેક્ટરી ઓ ને જરૂરી ગાઈડ લાઈનના પાલન સાથે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ નગર પાલિકા ની હદ માં આવેલા બે – ત્રણ કારખાનાઓ ને પણ પરવાનગી આપી દેવાતા અને તેમણે કારખાનાઓ શરુ કરી દેવાતા આશ્ચ્રર્ય…