વલસાડ માં ફરી રાત્રે જિલ્લા કલેકટર ખરસાણ દ્વારા જાહેરનામુ બહાર પાડી વલસાડ શહેરી હદ વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ સિવાય ની દુકાનો ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે,ગુજરાતમાં કેટલીક દુકાનો અને કામ ધંધા શરૂ કરવાની છૂટ આપ્યાને 6 કલાકમાં જ સરકારે આ છૂટછાટ પાછી ખેંચી લેવાની ફરજ પડી છે સરકારએ ગઈકાલે સાંજે જ જાહેરનામું બહાર પાડી કેટલીક ચોક્કસ દુકાનો અને ચોક્કસ વિસ્તારમાંની જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આજે સવારે 8 વાગે દુકાનો ચાલુ થવા લાગી અને બપોર સુધીમાં તો આ નિર્ણય એકાએક પાછો ખેંચી લેવામાં આવ્યો છે. તેના કારણો માંસવારથી દુકાનો ખુલતા ભીડ થઈ ગઈ હતી અને…
કવિ: Maulik Solanki
અમદાવાદ ના સ્થાનિક જાગૃત નાગરિક અતુલ દવે દ્વારા એક વિડીયો બનાવી ને વાયરલ કરવા માં આવ્યો છે અને આ વીડિયો માં તે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે કે મને 48 કલાક નો સમય આપો તો હું મારી પોતાની ગાડી લઈ ને દારૂ ના અડ્ડા થી આપના ગાંધીનગર ના બંગલા સુધી આવી ને દારૂ આપી જાઉં તો પણ ક્યાંય મને પોલીસ રોકશે નહીં અને બીજી વાત એ કે ગુટખા અને સિગરેટ ના વિક્રેતા પાસે થી પણ કાળા બજાર માં માલ ખરીદી ને આપના બંગલા સુધી આપી જવાની મારી તાકાત છે કારણ કે પોલીસ તો ક્યાં કોઈ…
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખેડૂતોને આપવામાં આવતી દિવસ દરમ્યાન વીજળી ના સમયમાં ફેરફાર કરી બપોર નો સમય કરી દેવાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે..વીજળી ના સમયમાં ફેરફાર કરાતા ધમધોકતા તાપમાં હવે ખેડૂતોએ ખેતી કરવાનો વારો આવ્યો છે.જ્યાં કંપની પોતાનો નિર્ણય પરત ખેંચે અને વીજ સપ્લાય ના સમયમાં ફેરફાર કરે તેવી માંગણી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરવામાં આવી છે.જો ખેડૂતોની વીજ સપ્લાય ના સમયમાં ફરી ફેરફાર કરવામાં નહીં આવે તો ગાંધીચીધ્ય માર્ગે લડત ચલાવવાની ચીમકી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે ઉચ્ચારી છે…. https://youtu.be/FcqKRlllYko
ઉત્તરાખંડ હરિ દ્વાર માં ફસાયેલા 33 જેટલા સિનિયર સીટીઝન ગત રોજ સુરત પહોંચ્યા હતા. ઉત્તરાખંડ ના માધવાનંદ આશ્રમ માં ફસાયેલા 33 યાત્રીઓ સુરત પહોંછતાં રાહતનો શ્વાસ લીધો હતો. સુરતના મહિલા એડવોકેટ પ્રતિભા દેસાઈ એ રાજ્યના મંત્રી જયેશ રાદડીયાનો સંપર્ક કરી મદદ ની પુકાર લગાડી હતી..જ્યાં ઉતરાખંડમાં સેવા આપતા હર્ષદ ભાઈ નામના વ્યક્તિનો નંબર મળ્યા બાદ મહેનત સફળ રહી હતી..10 દિવસની મહેનત બાદ આ તમામ યાત્રીઓ સુરત આવ્યા હતા.જેમાં 20 જેટલી મહિલાઓ અને 13 જેટલા પુરુષોનો સમાવેશ થાય છે.ગુજરાત અને ઉત્તરાખંડ સરકાર ના સહયોગ થી સુરત આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સુરત પરત ફરેલા લોકોએ રાજ્ય અને ઉત્તરાખંડ સરકાર સહિત…
આજે આખું વિશ્વ જ્યારે કોરોના મહમારી સામે લડી રહ્યું છે અને મહાસત્તા ગણાતા દેશો કોરોના સામે ઘૂંટણે આવી ગયા છે ત્યારે ભારત એક નિર્ણાયક લડાઈ ની શરૂઆત કરી છે , ભારત સરકાર દ્ધારા લોકડાઉન ની અવધિ ને 3 મે સુધી વધારવામાં આવી છે અને લોકો ને ઘર માં જ રેહવાની આગ્રહ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) વડોદરા ના કાર્યકર્તા અો દ્ધારા અલગ અલગ સ્થાનો પર જેમ કે કાલાઘોડા સર્કલ, સેફ્રોન ટાવર, ડાંડિયા બજાર સર્કલ, એમ એસ યુનિવર્સિટી કોમર્સ ગેટ જેવા વિવિધ સ્થાનો પર જનજાગૃતિ અંતર્ગત Stay home stay safe, Vadodara Fights against Corona જેવા વિવિધ…
કોરોના ની સ્થિતિ માં પી એમ દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવા સાથેજ પબ્લિક ટ્રન્સપોર્ટ પણ બંધ થઈ જતા હજ્જારો શ્રમિકો હાઇવે પર ચાલતા પોતાના વતન જવા સ્થળાંતર કરી રહ્યા હતા તે વાત રાજ્ય સરકારનું ધ્યાન જતા સ્થળાંતર કરતા તમામ શ્રમિકોને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ કરાતા વલસાડ જિલ્લામાં 5 નવસારીમાં 3 અને ડાંગમાં શેલ્ટર હોમ તૈયાર કરી તેઓ ને ત્યાં શિફ્ટ કરી રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે લોક ડાઉન લંબાતા હવે આવા લોકો પોતાના વતન જવા માટે માંગ કરી રહ્યા હોય અને હજુપણ લોકડાઉન લંબાઈ શકે તેમ હોય આખરે આવા લોકો ને વતન મોકલવા નક્કી થયું હતું અને…
વાંસદા વિસ્તારના લોકો કોરોના ની ગંભીરતા સમજી નથી રહ્યા અને બેજવાબદાર બની લોકડાઉનનો ભંગ કરતા પોલીસે હવે કડક અમલ કરાવવાનું ચાલુ કર્યું છે અને લોકડાઉનનો ભંગ કરી કામ વગર રખડવા નીકળી પડતા લોકો ના વાહનો જપ્ત કરી દંડ ફટકારવા નું શરૂ કર્યું છે પોલીસે આ માટે ઠેર ઠેર ચેકપોસ્ટ ઉભી કરી વાહનો ચેકીંગ હાથ ધર્યું છે અને જાહેરનામા નો ભંગ કરી વાહનો લઈ નીકળેલ લોકો દંડ ફટકાર્યો હતો અને અનેક વાહન ચાલકો ને મેમો અપાયો હતો. કોરોના જેવી હાડમારી હોવાછતાં પણ લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે જે ગંભીર બાબત છે ત્યારે લોકો ને પોલીસે લોકડાઉન નો સ્વૈચ્છીક અમલ…
લોકડાઉન માં લોકો ઘરે બેસીને કઈક ને કઈક પ્રવુતિ કરી રહ્યા છે પણ આ બધા વચ્ચે વલસાડ નજીક આવેલ પારડી ની એક વિદ્યાર્થીની સોશ્યલ મીડિયા નો સકારાત્મક ઉપયોગ કરી કલાત્મક ચિત્રો બનાવતા શીખી રહી છે આમ લોકડાઉન નો તેણે મહત્તમ ઉપયોગ કરીને પોતાની કલાને વિકસાવવાના પ્રયાસ કર્યો છે જે અન્ય લોકો માટે એક પ્રેરણારૂપ છે. પારડી તાલુકાના ખુંટેજ ગામે રહેતા રિદ્ધિ દિનેશભાઇ પટેલ ની પુત્રી હાલ લોકડાઉન પાળવા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ચિત્ર બનાવવાની પોતાની હોબી ને ઉત્તેજન આપી રહી છે તે છેલ્લા ઘણાજ સમયથી ચિત્રો બનાવવાનું વિચારતી હતી પરંતુ સમય ના અભાવ અને યોગ્ય તે માટે ના ક્લાસ નહિ…
સરકાર દ્વારા કોરોના થી વધુ પ્રભાવિત હોટસ્પોટ વિસ્તારો સિવાય ના સ્થળો એ નાના વેપારીઓ ને દુકાનો ખોલવાની મંજૂરી આપ્યા બાદ વલસાડ શહેર માં આજે અખાત્રીજ ના દીને સવાર થી નાના વેપારી ઓ પોતાના ધંધા અને રોજગાર ખોલ્યા હતા ગુજરાત સરકારના આદેશ અનુસાર આજે રવિવાર હોવા છતાં વલસાડના નાના વેપારી જેમકે મોબાઈલ રિચાર્જ ગ્રોસરી સ્ટોર અનાજ કરિયાણા સ્ટોર મોબાઇલ શોપ એસી રીપેરીંગ ફ્રિજ રીપેરીંગ મોટર રીપેરીંગ ચશ્મા ની દુકાન મોબાઇલ રીપેરીંગ તેમજ ટાયર પંચર વાળા પોતાની દુકાન ખોલી ધંધા રોજગાર ચાલુ કર્યા હતા જોકે વલસાડમાં વહેલી સવારે ઘણા એવા વેપારી અજાણ હોવાના કારણે સરકારના આદેશ અનુસાર દુકાન જેની ના ખોલવાની આદેશ…
મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઇ ગયો છે અને હાલમાં સમગ્ર ભારતમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે અને કેન્દ્ર સરકારના આદેશોનુસાર રાજ્ય સરકારો દ્વારા કેટલીક દુકાનો માટે હળવી છૂટછાટ આપી છે ત્યારે વડોદરા શહેરમાં રમજાન માસ દરમિયાન મુસ્લિમ કોમના લોકો પોતાના ઘરોમાં રહી લોકડાઉનનુ પાલન કરી ઇબાદત, નમાઝ અદા કરે તથા સવારે જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ માટે સોશિયલ ડિસ્ટેન્સિંગ જાળવી ખરીદી કરે અને ઘરોમાં સુરક્ષિત રહે સાંજે જ્યારે મસ્જિદોમાં અજાન સંભળાય ત્યારે પોતાના ઘરોમાં જ રહી નમાઝ બાદ રોજા ખોલી લોકડાઉનનુ પાલન કરે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા સૂચનો આપવામાં આવ્યા છે ત્યારે લોકડાઉનનુ પાલન થાય તે માટે એસીપી…