https://youtu.be/W_R3d_jXsW8
કવિ: Maulik Solanki
https://youtu.be/IG-WaDr0FnU
વલસાડ જિલ્લામાં કોરોના એ સત્તાવાર એન્ટ્રી કરી છે અને એક જ રાતમાં કોરોનાના ત્રણ કેસ નોંધાઇ ચુક્યા છે જેમાં ધરમપુર માં 21 વર્ષીય યુવકનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ત્રણ પોઝિટિવ કેસમાં ઉમરગામ ના દેહરી , ડુંગરી અને ધરમપુરના યુવકોનો સમાવેશ થયા છે. જેમાં ડુંગરી માં એક અને ઉમરગામ ના દહેલી નો એક કેસ અને ત્રીજા ધરમપુરના આસુરા ગામ ખાતે રહેતા 21 વર્ષીય સુફિયાન શબ્બીર કાદરીને ગત 19મીના રોજ કોરાનાના લક્ષણો સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેનો મોડી રાતે કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા આજે વહેલી સવારે કોરોનાના કારણે મોત થયું હતું. સુફિયાન ધરમપુરમાં માતા સાથે રહેતો હતો…
અમદાવાદમાં દિવસ રાજકોટના ના દર્દીઓ વધી રહ્યા છે સરકાર દ્વારા નાગરિકોને યોગ્ય મદદ માટે અપીલ કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રી રાહત કોષમાં દાન કરનાર અમદાવાદના વેપારી થયા બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો સીરિયલમાં ગંદા ટોયલેટ જેમાં એકમાં જ પાણી આવે છે કચરાથી ભરેલી કચરાપેટી તેમજ દર્દીને ચા પાણીની બોટલ કે બિસ્કિટ સમયસર મળતા નથી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ન્યુક્લોથ માર્કેટ ના કોરોના પોઝિટિવ વેપારી ગાંધીએ પોતાનો વિડીયો બનાવે ટેબલ હોસ્પિટલમાં પડતી અગવડ ની રજૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને કરી છે જે મુજબ હોસ્પિટલ માં બોર્ડના 90% પ્લગ ખરાબ હોવાથી ટીવી નો પ્લગ કાઢી…
લીંબાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા પરવાનેદાર અને કોમ્પ્યુટર ઓપરેટર નો રિપોર્ટ પોઝીટીવ આવતા અન્ય પરવાનેદારો માં ભયનો માહોલ વ્યાપી ગયો છે.સુરક્ષા અને સલામતી ને લઈ આજ રોજ ગુજરાતભર ની મોટાભાગની સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ હડતાળ પાડી સેફટી કીટ ની માંગ કરી છે.સાથે જ ગોડાઉન પરથી આપવામાં આવતો અનાજનો જથ્થો એકસાથે આપવાની માંગણી કરવામાં આવી છે.દુકાન પર અનાજ લેવા માટે હજારો રેશનકાર્ડ ધારકો નો ઘસારો રહેતો હોય છે ,ત્યારે કોણ વ્યક્તી ક્યાંથી આવ્યો હોય છે તેની જાણ સંચાલક ને રહેતી નથી.આ સમયે સંચાલક ના આરોગ્ય સામે પણ પ્રશ્ન ઉભા થાય છે.જે રીતે લીંબાયત ના. પરવાનેદાર નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે…
આજરોજ જેપી પોલીસ સ્ટેશન તથા બીએસએફ દ્વારા તાંદલજા ના રેડ ઝોન વિસ્તારમાં ફૂટપેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે મહિલા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ માસ્કનું વિતરણ પણ કરાયું હતું જેમાં જેપી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો. પોલીસ સ્ટાફ નું મોરલ વધારવા માટે સ્થાનિક લોકો એ તાળીઓ પાડી પોલીસ નું સ્વાગત કર્યું હતું. વડોદરા માં કોરોના ની સ્થિતિ વિકટ છે ત્યારે પોલીસ દ્વારા લોકો ને લોકડાઉન નું અમલ અને નિયમો પાળવા અપીલ કરી રહ્યા છે. https://youtu.be/QFE0WMVekJE
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.. દરમિયાન સુરતનો હોટસ્પોટ બની ચૂકેલા માન દરવાજા અને લીંબાયત વિસ્તારમાંથી હમણાં સુધી કુલ ૯૩ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગની ચિંતામ વધી છે.. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોમ્યુનિટી સેમ્પલ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ તેમજ હોસ્પિટલોમાંથી સેમ્પલ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે…હમણાં સુધી 227 જેટલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે….જે સુરતમાં માટે ચિંતાનો વિષય છે.સુરતમાં ચુસ્તપણે લોક ડાઉન નું અમલ ના થતા કોમ્યુનિટી કેસ સૌથી વધુ સામે આવ્યા છે. https://youtu.be/erZE80WHmck
વડોદરા માં કોરોના ની સ્થિતિ વધુ ગંભીર બની છે અને આજે એકજ દિવસ માં વધુ 16 પોઝોટિવ કેસ નોંધાતા કુલ આંક 173 ઉપર પહોંચ્યો છે ગતરોજ શનિવારે જાહેર થયેલા પોઝિટિવ કેસોમાં ગોત્રી જીએમઇઆરએસના ઓર્થોવિભાગના અને કોરોના વોર્ડમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતાં અંજુ પરમારનો પણ સમાવેશ થાય છે. 13 વર્ષ ની કોરોના પોઝીટીવ કિશોરી ના મોત બાદ તેની 10 વર્ષ ની બેન નો કોરોના પોઝીટીવ રિપોર્ટ તેમજ ત્રણ દર્દીઓ એવા હતા કે તેમની બીજા રોગની સારવાર ચાલી રહી હતી ત્યારે તપાસમાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આમ સંક્રમણ વધી રહ્યું છે અને હવે વડોદરા ના નવા વિસ્તારો માં કોરોના…
અમદાવાદ માં કોરોના વાયરસે ખુવારી સર્જી છે ત્યારે આ કટોકટીના સમયે જ અમદાવાદ સિવલ હવે અડોળાઇ ઉપર ઉતરી હોય તેમ કોરોના પોઝીટિવ દર્દીઓ સાથે અમાનવીય વર્તન ચાલુ કરી દેતા હોબાળો મચી ગયો છે. એશિયાની કહેવાતી સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ જે રીતે અગાઉ પણ વારંવાર વિવાદો માં રહી છે તે જ સ્વરૂપ માં પોતાનું અસ્સલ રૂપ બતાવી દેતા દર્દીઓ હેબતાઈ ગયા છે સિવિલ કંપાઉન્ડની ૧૨૦૦ બેડની હોસ્પિટલ બહારનો એક વીડિયો વારયલ થયો છે, જેમાં ૨૫ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર માટે હોસ્પિટલની બહાર રાતના અંધારામાં ઊભા છે, પરંતુ તેમની સારવાર માટે કોઈ દરકાર કરતું નથી. એક વ્યક્તિ પોતાની ઓળખ સોનુ…
વડોદરા મહાનગરપાલિકાના તંત્રના પાપે હાલ કેટલીક જગ્યા એ લોકોને પીવાના પાણી ની હાલાકી ભોગવવી પડી રહી છે પૂર્વ વિસ્તારમાં પીવાનું પીળું ગંદુ પાણી આવી રહ્યું છે તો બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ હિરાબાનગર સોસાયટીમાં પાછળની શેરીઓમાં પાણી જ નથી મળી રહ્યું અહીં કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, ત્યારે આજે શહેરના અક્ષરચોક ખાતે આવેલા બ્રિજ નીચે અક્ષર રેસિડેન્સી બહાર ડ્રેનેજના ઢાંકણ પાસેથી એક પાઇપમાંથી પીવાનું પાણી ભરવા એક શ્રમજીવી પરિવાર મજબૂર જોવા મળ્યું હતું. આ શ્રમજીવી પરિવાર લોકડાઉનમાં ફસાઈ ગયું હોઇ આ બ્રિજ નીચે જે કોઈ જમવાનું આપી જાય તેના ભરોસે છે પણ પીવાનું પાણી આસપાસના લોકો ભરવા…