વડોદરા શહેરમાં કોરોના પોઝિટિવના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને હાલમાં બીજા તબક્કાનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં કેટલાક રીક્ષાચાલકો દ્વારા શરૂઆતના એકવીસ દિવસના લોકડાઉન સમયે અગાઉ ગર્ભવતી મહિલાઓને નિ:શુલ્ક ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘર સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડવામાં આવી હતી હવે જ્યારે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે કીડનીની બિમારીથી પીડાતા ડાયાલિસિસના દર્દીઓને તેઓ દ્વારા ઘરેથી હોસ્પિટલમાં સારવાર અર્થે તથા સારવાર બાદ ઘરે મૂકવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે આવું માનવતાનું ઉદાહરણ પૂરું પાડનાર આ રીક્ષાચાલકો વહેલી સવારે ઊઠીને શાકભાજી ની વર્ધી કરી તેમાંથી જે આવક થાય તે આવકમાંથી ગેસ પૂરાવી આ સેવાઓ…
કવિ: Maulik Solanki
આજે લોકડાઉનના બીજા તબક્કામાં શ્રી વાઘેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ-વડોદરા દ્વારા ધરમેન્દ્રસિંહ વાઘેલા ની અધ્યક્ષતામાં વડોદરા જીલ્લા તથા વડોદરા શહેરમાં સ્ લમ વિસ્તારોમાં અનાજની કિટોનુ તથા શાકભાજીનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા જ્યારથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી આ સેવાઓશરૂ કરવામાં આવી છે અને જ્યાર સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવનાર છે આ સેવામાં મહાકાલ સેના તથા શક્તિ સેનાના યુવાનો સેવા પૂરી પાડી રહ્યા છે અને સ્લમ વિસ્તારોમાં જરુરિયાતમંદોને આ અનાજની તથા શાકભાજી ની કીટો ઉપરાંત હેન્ડ સેનેટાઇઝર તથા માસ્કનુ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. https://youtu.be/aIMfDeyKzaY
સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાએ ગુજરાત સુરત સહિત સુરતમાં પોતાનો કહેર વર્તાવ્યો છે.કોરોના ની મહામારી વચ્ચે રાજ્ય સરકારે પણ લડવા માટે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે.કોરોના ની આ લડાઈમાં રાજ્ય સરકાર ને મદદરૂપ થવા અલગ અલગ શહેરોમાંથીસામાજિક સંસ્થાઓ,ઉદ્યોગપતિઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે.હમણાં સુધી ઘણા લોકોએ પોતાની યથાશકતી મુજબ મુખ્યમંત્રી રાહતફંડ માં દાનનો નો ધોધ વર્ષાવ્યો છે.ત્યાં આ વચ્ચે સુરતની મધ્યસ્થ લાજપોર જેલના ૫૦ જેટલા પાકા કામના કેદીઓ પણ રાજ્ય સરકારને મદદરૂપ થવા આગળ આવ્યા છે.પાકા કામના કેદીઓ જેલમાં રહી નાના – મોટા કામો કરતા આવ્યા છે.જેનું તેઓને જેલ તરફથી મહેનતાણું પણ ચુકવવામાં આવે છે.જ્યાં આજ …
વલસાડ માં 500 માં વાહન છોડાવવા લાઈનો લાગી : સરકાર નો નિર્ણય આવકાર્યો વલસાડ માં લોકડાઉન તોડનાર વાહન ચાલકો ના વાહનો પોલીસે જપ્ત કર્યા બાદ અગાઉ 3000 થી વધુ દંડ હોવાથી લોકો ને વાહન છોડાવવું અઘરું પડતા પોલીસ મથકો માં વાહનો ના ખડકલા થઈ ગયા હતા દરમ્યાન સરકારે જાહેરનામું બહાર પાડી દંડ સીધો જ રૂ 500 કરી દેતા હવે લોકો વાહન છોડવવા આવી રહ્યા છે.હાલ માં પોલીસ સ્ટેશન માં જપ્ત કરેલ બાઈક નો દંડ રૂપિયા પાંચસો અને ફોર વિલ કાર નો દંડ એક હજાર રૂપિયા લેવામાં આવી રહયો છે જેથી લોકો માં ખુશી અને રાહત ની લાગણી જોવા મળી હતી.…
હાલ માં કોરોના વાયરસ ની સ્થિતિ માં જાતજાત ની અફવાઓ ફેલાઈ રહી છે પરિણામે લોકો માં ગભરાટ નો માહોલ છે ત્યારે તાજેતરમાં જ કેટલાક લોકો ચલણી નોટો ઉપર થુંક લગાવી કોરોના ફેલાવવા નો પ્રયાસ કરતા હોવાની ઉડેલી વાતો વચ્ચે વલસાડ ના મિશન કોલોની વિસ્તારમાં પણ આવી થૂંક ચોપડેલી નોટો કોઈ ફેંકી જતું હોવાની વાત ફેલાતા તંત્ર દોડતું થઈ ગયું હતું જોકે સ્થાનિક લોકો એ વોચ ગોઠવતા નોટો ફેકનાર શંકાસ્પદ મળી ગયો હતો અને અહીં થી મળેલી રૂપિયા 20 ની ચલણીનોટ ને સેનેતરાઈઝ કરી પાલિકા તંત્ર એ કબ્જે લીધી હતી દરમ્યાન એક સ્થાનિક વ્યક્તિ કનીફર્ડ મિસ્ત્રી નામના ક્રિશ્ચયન ઈસમ ની પોલીસે…
કપરાડા તાલુકાના નાનાપોઢા સ્થિત મીની વેજીટેબલ માર્કેટ યાર્ડ 17એપ્રિલથી શરૂ થઈ ગયું છે.વેપારીઓ અને ખેડૂતો ની સલામતી માટે પ્રવેશ દ્વારે સેનિતાઈઝર ટનલ બનાવવામાં આવી છે.માર્કેટનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે,હવે માર્કેટ સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 સુધી ચાલુ રહેશે.ત્યારબાદ કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહિ.માર્કેટ યાર્ડમાં આવનાર દરેક માટે માસ્ક ફરજીયાત છે. ખે ડૂતોએ નિયત કરેલા સમય દરમિયાન માર્કેટ યાર્ડમાં આવી જવાનું રહેશે.એ.પી.એમ.સી ચેર મૅન મુકેશ પટેલે જણાવ્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ખેડૂતો અને વેપારીઓની સલામતી માટે સેનિતાઈઝ ટનલ બોક્સ બનાવવામાં આવ્યું છે,સાથે યાર્ડમાં પ્રેવેશતાં દરેક માટે હવે માસ્ક ફરજીયાત કરાયું છે. https://youtu.be/NIxaY_GNb9g
એકતરફ કોવીડ૧૯ કોરોના મહામારીને લીધે લોકો પરેશાન છે સાથે સાથે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે ઉપરથી આકરી ગરમી પડી રહી છે ત્યારે બીજીતરફ વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં લોકોને પીળું અને ગંદુ પીવાનું પાણી મળી રહ્યું છે જો આવા પાણીને લીધે પાણીજન્ય રોગ કોલેરા વગેરે થાય તો જવાબદાર કોણ?એક તરફ આરોગ્ય વિભાગ તથા ડોક્ટરો કોવીડ૧૯ સામે લોકોના જીવન બચાવવા માટે રાતદિવસ એક કરી રહ્યા છે તેવામાં આ પૂર્વ વિસ્તારમાં ગંદુ પીવાનું પાણી જો રોગચાળો ફેલાવવા નિમિત બને તો જનતા જશે ક્યાં? એક તરફ લોકડાઉન છે લોકો આર્થિક તકલીફોનો સામનો પણ કરી રહ્યા છે તેવા સમયે તંત્રના પાપે પીવાનું ગંદુ પાણી…
દાદરા નગર હવેલી નજીક મહારાષ્ટ્ર સરહદે મુંબઇ થી નાશીક જવા નીકળેલા ત્રણ સાધુઓ ને ચોર સમજી ગામલોકોએ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ મચી ગયો છે નવાઈ ની વાત તો એ છે કે 15 જેટલાં પોલીસ જવાનોની હાજરીમાં લોકો ના ટોળા એ લાકડા અને પથ્થર વડે ત્રણ સાધુઓ ની હત્યા કરી નાખી હતી. વિગતો મુજબ દાનહની સરહદ નજીક આવેલ તલાવલી થઈ મહારાષ્ટ્ર ના ઘાઢ ચીખલા ગામે ગત રાતે 9:30 વાગ્યાના સુમારે લોકો દ્વારા રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો એ સમયે મુંબઈના સુશીલ ગિરિરાજ મહારાજ,ચીખલે મહારાજ અને નિલેશ ટેલગી નામના સાધુઓ ઇકો કાર નંબર MH-02 – DW – 6729…
હાલ કોરોના ની સ્થિતિ માં પોતાના પરિવાર ને ભૂલી ને પુરી નિષ્ઠા થી અધિકારીઓ અને કર્મચારીઓ કામ કરી રહ્યા છે ત્યારે તેઓની નોંધ લેવીજ પડે. વાત કરવી છે વલસાડ સીટી પોલીસ મથક ની તો અહીં ચાર પોલિસકર્મીઓ પોતાના પરિવાર ને પણ બાજુ ઉપર રાખી કોરોના ની આ વિકટ સ્થિતિ માં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આવાજ પોલીસ કર્મચારી નિતેશ ભાઈ રૂગાભાઈ ની વાત કરવામાં આવે તો તેઓ વલસાડ સિટી પોલીસ મથક ખાતે પી. આઇ. નાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે.જેઓ ના મહીસાગર જિલ્લા ના મારુવાડા ગામ ખાતે ના વતન મા પોતાના ત્યાં તારીખ 16 એપ્રિલ ના રોજ પોતાના પુત્ર નો…
કોવીડ૧૯ કોરોના જે રીતે આપણા દેશમાં દિવસેને દિવસે પોતાનો પગ પ્રસરાવી રહ્યો છે તે જોતાં સરકારી તંત્ર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પણ સાવચેતી અને તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.કોરોના વાયરસ સંક્રમણથી વધુ ફેલાઈ રહ્યો હોઇ હવે દરેક ચીજવસ્તુઓ અડવામાં પણ હવે ચોકસાઈ, સાવધાની વર્તવામાં આવી રહી છે ત્યારે ગંધાર ગેસના મુખ્ય પ્લાનમાં પણ રાંધણગેસના સિલિન્ડરોને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યા છે જેથી ડિલિવરી કરતાં કર્મીઓ તથા રાંધણગેસના ગ્રાહકોને કોરોના સંક્રમિત થતાં સુરક્ષિત રાખી શકાય ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ગેસ એજન્સીઓના ગોડાઉન પર શું આ મુજબની તકેદારી રાખવામાં આવી રહી છે ખરી?તંત્ર દ્વારા આ સંદર્ભે પણ ધ્યાન રાખી તકેદારીના પગલાં લેવાવા…