પારડી માં પોણીયા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે છાપો મારતા દારૂની મહેફિલ માણતા પાલિકા ના એક ભાજપના કાઉન્સિલર સહિત 5 જણ ની પોલીસ દ્વારા ધરપકડ કરી હતી.પોલીસ દ્વારા તમામ સામે પ્રોહીબીસન એકટ તથા જિલ્લા અધિક્ષક ના કોવિડ 19 જાહેરનામા ભંગ નો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પરડીના સિનિયર પી.એસ.આઈ. એસ.બી.ઝાલા તથા પી.એસ.આઈ.રાજપૂત અને તેમની ટીમ લોકડાઉનના જાહેરનામાની અમલવારી માટે પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પોણીયા વિસ્તારમાં તળાવ પાસે એક ખેતરમાં પારડી પાલિકાના એક સભ્ય સહિત દારૂની મહેફિલ માણતા 5 જણા ઝડપાતા પારડી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.પારડી પોલીસે છાપો મારતાં પાલિકાના વોર્ડ નંબર 6 ના…
કવિ: Maulik Solanki
કોરોના ના હાહાકાર વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 12 વર્ષિય ધ્રુવ વાઘેલા નામના બાળકને કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરાયા બાદ કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થતા પરિવારજનોએ તબીબો પર આક્ષેપો કર્યા હતા. પરિવારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બાળકના મોત બાદ ડોક્ટરોએ પીએમ કરવાની ના પાડી હતી. બાળકને યોગ્ય સારવાર ન મળતા મોતને ભેટ્યો છે હોસ્પિટલ દ્વારા બાળકના તમામ રિપોર્ટ કર્યા હોવા છતાં બાળક મોતને ભેટ્યો હતો. પરિવારજનો ના આક્રંદ સાથે વાતાવરણ ગમગીન બની ગયું હતું. બાળકની માતા રેખાબેન સંજયભાઇ વાઘેલાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, પોતાના બાળકને ખોવો હોય તો સિવિલમાં લાવજો. પોતાના દીકરાને…
સુરત માં કોરોના ની સ્થિતિ વણસી છે અને રેડ ઝોન , વાહન ડિટેઇન , ઉઠક બેઠક વગરે કરીને થાકેલા તંત્ર એ રેપીડ એકશન ફોર્સ બધું અજમાવવા છતાં પણ જનતા એ લોકડાઉન તોડવાનો સિલસિલો ચાલુ રાખતા ન છૂટકે હવે કોરોના ના ચેપ ને ફેલાતો અટકાવવા માટે સુરત માં કેટલાક વિસ્તારોમાં કરફ્યૂ આખી દેવામાં આવ્યો છે અને તેનું કડક પાલન કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે ત્યારે પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ જાતેજ ફરફ્યૂ ગ્રસ્ત વિસ્તારોમાં પોલિસ ફોર્સ સાથે નીકળ્યા હતા જેઓ નું આસપાસ ની બિલ્ડીંગો માં રહેતા લોકો એ તાળીઓ થી સ્વાગત કરી તેઓનું મનોબળ વધાર્યું હતું પોલીસ કમિશનરે જાતે અહીં ના લોકો…
લોકડાઉન માં જો તમને વિજજોડાણ કપાવવા નો ડર હોય તો હવે નિશ્ચિત થઈ જાઓ કેમકે જીઈબી દ્વારા ગ્રાહકો ને ધરપત આપી છે કે ગ્રાહકો એ ગભરાવાની જરૂર નથીઅને 15 મે સુધી કોઈ પણ જાતના વધારા ના ચાર્જ કે પેનલ્ટી વગર બિલ ભરી શકાશે એટલું જ નહીં 15 મે સુધી કોઈપણ વીજ જોડાણ કાપવામાં આવશે નહીં.. જેથી ગ્રાહકો ગભરાવાની જરૂર નથી. લોકડાઉન પ્રિયેડ દરમ્યાન ગ્રાહક ને ગુણવત્તા વાળો અને સાતત્ય પૂર્ણ 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડવા માંટે DGVCL ના કર્મચારી અધિકારી કટિબદ્ધ છે.. હાલ કાળઝાળ ગરમી ચાલી રહી છે પણ વીજ પુરવઠા બાબતે કોઈ ફરિયાદ નથી. અને લોકડાઉન ભવિષ્યમાં લંબાઈ…
હાલ લોકડાઉન ની સ્થિતિ માં જરૂરીયાતમંદો ની સ્થિતિ કફોડી બની છે ત્યારે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા મદદ પહોંચાડવા માં આવી રહી છે. ત્યારે વલસાડ માં પણ આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ રહી છે. વલસાડ માં TDO ભિભુતી સેવક અને તાલુકા પંચાયત ના સભ્યો અને તલાટી મિત્રો અને સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ગુંદલાવ ના સરપંચ નીતીન પટેલ સાથે અલગ અલગ વિસ્તારો જેવા કે જેપી નગર, રામ નગર કોચર ફળીયા સહિત ના વિસ્તારમાં જઈને 500 જેટલા જરૂરિયાતમંદો ને અનાજ નુ કીટ વિતરણ કરવામાં આવ્યુ હતું સત્ય ન્યૂઝ ના રીપોર્ટર અશફાક શૈખ અને ફારુક શૈખ પણ આ સેવા કાર્ય માં જોડાયા હતા. …
અમદાવાદ શહેર માં દિવસે ને દિવસે કોરોના વાયરસ ના કેસો માં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે ત્યારે અમદાવાદ ના સલ્મ વિસ્તાર ગણાતા ગુલબાઈ ટેકરા માં 2 દિવસ પહેલા જ કોરોના ના 6 કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુલબાઈટેકરા ને ક્લસ્ટર કોરોન્ટાઇન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે પોલીસ ખાતા દ્વારા આ સ્લમ વિસ્તાર ના લોકોને કોઈ જ પ્રકાર નું અનાજ કરીયાનું કે દૂધ પણ લેવા જાવા દેવામાં આવતા નથી અને કોઈપણ દ્વારા અમારા સુધી પહોંચાડવા માં આવતું નથી જેને લઈ ને આજે ગુલબાઇટેકરા ના 500 થી વધુ રહીશો રોડ ઉપર ઉતરી આવ્યા હતા…
વલસાડ ની ડીએસપી કચેરી નજીક એક કાર ના બોનેટ માંથી ધૂમાડા નીકળતા ભારે દોડધામ મચી ગઇ હતી કાર માંથી ધુમાડા નીકળતા જ ગાડી પણ બંધ થઈ જતા કાર ચાલકે કાર ને સાઈડ માં ઉભી કરી દીધી હતી જોકે નજીક ના સર્કલ પાસે ઉભેલા મહિલા પોલીસ કર્મી એ સતર્કતા દાખવી તાત્કાલિક ફાયર વિભાગ ને જાણ કરતા હતી તત્કાલીન સ્થળ ઉપર દોડી ગયેલ ફાયર વિભાગ ની ટીમેં સ્થળે પાણી નો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો કાર ચાલક મોટા વઘાછીપા થી પિતા સાથે વલસાડ દવા લેવા માટે આવ્યા હતા.. તેમની આઇ – 10 ગાડી (ગાડી નં. જીજે – ૧૫ – સીએ…
વલસાડ પંથક માં છેલ્લા ઘણાજ સમય થી દીપડાઓ ગામ વિસ્તારમાં દેખા દેતા હોવાથી લોકો માં ડર નો માહોલ છે ત્યારે છરવાડા ગામ માં પણ દીપડો દેખાતા ગ્રામજનોએ કરેલી રજુઆત બાદ વન વિભાગ દ્વારા પાંજરું મુકવામાં આવતા છરવાડા ના હંસલા ફળિયા માં થી પકડાયો દીપડો પાંજરે પુરાઈ જતા દીપડા ને જોવા ગ્રામજનો ટોળે વળ્યાં હતા અને દીપડા પકડાતા ગ્રામજનો એ હાશકારો અનુભવ્યો હતો દીપડા ને ચણવાઇ ખાતે આવલે વન ચેતના કેન્દ્ર લઇ જવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. https://youtu.be/AgTQNwxcSFk
લોકડાઉન ની સ્થિતિમાં વિવિધ એનજીઓ જરૂરીયાતમંદો ના વ્હારે આવી છે ત્યારે વડોદરા શહેરમાં જૈન સોશિયલ ગૃપ તથા લાયન્સ કલબ ઓફ વિશ્વામિત્રી વડોદરા દ્વારા પ્રેસિડેન્ટ દિપક સુરાણાની અધ્યક્ષતામાં વડોદરા મહાનગરપાલિકાના તંત્ર તથા પોલીસ તંત્રના સંકલન સાથે ગરીબ વિસ્તારમાં પંદરસો અનાજની કીટોનુ વિતરણ કરવામાં આવ્યું હતું તથા હવે મધ્યમ વર્ગના લોકો માટે આગામી દિવસોમાં અંદાજે પચ્ચીસોથી વધારે અનાજનો કીટોનુ વિતરણ કરવામાં આવનાર છે. જૈન સોશિયલ ગૃપ તથા લાયન્સ કલબ ઓફ વડોદરા વિશ્વામિત્રી હંમેશાં કુદરતી આફત સમયે વડોદરા શહેરના જરુરિયાતમંદોની સેવામાં અગ્રેસર રહ્યું છે ત્યારે અમારા વડોદરા ખાતે સત્યડે ના સંવાદદાતાની સાથેની ખાસ વાતચીતમાં તેઓ એ વધુ વિગતો આપી હતી https://youtu.be/hnm6bTuZ5g8
લોકડાઉનના સમયમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની સરકાર દ્વારા પરિવહન માટે છુટ આપવામાં આવી છે ત્યારે કર્ણાટકમાંથી ચોખા નો જથ્થો ભરીને આવી રહેલી ટ્રક કપરાડા થઈને સંજાણ તરફ જઇ રહી હતી. તે દરમ્યાન કુંભઘાટ નજીક અચાનક બ્રેક ફેલ થઈ જતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલક નું કરુંણ મોત થયું હતું જયારે ટ્રક માં સુઈ ગયેલા ક્લીનર નો આબાદ બચાવ થયો હતો જેને ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. વલસાડ નજીક આવેલા કપરાડા તાલુકાના માંડવા નજીક આવેલા કુંભઘાટ ઉપર થી વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કર્ણાટકથી ચોખાની ગુણો ભરેલી ટ્રક, નમ્બર કે એ 56 ,1868 જે ઉમરગામના સંજાણ જવા પસાર થઈ રહી હતી તે દરિમયાન…