ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હીલીએ રવિવારે કહ્યું હતું કે ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં તેની ટીમની પ્રથમ હાર કોઈ ઝટકો નથી અને તેમનું લક્ષ્ય આગામી વર્ષે બાંગ્લાદેશમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ જીતવાનું છે. ભારતીય મહિલા ટીમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઐતિહાસિક પ્રથમ જીત નોંધાવી હતી . ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 11 ટેસ્ટમાં ભારતની આ પ્રથમ જીત છે. જ્યારે એલિસાને પૂછવામાં આવ્યું કે તેણી આ હારને તેના પ્રભાવશાળી રેકોર્ડને ધ્યાનમાં રાખીને કેવી રીતે જુએ છે, તો તેણે મીડિયાને કહ્યું હતું કે કદાચ આંચકો પણ નહીં લાગે. આ એક એવું ફોર્મેટ છે જ્યાં આપણે પરિસ્થિતિઓથી વધુ પરિચિત નથી. એલિસાએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે ઇન્ડિયન પ્રિમિયરને લઇને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં સ્ટાર્કે હંમેશા ફ્રેન્ચાઇઝી લીગ કરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને વધુ મહત્વ આપ્યું છે. જો કે, હવે તે લગભગ 8 વર્ષના ગાળા બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. જોકે, સ્ટાર્કને આટલા વર્ષો સુધી આઈપીએલથી દૂર રહેવાનો અફસોસ નથી. સ્ટાર્કે સ્વીકાર્યું હતું કે તેણે ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રાથમિકતા આપવા માટે આકર્ષક આઇપીએલની ઓફરોને ઠુકરાવી દીધી હતી, જેના કારણે તેને તેની રમત સુધારવામાં મદદ મળી હતી. ગયા અઠવાડિયે યોજાયેલી હરાજીમાં બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મિશેલ સ્ટાર્કને 24 કરોડ 75 લાખ રૂપિયામાં જોડ્યો હતો. હવે 2015 પછી આ પ્રથમ વખત…
ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ગેમમાંથી બહાર છે અને ગઈકાલે તો એવા રિપોર્ટ પણ આવ્યા હતા કે કદાચ હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સામેની 3 મેચની T-20ની સાથે સાથે આઈપીએલ-2024 પણ નહીં રમે. આ સમાચાર સાંભળીને ફેન્સ થોડા નિરાશ થઈ ગયા હતા, પરંતુ હવે ફેન્સ માટે ગુડ ન્યુઝ આવ્યા છે અને આ ગુડ ન્યુઝ એવા છે કે ટૂંક સમયમાં જ પંડ્યા મેદાન પર રમતો જોવા મળશે. જી હા, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાનારી ત્રણ T-20 મેચની સિરીઝ રમાશે. આ સિરીઝની પહેલી મેચ 11મી જાન્યુઆરીના રમાશે અને આ સિરીઝમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાને કેપ્ટન તરીકે જોવા મળશે. થોડાક દિવસ પહેલાં…
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટમાં હરમનપ્રીત કૌરની ટીમે ઓસ્ટ્રેલિયા સામે એકમાત્ર ટેસ્ટ જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ, તે પછી હવે ODI સીરીઝનો વારો છે, જેના માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટ ટીમની સરખામણીમાં ભારતની ODI ટીમમાં 3 ફેરફારો છે. મતલબ, ટેસ્ટ ટીમના 3 ખેલાડી એવા હતા જેઓ ODIમાં પોતાની જગ્યા બનાવી શક્યા ન હતા. તેને આ સફેદ બોલની સીરીઝ માંથી બહાર રાખવામાં આવ્યો હતા. આવા ખેલાડીઓના નામ છે રાજેશ્વરી ગાયકવાડ, મેઘના સિંહ અને સતીશ શુભા. આ ટેસ્ટ સીરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી હતી, જ્યારે ODI સીરીઝ માટે 16…
પંકજ ત્રિપાઠી અભિનીત ફિલ્મ ‘મૈં અટલ હૂં’ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રવિ જાધવ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી બોલિવૂડના અનુભવી સ્ટાર્સમાંના એક છે અને આ ફિલ્મમાં તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે હવે મેકર્સે ‘મૈં અટલ હૂં’નું પહેલું ગીત પણ રિલીઝ કર્યું છે. ગીતમાં દેશભક્તિ જોવા મળશે આજે 25મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 99મી જન્મજયંતિના ખાસ અવસર પર મેકર્સે ‘મેં અટલ હૂં’નું પહેલું ગીત ‘દેશ પહલે’ રિલીઝ કર્યું છે. આ ગીતમાં દેશભક્તિનો જુસ્સો જોવા મળી રહ્યો છે. આ સાથે આ ગીત જેમણે…
શિયાળાની ઋતુમાં આપણે સામાન્ય રીતે ઠંડીથી પોતાને બચાવવા માટે ધાબળા ઓઢીને ઘરની અંદર બેસી રહેવું પસંદ કરીએ છીએ. જો તમે આ સમયનું અવલોકન કર્યું હોય તો આ ઋતુમાં તમને વારંવાર ચરબી અને ખાંડવાળા ખોરાક ખાવાનું મન થાય છે. શરીરના તાપમાનને મેનેજ કરવા માટે આવું થાય છે પરંતુ આ બધું તમારું વજન વધારવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. આ સિવાય ક્રિસમસ અને નવા વર્ષના અવસર પર પણ આપણે પોતાની જાતને વધારે પડતું લેવાથી રોકી શકતા નથી. કેમ કે, તહેવાર દરમિયાન ઉજવણીનો માહોલ હોય ત્યારે સ્વાદિષ્ટ ખોરાક મોંમા પાણી લેવા દેતા હોય છે અને વધુ પડતુ ખોરાકનું સેવન કરવાથી વ્યક્તિ ખૂદને…
ક્રિસમસ 2023 નાતાલનો તહેવાર આજે ઉજવવામાં આવી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં ક્રિસમસનો આનંદ જોવા મળી શકે છે. દર વર્ષે આ તહેવાર 25મી ડિસેમ્બરે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસની પાછળની સ્ટોરી અને તેને ઉજવવાનું કારણ શું છે? ક્રિસમસ એ ઈસુના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવતો તહેવાર છે. જે દુનિયાના ખૂણે ખૂણે ઉજવાય છે . કેક કટિંગ ચર્ચમાં જવું , એકબીજાને ગિફ્ટ આપવાની સાથે આ દિવસે બીજી એક વસ્તુનું પણ વિશેષ મહત્વ છે અને તે છે ક્રિસમસ ટ્રી, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને…
વિશ્વમાં ઘણા રહસ્યમય છોડ છે. ઉત્તરાખંડના કાલાઢુંગીના જંગલમાં કેટલાક એવા વૃક્ષો છે જેમની ડાળીઓ જ્યારે આંગળીઓને સ્પર્શે છે ત્યારે તે કાંપવા લાગે છે. તો ભૂમધ્ય પ્રદેશમાં મેન્ડ્રેક નામનો એક છોડ છે, જેને કાપવામાં આવે તો વૃક્ષ રડવા લાગે છે. પરંતુ પૃથ્વી પરના સૌથી ઝેરીલા વૃક્ષ વિશે માહિતી આપી રહ્યા છીએ. તેનું ફળ સફરજન જેવું લાગે છે, પરંતુ એકવાર તેને ખાશો તો બચવું મુશ્કેલ છે. તેનો ધુમાડો વ્યક્તિને અંધ પણ બનાવી દે છે. અમે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી ઝેરીલા વૃક્ષ મનશીનીલની ૫૦ ફૂટ સુધી ઊંચા આ ઝાડના પાંદડા ચમકદાર હોય છે. તેમાં સફરજન જેવું જ ફળ હોય છે, જેનો…
શિયાળો એ બધી ઋતુઓમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે સરસ તાજા શાકભાજી, ખુશનુમા વાતાવરણ એ સૌને સ્ફૂર્તિમાં રાખે છે પરંતુ એવા કેટલાક લોકો પણ છે જેમના માટે શિયાળો તાકલીફો લઇ ને આવે છે શિયાળામાં ઘણા લોકો સામાન્ય શરદીથી લઈને બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ એટેક સુધીના રોગો અને ચેપનો ભોગ બને છે. આ સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા શ્વાસ લેવામાં તકલીફ છે. જો તમે પણ અવારનવાર આ સમસ્યાથી પરેશાન છો તો જાણો તેના કારણો અને તેનાથી બચવાના ઉપાયો જો તમને પણ આ સીજન માં શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તેનું કારણ ઠંડા પવનો હોઈ શકે છે જેના કારણે આપણા શ્વસન માર્ગમાં…
ત્વચાને સ્વસ્થ રાખવા માટે શરીરમાં તમામ પોષક તત્વોનું હોવું અનિવાર્ય છે. કોઈ પણ પોષક તત્વોની ઉણપ તમારી ત્વચાની ચમક છીનવી શકે છે. આપણે ઘણીવાર આ આવશ્યક પોષક તત્વોમાં વિટામીન-ઇ સામેલ કરવાનું ભૂલી જઈએ છીએ. જે આપણી ત્વચાની ચમક અને પોષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામીન-ઇએ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે, જે એન્ટી-ઓક્સિડન્ટ પણ છે. તે ત્વચાના કોષોને થતા નુકસાનને અટકાવે છે. આથી,ચમકતી અને હેલ્ધી ત્વચા માટે શરીરમાં વિટામીન-ઇની ઉણપ ન રહે તે જરૂરી છે. કેટલાક ખાદ્યપદાર્થોમાં વિટામીન-ઇ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે તમારી ત્વચા માટે ખૂબ ફાયદાકારક બની શકે છે. તો ચાલો જાણીએ કે કયા ખાદ્યપદાર્થોમાં વિટામીન-ઇ ભરપૂર માત્રામાં…