અમદાવાદઃ પ્રેમ લગ્નનું ચલણ વધી રહ્યું છે ત્યારે કેટલાક પ્રેમ લગ્ન કરનારા યુવક-યુવતીઓ સામે મુશ્કેલીઓ પણ આવતી હોય છે ત્યારે અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતી સામે પરિવારનો વિરોધ થતાં મુશ્કેલીઓનો પહાડ ઊભો થયો હતો. આ કિસ્સામાં પ્રેમ લગ્ન કરનાર યુવતીના સાસરે જઈ પિયરપક્ષના લોકો ધમકી આપતા હતા. એક કિસ્સામાં કંટાળી દંપતીએ આપઘાત કરવાનો વિચાર કરી લીધો હતો જો કે મહિલા હેલ્પલાઇન 181ની તેઓએ મદદ લીધી હતી અને બંને કિસ્સામાં પિયર પક્ષના લોકોને સમજાવ્યા હતા કે દીકરી તેના સાસરે ખુશ છે અને કોઈ હેરાનગતિ નથી તો દબાણ કરવું જોઈએ નહીં. મહિલા હેલ્પલાઇન અભ્યમ 181ને અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ વિસ્તારમાંથી મહિલાનો ફોન આવ્યો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ઝારખંડઃ ઝારખંડમાં કેટલાક વિસ્તારો નક્સલ પ્રભાવતી છે. નક્સલીઓ છાસવારે સૈનિકો ઉપર હુમલાઓ કરે છે ત્યારે નક્સલીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. નક્સલીઓએ ઝારખંડના ચક્રધરપુર રેલ મંડળમાં રવિવારે રાતે રેલવે ટ્રેકને ઉડાડી નાંખ્યો હતો. આનાથી હાવડા મુંબઈ મુખ્ય રેલ માર્ગ ઠપ થઈ ગયો છે. જાણકારી મુજબ ચક્રધરપુર રેલ મંડળના લોટાપહાડની પાસે નક્સલીયોએ લેન્ડમાઈન્ડ્સ લગાવીને રેલવે ટ્રેકને ઉડાડી દીધો છે. ઘટના રાતે સવા 2 વાગે બની છે આ ઘટના બાદથી ચક્રધરપુર રેલ મંડળમાં ટ્રેનોની અવરજવરને રોકી દેવામાં આવી છે. આનાથી હાવડા મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર ટ્રેનોની આવનજાવન સંપૂર્ણ ઠપ પડ્યો છે. ચક્રધરપુર રેલ મંડળના વિભિન્ન સ્ટેશનોમાં પ્રવાસી ટ્રેનો રોકાઈ ગઈ…
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે હાલત બગાડી નાંખી છે ત્યારે સૌથી વધારે અમદાવાદ શહેરની સ્થિતિ ખરાબ કરી છે. આવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આકરો નિર્ણય લીધો હતો. થોડા દિવસ પહેલા પાનના ગલ્લાઓ અને ચાની લારીઓ બંધ કરાવી દેવાનો આદેશ આવ્યો હતો. જે બાદ એએમસી દ્વારા હવે શહેરમાં હેર કટિંગ સલૂન બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવો આદેશ ન આવે ત્યાં સુધી શહેરમાં હેર કટિંગ સલૂન બંધ રહેશે. મહત્તવનું છે કે, શહેરમાં સતત ચોથા દિવસે કોરોનાના પાંચ હજારથી વધારે કેસ નોંધાયા હતા. જેના કારણે એએમસી દ્વારા શહેરમાં હેર સલૂન બંધ કરવામાં આવ્યા છે. જે આદેશ બાદ આજ સવારથી જ શહેરાં…
લખનૌઃ કોરોનાએ દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કાળા કેરથી સામાન્ય જનતા હોય કે આરોગ્યકર્મી અથવા પોલીસ કર્મચારી. કોઇ બચી શક્યું નથી. તેવામાં કોરોનાથી ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ IAS અધિકારી અને IITRAA અમદાવાદના આજીવન સભ્ય સંજય ગુપ્તાનું લખનૌમાં નિધન થયું છે. તેઓ કોરોના સંક્રમિત હતા અને 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. જણાવી દઇએ કે સંજય ગુપ્તાને લખનૌની પીજીઆઇ હોસ્પિટલમાં છેલ્લા 15 દિવસથી દાખલ કરવામાં આવ્યાં હતા. કોરોનાની સારવાર દરમિયાન ગઇ કાલે રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે સંજય ગુપ્તા એક સમયે તત્કાલીન ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની નજીક મનાતા હતા અને તેમણે 2002માં આઇએએસ સર્વિસ છોડીને અદાણી ગ્રુપમાં…
અમદાવાદઃ અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર આ યુવતીને હોટ લાગે છે, બહુ મસ્ત લાગો છો કહીને છેડતી કરી હતી. જોકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો પીછો કરી તેને પકડી પોલીસ હવાલે કર્યો હતો. અમદાવાદઃ રોડસાઈડ રોમિયો રસ્તે જતી યુવતીઓની છેડતી કરતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક રોમિયોને યુવતીની છેડતી કરી ભારે પડી હતી. કાર ચાલકે યુવતીને જોઈ કારનો કાચ નીચે ઉતારીને ટશનમાં છેડતી તો કરી દીધી પરંતુ યુવતીએ કારનો પીછો કરીને યુવકને પકડી પોલીસને હવાલે કર્યો હતો. શહેરના ગોતા માં રહેતી 22 વર્ષીય યુવતી થલતેજ ખાતે એક કંપનીમાં…
નવી દિલ્હી: દેશમાં એક તરફ કોરોનાનો કહેર છે ત્યારે બીજી તરફ આઈપીએલની 14મી સિઝન રમાઈ રહી છે. ત્યારે કેટલાક ખેલાડીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવી સ્થિતિમાં ઑસ્ટ્રેલિયન ખેલાડી એન્ડ્રૂ ટાયે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન છોડવાની જાહેરાત બાદ તેના સાથી ખેલાડી એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સને પણ ટૂર્નામેન્ટ છોડી દીધી છે. ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ ત્રણેય ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પરત લઈ લીધું છે. એડમ ઝમ્પા અને કેન રિચર્ડ્સન બંને આઈપીએલમાં વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળની RBCનો હિસ્સો હતા. ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. આ દરમિયાન આઈપીએલ…
નાંદેડઃ દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. અને મહારાષ્ટ્રની હાલત દિવસેને દિવસે વધારે ખરાબ થતી જાય છે ત્યારે મહારાષ્ટ્રનું જ એક એવું ગામ છે જ્યાં કોરોનાનું એક પણ દર્દી નથી. અહીં કોરોના તો શું પણ કોઈને શરદી, ઉધરસ અને તાવ પણ નથી આવ્યો. આ ગામમાં કોઈ બીમાર ન હોવાથી અહીં એમ્બ્યુલન્સનો અવાજ પણ નથી સંભળાતો. ગામમાં તમામ તંદુરસ્ત અને નિરોગી છે. નાંદેડ જિલ્લામાં આવેના નિવળા નામના આ ગામની વસતી માંડ 1245 જેટલી છે. આ ગામમાં હજી સુધી કોઈને પણ કોરોના સંક્રમણ નથી થયું. પણ આ ચમત્કાર કોઈ દેવી દેવતાની બાધા આખડીને કારણે નહિ પણ ગામના લોકોના સખત શિષ્ત…
વૉશિંગટન: અત્યારે કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિએ ભારતને આશ્વાસન આપ્યું છે.અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે. જો બાઇડને ટ્વીટ કરીને લખ્યું છે કે, અમેરિકા કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ઉપયોગી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરું પાડતું રહેશે. બાઇડને ટ્વીટ કર્યું છે કે, “જેવી રીતે ભારતે ખરા સમયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી તેવી જ રીતે અમે ભારતની મદદ કરવા માટે દ્રઢ છીએ.” જો બાઇડન ઉપરાંત અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હેરિસે પણ ટ્વીટ કરીને ભારતને મદદની ખાતરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “મદદની સાથે સાથે અમે ભારતના…
પૂર્ણયાઃ દુષ્કર્મની ઘટનાઓ રાજ્ય અને દેશમાં રોજેરોજ બનતી રહે છે ત્યારે બિહારમાં એક માનવજાતને શર્મસાર કરતી ઘટના બની હતી. અહીં બે યુવકોએ એક 12 વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના દમેલી સંઝા ઘાટની છે. ગેંગરેપના બનાવ બાદ પીડિતાના પરિવારે લેખિત ફરિયાદ મીરગંજ પોલીસ સ્ટેશનમાં આપી છે. હાલ પોલીસ આ કેસની તપાસમાં લાગી છે. પીડિત બાળકીની માતા અને મામીનું કહેવું છે કે બાળકી મકાઈના ખેતરમાં ઘાંસ કાપવા માટે ગઈ હતી. આ સમયે ગામના લાલૂ યાદવનો પુત્ર નીતીશ કુમાર અને અશોક યાદવના પુત્ર મનીષ કમારે બાળકીનું મોઢું દબાવી દીધું હતું. બંને સંઝા ગામના નિવાસી છે.…
નવી દિલ્હી: દેશમાં કોરોનાનું સંકટ વધુ ઘેરું બનતું જાય છે ત્યારે આજે સોમવારે દેશમાં વધુ 1.31 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2812 લોકોના મોત નીપજ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.53 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં 2.19 લાખ લોકો સાજા થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,812 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં એક જ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 1.31 લાખનો વધારો થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 28.13 લાખ થઈ છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ કેસની સંખ્યા 1.7 કરોડ થઈ છે.…