ભરૂચઃ કોરોના વાયરસે ગુજરાતને હચમચાવી દીધું છે. કોરોના વાયરસ ગુજરાતમાં રોજેરોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે. અનેક લોકો કોરોનાના કારણે મોતને ભેટી રહ્યાં છે ત્યારે ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચની પ્રસાદ સોસાયટીમાં રહેતા દંપતીના મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યાં છે. પતિ રાજેન્દ્રસિંહ પરમાર સુરત ખાતે પોલીસ વિભાગ કામ કરતા હતા. જેમણે સ્વૈચ્છિક નિવૃત્તી લીધી હતી. તેઓ પત્ની તારાબેન સાથે ભરૂચ ખાતેના ઘરમાં એકલા રહેતા હતા. તેમનો પુત્ર કરણ બેનના ઘરે રહેતો હતો. નોંધનીય છે કે, મૃતક દંપતીને કોરોના થયાના કારણે ઘરમાં જ આઇશોલેશનમાં રહેતા હતા. મળતી માહિતી પ્રમાણે, રાજેન્દ્રસિંહ પરમારને કોરોનાનું સંક્રમણ થયું હતુ. જેથી તેઓ હોમ આઇસોલેશનમાં…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
મુંબઈ : બોલિવૂડ એક્ટર ખતરોકા ખિલાડી એવા અક્ષય કુમાર દેશમાં આફતના સમયે મદદ માટે આગળ આવતો હોય છે. કોરોનાની પહેલી લહેરમાં અક્ષય કુમાર દાન આપ્યું હતું. ત્યારે કોરોનાની બીજી લહેરમાં પણ અક્ષય કુમારે કોરોના દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું હોવાની માહિતી મળી રહી છે. પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરેઅક્ષય કુમાર વિશે મોટી માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અક્ષય કુમારે ખોરાક, દવાઓ અને ઓક્સિજન માટે એક કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ નાણાં ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં જમા કરવામાં આવશે. પછી તેરૂપિયાથી લોકોને મદદ કરાશે. ગૌતમ ગંભીરે 24 એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું હતું…
નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા ચોંકાવનારા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે નિવેદનમાં જણાવ્યું કે, કોવિડ -19ના રોજિંદા નવા કેસોમાં 74.15 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત કુલ દસ રાજ્યોના છે. મંત્રાલયે કહ્યું કે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિળનાડુ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિતના 12 રાજ્યોમાં દૈનિક કોરોના સંક્રમણના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં કોવિડ -19 ના 3,46,786 નવા કેસોના આવવાની સાથે સંક્રમણના કુલ કેસો 1,66,10,481 પર પહોંચી ગયા છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની…
રાજસ્થાનઃ માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે અને અનેક લોકો રોડ અકસ્મતોમાં પોતાના જીવ ગુમાવે છે. ત્યારે રાજસ્થાનમાં એક કરુણ ઘટના બની છે. અહીં રાત્રે લગ્ન થયા બાદ સવારે વરરાજાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પરિવારનો 22 વર્ષનો યુવક ગુમાવતા પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. મળતી માહિતી પ્રમાણે આ અકસ્માતનો ભોગ બનેલા યુવકનું નામ રોહિતાશ છે અને તે ઢાઢરનો રહેવાસી હતો. રોહિતાશ મંગળવારે જ લગ્નના બંધનમાં બંધાયો હતો, તેના લગ્નની જાન લઈને આખો પરિવાર મંગળવારે ઝુંઝુનું જિલ્લામાં ગયા હતા. લગ્નપછી તે તેની પત્નીને ઘરે મૂકીને સવારના 11 વાગે તેના પરિવારના સભ્યોને લેવા માટે ગાડી લઈને સિરસલા જઈ…
અમદાવાદઃ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ વધી રહી છે. ત્યારે ગઠિયાઓ લોકોને છેતરવા માટે અલગ અલગ રીતો અપનાવી રહ્યા છે. રેમડેસિવીરનો કાળા બજાર પણ થઈ રહ્યો છે. ત્યારે હવે રેમડેસિવીર ઇન્જેક્શન બાબતે ઓનલાઈન છેતરપિંડી પણ થવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદમાં રહેતા મેનેજર સાથે બની હતી. ઓનલાઈન રેમડેસિવીર ઇન્જેક્શન લેવા જતા મેનેજર યુવક છેતરાયો હતો. જોકે, આ કેસમાં સાઇબર ક્રાઈમે એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા અશોકભાઇ મુદલિયાર આનંદ નગર ખાતે આવેલી એક કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે નોકરી કરે છે. 14 એપ્રિલના રોજ કંપનીના ડાયરેક્ટરની તબિયત ખરાબ થઈ હતી અને…
અમદાવાદઃ શહેરમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હેવાને 12 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બાળકી તેના નાના બાળક એવા મિત્ર સાથે રમતી હતી ત્યારે આ હેવાન બાળકીને ધાબે લઈ ગયો અને ત્યાં બળાત્કાર ગુજારી ધમકી આપી હતી. બાળકીની માતાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલા તેની દીકરી સાથે રહે છે અને માધુપુરા દિલ્હી દરવાજા ખાતે જુના કપડાનું વેચાણ કરે છે. મહિલાના લગ્ન આજથી 14 વર્ષ પહેલા થયા હતા. જોકે મહિલાનો પતિ દસેક વર્ષથી તેને છોડીને જતો રહેતા આ…
કોલકાત્તાઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના સાથે કોરોનાની બીજી લહેરનો અવાજ સંભળાયી રહ્યો છે. પરંતુ હવે ચૂંટણીના વચનોમાં, કોરોના અને તેની રસીની થવા લાગી છે. અત્યાર સુધી ચૂંટણીમાં માણસોના મોજા ભેગા કરતી પાર્ટીઓને હવે કરોનાના મોજાની ચિંતા થવા લાગી છે. TMC અને ભાજપને હવે કોરોનાની રસી ફ્રીમાં આપવાના વચનો આપીને જનતાની સેવા કરવાના અભરખા જાગ્યા હોય એમ લાગે છે. ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જો પશ્ચિમ બંગાળમાં જનતા તેમની સરકાર બનાવશે તો બંગાળના તમામ લોકોને નિ:શુલ્ક કોરોનાની વેક્સિન આપવામાં આવશે. ચાલો તમને જણાવી દઈએ કે આના એક દિવસ પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આવું જ એક ચૂંટણી વચન આપ્યું…
સુરતઃ સુરત પોલીસે બે એવા ઠગોને ઝડપી પાડ્યા છે જે એટીએમમાં ટેક્નિકલ ફોલ્ટ કરી બેકના એટીએમમાંથી રૂપિયા ઉપાડી બેંક સાથે છેતરપિંડી કરતા હતા. ઉત્તર પ્રદેશથી ખાસ આ પ્રકારે ઠગાઈ કરવા સુરત ખાતે આવ્યા હતાય પોલીસે બે ઈસમો પાસેથી મોટી સંખ્યામાં એટીએમ કાર્ડ કર્યા છે. જોકે પકડાયેલા આરોપી દિલ્લી મુંબઈ સાથે અમદાવાદ અને સુરત આ પ્રકારના ગુના આચરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી મામલે પોલીસેને આવા ઈસમોને ઝડપી ગુનાખોરી સમાપ્ત કરવા માટે સતત પેટ્રોલિંગમા રહેવાના આદેશ વચ્ચે આજે સુરતની પુણા પોલીસે આ મામલે તપાસમાં હતી ત્યારે એક હકીકત મળી હતી કે બે અજાણ્યા ઈસમો કડોદરા…
જયપુર: ગણા લોકો પુત્રીને જન્મે ત્યારે કચરાપેટી કે અન્ય જગ્યાએ તરછોડી દેતા હોય છે. પરંતુ રાજસ્થાનના એક પરિવારે પુત્રી જન્મની ખુશીમાં અજીબોગરીબ કામ કર્યું હતું. રાજસ્થાનના નાગૌર જિલ્લામાં નિમ્બડી ચાંડાવાતા ગામમાં એક પરિવરે દીકરીના જન્મ બાદ કરેલી ઉજવણીએ આખા દેશમાં ચર્ચા જગાવી છે. પરિવારે દીકરીને હેલિકોપ્ટર દ્વારા ઘરે લઈ આવવાનું આયોજન કર્યું હતું. દીકરીને ઘર સુધી બેન્ડ બાજા સાથે લાવવામાં આવી હતી. ઘર સુધીના આખા રસ્તાને ગુલાબથી ઢાંકી દેવાયો હતો. ઘણા લોકો પરિવારમાં દીકરાના જન્મ માટે માનતા રાખતા હોય છે. પરંતુ ઘણા પરિવારો એવા પણ છે કે, જેઓ દીકરીના જન્મની કાગડોળે રાહ જુએ છે. આવા જ એક પરિવારમાં 35 વર્ષ…
ભોપાલ: કોરોનાના આતંક વચ્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની માંગ વધી છે ત્યારે લાલચું લોકો ઇન્જેક્શનના કાળા બજાર કરવામાં પડ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશના ભોપાલમાં એક નર્સ પ્રકાશમાં આવી છે. જે દર્દીઓને સાદા ઇન્જેક્શન આપીને રેમડેસિવીર ઇન્જેક્શનની ચોરી કરતી હતી અને તેનો પ્રેમી રેમડેસિવીર ઇન્જેક્શનને કાળા બજારમાં વેચતો હતો. જાણ થતાં પોલીસે પ્રેમીની ધરપકડ કરી હતી જ્યારે નર્સ પ્રેમિકા ફરાર થઈ છે. કોરોનાના કહેર વચ્ચે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. આ મામલાનો ખુલાસો થયો ત્યારે પોલીસ પર વિચારમાં પડી ગઈ હતી. અહીંની એક હૉસ્પિટલની નર્સ પૈસા માટે એટલી લાલચુ બની ગઈ કે તેણી દર્દીઓના જીવ સાથે રમત રમીને…