અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની દયનીય પરિસ્થિતિ અંગે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ થઈ હતી. જેના પગલે સુનાવણી ચાલી રહી છે. ગત સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ગુજરાત સરકારે સોગંદનામું રજુ કરવાનું કહ્યું હતું. આ સુનાવણીમાં પણ હાઇકોર્ટે સરકારને કેટલાક સણસણતા સવાલ કર્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત, હૉસ્પિટલોમાં બેડની સ્થિતિ, આરટી-પીસીઆર ટેસ્ટ મામલે હાઇકોર્ટે સરકારને સવાલો કર્યા હતા. ગુજરાત સરકાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી દલીલો રજૂ કરી રહ્યા છે. સુનાવણી દરમિયાન કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાની સુનામી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા કહ્યુ હતુ કે, તમે પોઝિટિવ દર્દીના જે આંકડા રજૂ કરો છો તે ખોટાં છે,…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
બનાસકાંઠા: કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સોની લાઈન લાગે છે. હોસ્પિટલોના પરિષરોમાં કરુણ દ્રશ્યો પણ સર્જાતા હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા. પાલનપુરની બનાસ કોવિડ હૉસ્પિટલની બહાર઼઼ એક કલાકથી ખાનગી ગાડીમાં રજળી રહેલા કોરોના સંક્રમિત દર્દીનું આખરે મોત થયું હતું. પરિવારનો આક્ષેપ છે કે, બનાસ મેડીકલ કોલેજના તબીબોની ગંભીર બેદરકારીના કારણે દર્દીનું મોત થતાં તેના પરિવારજનોએ હંગામો મચાવ્યો હતો. બનાસકાંઠાની પાલનપુર હોસ્પિટલ આગળ સારવારના અભાવે એક કોરોનાના દર્દીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચંડીસર ગામ ના એક વ્યક્તિને મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી આજે સવારે તેમની…
અમદાવાદઃ અત્યારના કહેવાતા ભદ્ર સમાજમાં પણ દહેજ પ્રથાના કિસ્સાઓ બનતા રહે છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં પણ આ પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં અહીં લેબ. આસિસ્ટન્ટ પત્નીને તેના પતિએ કહ્યું કે, “તું લગ્નમાં દહેજ પેટે કંઈ લાવી નથી, તું તારાં માતાપિતા પાસેથી પૈસા લઈ આવ.” પતિ તેની પત્નીને આવું કહીને ઢોર માર મારીને માનસિક ત્રાસ આપતો હોવાથી મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શાહપુરમાં રહેતી 24 વર્ષીય પરિણીતાએ તેના પતિ સહિત સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિણીતા લેબ. આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. તેનાં લગ્ન વર્ષ 2018માં સમાજના રીત રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી સાસરિયાએ પરિણીતાને સારી રીતે…
વાપીઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે ક્યાંક માનવતાના દ્રશ્યો સર્જાય છે તો ક્યાંક કઠોરતાનું વરવું રૂપ પણ જોવા મળે છે. કેટલાક ડોક્ટરો માનવતા મૂકીને કોરોના દર્દીઓના પરિવારો સાથે ઉઘાડી લૂંટના કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે વાપીમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. અહીંની 21 ફસ્ટ હૉસ્પિટલોમાં સારવાર દરમિયાન એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થયું હતું. મૃત્યુ બાદ દર્દીના મૃતદેહને સોંપતા પહેલા બીલના 2.08 લાખ ચૂકવવાનું કહ્યું હતું પરંતુ દર્દીના પરિવાર પાસે આટલી મોટી રકમ ન હતી. જેથી મૃતકના પરિવારે હોસ્પિટલ પાસે બીલ ભરવા માટે થોડો સમય માગ્યો હતો. જેને કારણે હૉસ્પિટલે મૃતદેહ આપવાની ના પાડી દીધી…
રાજકોટઃ અત્યારે સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે લોકો હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યાં. રાજ્યના મોટા શહેરોમાં રાત્રિકર્ફ્યૂ અમલી છે ત્યારે રાજકોટમાં કર્ફ્યૂ દરમિયાન યુવતીનો જાહેરમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટના મહિલા કૉલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, ગણતરીની કલાકોમાં વીડિયો પોતાનો હોવાનો દાવો કરતી યુવતીએ વીડિયો ડિલીટ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં વધુ એક વખત રાત્રિ કર્ફ્યૂનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. રાજકોટ શહેરના હાર્દ સમા ગણાતા મહિલા કૉલેજ અંડરબ્રિજ પાસે આવેલા સર્વિસ રોડ પર એક યુવતીએ…
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ છે બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગેલી છે. આવી પરિસ્થિતિમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછતથી દર્દીઓના પરિવારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પોર્ટ્સ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા રેમડેસીવીરની ઉપલબ્ધતા અંગે ઉભી થયેલી સ્થિતિને જોતા રેમડેસીવીર ઉત્પાદકો સાથે તા. 12 અને 13 માર્ચના રોજ ઉચ્ચ કક્ષાની મીટીંગ થઈ હતી. જેમાં, રેમડેસીવીરના ઉત્પાદન/સપ્લાય વધારવા અને તેની કિંમતમાં ઘટાડો કરવા અંગેના નિર્ણયો લેવાયા. હાલમાં દેશના સાત રેમડેસીવીર ઉત્પાદકોની ક્ષમતા 38 લાખ વાઇલ પ્રતિમાસ છે. વધારાની 7 સાઈટ પર 10 લાખ…
વલસાડ: ગુજરાત દારૂબંધી હોવા છતાં ગુજરાતના બોર્ડર ઉપર છાસવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાતો હોય છે ત્યારે વધુ એક દારૂ ભરેલો ટ્રક વલસાડ પોલીસે પકડી પાડ્યો છે.વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વલસાડ નજીક કોસ્ટલ હાઇવે પરથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. જોકે પોલીસે પીછો કરતા ટ્રક ચાલક ટ્રક મૂકી અને ફરાર થઇ ગયો હતો. પરંતુ પોલીસે ટ્રકમાંથી અંદાજે 7 લાખની કિંમતનો વિદેશીદારૂ અને ટ્રક મળી અંદાજે 12 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી છે. મહત્વપૂર્ણ છે કે રાજ્યના પડોશમાં આવેલા અને દારૂની છૂટ ધરાવતા સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાંથી મોટા પાયે બૂટલેગરો…
અમદાવાદઃ શહરેના રાણીપ વિસ્તારમાં મંગળવારે અડધી રાત્રે ગોજારી ઘટના બની હતી. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીમાં બે માળનું મકાન એકાએક ધડાકા સાથે ધરાશાયી થયું છે. આ મકાનમાં એલપીજી ગેસનો સિલિન્ડરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના ઘટી છે. મકાન તૂટી પડતા અંદર રહેલા પરિવારના છ સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. જેમાંથી બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેમાંથી બે લોકોની હાલત ગંભીર છે. જ્યારે એક વ્યક્તિની હાલ સ્થિર જણાતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાણીપ વિસ્તારમાં આવેલા નેમિનાથ સોસાયટીના એક મકાનમાં છ સભ્યો રહેતા હતા. જ્યાં અચાનક એલપીજી…
સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં એક એવી અકસ્માતની ઘટના સામે આવી છે. જે તપાસનો વિષય બની ગઈ છે. આ ઘટનામાં એક કાર સળગી ગઈ છે, તેમાં એક વ્યક્તિ ભડથુ થઈ ગયો છે. હવે આ અકસ્માત છે કે ક્રાઈમ એ તપાસનો વિષયબની ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજ તાલુકાના ઘલા ગામ નજીકથી સળગેલી હાલતમાં ક્રેટા કાર મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આગમાં કાર ચાલક પણ ભડથું થઈ ગયો હતો. કારમાં અકસ્માતે આગ લાગી કે, કોઈએ આગ લગાવી તે અંગે પોલીસે FSLની મદદથી તપાસ આદરી છે. વિગતે ઘટનાની વત કરીએ તો, સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં મંગળવારના રોજ રોડની…
હ્યુસ્ટન : અમેરિકાના હ્યુસ્ટનમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી હતી. અમેરિકાના હ્યુસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી વાગતા મોત નીપજ્યું છે. પોલીસનું માનવું છે કે, ઘરમાં ત્રણ વષના બાળકના હાથમાં બંદૂક હતી અને તેણે ગોળી ચલાવી જેમાં 8 મહિનાના તેના નાનાભાઈનું મોત થઈ ગયું છે. હ્યુસ્ટન પોલીસ વિભાગના સહાયક ચીફ વેન્ડી બેમ્બ્રીજએ જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે બાળકને પેટમાં ગોળી વાગી હતી. પરિવારના સભ્યો ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બેમ્બ્રીજે કહ્યું, “હું તમામ માતા-પિતાને અપીલ કરવા માંગુ છું કે, તેઓ તેમના હથિયાર ઘરમાં બાળકોની પહોંચથી હંમેશા દૂર રાખે.” તમે હથિયારને સુરક્ષિત રાખવા માટે…