નવી દિલ્હી : અત્યારે કોરોનાનો આતંક જે રીતે વર્તાઈ રહ્યો છે તેને ધ્યાનમાં વડાપ્રધાન મોદી એક્સન મોડમાં આવી ગયા હતા. અને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક સમાપ્ત થઇ ગઈ છે. આ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલા પ્રકોપ સંબંધિત અને કોરોના વેક્સીનેશન અભિયાનની સમીક્ષા કરવામાં આવી હતી. સ્થિતિ પર ચર્ચા કરતા પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો કે કોરોના પર કાબુ મેળવવા માટે સમુદાયની જાગરુકતા અને તેમની ભાગીદારી સર્વોપરી છે. કોવિડ-19 પ્રબંધન માટે ભાગીદારી અને જન આંદોલન જારી રાખવાની જરૂરિયાત છે. કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને 5 સૂત્રીય પ્લાન જણાવ્યો છે. પ્રધાનમંત્રી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો ભયંકર રીતે વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2875 કેસ નોંધાયા છે. જેની સામે 2024 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 14 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4566 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.81 ટકા છે. અત્યાર સુધીમાં 64,89,441 વ્યક્તિઓને કોરોના વેક્સીનનોપ્રથમ ડોઝ અને 7,83,043 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,98,737 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર) રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 676, સુરતમાં 724, વડોદરામાં 367, રાજકોટમાં 276, જામનગરમાં 97, ભાવનગરમાં 77, ગાંધીનગરમાં 65,…
અમદાવાદઃ શહેરમાં ફરીથી પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાના અંતે ખૂની ખેલ ખેલાયો હતો. ઝઘડા બાદ પતિએ પત્નીની છરી પડે હત્યા કરી દીધી હતી. જોકે, પોલીસે પતિને જેલ ભેગો કરતા ત્રણ માસૂમ દીકરીઓ નિરાધાર બની ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ સંસ્કૃત રેસિડેન્સીમાં બપોરના સમય પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પતિએ પત્નીને ગળાના ભાગે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. જોકે પોલીસને જાણ કરતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. સંસ્કૃત રેસીડેન્સી બી બ્લોકમાં મકાન નબર 105માં રહેતા મિતેષ ભાનું આજે બપોર એ તેમની પત્ની અને માતા પિતા ઘરે હાજર…
ભાવનગરઃ થોડા દિવસો પહેલાં જ જેતલસરમાં ધોરણ-11ની સગીરાની ઘરમાં ઘૂસી પ્રેમી દ્વારા કરાયેલી કરપીણ હત્યાની શાહી હજી સુકાઈ નથી. ત્યાં જ ભાવનગર જીલ્લાનાં તળાજા ગામમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ઘરમાં એકલી સગીરા પર દુષ્કર્મ આચરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામે સૃષ્ટિ રૈયાણીની ઘરમાં તેના ભાઈ સાથે હતી ત્યારે એકતરફી પ્રેમમાં પાગલ યુવાને અસંખ્ય છરીનાં ઘા મારી હત્યા કરી દીધી હતી. હત્યાની આ ઘટનાએ સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. જે બાદ આ ઘટનાને લઈ લોકોએ ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો. હજુ આ ઘટના હજુ લોકોના માનસપટ પર…
મોસુલઃ માનવ ઇતિહાસમાં આ પહેલી વાર ત્રણ પ્રાઈવેટ પાર્ટ ધરાવતું આ ઇરાકનું બાળક ટ્રીપહેલીયાનો પહેલો કેસ છે. ઇરાકના મોસુલના શહેરના દુહોકમાં જન્મેલા, આ બાળકનો પરિવાર તેના અંગ જોઇને સ્તબ્ધ થઈ ગયો હતો. તે જન્મના ત્રણ મહિના પછી ખાનગી ભાગમાં સોજો આવ્યો હોવાની ફરિયાદ લઈને તેઓ ડોક્ટર પાસે પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ સર્જરી કેસ રિપોર્ટમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં આ અહેવાલ લખનાર ડો.શાકીર સલીમ જબાલીના જણાવ્યા મુજબ, “અમારી માહિતી મુજબ, અમારી પાસે ત્રણ પ્રાઈવેટ પાર્ટ અથવા ટ્રીપહેલીયાનો આ પ્રથમ રેકોર્ડ કેસ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ બાળકના પરિવારમાં આનુવંશિક ઘટાડો થવાનો કોઈ ઇતિહાસ નથી. એવું માનવામાં આવે છે કે જ્યારે…
અમદાવાદઃ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો કે લગ્ન બાદ વિદેશ લઈ જવાનું કહી પોતે ત્યાં રહેતો અને નોકરી કરતો પણ મહિલાને કે પુત્રીને લઈ જતો ન હતો. દરમિયાનમાં લગ્નના ત્રણેક વર્ષ બાદ મહિલાને ફેસબુક થકી જાણ થઈ કે તેનો પતિ અન્ય સ્ત્રી સાથે રિલેશનમાં રહે છે. વર્ષ 2020માં મહિલાના સાસરિયાઓ આ સ્ત્રીને દુબઈ ફરવા પણ લઈ ગયા હતા. કંટાળીને 20 લાખ દહેજ પેટે ખંખેરી લેનાર આ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસ શરૂ કરી છે. થલતેજમાં આવેલા એક ફ્લેટમાં રહેતી 36 વર્ષીય મહિલા એસજી હાઇવે પર એક કંપનીમાં નોકરી…
આગરાઃ અત્યારે પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે ત્યારે આવા કિસ્સાઓનો કરુણ અંજામ આવતો હોય છે. આવો જ એક કિસ્સો ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં બન્યો છે. લફરાબાજ પત્નીનો ભાંડો ફૂટ્યો હતો. અને પ્રેમી સાથે કઢંગી હાલતમાં ઝડપાઈ હતી. ઉત્તર પ્રદેશના આગરા જિલ્લામાં પ્રેમી પ્રેમીકાના ઘરે મળતા જતાં સ્થાનિક લોકોએ પ્રેમીને ઝડપી પાડી વીજળીના થાંભલા સાથે બાંધીને જોરદાર મેથીપાક ચખાડ્યો છે. જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આગરા જિલ્લાના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના રુનકતા ગામની હોવાનું સામે આવ્યું છે. આ બંને પ્રેમી-પ્રમીકા એકજ ગામના રહેવાસી છે. અંહી પરણિત મહીલાને એક રિક્ષા ચાલક સાથે પ્રેમ થઈ ગયો…
દક્ષિણ આફ્રિકાઃ અત્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓથી લઈને નોકરિયાતો અને નેતાઓ પણ ઓનલાઈન મિટિંગ કરવા લાગ્યા છે. ત્યારે ઓનલાઈન મિટિંગ દરમિયાન કેટલીક અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે. આવો જ એક મામલો દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો છે. જ્યાં કોરોનાના વધતાં કેસોને લઈને મીટિંગ ચાલી રહી હતી, તે દરમિયાન એક નેતાની પત્ની કપડા પહેર્યા વગર નગ્ન અવસ્થામાં પતિ સામે આવીને ઉભી રહી ગઈ હતી. મીટિંગમાં હાજર નેતાઓ અને સાંસદોએ તે નેતાને જણાવ્યુ કે, આપની પત્ની કપડા પહેર્યા વગરની સ્ક્રિન પર સૌને દેખાઈ રહી છે. જેના કારણે આ નેતા શરમથી પાણી પાણી થઈ ગયા હતા. હકીકતમાં જોઈએ…
બારડોલીઃ સગીરા અને બાળાઓ ઉપર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે બારડોલીમાં પોલીસે એક યુવકને દબોચી લીધો હતો. જેણે સગીરાને ગર્ભવતી બનાવી હતી. અને અન્ય યુવતી સાથે લગ્ન કરવા જતો હતો. જોકે, લગ્ન કરે તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો. બારડોલી તાલુકાના સીંગોદ ગામે રહેતી અને કડોદ હાઈસ્કુલમાં અભ્યાસ કરતી સગીરાને કડોદમાં ટ્યુશન ક્લાસના સમયે પ્રેમજાળમાંફસાવી લોભામણી લાલચ આપી પ્રેમસબંધ બાંધી વાઘેચા ગામની સીમમાં તાપી નદી કિનારે અવારનવાર લઈ જઈ શારીરીક સબંધ બાંધી સગીરાને ગર્ભવતી કર્યા બાદ લંપટ યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કરવાની ફરીયાદ નોંધાતા પોલીસે લગ્નના આગલા દિવસે જ યુવાનની ધરપકડ કરી હતી. આ અંગે…
નવી દિલ્હીઃ દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 93,249 નવા કેસ નોંધાયા છે, જ્યારે 513 લોકોનાં મોત નીપજ્યાં છે. નવા કેસો આવ્યા પછી દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા એક કરોડ 24 લાખ 85 હજાર 509 થઈ ગઈ છે. ભારતમાં કોરોના નવા કેસો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણનો અંદાજ એની પરથી લગાવી શકાય છે કે, હવે દેશમાં એક જ દિવસમાં 90 હજારથી વધુ કેસ નોંધાયા છે. ફરી મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના 49,447 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં 1 કરોડ 16 લાખ 29 હજાર 289 લોકો…