અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. એક બે ઘટનાઓને બાદ કરતા રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. મતદાનના દિવસે નાની મોટી બોલાચાલી કે ઝગડા થવા સામાન્ય હોય છે. ત્યારે વિરમગામ અને ઝાલોદ તાલુકાના મીરખેડી ગામમાં મતદાન વખતે મારામારીના દ્રશ્યો દેખાયા હતા. ત્યારબાદ પોલીસને સ્થિતિ કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વિરમગામમાં મતદાન દરમિયાન બુથ બહાર મારામારીની ઘટના સામે આવી છે. વિરમગામની એમ.જે સ્કૂલ મતદાન મથકની બહાર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે મારામારી સર્જાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી. ઘટનાસ્થળે મારામારી અને પથ્થરમારો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
સુરતઃ સુરત શહેરમાં સંબંધોનું ખૂન થયાની ઘટના પ્રકાશમાં આવી છે. પાંડેસરા બે નાનાભાઈઓએ સાથે મળીને મોટાભાઈની હત્યા કરી દીધી હતી. અને લાશને ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આ ઘટનામાં પોલીસે તપાસના આધારે આરોપી બંને ભાઈઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પોલીસને પાંડેસરા જગન્નાથ નગર સોસાયટીના પ્લોટ નં.86ની બાજુમાં આવેલ ખુલ્લી ઝાડી ઝાંખરવાળી જગ્યામાં અંદાજીત 35 થી 40 વર્ષના યુવાનની કહોવાયેલી લાશ મળી હતી. માત્ર જીન્સ પેન્ટ અને અંડરવિયર અડધે સુધી ઉતરેલી હાલતમાં મૃતક યુવાનના શરીરે મળ્યા હતા. તેનો ગુપ્ત ભાગ અને આજુબાજુનો ભાગ સંપૂર્ણ કહોવાઇ ગયા હતા. તેના જમણા હાથના બાવડાના ભાગે હનુમાનજીનું છૂંદણું,…
આંધ્ર પ્રદેશઃ ગરીબીએ એક માતા-પિતાની અગ્નિ પરીક્ષા લીધી હોય એવો કિસ્સો આંધ્ર પ્રદેશમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં પોતાની ગરીબી સામે માતા પિતા લાચાર બની ગયા હતા. આ માતા-પિતાને પોતાની મોટી દીકરીનો જીવ બચાવવા માટે નાની દીકરીને એક નરાધમના હાથે વેચવી પડી હતી. ઘટનાની વાત કરીએ તો આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં દૈનિક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા દંપત્તીની 16 વર્ષની પુત્રીની સારવાર માટે પોતાની બીજી નાની પુત્રીને એક વ્યક્તિને વેચી દીધી હતી. માતા પિતાના પુત્રીની સારવારનો ખર્ચ ઉઠાવવા માટે અસર્થ હતા. મોટી દીકરી શ્વાસની બીમારીથી પીડિતા હતી. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ગરીબ દંપત્તીએ પોતાની બીજી પુત્રીને માત્ર 10 હજાર રૂપિયામાં જ…
વડોદરાઃ સામાન્ય રીતે રાજ્યમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસના ભારથી તો ક્યારેક પરિણીતાઓ ઘર કંકાસના કારણે આત્મહત્યા કરતી હોય છે. પરંતુ વડોદરામાં બનેલી આત્મહત્યા પાછળનું કારણ હૃદયદ્રાવક છે. અહીં એક પિતાએ પુત્ર વિયોગમાં આવી ટ્રેનની પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાની મકરપુરા GIDC નજીકથી પસાર થતા રેલવે-ટ્રેક પરથી અજાણ્યા આધેડનો ટ્રેનની નીચે કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, જેની જાણ માંજલપુર પોલીસને થતાં સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં રેલવે-ટ્રેક નજીક પાર્ક કરેલી બાઈક મળી…
નવી દિલ્હી : કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકારે વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું છે. હવે આવતી કાલે એટલે કે પહેલી માર્ચ સોમવારથી રસીકરણના બીજા તબક્કો થવા જઈ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારે વેક્સીનેશન સેન્ટરની યાદી જાહેર કરી છે. સાથે સાથે વેક્સીનની કિંમત પણ નક્કી કરી છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ લગભગ 10 હજાર પ્રાઇવેટ હોસ્પિટલો અને 600 સીજીએચએસ હોસ્પિટલોને સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ સિવાય રાજ્ય ઇચ્છે તો પોતાની ત્યાની હેલ્થ સ્કિમ પ્રમાણે અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોને પણ જોડી શકે છે. સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પેનલમાં સામેલ કરેલ હોસ્પિટલોની યાદી અહીં ક્લિક કરીને…
અમદાવાદઃ શહેરમાં ઘરેલું હિંસાના અનેક કિસ્સાઓ બનતા રહે છે પરંતુ શહેરના બાપુનગરમાં શરમજનક ઘટના સામે આવી હતી. અહીં નજીવી બાબતે ભાઈ-ભાભીએ મહિલા સાથે મારા મારી કરી હતી. જેના પગલે મહિલાએ ભાઈ-ભાભી સામે પોલીસ ફરિયાદ કરી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બાપુનગરમાં રહેતી 30 વર્ષીય મહિલા હાલ શારદા બહેન હોસ્પિટલમાં છે. તે તેના માતા પિતા ભાઈ સાથે રહે છે. તે જે મકાનમાં રહે ચાઉં તે મકાન તેના પિતાના નામે છે અને ત્યાં ઉપરના માળે તેનો ભાઈ અને ભાભી તેમની પુત્રી સાથે રહે છે. મહિલાના પિતાને કેન્સરની બીમારી હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી…
ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબ્બકાનું મતદાન છે. આજે રવિવારે સવારે સાત વાગ્યાથી ગુજરાતની નગરપાલિકા, તાલુકા-જીલ્લા પંચાયતોનું મતદાન શરુ થશે. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે. ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતોની સામાન્ય તથા 23 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી મતદાન થશે. ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રવિવારે અંતિમ તબક્કો છે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ રહેશે. અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે 809 ઉમેદવાર મેદાનમાં છે. જિલ્લા અને તાલુકામાં 1 હજાર 199 મતદાન કેંદ્ર ઉભા કરાયા છે. ઉલ્લેખનીય…
ચીનઃ ચીન દુનિયાનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અને વર્ષ 1979માં ચીન દ્વારા એક બાળકની નીતિ અપનાવી હતી અને વસ્તીને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે 2015થી ચીન દ્વારા બે બાળકોની નીતિ અપનાવી હતી. જોકે, ચીનના એક કપલે આ નીતિનું ઉલ્લંઘન કરીને બે નહીં, ત્રણ નહીં પરંતુ સાત બાળકો પેદા કર્યા હતા. જેના કારણે તેને એક કરોડથી વધારે રૂપિયાનો દંડ ભરવો પડશે. દંપત્તીને નિયમ વિરુદ્ધ જઈને આટલા બધા બાળકો પેદા કરવા માટે સરકારને સામાજિક સમર્થન શુલ્ક તરીકે 155000 ડોલર એટલે કે એક કરોડ રૂપિયાથી વધારે ચૂકવવા પડશે. જો તેઓ પૈસા નહીં ભરે તો તેમના વધારાના બાળકો સરકારી ઓળખ…
રાજકોટઃ શહેરમાં એક ચકચારી ઘટના બની હતી. શહેરના જાણિતા બિલ્ડર પરિવારને 72 કરોડની ખંડણી માંગતો ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો. અને પૈસાની વ્યવસ્થા ન થયા તો તેમની ત્રણ દીકરીઓને જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. જોકે, આ કેસમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ બિલ્ડર કિશોરભાઈએ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તેઓ ત્રણ ભાઈ છે, જેમાં સૌથી મોટા ગોવિંદભાઈ તેમની સાથે રહે છે. કિશોરભાઈની પત્નીનું નામ મંજુલાબેન છે, સંતાનમાં એક પુત્ર કેવિન અને પુત્રી માનસી છે. બીજા નંબરના ભાઈ ભરતભાઈનું વર્ષ 2002માં અવસાન થઈ ગયું હતું. તેમનાં પત્ની અને કિશોરભાઈના ભાભી સંગીતાબેન પણ તેમની સાથે…
અમદાવાદઃ એક તરફ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થતા સતત વધારાના કારણે સામાન્ય લોકો સહિત ટ્રાન્સ્પોટરો પણ ચિંતિત છે. ત્યારે હવે ગુજરાતમાં સીએનજીના ભાવમાં એક કિલોના ભાવમાં 95 પૈસાનો વધારો કરાયો છે. ત્યારે હવે સીએનજીના ભાવમાં વધારો થતાં રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. રીક્ષા ચાલકોના યુનિયન દ્વારા ભાવ પાછો ખેચવાની માંગણી કરી છે. જો ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. CNGના ભાવ વધતા રિક્ષાચાલકોને મહિને રૂા.1 50ની અને વરસે રૂા. 1800નું નુકસાન જઈ રહ્યું હોવાનું ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. બીજીતરફ ગુજરાત રાજ્ય ઓટોરિક્ષા ડ્રાઈવર્સ એક્શન કમિટીના…