કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

સુરતઃ રાજ્ય અને દેશમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ દરરોજ બનતી રહે છે ત્યારે સુરતમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક પતિએ પોતાના લગ્નની બીજી વર્ષગાંઠ પર જ આત્મહત્યા કરી લીધી હતી. જેના પગલે પત્ની, પરિવાર અને મિત્રો શોકમાં ડૂબી ગયા હતા. આ ઘટનાથી આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના ઉમરા વિસ્તારમાં લગ્નની વર્ષગાંઠના દિવસે જ પતિએ ઘરે જઈ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. મૃતક ઉમરા ગામની બેંકર હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો ડ્રાઇવર હતો. ઉમરા ગામમાં નિર્મળ નગરમાં રહેતો 24 વર્ષીય ભરત પ્રેમજી મકવાણાએ 24મી તારીખે મોડી સાંજે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત…

Read More

અમદાવાદઃ અત્યારના સમયમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામેલો છે. ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી થઈ રહ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે પણ લોકો નિયમો ભંગ કરી ચૂંટણી પ્રચારમાં ઉમટી પડે છે. રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ગઈ હવે પાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી આગામી રવિવારે યોજાનારી છે. ત્યારે ચૂંટણી પ્રચારમાં લોકો ભાન ભૂલ્યા છે. જેનું માઠું પરિણામ આવી રહ્યું છે. રેલીઓમાં લોકોની ભૂલના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. 25મી ફેબ્રુઆરીએ ગુજરાતમાં 33 દિવસ બાદ ફરી 400થી વધુ 424 નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાતમાં ગુઆ સાથે ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 2,68,571 લાખે પહોંચી છે. આજે…

Read More

નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. અને તેમના સોશિયલ મીડિયા ઉપર લાખોની સંખ્યામાં ફોલોઅર્સ છે. પીએમ મોદી સોશિયલ મીડિયા ઉપર ક્યારેક તસવીરો મૂકતા રહે છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ એક 106 વર્ષની મહિલા સાથેની તસવીર સોશિયલ મીડિયા ઉપર મૂકી હતી. જે વાયરલ થઈ રહી છે. તસવીરમાં PM મોદી શીશ ઝૂકાવીને અને હાથ જોડીને આશીર્વાદ લેતા જોવા મળી રહ્યા છે. તસવીર શેર કરતા તેમણે લખ્યું છેકે આજે કોયમ્બતૂર માં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત થઈ. તેમને ખેતી અને ઓર્ગેનિક ફાર્મિંગના ક્ષેત્રમાં અદ્વિતિય કામ માટે આ વર્ષે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મૂળે, 1941માં જન્મેલી…

Read More

અમદાવાદઃ અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં ઈકો કારના સાઇલેન્સર ચોરોએ તરખાટ મચાવ્યો છે. સાઇલેન્સર ચોરોએ ઇકો કાર માલિકોની ઉંઘ હરામ કરી દીધી છે ત્યારે પોલીસને પણ દોડતી કરી મૂકી છે. પોલીસે સાઇલેન્સર ચોર ગેંગની ટૂકડીમાંથી કેટલાક લોકોને પકડ્યા છે છતાં પણ સાઇલેન્સરની ચોરી અટકતી નથી. ફરી એકવાર કારમાં સાયલેન્સરની ચોરી થઇ હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે નવી નક્કોર કાર લીધાના બીજા જ દિવસે સાઈલેન્સરની ચોરી થઈ છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના આનંદનગર વિસ્તારમાં હિલપાર્ક બાબુજી વણઝારાના મકાનમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા 23 વર્ષીય રાજેન્દ્રકુમાર ભગોરાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેઓની ઈકો કારના સાઈલેન્સરની ચોરીની ફરિયાદ…

Read More

નવી દિલ્હીઃ પગાર અને પન્શનની ચૂકવણી અંગે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. પગાર અને પેન્શન મેળવવું એ સરકારી કર્મચારીઓનો અધિકાર હોવાનું જણાવી સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતા જણાવ્યું હતું કે, સરકાર યોગ્ય કામના બદલામાં કોઈ પણ કર્મચારીના પગાર અને પેન્શનને રોકી શકે નહી. પગાર અને પેન્શનની ચુકવણીમાં વિલંબ થતાં સરકારે વ્યાજબી વ્યાજ ચૂકવવું જોઈએ. કોર્ટે આંધ્રપ્રદેશ સરકારને થોડા સમય માટે ટાળી દીધેલા પગાર અને પેન્શન પર છ ટકાના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ આપ્યો છે. જોકે, આ કેસમાં હાઇકોર્ટે 12 ટકા વ્યાજ દર નક્કી કર્યો હતો. આંધ્રપ્રદેશ સરકારે કોરોના…

Read More

અમદાવાદઃ ગુજરાતની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાઈ ચૂકી છે અને તેના પરિણામો પણ જાહેર થયા છે. જોકે, આ ચૂંટણીના મતદાન દિવસે વોટિંગમાં જોવા મળેલો આંકડો ચિંતાજ જનક હતો. લોકોમાં વોટિંગ પ્રત્યે નિરાશા જોવા મળી હતી. જોકે, આગામી રવિવારે થનારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીના મતદાનમાં આ પ્રકારની નિરાશા ન જોવા મળે તે માટે ખાસ તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધારે મતદાન થાય તે માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્યની શાળાના 40 હજાર વિદ્યાર્થીઓને મતદાન જાગૃતિનો પ્રોજેકટ આપવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજ્યની અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાઓમાં ચૂંટણીને…

Read More

હૈદરાબાદઃ દેશમાં મોટાભાગના રાજ્યોમાં ઇમર્જન્સી સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સની સેવા ચાલી રહી છે. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ ઇજાગ્રસ્તો માટે ભગવાન સ્વરૂપ બને છે. જોકે, હૈદરાબાદમાં એક શરમજનક ઘટના બની હતી. એક અકસ્માત બાદ દોડી આવેલી બે 108 એમ્બ્યુલન્સના સ્ટાફે 2.30 કિલોગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. જોકે, આ કેસનો ભેદ તેલંગણા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીડિત લોકોના પરિવારજનોએ તેમની કારમાંથી 2.300 કિલોગ્રામ સોનાનાં દાગીના ગુમ થયાની ફરિયાદ પોલીસને આપી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ મૃતદેહ અને ઇજાગ્રસ્તોને હૉસ્પિટલ ખસેડવા માટે બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી. એટલું જ નહીં, એમ્બ્યુલન્સના સ્ટાફે ઘટનાસ્થળેથી મળેલા 3.300…

Read More

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસામાં ટ્વીટર ઉપર વિવાદિત યુઝર્સોને બેન કર્યા બાદ ફરીત એક્ટિવ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ટ્વિટરના વલણથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભારત સરકાર હવે સોશિયલ મીડિયા કંપનીઓ ઉપર નિયંત્ર રાખવા માટે તૈયારીઓ કરી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને નવા નિયમો બનાવી રહ્યું છે. વિશ્વભરના વિવિધ દેશો દ્વારા શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રકમની ચુકવણીના મુદ્દા પર ગયા અઠવાડિયે જ ફેસબુકને ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથે મુકાબલો કરવો પડ્યો હતો. ફેસબુકે ઓસ્ટ્રેલિયાના તેના પ્લેટફોર્મ પર સમાચારોના પેજ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ બાદ આખી દુનિયામાં ટીકાઓનો સામનો કરવો…

Read More

નવી દિલ્હીઃ એક તબક્કે કોરોના વાયરસના કેસોમાં ઘટાડા થયા બાદ હવે કોરોના વાયરસે ફરી ગતિ પકડી છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધારે ફેલાવો મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા 9 હજારને પાર થઈ ગઈ છે. તેના કારણે પડોશી રાજ્યો સહિત દિલ્હીમાં ચિંતા વધી ગઈ છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,738 નવાપોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 138 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,46,914 થઈ ગઈ છે. કોરોનાના રોજેરોજ નોંધાતા કેસોમાં…

Read More

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે શહેરના બહેરામપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી લૂંટની ઘટના બની હતી. અહીં લૂંટારુઓએ અડધી રાત્રે 70 વર્ષીય વૃદ્ધની આંખોમાં મરચાની ભૂકી નાંખી અને બંધક બનાવી ઘરમાં રહેલી ઇલેક્ટ્રીક વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ લઈ ફરાર થઈ ગયા હતા. વૃદ્ધ એનઆરઆઈ છે અને પોતાની પત્ની અત્યારે અમેરિકા ખાતે રહે છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય નરેન રતિલાલ શાહે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે કે 25મી ફેબ્રુઆરીએ રાત્રે તેઓ ઘરે હાજર હતાં. રાત્રિના પોણા બે વાગ્યા સુધી તેઓ…

Read More