કવિ: Ashley K

ગુજરાતની ગણતરી ડ્રાય સ્ટેટમાં થાય છે પરંતુ હાલમાં જ લીવર ટ્રાન્સપ્લાન્ટના જે આંકડા આવ્યા છે તે જાેયા પછી પ્રશ્ન થાય કે શું ગાંધીના ગુજરાતમાં ખરેખર દારુબંધી છે? રાજ્યમાં ૩૦થી ૪૦ ટકા અથવા એક તૃતીયાંશ લીવર ટ્રાન્સપ્લાન્ટ દારુ સંબંધિત તકલીફોને કારણે થયેલા છે. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સના વાઈસ ચાન્સેલર અને લીવર ટ્રાન્સપ્લાન્ટના હેડ ડૉ. પ્રાંજલ મોદીએ કહ્યું કે, તેમણે હાલમાં જ ૬૦૦મું લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. લીવરમાં સિરોસિસ દારુના લીધે થાય છે કે પછી નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટિસના લીધે થાય છે તેનું કોઈ ચોક્કસ વર્ગીકરણ નથી કરવામાં આવ્યું. પરંતુ ૭૦થી ૭૫ ટકા કેસોમાં આ બે કારણોસર જ લીવર ફેઈલ થઈ જાય છે.…

Read More

ભાજપે લોકસભા ચૂંટણી મિશન 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપની નજર આ વખતે મુસ્લિમ બેઠકો પર છે. આ અંતર્ગત 2024ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારીને એક નવા રાજકીય સમીકરણ બનાવવાની પણ તૈયારી છે. ભાજપે વડાપ્રધાન મોદીના મૂળ મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ને અમલમાં મૂકવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. આ સૂત્રને રાજકીય વાસ્તવિકતા બનાવવા માટે, ભાજપ 2024ની લોકસભા ચૂંટણી માટે એક ડઝનથી વધુ મુસ્લિમ લઘુમતી ઉમેદવારોને નોમિનેટ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેથી મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર પણ કમળ ખીલી શકાય. તેના મિશન-2024ના સ્વપ્નને સાકાર કરવા માટે, ભાજપ દેશની 66 લઘુમતી પ્રભુત્વવાળી બેઠકો પર નજર…

Read More

અમેરિકામાં પહેલીવાર મેજર લીગ ક્રિકેટ ટી-20 ટૂર્નામેન્ટ 14 જુલાઈથી આયોજિત થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. આઈપીએલ ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સની માલિકી ધરાવતી એન્જલ્સ નાઈટ રાઈડર્સે વેસ્ટ ઈન્ડિઝના અનુભવી ઓલરાઉન્ડર સુનીલ નારાયણને મોટી જવાબદારી સોંપી છે. સુનીલ નારાયણને સ્ટાર ખેલાડીઓથી શણગારેલી કોલકાતા નાઈટ રાઈડર્સની માલિકીની એન્જલ્સ નાઈટ રાઈડર્સ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેના ખભા પર ટીમને અમેરિકામાં પ્રથમ વખત મેજર લીગ ક્રિકેટ ટાઈટલ અપાવવાની જવાબદારી હશે. ટુર્નામેન્ટની ફાઈનલ 14 જુલાઈના રોજ રમાશે જેમાં MI ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ, સિએટલ ઓરકાસ, ટેક્સાસ સુપર કિંગ્સ અને વોશિંગ્ટન ફ્રીડમ ટીમ સામેલ છે. સુનીલ નારાયણની ટીમમાં…

Read More

જ્યારે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટન સાથે વાત કરે છે, ત્યારે તેઓ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા અને નીરવ મોદીને ભારતમાં પ્રત્યાર્પણ કરવા અંગે પ્રશ્નો ઉઠાવે છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ આ માહિતી આપી હતી. યુકે સરકાર પ્રત્યાર્પણને લઈને ભારત તરફથી ઘણા દબાણનો સામનો કરી રહી છે. અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથેની વાતચીત દરમિયાન હરીશ સાલ્વેએ કહ્યું કે બ્રિટન હંમેશા ફરિયાદ કરે છે કે જ્યારે પણ અમારી મીટિંગ થાય છે ત્યારે પહેલો સવાલ એ થાય છે કે નીરવ મોદી અને વિજય માલ્યા ક્યાં છે? હરીશ સાલ્વેએ કહ્યું, ‘પીએમ નરેન્દ્ર મોદીએ યુકે સરકારને ખૂબ જ કડક શબ્દોમાં કહ્યું છે કે…

Read More

પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર અને તેના કથિત પ્રેમી સચિન મીનાની વાર્તા ભારત-પાકિસ્તાનના ‘ક્રોસ બોર્ડર’ કનેક્શનને કારણે ચર્ચામાં છે. 2019માં સીમા અને સચિન ઓનલાઈન વીડિયો ગેમ્સ દ્વારા સંપર્કમાં આવ્યા હતા. આ પછી સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારત આવી હતી. પહેલેથી જ પરિણીત સીમાએ ગ્રેટર નોઈડામાં રહેતા સચિન સાથે લગ્ન કર્યા હતા. પાકિસ્તાની મહિલા ગેરકાયદેસર રીતે ભારતમાં હોવાની બાતમી મળતાં પોલીસે 4 જુલાઈએ બંનેની ધરપકડ કરી હતી. તેને લકસર જેલમાં રાખવામાં આવ્યો હતો. શુક્રવારે (8 જુલાઈ) નોઈડાની જેવરની કોર્ટે બંનેને જામીન પર જેલમાંથી મુક્ત કર્યા હતા. સાથે જ આદેશ આપ્યો છે કે જ્યાં સુધી સુનાવણી નહીં…

Read More

ઉત્તર પ્રદેશમાં તમામ પક્ષો ‘મિશન 24’ માટે નવી વ્યૂહરચના બનાવી રહ્યા છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓ સત્તાધારી પાર્ટી ભાજપને હરાવવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ મુંબઈ પહોંચેલા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું કે શું અખિલેશ યાદવ 2024માં પોતાને વિપક્ષનો ચહેરો માને છે? આ સવાલ પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે અમારી પાસે ઘણા ચહેરા છે, જ્યારે સમય આવશે ત્યારે અમે નક્કી કરીશું. પીડીએ એનડીએનો સફાયો કરશે આ સાથે સપા અધ્યક્ષે કહ્યું કે ભાજપ વિપક્ષને વિભાજિત કરવા માટે એવી રીતે પ્રશ્નો ઉભા કરે છે કે વિપક્ષ પાસે ચહેરો નથી, પરંતુ અમે સાથે છીએ…

Read More

અત્યારે મોબાઈલ એક એવી જરૂરિયાત બની ગઈ છે કે એના વિના નાના બાળકોથી લઈ વૃદ્ધો પણ રહી શકતા નથી. ફોનમાં ગેમ, ફોટોઝ, વીડિયોઝ, ચેટિંગ અને ઓનલાઈન શોપિંગ સહિતના કામો આંગળીના ટેરવે થઈ જતા હોય છે. હવે તેવામાં ઘણીવાર આ ફોનના એક પાસવર્ડ અનલોકથી ઘણા લોકોની પોલ ખૂલી જતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. ૩૩ વર્ષીય પરિણિતાને તેની બાળકીએ અચાનક આવીને જણાવ્યું કે મમ્મી…મમ્મી.. પપ્પાના ફોનમાં તેમના ઘણીબધી છોકરીઓ સાથે ફોટોઝ છે. જાેતજાેતામાં પતિની ગેરહાજરીમાં ત્યારપછી બાળકીના કહેવા પર પત્નીએ ફોન ચેક કર્યો અને પતિની એક પછી એક પોલ ખૂલતી થઈ હતી. આ દરમિયાન પતિ…

Read More

અરવલ્લી પર મેઘરાજા મહેરબાન છે, સતત પાંચ દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલા આગાહી પ્રમાણે સતત વરસાદ થઈ રહ્યો છે. આ પંથકમાં વહેલી સવારે પણ વરસાદ થયો હતો. ભારે વરસાદના કારણે કેટલાક ખેતરોમાં પાણી ભરાવાની ઘટનાઓ પણ સામે આવી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગ દ્વારા આજે પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. મોડાસામાં થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેમાં મુખ્ય ચાર રસ્તા, હંગામી બસ સ્ટેન્ડ પર જળબંબાકારની સ્થિતિ સર્જઈ છે. અરવલ્લીના મોડાસા પંથકમાં સવારથી વરસાદી માહોલ છે, શામળાજીના વેણપુર, રંગપુર સહિતના પંથકોમાં ભારે વરસાદ થયો છે. આ…

Read More

શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ એક્શનથી ભરપૂર ફિલ્મ જવાન સાથે મોટા પડદા પર આવવાનો છે. આ ફિલ્મનો પ્રીવ્યૂ 10 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે. લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. અન્યોની સાથે કમાલ આર ખાને પણ ફિલ્મનો પ્રીવ્યૂ પસંદ કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા પણ કરી છે. KRK ઘણીવાર ફિલ્મો અને કલાકારોમાં ખામીઓ શોધતો જોવા મળે છે. તે પોતાને ફિલ્મ સમીક્ષક માને છે અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર દરેક ફિલ્મની સમીક્ષા પણ કરે છે. અન્ય ફિલ્મોની ટીકા કરનાર KRK એ યુવકના વખાણ કર્યા છે, જેના કારણે લોકો ચોંકી ગયા છે. કેઆરકેના વખાણ કર્યા…

Read More

કેરળના અલપ્પુઝા જિલ્લામાં બ્રેઈન ઈટિંગ અમીબાના ઈન્ફેક્શનને કારણે એક છોકરાના મોતથી ખળભળાટ મચી ગયો છે. દૂષિત પાણીમાં રહેતી એક મગજ ખાતી અમીબા તેના નાક દ્વારા 15 વર્ષના છોકરાના મગજમાં પ્રવેશી અને મગજમાં ચેપ લાગ્યો. નદીમાં સ્નાન કરીને તે પરત ફર્યો હતો. આ પછી તે ચેપનો શિકાર બન્યો. આ અમીબાનું નામ Naegleria fowleri છે અને બોલચાલની ભાષામાં તેને મગજ ખાનાર અમીબા પણ કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમીબા મગજમાં પ્રવેશ્યા બાદ મૃત્યુ પામેલા 15 વર્ષના બાળકનું નામ ગુરુ દત્ત છે. તે ધોરણ 10નો વિદ્યાર્થી હતો. તે નદીમાં નહાવા ગયો. આ પછી, ધીમે ધીમે તેમનામાં ચેપના લક્ષણો દેખાવા લાગ્યા. તેમને પ્રાથમિક એમેબિક…

Read More