કવિ: Ashley K

તમને જણાવી દઈએ કે દેશના ઘણા રાજ્યોમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજધાની દિલ્હીની હાલત સૌથી ખરાબ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ 2 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે સરેરાશ 5 થી 8 લોકોના મોત થઈ રહ્યા છે. જો કે, મંગળવારે 1000 થી ઓછા નવા કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગે લોકોને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા અને માસ્ક પહેરવા વિનંતી કરી છે. કેન્દ્રએ પણ કોરોનાના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ફરી વધવા લાગી છે. બુધવારે (17 ઓગસ્ટ) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,062…

Read More

2002 ગુજરાતમાં થયેલા રમખાણ મામલે તિસ્તા સેતલવાડની ધપકડ અગાઉ કરાઈ છે, ત્યારે તિસ્તા સેતલવાડે હાલ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી પર તાત્કાલિક સુનાવણી માટે વધુ એક અરજી કરી છે. તિસ્તા સેતલવાડે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા, લોકોને ભડકાવવા અને દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.તિસ્તા સેતલવાડ અને આરબી શ્રી કુમારની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. ખાસ કરીને આ મામલે અગાઉ સરકાર દ્વારા જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો અને આ મામલે સરકારે જામીન અરજીના બદલે સોગંધનામું રજૂ કર્યું હતું.થોડા સમય પહેલા અમદાવાદમાં તિસ્તા સેતલવાડને મુંબઈથી…

Read More

BSFમાં જવાનું સ્વપ્ન જોઇ રહેલા યુવાઓને હેડ કોન્સ્ટેબલ બનવાની સારી તક સામે આવી છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ 1312 પદો માટે ભરતી બહાર પાડી છે, જેની માટે 10મું ધોરણ પાસ કરી ચુકેલા કેન્ડિડેટ્સ BSFની ઓફિશિયલ વેબસાઇટ bsf.gov.in પર જઇને 19 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. કેન્ડિડેન્ટનું સિલેક્શન રિટન ટેસ્ટ, ફિઝિકલ ટેસ્ટના આધાર પર થશે. BSFમાં આ ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ 81 હજાર સુધીનો પગાર મળી શકશે.યોગ્યતાહેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર)ના પદ પર અરજી કરનારા કેન્ડિડેટ પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને રેડિયો અને ટેલીવિજન, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ,…

Read More

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ મંગળવારે વરિષ્ઠ નાગરિકોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલ સ્ટાર્ટઅપ ગુડ ફેલોમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જો કે રતન ટાટા આ પ્રોજેક્ટમાં કેટલી રકમનું રોકાણ કરી રહ્યા છે તે અત્યારે જણાવવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, ટાટા ગ્રૂપમાંથી રિટાયર થયા બાદ રતન ટાટા સ્ટાર્ટઅપ્સની મદદ કરવામાં ઘણો રસ લઈ રહ્યા છે. જણાવી દઈએ કે, ટાટાની લેટેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કંપનીની સ્થાપના શાંતનુ નાયડુ દ્વારા કરવામાં આવી છે. 25 વર્ષીય શાંતનુ ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર તરીકે કામ કરે છે, તેણે કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેઓ 2018 થી રતન ટાટાના સહયોગી તરીકે કામ કરી રહ્યા છે.નોંધનીય છે…

Read More

વડોદરા શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ મહત્તમ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું. જેને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને કમરના દુઃખાવા સહિત વાહનોના મેન્ટેનન્સમાં પણ માકબર ખર્ચ આવતો હોવાની બુમો ઉઠી હતી. તો બીજી તરફ રોડ રસ્તા ધોવાયાની ફરિયાદો મળતા જ તંત્ર એક્શનમાં આવ્યું હતું અને ખાડાવાળા રોડ ઉપર પુરાણની કામગીરી હાથ ધરી હતી. જોકે લાખો રૂપિયાના ખર્ચા કરેલ પુરાણો પણ વરસાદના ધોવાઈ જતા નાના ખાડાની જગ્યાએ મોટા ખાડાઓનો સામ્રાજ્ય સ્થપાયું હતું. શહેરના ડભોઇ રોડથી સોમા તળાવ રોડને જોડતો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પટેલ એસ્ટેટનો રોડ પણ મસ્ત મોટા ખાડાઓની હારમાળાઓ…

Read More

વલસાડ જિલ્લામાં 15મી ઓગસ્ટના સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત બીજા દિવસે 16મી ઓગસ્ટ મંગળવારે પણ યથાવત રહી છે. મંગળવારે વલસાડ જિલ્લામાં સરેરાશ 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને તમામ નદીનાળા છલકાયા છે વલસાડ નજીક ઔરંગા ભૈરવી નદીની સપાટી વધુ એક વાર વધી છે. વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની કંટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ તાલુકામાં 39 mm કપરાડા તાલુકામાં 71 mm, ધરમપુર તાલુકામાં 87 mm, પારડી તાલુકામાં 60 mm, વલસાડ તાલુકામાં 55 અને વાપી તાલુકામાં સૌથી વધુ 99 mm વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ વરસેલા વરસાદની વિગતો…

Read More

આ આદતો બદલો1. દરેક બાબતમાં શંકાશીલ બનોવિશ્વાસ એ કોઈપણ સંબંધનો મજબૂત પાયો છે, અને તે પતિ-પત્નીના સંબંધોમાં વધુ મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે આ સંબંધ જીવનભર જાળવી રાખવાનો હોય છે. એવા સમયે હોય છે જ્યારે પત્નીને તેના પતિ પર શંકા જાય છે. જેમ કે સ્ત્રી મિત્ર અથવા સહકર્મી સાથે આકસ્મિક રીતે વાત કરવી અથવા મિત્રો પર હસવું વગેરે. આ માટે ઘણી સ્ત્રીઓ તેમના પતિનો ફોન ચેક કરે છે અથવા તો તેને ફોલો કરવામાં અચકાતી નથી. જ્યારે પતિ અફેરમાં ન હોય, અને છતાં પણ તમે શંકા કરી રહ્યા હોવ, તો ક્યાંક તમે પતિના વિશ્વાસનું અપમાન કરી રહ્યા છો. શંકા કરવાની…

Read More

1985માં શેરબજારમાં રોકાણ શરૂ કરનારા રાકેશ ઝુનઝુનવાલાએ ક્યારેય પાછું વળીને જોયું નથી અને તેની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એપ્રિલ 2021માં તેમની ગણના દેશના ટોચના 100 સૌથી ધનિકોમાં થાય છે. તેમની સંપત્તિ 31,320 કરોડ રૂપિયા હતી. તેઓની લાઇફ ખૂબ લક્ઝરી હતી. તેઓને મોંઘી કારનો ખૂબ શોખ હતો. ચાલો જોઈએ કે તેમના કારના કલેક્શનમાં કઇ કાર સામેલ હતી. BMW X5 રાકેશ ઝુનઝુનવાલાની કારની યાદીમાં પ્રથમ નંબર પર એસયુવી X5 છે, જે BMWની લક્ઝરી સ્પોર્ટ એસયુવી છે. આ કાર 2993 cc 6 સિલિન્ડર ડીઝલ એન્જિન દ્વારા ઓપરેટેડ છે . આ કારમાં 8-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો ઉપયોગ કરવામાં…

Read More

નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાતને ભાજપનું સૌથી વધુ સુરક્ષિત પ્રદેશ બનાવીને ગયા હતા, પરંતુ તેના માત્ર એક જ વર્ષમાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનેલા આનંદીબેન પટેલની ભાજપ સરકારની કાફોડી હાલત કરનાર પાટીદાર અનામત આંદોલનના મુખ્ય ચહેરા હાર્દિક પટેલ રહ્યા હતાં. સમયનું ચક્ર સૌ કોઈનું ફરે છે… સામાજિક નેતા બનેલા હાર્દિક પટેલ બાદમાં કોંગ્રેસમાં જોડાયા, કોંગ્રેસે હાર્દિકને ખૂબ માથે ચડાવ્યો, હાર્દિકની સુધી અસરથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ફાયદારૂપ નીવડેલી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષથી લઈને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સુધી સીધો સંપર્ક ધરાવતા હાર્દિક પટેલ સમયાંતરે કોંગ્રેસમાં જ ગુંગળાઈને રહેવા માંડ્યા… આજથી પરિણામે 2 મહિના પહેલાં હાર્દિક પટેલે કોંગ્રેસ છોડી,…

Read More

રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે, તેવામાં ગુજરાતની બે મુખ્ય રાજકીય પાર્ટી સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ સત્તા માટે મેદાને છે, ત્યારે આ વખતે ગુજરાતની જનતા સામે અન્ય પાર્ટીઓ પણ પોતપોતાની રણનીતિથી સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પણ સક્રિયતાથી મેદાનમાં ઉતરી ચૂકી છે.દેશમાં ખાસ કરીને મુસ્લિમોના હિતોની વાતો કરતી AIMIM પાર્ટી ગુજરાતના મુસ્લિમ મતદારો પર પોતાનો દરોમદર વધારી રહી છે.ગુજરાતના મુસ્લિમો દરેક ચુંટણી સમયે મુખ્યરીતે કોંગ્રેસ તરફી વલણ ધરાવતા રહ્યા છે, રાજ્યમાં અંદાજિત 10 ટકાથી પણ વધારે મુસ્લિમ મતદારો છે, જેની સીધી પકડ કુલ બેઠકોમાંની 10 થી…

Read More