વિશ્વના ઘણા દેશોમાં કોવિડના કેસ સતત વધી રહ્યા છે અને સરકારો પણ સતર્ક થઈ ગઈ છે. તેનાથી બચવા લોકો સુરક્ષિત રહેવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ દરેકથી અલગ થવું ખૂબ મુશ્કેલ છે. ફેસ માસ્ક ટાળવા માટે એક સારો વિકલ્પ છે. પરંતુ શું તમે જાણો છો કે iPhone વડે પણ કોવિડથી બચી શકાય છે. તમે જે iPhone નો ઉપયોગ કરો છો તે ખરેખર તમને COVID ના જોખમ વિશે ચેતવણી આપી શકે છે. તમારે માત્ર એક ફીચર એક્ટિવેટ કરવું પડશે. અગાઉ, જ્યારે કોવિડ તેની ટોચ પર હતું અને દરરોજ લાખો કેસ આવી રહ્યા હતા, ત્યારે Appleએ iOS પર એક્સપોઝર નોટિફિકેશન નામનું એક…
કવિ: Karan Parmar
ફાયર બોલ્ટે ભારતીય બજારમાં તેની નવી સ્માર્ટવોચ લોન્ચ કરી છે, જે પાવરફુલ ફીચર્સ સાથે આવે છે. જેનું નામ ગ્લેડીયેટર છે. તે અલ્ટ્રા-સ્લીક મેટાલિક ફ્રેમમાં પેક કરવામાં આવે છે. તે એક બ્લૂટૂથ કોલિંગ સ્માર્ટવોચ છે, જે 1.96-ઇંચની ડિસ્પ્લે સાથે આવે છે. લોકવાયકામાં તેનું નામ એક શક્તિશાળી રોમન સૈનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે. તે બિલકુલ 90,000 રૂપિયાની Apple વોચ અલ્ટ્રા જેવી દેખાય છે. આવો જાણીએ ફાયર-બોલ્ટ ગ્લેડીયેટરની કિંમત અને વિશેષતાઓ… ફાયર-બોલ્ટ ગ્લેડીયેટર વિશિષ્ટતાઓ ગ્લેડીયેટર ઘડિયાળ માત્ર મોટી નથી, પરંતુ 600 nits બ્રાઇટનેસ સાથે પણ આવે છે. એટલે કે, ડિસ્પ્લે તડકામાં પણ આરામથી દેખાશે. ઘડિયાળમાં 123 સ્પોર્ટ્સ મોડ ઉપલબ્ધ છે. નવા વર્ષ…
ઘણી વખત તમારે ઇન્સ્ટાગ્રામની ડીલીટ કરેલી ચેટ્સની જરૂર પડે છે, આવી સ્થિતિમાં તમારે ઘણી ચિંતા કરવી પડે છે અને તેમ છતાં તમે કંઇ કરી શકતા નથી. જો તમે કોઈપણ શરતમાં ચેટ ડેટા પાછો મેળવવા માંગો છો, તો હવે તમારે તેના માટે ભટકવાની જરૂર નથી કારણ કે એક રસ્તો છે જેના દ્વારા તમે સરળતાથી ચેટ વિગતો મેળવી શકો છો. એટલું જ નહીં, તમે તેને ફાઇલના રૂપમાં મેળવી શકો છો. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ઇન્સ્ટાગ્રામ ચેટ્સ પુનઃપ્રાપ્ત કરવાની રીત શું છે જો તમે ઈન્સ્ટાગ્રામની ચેટ્સ રીટ્રીવ કરવા ઈચ્છો છો, તો તેના…
ઉત્તર પ્રદેશ રાજ્યમાં કોઈ પણ સરકારી વિભાગ, સરકારી નિયંત્રિત નિગમ અને ઓથોરીટી વગેરે પર આગામી છ મહિના માટે હડતાળ પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય સરકારે જરૂરી સેવાઓ જાળવણી, 1996ની કલમ 3 ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યમાં એસ્મા અમલમાં મૂક્યો છે. આ પછી, સરકારી વિભાગો, સરકાર દ્વારા નિયંત્રિત નિગમો અને ઓથોરિટી વગેરેમાં હડતાલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સંદર્ભે અધિક મુખ્ય સચિવ મુકુલ સિંઘલે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આદેશ બાદ કર્મચારીઓ 25 મે સુધી હડતાલ પર ઉતરી શકશે નહીં. સરકારનાં આ નિર્ણયને કોરોનાના વધતા પ્રભાવ માટેનું એક કારણ પણ માનવામાં આવે છે. અત્રે…
જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. આ દરમ્યાન 2 આવાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને જવાનો શહીદ થયા છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. https://twitter.com/ANI/status/1331885795976695808
અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં ચર્ચામાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટર પર ગંદી રીતે ટ્રોલ થયા છે. ચાર નવી શબવાહિની ખરીદી હોવાની ટ્વીટ કરતાં લોકોએ મેયરની ઝાટકણી કાઢી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપતાં લખ્યું કે, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મારા બજેટમાંથી નવી ખરીદવામાં આવેલ 4 શબ વાહિની આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે,શહેરીજનોને ઝડપથી આ સેવા મળી શકે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બસ પછી તો શું હતું, લોકોને મેયર બિજલ પટેલની…
બરાબર 12 વર્ષ પહેલાં આજના દિવસે જ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ મુંબઇમાં કેટલીય જગ્યાઓ પર ગોળી વરસાવી હતી. આ આત્મઘાતી હુમલામાં આતંકીઓએ તાજ હોટલને પણ નિશાન બનાવી હતી. કેટલાંય કલાકો સુધી અહીં આતંકવાદીઓએ હોટલમાં શોધી-શોધીને નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા હતા. મુંબઇ હુમલાની વરસી પર તાજ હોટેલના પેરેન્ટ ગ્રૂપ ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ ખૂબ જ ભાવુક પોસ્ટ લખી છે. https://www.instagram.com/p/CICgp2FHZRe/?utm_source=ig_web_copy_link ટાટાએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે જે લોકો એ દુશ્મન પર જીત મેળવવામાં મદદ કરી, અમે તેમના બલિદાનને હંમેશા યાદ રાખીશું. તેમણે મુંબઇ સ્પિરિટને પણ વખાણ્યું અને કહ્યું કે આપણી એકતાને આપણે સંભાળીને રાખવાની જરૂર છે. ટાટા એ હોટલ તાજની એક…
સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પિતા અને બેનને સ્વસ્તિકના ચિન્હની સોશિયલ મીડિયા પર તપાસ કરતા જોયા ત્યારે પોતે આવો સ્વસ્તિક શરિરથી બનાવવનું નક્કી કર્યું હતું. એથ્લેટિક હોવાથી તે આવું કરી શકી છે. કોરોનાની નકારાત્મકતાને દૂર કરવા માટે સ્વસ્તિ પોઝ બનાવ્યો છે.…
ગાંધીનગર, 24 નવેમ્બર 2020 ગુજરાતના સોમનાથ મંદિર પાસેના ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામના ખેડુત અરશીભાઇ હમીરભાઇ રામ સોમનાથથી દિલ્હી સુધી 1400 કિલોમીટર સાયકલ પર ન્યાય યાત્રાએ નિકળ્યા છે. પોતાને થયેલા અન્યાય માટે ન્યાય મેળવવા તેઓ સરકારની બંધ આંખો ખોલશે. રામની યાત્રા દિલ્હી સુધીની છે. ભગવાન રામની યાત્રા લંકામાં રાવણ રાજ ખતમ કરવાની હતી. 18 વર્ષથી લડત લડી રહ્યો છું અરશીભાઈ રામે જણાવ્યું હતું કે વર્ષ-2002થી મારી માંગણીઓની લડત આપી રહ્યો છું. મારી જમીનને કૌભાંડ રચી પડાવી લેવામાં આવી છે. 18 વર્ષથી મામલતદાર, કલેકટર સહિત ગાંધીનગર સુધી રજૂઆતો કરી ચૂક્યો છું પરંતુ હજુ સુધી મને ન્યાય મળ્યો નથી. મુખ્યમંત્રી…
સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે લોકડાઉનના કારણે પ્રદૂષણ ઘટયું છે. એટલે વાતાવરણમાં ઘણો ફરક પડી જશે, પરંતુ યુનાઈટેડ નેશન્સની હવામાન એજન્સીનું માનીએ તો લોકડાઉનના કારણે ભલે ઉદ્યોગ એકમો બંધ રહ્યા, તેમ છતાં ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ ફરક પડયો નથી. કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર દ્યટાડો થયો છે, પરંતુ કલાઈમેટ ચેન્જ માટે જવાબદાર મુખ્ય પરિબળ ગ્રીનહાઉસ ગેસના સ્તરમાં કોઈ જ નોંધપાત્ર તફાવત જણાયો નથી. 2019માં લોકડાઉન પહેલાં જે સ્થિતિ હતી, એ લોકડાઉનના આટલા મહિના પછી પણ 2020માં એ જ સ્થિતિ યથાવત છે. UNની હવામાન સંસ્થા WMOના વડાએ પર્યાવરણને લગતો ચિંતાજનક અહેવાલ આપ્યો હતો. UNના અહેવાલ પ્રમાણે કોરોનાનાકારણે લોકડાઉન લાગુ થયું…