મોબાઈલ ટાવર જો તમારી બિલ્ડિંગની છત ખાલી છે તો તમે તેને મોબાઈલ કંપનીઓને ભાડા પર આપી શકે છે. મોબાઈલ ટાવર લગાવ્યા બાદ તમારે કંપની તરફથી દર મહીને કેટલીક રકમ આપવામાં આવે છે. તે માટે તમારે સ્થાનીય નગર નિગમ પાસેથી મંજૂરી લેવી પડશે. સોલર પેનલ સોલર પ્લાંટના બિઝનેસથી કરો કમાણી સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. એવામાં જો તમારી બિલ્ડિંગની છત પર સોલર પ્લાંટ લગાવવા માગો છો તો આ ન માત્ર તમારું વિજળીનું બિલ બચાવી શકે છે, પરંતુ કમાણી પર કરાવી શકે છે. હોર્ડિંગ્સ જો તમારી બિલ્ડિંગ એવા લોકેશન પર છે, જે દૂરથી સરળતાથી દેખાય છે અથવા કોઈ મેન રોડની…
કવિ: Karan Parmar
Whatsappનું Disappearing Message ફીચર આખરે ભારતમાં ઉપલબ્ધ થઇ ગયુ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સ આ ફીચરને ફોનમાં મેનુઅલી ઑન કરવુ પડશે. Whatsappનું કહેવુ છે કે આ ફીચર દ્વારા તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર આપમેળે જ ગાયબ થઇ જશે. તેને વન ઑન વન ચેટ સાથે સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાય છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ ફક્ત Admin જ કરી શકે છે. Whatsappના આ ફીચર્સની કેટલીક મર્યાદા પણ છે. રિપોર્ટ અનુસાર જો તમે 7 દિવસ સુધી મેસેજ ઓપન ન કરો તો મેસેજ…
IRNSS એ ભારતની GPS સિસ્ટમ છે. જે રીતે અમેરિકાની ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS)નો ઉપયોગ દિશા-સ્થળ શોધવા માટે થાય છે, એવી જ રીતે IRNSS નેવિગેશન માટે ઉપયોગી છે. ભારતે વિકસાવેલી સ્વદેશી દિશાશોધન પ્રણાલી ‘ઈન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમ (IRNSS)’ને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. ઈસરોએ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોનું ઝૂંડ ગોઠવીને આ સુવિધા વિકસાવી છે. આવી નેવિગેશન સિસ્ટમ ધરાવતો ભારત જગતનો ચોથો દેશ છે. ‘ઈન્ટરનેશનલ મેરિટાઈમ ઓર્ગેનાઈઝેશને (IMO)’ ભારતની આ સિસ્ટમને સ્વિકૃતિ આપતા IRNSSનો ઉપયોગ હવે હિન્દ મહાસાગરમાં ભારતની ભૂમિથી 1500 કિલોમીટર સુધીના વિસ્તારમાં નેવિગેશન માટે થશે. GPS એે વૈશ્વિક સિસ્ટમ છે, જેમાં 31 ઉપગ્રહોનો વપરાશ થાય છે. ભારતે અત્યારના તબક્કે ભારત અને ભારતના…
ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરબી, રાજકોટ, વાંકાનેરમાં કોલસા આધારિત ગેસીફાયરથી ચાલતા સિરામિક ઉદ્યોગને બંધ કરી દેવા માટે ગ્રીન ટ્રબ્યુલનો ચૂકાદો આવ્યો હતો. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા કોલગેસથી પ્રદૂષણ વધતું હોવાથી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ પ્રકારના કોલગેસ વાપરવા પર પ્રતિબંધ મૂકયો હતો. અગાઉ કોલગેસની મંજુરી મળી હતી તે હવે બંધ કરવાનો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે આદેશ આપ્યો હતો. જેની સામે મોરબીના ઉગ્યોગો દેશની સર્વોચ્ચ અદાલતમાં ગયા હતા. તે કેસ સુપ્રિમ કોર્ટે ડીસ્પોઝ કરી દીધો છે. મોરબીમાં પેટા ચૂંટણીમાં ભાજપને જીતાડી દીધાને થોડા દિવસ થયા છે ત્યાં મોરબીનો કેસ ડિસ્પોઝ કર્યો છે. ઓર્ડરની નકલ વાંચો અહીં …. order radhe મોરબીના સિરામિક ઉદ્યોગકારો પર…
ગાંધીનગર, 23 નવેમ્બર 2020 ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે. 15 કિલો મગફળીના તેલનો ભાવ રૂ.2500 આસપાસ રહે છે. વાવેતર 2020-21ના ચોમાસામાં મગફાળીનું જંગી વાવેતર થયું હતું. સરેરાશ 15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર સામે એકાએક વધીને 20.65 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. સરેરાશ કરતાં 134.11 ટકાનો વાવેતરમાં વધારો થયો હતો. કૃષિ વિભાગનો અંદાજ 2020માં…
અમદાવાદ, 22 નવેમ્બર 2020 ગુજરાત માહિતી આયોગના ચુકાદામાં રાજ્ય સરકારની અમદાવાદમાં ડ્રાઈવઈન રોડ પર આવેલી મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનાં ગોટાળા બહાર આવ્યાં છે. વારંવાર ચેતવણી અપાયા છતાં એમએસડબલ્યૂ અંગે યુનિવર્સિટીના આદેશોનું પાલન નહીં કરવા બદલ એમજીએલઆઈને ગંભીર ઠપકો અપાયો છે. જોડાણ આપવામાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યા જવાબદાર ઠરી શકે તેમ હોવાથી રાજ્યપાલે તપાસ કરવી જોઈએ એવું ગુજરાત વિશ્વ વર્તુળો માની રહ્યા છે. જાહેર માહિતી અધિકારીને અગાઉ અનેક વખત દંડ થઇ ચૂક્યા છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) અને ગુજરાતની બબ્બે યુનિવર્સિટીઓના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને છેલ્લા દાયકાથી માસ્ટર્સ ઓફ સોશિયલ વર્ક (એમએસડબલ્યૂ)નો અભ્યાસક્રમ ચલાવતી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ…
દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ 6 કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના 218 દેશોમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 5 લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે 8889 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં 28 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં 3,25,711 કોરોનાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને 11,406 લોકો મોત થયા છે. જ્યારે 2 લાખ 60 હજાર 398 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ઓટારિયોના પ્રીમિયર ડૌગ ફોર્ડએ શનિવારે જાહેરાત કરી હતી કે, કોરોના સંક્રમણ વધતા ટોરોન્ટો શહેરમાં 28 દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે. સરકારે જીમ, સલૂન…
ગોવા પોતાના સમુદ્રના કિનારોની ખૂબસૂરતી માટે જાણિતું છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. પરંતુ હવે અહીં મસ્તી ભારે પડી શકે છે. ગોવાના બીચો ઉપર ઝેરી જેલીફિશનો આંતક વધી ગયો છે. બે દિવસોમાં 90 લોકોને જેલીફિશે ડંખ માર્યા હોવાની ઘટનાઓ બની છે. છેલ્લા બે દિવસમાં ગોવાના કેલંગ્યૂટ બીચ ઉપર જેલીફિશનો શિકાર થયેલા 55થી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે કેન્ડોલિમ બીચ ઉપર આ ઝેરી માછલીએ 10 લોકોને ડંખ માર્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગોવામાં પણ 25થી વધારે મામલા સામે આવ્યા છે. જેમાં ઝેરી જેલીફિશનો શિકાર થયેલા લોકોના પ્રાતણિક ઉપચારની જરૂરત પડી છે. જેલીફિશના સંપર્કમાં આવવાથી શરીરમાં દુઃખાવો હોય છે. જે…
18 નવેમ્બરના રોજ દિલ્હી સરકારે એક બંધ કારમાં એકલા ડ્રાઇવિંગ કરતી વખતે માસ્ક લાગુ ન કરવા બદલ 500 રૂપિયા દંડને પડકારતી અરજી પર આ સોગંદનામું આપ્યું હતું. દિલ્હી સરકારે હાઈકોર્ટમાં પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે, કારને ખાનગી વાહન ગણાવીને રસ્તા પર માસ્ક લગાવવાનું ટાળી શકાય નહીં. અરજદારે 10 લાખ રૂપિયાનું વળતર માંગ્યું હતું. દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટના વકીલ સૌરવ શર્મા દ્વારા દાખલ કરેલી અરજી પર આ સોગંદનામું આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, 9 સપ્ટેમ્બરના રોજ ચાલતા વાહનને રોકી દેવામાં આવ્યું હતું અને તેમણે દંડ ફટકારી ચલણ આપવામાં આવ્યું હતું ત્યારે તે એકલા પોતાની કારમાં ઘરેથી ઓફિસ જઈ રહ્યા…
ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે જણાવ્યુ કે હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્રના પહેલા જથ્થાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહ્યુ છે. શનિવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. જી સતીશ રેડ્ડી અને DRDOના અધ્યક્ષે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે એક સમારોહમાં આને લીલી ઝંડી બતાવીને રવાના કર્યુ. GPSએ લક્ષ્ય શોધનાર વરુણાસ્ત્ર નામનું આ સબમરીન રોધી ટૉરપીડો GPSની મદદથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. એક ટનથી વધારે વજનનું વરુણાસ્ત્ર પોતાની સાથે…