રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બીજા ક્વાર્ટરમાં જિયોની આવક 17,380 કરોડ રૂપિયા રહી છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9,567 કરોડ રૂપિયા થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને એક નોટિસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 11,262 કરોડ રૂપિયા છે. વર્ષ 2020-21ના…
કવિ: Karan Parmar
અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી આ વખતે ભારે રસાકસીભરી છે.રિપબ્લિકન તથા ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવારો તથા તેમના સમર્થકો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.જેમાં અમુક સમયે વિવેક પણ ચૂકાઈ જતો જોવા મળ્યો છે. આ બધા વચ્ચે પરિણામને દિવસે સંઘર્ષ કે અથડામણ થવાની ભીતિ સર્જાશે તેવા એંધાણ મળી રહ્યા છે.જે મુજબ હથિયારોના વેચાણ કરતી વોલમાર્ટ કંપનીમાં રિવોલ્વરના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.આથી અથડામણના ભયને ધ્યાને લઇ કંપનીએ રિવોલ્વર વેચાણમાં બ્રેક મારવાની ફરજ પડી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આત્મનિર્ભરની દિશમાં વધુ એક પગલુ આગળ વધારતા ભારતીય સેનાએ હવે ખુદની મેસેજિંગ એપ્લીકેશન તૈયાર કરી છે. આર્મીએ આ એપનું નામ ‘સિક્યોર એપ્લીકેશન ફોન ઈંટરનેટ’ રાખ્યુ છે. આ એપ વોઈસ, ટેક્સ્ટ અને વીડિયો કોલિંગની સુવિધા એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનની સાથે આપે છે. આ એપ એન્ડ્રોયડ પ્લેટફોર્મ માટે જ તૈયાર કરવામાં આવ્યુ છે. રક્ષા મંત્રલયે આ વિશે જાણકારી આપી છે. શા માટે ખાસ છે SAI એપ રક્ષા મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, મેસેજિંગ એપ્લીકેશનની આ મોડલ WhatsApp, ટેલિગ્રામ, SAMVAD અને GIMS જેવી જ છે. તેમાં એન્ડ-ટૂ-એન્ડ એનક્રિપ્ળન મેસેજિંગ પ્રોટોકોલને અપનાવવામાં આવ્યુ છે. સુરક્ષાના કેસમાં આ એપ્લીકેશન ખૂબ જ શાનદાર છે કારણ…
ઘણી વખત આપણે ઘરની બહાર હોય તો અને અમારા ફોનની બેટરી ખત્મ થવા લાગે છે તો અમે જલ્દબાજીમાં પબ્લિક પ્લેસ પર લાગેલ ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ કરવા લાગે છે. એ કેટલુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનો તમને અંદાજ પણ નહી હોય. ખરેખર આ ચાર્જિંગ પોઈન્ટ્સ પર હેકર્સની નજર હોય છે. આ તમારા ફોનનો ડેટા લીક કરી લે છે અને તમને તેના વિશે જાણ પણ થઈ શકતી નથી. હેકર્સ આ રીતે બનાવે છે શિકાર પબ્લિક પ્લેસ જેવા રેલવે સ્ટેશન, બસ સ્ટોપ, મોલ વગેરે પર આ પ્રકારના ચાર્જિંગ પોઈન્ટસ ઘણી વખત તમને લાગેલા મળશે. હેકર્સ આવા ચાર્જિંગ પોઈન્ટ પર પોતાનો શિકાર…
જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને રોમાંચક દ્રશ્યોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું હતું. હાલમાં પણ અક્ષય કુમારના ટ્રાન્સજેન્ડર પાત્રની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ અગાઉ જ મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિલીઝના માત્ર 10 દિવસ પહેલા જ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું શિર્ષક બદલવાનો નિર્ણય રાઘવ લોરેન્સ દિગ્દર્શિત ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઈ હતી અને સ્ક્રીનિંગ બાદ નિર્માતાઓએ સીબીએફસી સાથે તેની ચર્ચા કરી હતી. પ્રેક્ષકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અને તેનો આદર રાખીને ફિલ્મના નિર્માતાઓ શબીના ખાન,…
દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધી ગયાના અહેવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના આંકને વટાવી ગયો હતો. પર્યાવરણવાદીઓએ દાવો કર્યો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આજે શુક્રવારે સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું. વિઝિબિલિટી ઘટી ઘઇ હતી અને વાહન ચાલકો તેમજ પગે ચાલનારા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતા હતા. આનંદ વિહાર, જહાંગીરપુરા, બવાના, નરેલા, પંજાબી બાગ, પડપડગંજ, રોહિણી અને વઝીરપુરમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 380ના આંકડાને વટાવી ગયો હતો. વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા…
ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાંની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ એક શાંત રાજ્ય છે. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. તેમણે પોલીસને કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. ઇન્ડિયન પીનલ કૉડની 188મી કલમ લાગુ પાડીને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. https://twitter.com/ChouhanShivraj/status/1322045489915654144 કમલનાથને કહેવાનું કે દાગ…
boAT કંપનીએ Boat Storm નામની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. બોટ સ્ટોર્મમાં 24/7 હાર્ટ રેટ મોનિટર ઉપરાંત બ્લડ ઓક્સિજન મોનિટર(SPO2) પણ છે.બ્લડ ઓક્સિજન મોનિટર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Boat Storm સૌથી સસ્તી સ્માર્ટવોચ છે. ફ્લિપકાર્ટ અને બોટની વેબસાઇટ પરથી 29 ઓક્ટોબરથી બોટ સ્ટોર્મનું વેચાણ શરુ થશે.આ ઓફર હેઠળ બોટ સ્ટોર્મ સ્માર્ટવોચ ફક્ત 1,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની ઓરિજનલ કિંમત 5,990 રૂપિયા છે. બોટ સ્ટોર્મના ફિચર્સ આ સ્માર્વોચમાં નવ સ્પોર્ટ્સ મોડ્સ અને 100થી વધુ વોચ ફેસીસ આપવામાં આવ્યા છે.વોચની બોડી મેટલની બનેલી છે.વોચ બ્લેક અને બ્લુ કલર ઓપ્શનમાં મળશે, તેનો બેલ્ટ સિલિકોનનો છે જે આસાનીથી ચેન્જ કરી શકાય છે.વોચમાં…
ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે. ચાઇનીઝ કંપની શાઓમી પાછળ રહી ગઈ ટેક સાઇટ બિઝનેસ ઇનસાઇટના અહેવાલ મુજબ સેમસંગે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય માર્કેટમાં જોરદાર કમબેક કર્યું છે. ભારતના 24 ટકા મોબાઇલ માર્કેટમાં હવે સેમસંગનો કબ્જો છે. જ્યારે શાઓમી (xiaomi) કંપની બીજા સ્થાને આવી છે. ચીની…
પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો, અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ ચૂંટણી સ્વમાન અને અભિમાનની છે. તેણે વધુમાં જણાવ્યું કે મારા પિતાજી ભરતભાઈ આવીને કહે કે ભાજપને મત આપજો, તો પણ ના આપતા, કાઢી મૂકજો તેમને. તેણે પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા અક્ષય પટેલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અક્ષયભાઈએ…