દિવાળી પહેલા અમદાવાદ ફાયર વિભાગએ તૈયારીઓ શરૂ કરી છે. ફટાકડાના કારણે આગ ન લાગે તેના માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. ઇમરજન્સીના સમયમાં માત્ર ફાયર કર્મચારીઓને રજા મળશે. તો વળી બીજી બાજુ ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. ફાયર વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ્દ ચાલુ વર્ષે ઔદ્યોગિક એકમોની આસપાસના વિસ્તારોમાં ફટાકડાથી આગ ન લાગે તે માટે કાળજી રાખવા આયોજન કરાયું. તો રહેણાંક વિસ્તારની આસપાસમાં આગ લાગે તો ફાયરવિભાગના તમામ વાહનોને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા સેનીટાઈઝરનો ઉપયોગ કરી ફટાકડા ન ફોડવાની સૂચના આપવામાં આવી છે.
કવિ: Karan Parmar
નાણાં મંત્રી આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરી આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, 1 ઓક્ટોબર, 2020થી જૂન 2021 સુધીના સમયગાળા દરમિયાન કાર્યરત છે, જેથી COVID રિકવરીના તબક્કા દરમિયાન રોજગારીની નવી તકોનું સર્જન કરવા માટે પ્રોત્સાહન મળશે. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના 31 માર્ચ, 2021 સુધી લંબાવવામાં આવી હતી. ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 2.0 26 તણાવગ્રસ્ત ક્ષેત્રોને ગેરન્ટેડ ક્રેડિટ માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 2.0 લોન્ચ કરાઈ. ECLGS 2.0 હેઠળ વધારાની ક્રેડિટ 5 વર્ષ રહેશે, જેમાં મુખ્ય ચૂકવણી પર 1 વર્ષના મોરેટોરિયમનો સમાવેશ થાય છે. ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન યોજના ભારતની ઉત્પાદન ક્ષમતાઓ વધારવા અને નિકાસ વધારવા માટે 10 મુખ્ય…
અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કાપડ પ્રોસેસ યુનિટો છે. જેમની સામે કોઈ પગલાં ભરાયા નથી. મોટાભાગની ફેકટરીઓ ગેરકાયદે ચાલે છે. રીઝર્વ પ્લોટ પર ચાલે છે. નારોલ અને તેની આસપાસના 3 કિલોમીટર વિસ્તારની ત્રિજયામાં સેંકડો ફેકટરીઓ છે જેમાં 10 ટકા ફેકટરીઓમાં ફાયર એનઓસી છે. આ વિસ્તારમાં દર વરસે 25થી 30 આગના બનાવો બને…
હારૂન ઈન્ડિયા અને એલ્ડગિવ દ્વારા ભારતીય દાતાર ઉદ્યોગપતિનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં ગુજરાતના પાંચ ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ થયો હતો. ભારતમાંથી તો સૌથી વધુ ડોનેશન અજિમ પ્રેમજીએ આપ્યું છે, પરંતુ ગુજરાતમાંથી સૌથી વધુ ડોનેશન ગૌતમ અદાણીના નામે છે. અદાણીએ વર્ષ 2019-20 દરમિયાન 88 કરોડ રૂપિયા ડોનેશન આપ્યું હતું. બીજા ક્રમે ટોરેન્ટ હેલ્થકેરના સુધીર મહેતા અને સમિર મહેતા છે. તેમનું સંયુક્ત દાન રૂપિયા ૮૧ કરોડ છે. ગુજરાતના પાંચેય ઉદ્યોગપતિઓએ મળીને કુલ ૧૯૯ કરોડનું દાન કર્યું હતું. અહીં ગુજરાતી દાનવીરો અને કુલ દાનવીરોના લિસ્ટમાં તેઓ ક્યા ક્રમે છે, તે વિગત આપી છે. ગુજરાતના પાંચ પૈકી બે ઉદ્યોગપતિઓએ શિક્ષણ, બે ઉદ્યોગપતિઓએ…
Whatsapp સમયાંતરે તેના યુઝર્સ માટે કેટલીક નવી સુવિધાઓ લાવતું રહે છે. તાજેતરમાં, લાંબી પ્રતીક્ષા પછી વોટ્સએપે ડિજિટલ પેમેન્ટ સર્વિસ શરૂ કરી છે. વોટ્સએપે તેના 40 કરોડ યુઝર બેઝમાંથી બે કરોડ ગ્રાહકો માટે આ સેવા શરૂ કરી છે. જો તમે પણ એવા લોકોમાં છો કે જેમની ડિજિટલ પેમેન્ટ સર્વિસ WhatsApp પર શરૂ થઈ છે, તો અમે તમને કેટલીક બાબતો જણાવીશું જે તમારે જાણવાની જરૂર છે. જો તમે WhatsApp દ્વારા પેમેન્ટ્સ કરવા જઇ રહ્યા છો, તો ચોક્કસપણે આ બાબતો જાણી લો. તમારો Whatsapp નંબર બેંક એકાઉન્ટ સાથે લિંક્ડ હોય જો તમે Whatsapp દ્વારા પેમેન્ટ માટે તૈયાર છો, તો પહેલા તમારે બેંક એકાઉન્ટ…
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ નિષ્ઠુર બનીને વેરો વસૂલવા નોટિસો ફટકારી રહ્યાં છે. ઓગસ્ટથી સ્થિતી ખરાબ એડવાન્સ ટેકસ યોજના હેઠળ 30 ટકાની છૂટ અમદાવાદ મહાનગર પાલિકાએ આપી હતી. છતાં તિજોરીમાં જૂનમાં રૂ.239.03 કરોડ, જુલાઇમાં રૂ.226.78 કરોડ અને ઓગસ્ટમાં રૂ.71.79 કરોડની જ આવક…
ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વાહનોના વેચાણમાં જે રીતે ઉછાળો જોવા મળ્યો હતો, તે જોતાં એવી અપેક્ષા હતી કે ઓક્ટોબરમાં પણ વેચાણમાં ઉછાળો જોવા મળશે. કારણ કે ઓક્ટોબરમાં ઉત્સવની સિઝનની શરૂઆત સાથે વેચાણમાં વધારો થવાની ધારણા હતી. પરંતુ છેલ્લા મહિનામાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો થયો છે. એકમાત્ર અને એકમાત્ર પેસેન્જર વ્હિકલ સેગમેન્ટમાં કેટલીક ઓટો કંપનીઓએ ગયા મહિને વેચાણના સારા આંકડા ઓફર કર્યા છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઇ, ટાટા મોટર્સ અને કિયા મોટર્સની કાર સારી વેચાઇ છે. જ્યારે અન્ય કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (એફએડીએ) ના અનુસાર, ઓક્ટોબરમાં પેસેન્જર કારના વેચાણમાં 8.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. એફએડીએના આંકડા મુજબ,…
કેદી સુધારણા અને કલ્યાણ ના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા નીત નવી પહેલો આદરવામાં આવી રહી છે.તાજેતરમાં જ જેલની પાછળના ભાગે આવેલી જેલ માલિકીની જગ્યા જે ખેતી માટે વપરાય છે,ત્યાં ટપક સિંચાઇની સુવિધા કરીને કેદી બંધુઓની મદદ થી પાણી બચાવતી અને જમીન સુધારતી સિંચિત ખેતી શરૂ કરવામાં આવી હતી. હવે તેમાં વધુ આગેકદમ ના રૂપમાં શુદ્ધ અને સાત્વિક સેન્દ્રીય( ઓર્ગેનિક) ખેતી શરૂ કરવામાં આવી છે. આ અંગે જાણકારી આપતાં જેલ અધિક્ષક બળદેવ વાઘેલા એ જણાવ્યું કે જેલ વાડીમાં પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ જન્ય સુકો જૈવિક કચરો ભેગો થાય છે. તેમાં છાણ નું મિશ્રણ કરીને કંપોસ્ટ ખાતર એટલે કે સેન્દ્રીય ખાતર બનાવવામાં…
બંને દેશો અને ખાસ કરીને બંને સેનાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસોના ભાગરૂપે ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીને 20 સંપૂર્ણ તાલીમ બદ્ધ લશ્કરી ઘોડાઓ અને 10 લેન્ડમાઇન ડિટેક્શન ડોગ્સ ની ભેટ આપી હતી. આ ઘોડાઓ અને કૂતરાઓને ભારતીય સેનાની રિમાઉન્ટ એન્ડ વેટરનરી કોર્પ્સ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. ભારતીય સેનાએ બાંગ્લાદેશ આર્મીના જવાનોને આ નિષ્ણાત કૂતરાઓ અને ઘોડાઓને તાલીમ આપવા અને સંભાળવાની તાલીમ પણ આપી છે. ભારતીય સેનાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ બ્રહ્માસ્ત્ર કોર્પ્સના ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ નરેન્દ્રસિંહ ખારુડે કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશ આર્મીના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ મેજર જનરલ મોહમ્મદ હુમાયુ કબીરે કર્યું હતું, જેઓ જેસોરમાં ડિવિઝનનો કમાન સંભાળી રહ્યા…
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) દ્વારા સમર્થિત ઘણા સ્ટાર્ટ-અપ્સ અનેક ઉપકરણોના માધ્યમથી રસ્તો બતાવી રહ્યા છે. તેમાં સ્ટેથોસ્કોપનો સમાવેશ થાય છે જેનો ઉપયોગ ડૉક્ટરો દર્દીને સ્પર્શ કર્યા વિના કરી શકે છે. જેમાં ઓક્સિજન કોન્સિટર્સનો સમાવેશ થાય છે જે હોસ્પિટલોમાં જ ઓક્સિજન પેદા કરવામાં મદદ કરી શકે છે. તેમાં પોર્ટેબલ અને એપ્લિકેશન-કન્ટ્રોલ્ડ IOT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) આધારિત વેન્ટિલેટર સિસ્ટમનો સમાવેશ થાય છે. ઘણા ભારતીય તબીબી ઉપકરણ ઉત્પાદકો અને સ્વદેશી ઓટોમેશન કંપનીઓએ આ મહામારીને પડકાર તરીકે સ્વીકારી હતી અને સંપર્કમાં આવ્યા વિના દર્દીઓની સારવાર અને દેખરેખ માટે વેન્ટિલેટર, પોર્ટેબલ શ્વસન સહાય અથવા ઉપકરણોની નવીન ડિઝાઇન રજૂ કરી હતી. 1. ડિજિટલ સ્ટેથોસ્કોપ વર્ષ…