દિલ્હી 17 સપ્ટે 2020 દેશમાં કૃષિ સુધારણા માટેના બે મહત્વપૂર્ણ બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે. આ છે “ખેડૂત પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સરળતા) બિલ, 2020” અને “ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ પર ભાવ ખાતરી અને કરાર બિલ, 2020”. આ બિલ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પ્રધાન શ્રી નરેન્દ્રસિંહ તોમારે જણાવ્યું હતું કે આ દ્વારા હવે ખેડૂતોને કાયદાકીય પ્રતિબંધોથી મુક્તિ મળશે, જ્યારે તેઓએ સ્પષ્ટ કર્યું છે કે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) સ્ટેટ્સ એક્ટ હેઠળ કાર્યરત મંડીઓને પણ જાળવી રાખવામાં આવશે અને રાજ્ય સરકારો મુજબ કાર્યરત રહેશે. શ્રી તોમારે કહ્યું હતું…
કવિ: Karan Parmar
રૂ.229 કરોડની પાણી યોજના સરકારે બનાવવાની શરૂ કરી છે. 150 લિટર પાણી આપવામાં આવશે. ગાંધીનગર માં ઘરે ઘરે વોટર મીટર પણ લગાવવા માં આવશે. 30 વર્ષ પહેલાં ગુજરાતમાં પાણીની કારમી તંગી હતી. પરંતુ છેલ્લા બે દાયકામાં ગુજરાત વોટર ડેફિસિટ માંથી વૉટર સરપ્લસ સ્ટેટ બની ગયું છે. નીતિ આયોગે પણ બેસ્ટ કમ્પોઝિટ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. ગુજરાત જળ સંચયમાં આદર્શ સાબિત થયું છે. એવો મુખ્ય પ્રધાન દાવો કરી રહ્યાં છે. કેન્દ્ર સરકારે 2024 સુધીમાં દેશમાં દરેક પરિવારને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવા નલ સે જલ યોજના શરૂ કરી છે. ગુજરાત 2 વર્ષ વહેલાં 2022 સુધીમાં દરેકના…
નર્મદા બંધના કેચમેન્ટ વિસ્તારમાં આ વર્ષે વરસાદ ઓછો થવાથી બંધમાં જળ આવક ઓછી રહી. ગયા વર્ષે 34 હજાર mcm આવક થઇ હતી તેની સામે આ વર્ષે લગભગ અડધી 17 હજાર mcm જેટલી પાણીની આવક થઇ. હાલમાં 587 કરોડ ઘન મીટર જેટલો જળ સંગ્રહ છે. 10 લાખથી વધુ ખેડૂતોને અને 14 લાખ હેકટર વિસ્તારને સિંચાઇનો લાભ મળશે. બંધથી છેક 750 કિમી દૂરના વિસ્તારો સુધી પાણીનો લાભ આપી શકાશે. 7 મહાનગર પાલિકાઓ, 165 શહેરો અને 9 હજાર થી વધુ ગામોને પીવાનું પાણી મળશે. 3.32 કરોડ મિલિયન યુનિટ વીજળી પેદા કરવામાં આવી રહી છે. જેની કિંમત રૂ.13.25 કરોડ થાય છે. બંધ ઇજનેરીની અદભૂત…
ગુજરાત યુનિવર્સિટીએ 17 સપ્ટેમ્બર 2020એ જાહેર કરેલા બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યૂનિકેશનના બીજા સેમેસ્ટરના પરિણામમાં પ્રથમ 10માંથી 10 રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસની “ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને કમ્યૂનિકેશન (આઈજેસી)નાં જાહેર થયા હતા. આઈજેસીનું પરિણામ 100% આવ્યું છે. પહેલા સેમેસ્ટરમાં પણ પ્રથમ દસ રેન્કમાં આઇજેસીનાં જ અગિયાર વિદ્યાર્થી આવ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ દસ ક્રમે આવેલાં વિદ્યાર્થીઓનાં નામ અને એમના એસજીપીએ : આચાર્ય અક્ષય ધર્મેન્દ્ર , ભીંડે વૈદેહી ચંદ્રકાંત, કૃપલાની ખુશી નાનક , ગાલા આશિષ જયેશ , પંચોળી રુદ્રી પ્રેમલભાઈ , દહાણુકર સિદ્ધિ સંજય , શેખ કૈફ કૈસર હસીબ અહશાન, પટેલ દ્રષ્ટિ મુકેશભાઈ, પટેલ આહના ઉન્મેશ લાલાની રોનક સદરુદ્દીન. ઇન્સ્ટિટ્યૂટના…
રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે અદ્યતન ક્ષમતાઓવાળા 32 પૃથ્વી નિરીક્ષણ સેન્સર છે, જે હાલમાં ભ્રમણકક્ષામાં છે, જે અવકાશ આધારિત માહિતી પ્રદાન કરે છે. જાન્યુઆરી 2018 થી પાંચ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો અને પાંચ સંદેશાવ્યવહાર પેલોડ્સનો અહેસાસ થયો. બધી મોટી આપત્તિ ઘટનાઓ માટે માહિતી સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2020 થી પૂર, ચક્રવાત અને જંગલની આગ આવી છે. એપ્રિલ 2020 થી આશરે 2,51,000 મૂલ્ય વર્ધિત ડેટા ઉત્પાદનો વપરાશકર્તાઓને ફેલાવવામાં આવી છે. મૂલ્ય વર્ધિત ઉત્પાદનોમાં ભૌગોલિક અને દૂરસ્થ સંવેદના ડેટા ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે હવામાનશાસ્ત્ર, સમુદ્રવિજ્ographyાન અને લેન્ડ રિમોટ સેન્સિંગ સેટેલાઇટના ડેટાનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે. ઇસરો દ્વારા શરૂ…
અમદાવાદ, AMTS – લાલ બસ 100 ટકા પેમેન્ટ પેટે માસિક રૂ. 13 કરોડ ચુકવવામાં આવશે. દૈનિક આવકમાં રૂ. 18.50 લાખનો નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોકમાં બસ સેવા શરૂ થઈ તે સમયથી જ દૈનિક સરેરાશ રૂ.19 લાખનું નુકશાન વકરામાં થઈ રહયુ છે. 1 જુનથી 9 સપ્ટેમ્બર સુધી વકરા પેટે રૂ.21 કરોડનું નુકશાન થઈ ચુકયુ છે 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલ 100 ટકા બસ સેવામાં પણ દૈનિક વકરામાં રૂ. 18 લાખનું નુકશાન થશે. જયારે કોન્ટ્રાકટરોને 100 ટકા પેમેન્ટ આપવામાં આવશે. 10 સપ્ટેમ્બરથી 30 દિવસ માટે દૈનિક સરેરાશ આવક રૂ. 7 લાખ લેખે ગણત્રી કરવામાં આવે તો કુલ આવક રૂ. 2.10 કરોડ થશે. જેની…
અમદાવાદ, વૈષ્ણવદેવી ઓવરહેડ ટાંકીથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર શાંતીપુરા સર્કલ સરખેજ સુધી 130.91 કરોડના જુદા જુદા વ્યાસની એમ. એસ. ટ્રંક મેઇન્સ પાણીની લાઇન નાંખવાનું કામ શરૂ કરવામાં આવ્યુ છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ઝોનના સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ, ભાડજ , હેબતપુ૨, શીલજ વગેરે વિસ્તારોમાં હાલમાં બોર વેલ દ્વારા પાણી પુરું પાડવામાં આવે છે. જયારે દક્ષિણ પશ્ચિમઝોનનાં જોધપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડમાં આવેલ છેવાડાના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં ઓછું પાણી મળવાની ફરીયાદો આવતી હતી. જેથી સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલ ઓગણજ , ભાડજ, હેબતપુર, શીલજ વગેરે વિસ્તારોમાં તથા જોધપુર, સરખેજ અને મકતમપુરા વોર્ડના વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું…
અમદાવાદ શહેરમાં કોરોનાના કહેર વચ્ચે વધુ એક વખત ગરીબ-શ્રમજીવી વર્ગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. મ્યુનિ.સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચાની કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. તંત્રની સદર કાર્યવાહીના કારણે કેસ વધી રહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના કારણોસર ચાની કીટલીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ રાજ્ય સરકારની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું ન હોવાથી ૩૨ કીટલીઓને સીલ લગાવવામાં આવ્યા છે. જ્યારે ૧૧૨૪ ચાની કીટલી સ્વયંભૂ બંધ થઈ હતી. મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગે આ પહેલા પાનના ગલ્લા સામે પણ કાર્યવાહી કરી હતી. જ્યારે ઉચ્ચ અધિકારીઓએ ગલ્લા પાસે અન્ય કોઈ વ્યક્તિ થૂંકતા ઝડપાય…
અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા – અમપા – દ્વારા છેલ્લા કેટલાંક દિવસોથી ખાડા કૌભાંડ ચાલી રહ્યું છે. ચોમાસાની સીઝન દરમ્યાન પરંપરાગત રીતે રોડના ધોવાણ થયા બાદ નાગરીકોને થતી હાલાકી નિવારવા માટે 14 ઓગસ્ટ 14 સપ્ટેમ્બર ખાડા પુરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 હજાર ખાડા પૂરવામાં આવ્યા હતા. સ્માર્ટસીટી અમદાવાદમાં મનપાની ચૂંટણી પહેલા ખાડા પૂરવા અને રીસરફેસીંગ કરીને “ખાડા મુક્ત અમદાવાદ”નું અભિયાન શરૂ કર્યું છે. જે હાલ પણ ચાલી રહ્યું છે. શહેરના ખાડા પૂરવા માટે કોલ્ડમીલ, વેટમીલ અને હોટમીલની સાથે સાથે જેટ પેવરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મ્યુનિ. ઈજનેર વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ 14 ઓગસ્ટથી 09 સપ્ટેમ્બર સુધી…
સુરતમાં ભાજપના ધારાસભ્ય, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપના અગ્રણીઓ સહિત 17 લોકો સામે સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા નાણામાં ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે 17 લોકો સામે ગુનો દાખલ કરવા કોંગ્રેસના નેતાએ પોલીસને અરજી કરી છે. રિપોર્ટ અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2015ના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મુક્તિધામ હિન્દુ સ્મશાન ભૂમિનું ભૂમિપૂજન થયુ હતું. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ફાળવવામાં આવેલા પૈસામાં ગેરરીતિ થયાનો આક્ષેપ કોંગ્રેસના નેતા નીતિન ભરૂચા દ્વારા કરવામાં આવ્યો છે. નીતિન ભરૂચાએ એડવોકેટ ઝમીર શેખ મારફતે પોલીસ કમિશનરને આ બાબતે અરજી કરી હતી. આ સમગ્ર મામલે સુરતના…