કવિ: Karan Parmar

અમદાવાદ શહેરમાં 2018થી ટ્રાફિકના નિયમો તોડતા કેમેરામાં ઝડપાયેલાં લોકોનાં ઈ-મેમો ઘરે મોકલવામાં આવે છે, પરંતુ અમદાવાદીઓએ હજુય 17 લાખ ઈ-મેમો ભર્યા જ નથી. છેલ્લા એક વર્ષમાં અમદાવાદના 111 જેટલા ટ્રાફિક જંક્શ પર લાગેલા કેમેરા દ્વારા કુલ 26.3 લાખ ઈ-મેમો જનરેટ થયા હતા. જેમાંથી 8.9 લાખ મેમોનો 18.5 કરોડ જેટલો દંડ ભરાયો હતો. જ્યારે, 17.4 લાખ જેટલા ના ભરાયેલા મેમોના દંડની રકમ 40.3 કરોડ રુપિયા જેટલી થવા જાય છે. અમદાવાદીઓનું આ મામલે વર્તન સમજવા માટે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી હૈદરાબાદ અને દિલ્હી સ્થિત ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. જેમાં 26.3 લાખ જેટલા ઈ-મેમોનું એનાલિસિસ કરાયું હતું.…

Read More

કેરેબિયન પ્રીમિયર લીગમાં વર્તમાન 2020 સિઝનનો ચેમ્પિયન મળી ગયો છે. શાહરૂખ ખાનની માલિકીવાળી ત્રિનબાગો નાઈટ રાઈડર્સે પ્રીતિ ઝિન્ટાની સેન્ટ લૂસિયા જૉક્સને 8 વિકેટથી હરાવી દીધી છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં સેન્ટ લૂસિયાએ 154 રન બનાવ્યા હતા જે ત્રિનબાગો નાઈટ રાઈડર્સે 18.1 ઓવર્સમાં 2 વિકેટ ગુમાવી 157 રન બનાવી હાસલ કરી લીધો હતો. આ રીતે ત્રિનબાગોની ટીમ ચોથી વખત CPLનું ટાઈટલ જીતવામાં સફળ રહી. ત્રિનબાગો નાઈટ રાઈટર્સની આ જીતમાં કેપ્ટન કિરોન પોલાર્ડનું મહત્વનું યોગદાન રહ્યું જેણે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટો ઝડપી. ત્યારબાદ લેન્ડલ સિમન્સ અને ડેરેન બ્રાવોએ પણ મહત્વની ભૂમિકા ભજવી. સિમન્સ 49 બોલમાં અણનમ 84 રનની ઈનિંગ્સ…

Read More

કોરોનાના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અનેક વખત વિવાદમાં આવી ચૂક્યું છે. હવે ફરીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવાદમાં સપડાયું હોય તેમ લાગી રહ્યું છે. શ્યામલ ચાર રસ્તા નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે મોડી સાંજે 7 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવા માટેની જાણ કરતાં જ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનો આરોપ છે કે હૉસ્પિટલના સત્તાધીશોઓ અમને ફોન કરીને જાણ કરી હતી કે હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી ગયો હોવાથી તેમના સગાને અન્ય હૉસ્પિટલમાં સારવાર માટે લઇ જવા પડશે. આ અંગે હોસ્પિટલના સત્તાધીશો કેમેરા સામે કશું જ કહેવાનું ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના…

Read More

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં માસ્ક ન પહેરેલા લોકોને પેટ્રોલ-ડીઝલ અને કરિયાણું આપવામાં આવશે નહીં. કલેકટરે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. નિયમોનો અમલ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. આદેશ મુજબ ગુરુવારથી આ આદેશ સમગ્ર છત્તીસગઢ જિલ્લામાં લાગુ કરવામાં આવશે. કલેક્ટરના જણાવ્યા મુજબ, રાયપુરમાં સતત વધી રહેલા કોરોના કેસો હોવા છતાં, લોકો સાવચેતી લેતા ન હતા અને માસ્ક લગાવ્યા વિના ગીચ સ્થળોએ પહોંચતા હતા. જેના કારણે કોરોના ચેપનું જોખમ વધ્યું હતું. બુધવારે રાજ્યમાં 1209 નવા કોરોના કેસ મળી આવ્યા છે. આમાંથી 618 દર્દીઓ એકલા રાયપુરના છે. આ સાથે રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 24550 થઈ…

Read More

ભારતીય રેલ્વે હવે ડિસેમ્બર 2023 ના અંદાજિત સમયમર્યાદામાં પાંચ વર્ષના વિલંબ સાથે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ટોબર 2028 સુધી પૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા રાખે છે. સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી સુધારેલી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાપાની કંપનીઓ ઓછી ભાગીદારી જોઇ રહી છે, જ્યારે બોલી લગાવનારાઓ દ્વારા નક્કી કરેલા દરને કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે. ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મોરચે અટવાઈ ગયો છે. લગભગ પાંચ વર્ષના વિલંબથી ચારી રહ્યો છે. કદાચ તેનાથી પણ વધું વિલંબ થઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતો પોતાની જમીન આપી રહ્યા નથી, તેથી કામ અટકી ગયું છે. 2016 માં, મોદીએ જાપાનના વડા…

Read More

ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની  અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી આવે ત્યારે પ્રોજેક્ટના સપના 17 વર્ષોમાં તો અમદાવાદ, ધોલેરા, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી હોત. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મનમોહન સિંહની સરકારે અમદાવાદમાં મેટ્રો રેલ માટે નાણાં અને ટેકનોલોજી આપવાની ઓફર કરી હતી. પણ તે સ્વિકારી ન હતી અને બીઆરટીએસ…

Read More

ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત પ્રવાસન નિગમમાં નોંધાયેલા ઘર મહેમાન ઘરને સોલાર રૂફ ટોપ યોજનાનો થોડા લાભ અપાશે. ગુજરાતભરમાં 2014થી હોમ સ્ટે નીતિ બનાવી હોવા છતાં માંડ 100 હોમ સ્ટે હાલ આખા ગુજરાતમાં છે. 6 વર્ષમાં 100 ઘર નોંધાયા તે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ નિષ્ફળ હોવાનો આંકડો બતાવે છે. હવે રૂપાણી સ્વપ્નો બતાવે છે…

Read More

ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં  પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્રની આંતરાષ્ટ્રિય કિંમત રૂ.5 લાખ જેવી છે. આટલું મોટું ખર્ચ કર્યું હોવા છતાં તેનો ફાયદો ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતોને 2020ના ચોમાસામાં થયો નથી. ખેડૂતોને તો ખબર જ નથી તે તેના ખેતરમાં વરસાદ પડશે કે નહીં તેની આગાહી થઈ શકે છે. કેન્દ્ર સરકારના સ્વચાલિત હવામાન કેન્દ્ર…

Read More

એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂ. 30 અને કિસાન પરિવહન યોજનામાં ખેડૂતને રૂ.75 હજાર સુધી આપે છે. 1.16 લાખ ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ 8400 ખેડુતોને કિસાન પરિવહન યોજના સાથે રૂ.400 કરોડના લાભ આપેલા છે. આગામી 3 મહિનામાં 1.16 લાખ ખેતરમાં બનેલા ગોડાઉનમાં 2.32 લાખ ટન અનાજની સંગ્રહ શક્તિ ઊભી થશે. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી. સમયસર…

Read More

રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા ઉપાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ટ્રસ્ટના ખાતામાંથી લખનોની એક બેંકમાંથી ક્લોન ચેક દ્વારા 6 લાખ રૂપિયા ઉપાડી લેવાયાનો મામલો સામે આવ્યો છે. પહેલા…

Read More