જેની આતુરાપૂર્વક રાહ જોવાઈ રહી છે તે અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’નું ટ્રેલર ઓનલાઇન રિલીઝ થતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને રોમાંચક દ્રશ્યોથી પ્રેક્ષકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યું હતું. હાલમાં પણ અક્ષય કુમારના ટ્રાન્સજેન્ડર પાત્રની ખૂબ ચર્ચા થાય છે. પરંતુ આ ફિલ્મના રિલીઝના થોડા દિવસ અગાઉ જ મેકર્સે મોટો નિર્ણય લીધો છે. રિલીઝના માત્ર 10 દિવસ પહેલા જ ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું શિર્ષક બદલવાનો નિર્ણય રાઘવ લોરેન્સ દિગ્દર્શિત ફિલ્મ સેન્સર સર્ટિફિકેટ માટે ગઈ હતી અને સ્ક્રીનિંગ બાદ નિર્માતાઓએ સીબીએફસી સાથે તેની ચર્ચા કરી હતી. પ્રેક્ષકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને અને તેનો આદર રાખીને ફિલ્મના નિર્માતાઓ શબીના ખાન,…
કવિ: Karan Parmar
દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ અનહદ વધી ગયાના અહેવાલ છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ના આંકને વટાવી ગયો હતો. પર્યાવરણવાદીઓએ દાવો કર્યો હતો કે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું પ્રદૂષણનું પ્રમાણ એટલું બધું વધી ગયું હતું કે આજે શુક્રવારે સવારે સડકો પર ગાઢ ધૂમ્મસ જેવું પ્રદૂષણ હતું. વિઝિબિલિટી ઘટી ઘઇ હતી અને વાહન ચાલકો તેમજ પગે ચાલનારા શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરતા હતા. આનંદ વિહાર, જહાંગીરપુરા, બવાના, નરેલા, પંજાબી બાગ, પડપડગંજ, રોહિણી અને વઝીરપુરમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 380ના આંકડાને વટાવી ગયો હતો. વિવિધ વિસ્તારના એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા…
ઇસ્લામી આતંકવાદ સામે યુદ્ધ છેડવાની ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંની જાહેરાતના વિરોધમાં મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં સેંકડો મુસ્લિમોએ દેખાવો યોજ્યા હતા. આ પ્રસંગે મેક્રોંની છબી પર લાલ ચોકડી મારીને એમની વિરુદ્ધ સૂત્રો પોકારાયાં હતાં. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે જો કે રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘે તરત કડક પગલાંની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે મધ્ય પ્રદેશ એક શાંત રાજ્ય છે. અહીં કોઇ પ્રકારની આવી પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. તેમણે પોલીસને કડક હાથે કામ લેવાની તાકીદ કરી હતી. ઇન્ડિયન પીનલ કૉડની 188મી કલમ લાગુ પાડીને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. https://twitter.com/ChouhanShivraj/status/1322045489915654144 કમલનાથને કહેવાનું કે દાગ…
boAT કંપનીએ Boat Storm નામની પહેલી સ્માર્ટવોચ લોન્ચ કરી છે. બોટ સ્ટોર્મમાં 24/7 હાર્ટ રેટ મોનિટર ઉપરાંત બ્લડ ઓક્સિજન મોનિટર(SPO2) પણ છે.બ્લડ ઓક્સિજન મોનિટર સાથે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી Boat Storm સૌથી સસ્તી સ્માર્ટવોચ છે. ફ્લિપકાર્ટ અને બોટની વેબસાઇટ પરથી 29 ઓક્ટોબરથી બોટ સ્ટોર્મનું વેચાણ શરુ થશે.આ ઓફર હેઠળ બોટ સ્ટોર્મ સ્માર્ટવોચ ફક્ત 1,999 રૂપિયામાં ખરીદી શકાશે. જ્યારે તેની ઓરિજનલ કિંમત 5,990 રૂપિયા છે. બોટ સ્ટોર્મના ફિચર્સ આ સ્માર્વોચમાં નવ સ્પોર્ટ્સ મોડ્સ અને 100થી વધુ વોચ ફેસીસ આપવામાં આવ્યા છે.વોચની બોડી મેટલની બનેલી છે.વોચ બ્લેક અને બ્લુ કલર ઓપ્શનમાં મળશે, તેનો બેલ્ટ સિલિકોનનો છે જે આસાનીથી ચેન્જ કરી શકાય છે.વોચમાં…
ભારતીય માર્કેટમાં નંબર વન બનવા માટે મોબાઇલ કંપનીઓમાં જબરદસ્ત કોમ્પિટિશન ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ચાઇનીઝ મોબાઇલ કંપનીઓનું વર્ચસ્વ છે. પરંતુ આ વખતે ભારતમાં સાઉથ કોરિયન ટેક જાયન્ટ સેમસંગે ચાઇનીઝ કંપીનઓને પાછળ રાખીને નંબર વનનો તાજ પાછો મેળવ્યો છે. સેમસંગ(samsung) લગભગ બે વર્ષ પછી નંબર વન કંપની બની ગઈ છે. ભારતીય માર્કેટમાં સેમસંગે સૌથી વધુ હેન્ડસેટ્સ વેચ્યા છે. ચાઇનીઝ કંપની શાઓમી પાછળ રહી ગઈ ટેક સાઇટ બિઝનેસ ઇનસાઇટના અહેવાલ મુજબ સેમસંગે આ વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય માર્કેટમાં જોરદાર કમબેક કર્યું છે. ભારતના 24 ટકા મોબાઇલ માર્કેટમાં હવે સેમસંગનો કબ્જો છે. જ્યારે શાઓમી (xiaomi) કંપની બીજા સ્થાને આવી છે. ચીની…
પેટાચૂંટણીનો પ્રચાર હાલ ચરમસીમા પર છે ત્યારે ભાજપ કોંગ્રેસના નેતાઓ જીતના દાવા કરી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કરજણમાં ભાજપ પર આક્ષેપોની ઝડી વરસાવી હતી. હાર્દિક પટેલે સંબોધન કરતાં કહ્યું હતું કે, 2017માં સભા કરવા આવ્યો હતો ત્યારે મારી પર કેસ થયો હતો, અક્ષયભાઈ જે હાલ ભાજપના ઉમેદવાર બની ગયા છે તેમના લીધે કેસ સહન કર્યો હતો. આ ચૂંટણી સ્વમાન અને અભિમાનની છે. તેણે વધુમાં જણાવ્યું કે મારા પિતાજી ભરતભાઈ આવીને કહે કે ભાજપને મત આપજો, તો પણ ના આપતા, કાઢી મૂકજો તેમને. તેણે પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં જનારા અક્ષય પટેલ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અક્ષયભાઈએ…
લગ્ન માટે હરીશ સાલ્વે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી ખ્રિસ્તી બન્યા મોટી ઉંમરે લગ્ન કરવાનું હાલ સામાન્ય વાત થઈ ગઈ છે. દેશના પૂર્વ સોલિસિટર અને સુપ્રીમ કોર્ટના વરિષ્ટ વકીલ 65 વર્ષિય હરીશ સાલ્વે (Harish Salve) લંડનમાં બીજા લગ્ન કર્યા છે. હરીશ સાલ્વેએ તાજેતરમાં પોતાની પહેલી પત્ની મીનાક્ષી સાલ્વેને છૂટાછેડા આપ્યા છે. સાલ્વે લંડનમાં પોતાની મિત્ર કૈરોલીન બ્રોસાર્ડ (Caroline Brossard) સાથે લગ્ન કર્યા છે. બંનેના આ બીજા લગ્ન છે. કોણ છે કૈરોલીન બ્રોસાર્ડ ? સાલ્વે અને કૈરોલીન બંનેને પહેલા લગ્નથી બાળકો છે. 56 વર્ષીય કૈરોલીન 18 વર્ષની એક દીકરીની માં છે અને પોતે કલાકાર છે. કૈરોલીનની એક પ્રદર્શનમાં સાલ્વે સાથે તેમની મુલાકાત…
પેંગમ્બર કાર્ટૂન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળુ કાપને હત્યા કર્યા બાદ આવા જ પ્રકારની એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં એક હુમલાખોરે એક મહિલાનું ગળુ કાપી અને બે અન્ય લોકોને ચાકૂ મારીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં બની છે. શહેરના મેયરે આ દર્દનાક ઘટનાને આતંકવાદનું ષડયંત્ર ગણાવ્યુ છે. મેયર ક્રિસ્ચિયન ઈસ્તોર્સીએ કહ્યુ કે, ચાકૂથી આ હુમલો શહેરના નોટ્રે ડેમ ચર્ચમાં થઈ છે. પોલીસે આ હુમલાખોરોને અરેસ્ટ કરી લીધા છે. પોલીસે જણાવ્યુ છે કે, ત્રણ લોકો આ હુમલામાં માર્યા ગયાની પુષ્ટિ થઈ છે. જેમાં કેટલાય લોકો ઘાયલ પણ થયા છે. એક પોલીસના સૂત્રએ જણાવ્યુ…
શહેરા તાલુકામાં મનરેગા હેઠળના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરાયો. શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકારી યોજનામાં કોઈ પણ પ્રકારની સ્થળ પર કામગીરી કર્યા વગર ખોટા બિલો તેમજ ખોટા જોબકાર્ડ બનાવીને સરકારી નાણાંનો દૂર ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. મનરેગા યોજના અંતર્ગત જુથકુવા, કેટલશેડ, ચેકવોલ, ચેકડેમ રીપેરીંગ, માટી મેટલ રસ્તો, પેવર બ્લોક જેવી કામગારી કરી નહી હોવા છતા ખોટા જોબ કાર્ડ બનાવી દેવામાં આવ્યા હતા. લાભાર્થીઓની જાણ બહાર લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની આશંકા છે. શૌચાલયના બિલ બે-ત્રણ મહિના અગાઉ આપેલા હોવા છતાં લાભાર્થીઓને નાણાં મળ્યા નથી. તાલુકા પંચાયતમાં…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ. કેશુભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વ. કેશુભાઈ પટેલને ગુજરાતમાં જનસંઘથી લઇને ભાજપા સુધી વટવૃક્ષ ઊભું કરનારા અને રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ પ્રદાન કરનારા સમર્પિત નેતૃત્વ કર્તા ગણાવ્યા હતા. https://twitter.com/vijayrupanibjp/status/1321780301727584258 સ્વ. કેશુભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કર્યું હતું. એટલું જ નહિ, ખેડૂતપુત્ર તરીકે પણ તેમણે ખેડૂત હિત સહિત અનેક લોક સેવા કાર્યોથી ભાજપાને અપ્રતિમ લોકચાહના અપાવી છે, એમ મુખ્યમંત્રીએ સદગત સ્વ. કેશુભાઈના પ્રદાનની સરાહના કરતા જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે સ્વ. કેશુભાઈના અવસાનથી આપણને સૌને ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે…