કોરોનાકાળમાં ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ભરવાની તારીખ વધારી દીધી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) પાસેથી મળેલી વિગતો પ્રમાણે હવે સામાન્ય નાગરિક, કે જેણે પોતાનું રિટર્નની સાથે ઓડિટ રિપોર્ટ નહોતુ લગાવવો પડતો, તે વર્ષ 2019-20 માટે પોતાનું રિટર્ન 31 ડિસેમ્બર 2020 સુધીમાં ભરી શકશે. પહેલા તેના માટે 30 નવેમ્બર 2020 સુધી તારીખ નક્કી કરવામાં આવી હતી. વ્યક્તિગત કરદાતાઓ માટે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરાવની તારીખ સરકારે લંબાવીને 31 ડિસેમ્બર કરી નાંખી છે.નાણા મંત્રાલય દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે કહ્યુ હતુ કે, જે કરદાતાઓના એકાઉન્ટનુ ઓડિટ કરવાનુ છે તેમના માટે ઈનકમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા વધારીને 31…
કવિ: Karan Parmar
લિજેન્ડરી ફિલ્મમેકર જેમ્સ કેમેરોને કહ્યું છે કે તેમની ઘણી અપેક્ષિત ફિલ્મ ‘અવતાર 2’ નું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે, જ્યારે સિરીઝની ત્રીજી ફિલ્મનું શૂટિંગ લગભગ પૂર્ણ થયું હતું. 2020 ઓસ્ટ્રિયન વર્લ્ડ સમિટ પહેલા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર સાથેની ઓનલાઇન મુલાકાત દરમિયાન, કેમેરોને 2009 ની બ્લોકબસ્ટર ફિલ્મ અવતારના આગામી બ્લોકબસ્ટર વિશેની માહિતી શેર કરી હતી. કોરોના વાયરસ રોગચાળાને કારણે કામ અટકી ગયું આ વર્ષની શરૂઆતમાં, ન્યૂઝીલેન્ડમાં ‘અવતાર 2’ નું નિર્માણ થઈ રહ્યું હતું, પરંતુ કોરોના વાયરસ રોગચાળાને કારણે શૂટિંગ થંભી ગયું હતું. ન્યુઝીલેન્ડને જૂનમાં કોરોના વાયરસ મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ટીમને સલામતીનાં પગલાં સાથે ફિલ્મ નિર્માણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી…
મુંબઈ પોલીસનો પગાર એક્સિસ બેંકના બદલે એચડીએફસી બેંકના ખાતમાં જમા થશે. મુંબઈ પોલીસ દેશના સૌથી મોટા પોલીસ દળમાંથી એક છે. તેમાં લગભગ 50 હજાર કર્મચારી કામ કરે છે. મુંબઈ પોલીસ અને એક્સિસ બેંક વચ્ચેના એમઓયુની મુદત 31 જુલાઈ 2020 ના રોજ પૂરી થઈ ગઈ છે. મુંબઇ પોલીસ બીજી બેંકની શોધમાં હતી. જે તેના કર્મચારીઓને એક્સિસ બેંક કરતા વધારે સુવિધાઓ પ્રદાન કરી શકે. ઘણી બેન્કોએ આ માટે દરખાસ્તો મોકલી હતી, તેમાંથી મુંબઈ પોલીસે એચડીએફસી બેંકની પસંદગી કરી હતી. જાણો કોને મળશે વીમાનો લાભ આ માટે એચડીએફસી બેંક અને મુંબઇ પોલીસ વચ્ચે એમઓયુ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ કર્મચારીનું મૃત્યુ કુદરતી મૃત્યુને…
અરવિંદ કેજરીવાલની આમ આદમીની દિલ્હી સરકાર, ઇલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિમાં વાહનોની ખરીદી કર્યા પછી સબસીડી, રજિસ્ટ્રેશન ફી અને રોડ ટેક્સમાંથી છૂટ આપશે. વાહન વ્યવહાર પ્રધાન કૈલાસ ગેહલોતે ev.delhi.gov.in વેબસાઇટ ખૂલ્લી મૂકી છે. ઇલેક્ટ્રિક વાહનની ચાર્જ ફી પ્રતિ યુનિટ દીઠ રૂ. 4.5 અને ઝડપી ચાર્જ માટે યુનિટ દીઠ 5 રૂપિયા રહેશે. દિલ્હીમાં કેઝરીવાલે ભારતમાં આ સૌથી નીચો ભાવ રાખ્યો છે. દિલ્હીમાં હાલ 70 ચાર્જિંગ સ્ટેશન છે. ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા વધતી રહેશે. વીજ ચાર્જિંગ સ્ટેશનો ખોલાશે ઇલેક્ટ્રિક વાહનોના વીજ ચાર્જિંગ સ્ટેશનો ખોલવામાં આવ્યા છે. ચાર્જ કરવા માટે નિયમ અને ખર્ચ નક્કી કરાયા છે. ઈ વાહન ડીલરોની યાદી વેબસાઇટ પર મૂકાશે. જિલ્લા અને ઝોન…
જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ દિલ્હીની હવા વધુ ખરાબ થતી જાય છે. સવાર સવારમાં ઝાકળ વધતા અહીં દ્રશ્યો ધૂંધળા થઈ રહ્યા છે. શનિવારે એવી હાલત થઈ હતી કે, દિલ્હીનો સિગ્નેચર બ્રિજ પર દેખાવાનો બંધ થઈ ગયો હતો. એક સમયે તો એવુ લાગતૂ હતું કે, જાણે તે ગાયબ થઈ ગયો હોય. ત્યારે આવો જાણીએ દિલ્હીની અન્ય જગ્યાઓની હાલત કેટલી ખરાબ થઈ છે. શનિવારે સવારે દિલ્હીના કેટલાય વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક 400ની પાર નોંધાયો હતો. જો કે, અમુક વિસ્તારોમાં તે 300ની અંદર રહ્યો હતો, પણ સરેરાશ રીતે જોવા જઈએ તો, આબોહવા અતિ ખરાબ થતી જાય છે. ફક્ત દિલ્હી જ…
ગુજરાતના GST કચેરીના ડેપ્યુટી કમિશનરની કચેરીના અધિકારીઓએ આજે ગુજરાતની જુદી જુદી વૉર્ડ ઑફિસોમાં જઈને જે તે કાર્યક્ષેત્રના અધિકારીઓને નાણાંકીય વર્ષ 2016-17 અને નાણાંકીય વર્ષ 2017-18ના વેટની આકારણીના કેસોમાં એકતરફી આદેશો કરી દેવાની સૂચના આપી દીધી છે. તેઓ વેપારીઓએ રજૂ કરેલી ફાઈલના સંદર્ભમાં વેપારીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક પણ આપતા નથી. કરદાતાને વધુ કોમ્પ્લાયન્સ કરવાની તક આપ્યા વિના જ લેવામાં આવેલો નિર્ણય અન્યાય કર્તા સૌથી આઘાતજનક બાબત તો એ છે કે 2015-16 અને 2016-17ના વર્ષના આકારણીના ઓર્ડર કરવાની છેલ્લી તારીખ માર્ચ 2021 છે અને 2017-18ના વર્ષના રિટર્નની આકારણી કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 છે, તેમ છતાંય એક્સપોર્ટી ઓર્ડર કરી દેવાની સૂચના અપાઈ…
આજે પાકિસ્તાનના ભાવિ વિશે મહત્ત્વનો ફેંસલો જાહેર કરશે. પાકિસ્તાને પેદા કરેલો આતંકવાદ આજે પાકિસ્તાનને જ ડંખ મારે એવી શક્યતા સર્જાઇ હતી. FATF પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મૂકશે તો પાકિસ્તાનની સ્થિતિ દુનિયા આખીમાં સૌથી કફોડી થઇ જશે. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો પાકિસ્તાને પોતાના દોસ્ત ચીનની મદદથી FATF ના નિર્ણય પર પ્રભાવ પાડવાના નિષ્ફળ પ્રયાસો કરી જોયા હતા. FATFએ પાકિસ્તાન પાસે સત્તાવીસ મુદ્દે જવાબ માગ્યો હતો. આ મુદ્દા આતંકવાદને આર્થિક સહાય આપવા અંગેના અને આતંકવાદીઓને પોતાની ધરતી પર વિચરવા દેવા અંગેના હતા. પાકિસ્તાન સતત એવો દાવો કરી રહ્યું હતું કે અમે આતંકવાદને પોષતા નથી. તમે આપેલા 27 માંના માત્ર 21 મુદ્દાનો અમલ પાકિસ્તાને કર્યો…
દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં. ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-19ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ ICMRના તે…
IIT-મુંબઇના હાલના રિસર્ચમાં એ વાત સાબીત થઇ છે ફેસ માસ્ક દ્વારા કોવિડ કફ, કલાઉડસ પર 7 થી માંડીને 23 ગણો નિયંત્રણ કરી શકાય છે. માસ્ક આ કારણે જ વાયરસ વિરૂધ્ધ સૌથી મહત્વપૂર્ણ સોશ્યિલ વેકસીન છે. IIT મુંબઇના પ્રોફેસર અમિત અગ્રવાલ અને રજનીશ ભારદ્વાજે જણાવ્યું કે દર્દીના મોઢામાંથી કફ કલાઉડ દ્વારા નીકળેલો SARS-CoV-2 નો આકાર અને સંખ્યાને ઘટાડવા માટે ફકત માસ્ક જ નહી, પરંતુ રૂમાલ પણ સહાયક સાબીત થાય છે. બંનેની રિસર્ચ અમેરિકન ઇન્સ્ટીટયુટ ઓફ ફીઝીકસના ફીઝીકસ ઓફ ફલૂડસ જોર્નલમાં પ્રકાશિત થઇ છે. રિસર્ચમાં તેઓને જાણવા મળ્યું કે માસ્ક લગાવાથી કલાઉડ વોલ્યુમ 7 ગણુ ઘટી જાય છે. બીજી બાજુ એન-95 માસ્ક…
કોરોના મહામારીની વચ્ચે અમેરિકા માં યોજાનારી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ને લઈને પ્રચાર ચાલી રહ્યો છે. શુક્રવારે યોજાયેલી પ્રેસિડેન્શલ ડિબેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન એ મતદારોને આકર્ષવાના તમામ પ્રયાસ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસિડેન્શલ ડિબેટમાં કહ્યું કે આપણી પાસે કોરોના વાયરસની એક વેકસીન આવવાની છે. તેમણે કહ્યું કે હું હોસ્પિટલમાં હતો અને અને તે મારી પાસે હતી. પ્રેસિડેન્શલ ડિબેટ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ભારતનો પણ ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે કહ્યું કે જળવાયુ પરિવર્તનને લઈને લડાઈમાં ભારત, રશિયા અને ચીનનો રેકોર્ડ ખૂબ ખરાબ રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ચીનને જુઓ, રશિયા અને ભારતને પણ જુઓ, ત્યાં વાયુ પ્રદૂષણ કેટલું ગંભીર છે. આ દરમિયાન…