જાપાન સરકારે કોવિડ -19 કટોકટીની કટોકટી પ્રતિસાદ સહાય માટે ભારતને જેપીવાય 50 અબજ (આશરે 3,500 કરોડ રૂપિયા) ની સત્તાવાર વિકાસ સહાય લોન આપી છે. સી.એસ., ભારત સરકારના આર્થિક બાબતોના અધિક સચિવ કોવિડ -19 કટોકટીને પહોંચી વળવા ભારતના આરોગ્ય ક્ષેત્ર કાર્યક્રમ લોન માટે મહાપાત્રા અને જાપાનના રાજદૂત સુઝુકી સતોશી વચ્ચે નોંધોની આપલે કરવામાં આવી હતી. આ પ્રોગ્રામ લોનનો ઉદ્દેશ કોવિડ -19 નો સામનો કરવાના ભારતના પ્રયત્નોને ટેકો આપવાનો છે અને ભવિષ્યની રોગચાળાને રોકવા માટે આરોગ્ય પ્રણાલીઓ બનાવવી અને ચેપી રોગો સામે ભારતની આરોગ્ય પ્રણાલીની સ્થિતિસ્થાપકતામાં સુધારો કરવો. જાપાન સરકારની આ સબસિડી ભારતમાં જાહેર આરોગ્ય અને તબીબી પ્રણાલીને મજબૂત બનાવવા માટે તબીબી…
કવિ: Karan Parmar
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણને 15 સપ્ટેમ્બર સુધી 1 રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં. 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્યા હતા. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડી દેવામાં આવે. ત્યાંજ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, તેમણે કોઈ મર્ડર કે ચોરી કરી નથી તેથી તેમને શહીદ બનાવવામાં…
કેટલાંક લોકો એક-બે વાર દંડ ભર્યાં બાદ સુધરી જાય છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગે છે પરંતુ કેટલાંક લોકો સુધરતા નથી. આવો જ એક કિસ્સો કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં સામે આવ્યો છે જયાં એક વ્યકિતએ 11 મહિનામાં 101 વાર મેમો ફાટ્યો, પણ ચોંકાવનારી વાત એ છે કે આ વ્યકિતને તેના આ મેમા વિશે ખબર જ નહોતી. બેંગલુરુની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર દરરોજ પોતાના વાહનમાં ઓફિસ જાય છે. તેઓ ઘરથી ઓફિસ જઈ રહ્યાં હતા. તેઓ ઓફિસ જઈ રહ્યાં હતા ત્યારે એક જગ્યાએ તેમણે સિગ્નલ તોડ્યું અને એ દરમિયાન ટ્રાફિક પોલીસે મેમો આપ્યો અને વાહનનો રેકોર્ડ તપાસ્યો તો ખબર…
કેન્દ્ર સરકારે દેશમાં ડિજિટલ ટ્રાંજેકશન માટે લાગન મર્ચટ ડિસ્કાઉન્ટ રેટ્સ (MDR) ચાર્જને ખતમ કરી દીધો છે. સૌથી મોટી વાત એ છે કે જો તમારી બેન્કએ ડિજિટલ પેમેન્ટ માટે કોઇપણ ચાર્જ વસૂલ્યો તો સરકાર તેના પર કાર્યવાહી કરશે. રવિવારે સીબીડીટીએ ફરી એકવાર બેન્કો માટે સર્કુલર જાહેર કર્યું છે. નવા નિર્દેશમાં બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને કોઇપણ ડિજિટલ ટ્રાંજેકશન માટે MDR તથા અન્ય ચાર્જ વસૂલવામાં ન આવે. બેન્કોને ફરી એકવાર કહેવામાં આવ્યું છે કે 1 જાન્યુઆરી 2020થી ઇલેકટ્રોનિક મોડ દ્રારા પેમેન્ટ કરવા પર MDR સહિત અન્ય ચાર્જ ન વસૂલવાના નિર્દેશ આપ્યા છે. રવિવારે જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં સીબીડીટીએ કહ્યું…
ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચે ફરી એકવાર સંઘર્ષ થયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર 29-30 ઓગષ્ટની રાત્રે પેંગોંગ ત્સો લેકની પાસે બંને દેશના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાબતે ભારત સરકારે જણાવ્યું હતું કે દેશના વીર જવાનોએ ચીની સૈનિકોની ઘુષણખોરી નિષ્ફળ બનાવી હતી. ચીનની સાથે સતત ચાલી રહેલ વાટાઘાટોનો અસર જમીન પર દેખાઈ રહી નથી. 29-30 ઓગષ્ટની રાત્રે ભારત અને ચીન વચ્ચે પૂર્વી લડાખ વિસ્તારમાં હિંસક ઝપાઝપી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીની સૈનિકોએ મંત્રણા દરમિયાન પણ પોતાની મુવમેન્ટને આગળ વધારી હતી. પેંગોંગ લેકના દક્ષિણ કિનારે ચીની સૈનિકોની પ્રવુતિઓનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો.
ચીને ફરી એકવાર લદ્દાખ સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. જોકે ચીની આર્મી પી.એલ.એ. ના આ પ્રયાસને ભારતીય સૈન્યના સૈનિકોએ નિષ્ફળ બનાવ્યો છે, પરંતુ આ સમયે સ્થિતિ ફરી તંગ બની છે. આ ઘટના બાદ શ્રીનગર-લેહ હાઈવે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે આ હાઇવેનો ઉપયોગ ફક્ત સેનાના વાહનો માટે થશે. લદ્દાખ બોર્ડર પર થયેલી હલચલ બાદ સોમવારે સવારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પેંગોંગ તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને પણ સલામત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે જારી કરેલા નિવેદન મુજબ 29-30 ઓગસ્ટની રાત્રે, ચીની સેનાએ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો.…
લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ખૂની સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.. જ્યારે કે ચીનના 40 જેટલા જવાનો મોતને ભેટ્યા હતા. ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ ત્યારે ચીનના સોશિયલ મીડિયામાં આ સૈનિકોની કબરોની તસવીરો વાઇરલ થઇ છે. ચીને હજુ સુધી પોતાના કેટલાક સૈનિકો મોતને ભેટ્યા છે તે આંકડો જાહેર કર્યો નથી.. તેવામાં રક્ષા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયામાં સૈનિકની કબરોની તસવીર વાઇરલ થતા ચીની સેનામાં ઝડપથી અસંતોષ વધી રહ્યો છે. ચીનની સેનામાં વધી રહેલા અસંતોષના કારણે જ કબરની તસવીર લીક થઇ જેના કારણે જ ચીની સૈનિકોની કબરની આ તસવીર દુનિયાની સામે…
ચીનના જે શહેરમાંથી દુનિયામાં કોરોના વાયરસે કહેર ફેલાવ્યો હતો ત્યાં હવે સ્કૂલો પણ શરૂ થવાની તૈયારીઓ થઈ ગઈ છે. સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે વુહાનમાં તમામ સ્કૂલ અને કિંડરગાર્ટનને ફરીથી ખોલી દેવાશે. સ્થાનિક સરકારે શનિવારે આ અંગેની જાહેરાત કરી. વુહાનના ૨,૮૪૨ શૈક્ષણિક સંસ્થાનો લગભગ ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલવા તૈયાર છે. અધિકારીઓએ કહ્યું છે કે ઓનલાઈન શિક્ષણ પર પાછા ફરવા માટે આપાતકાલીન યોજનાઓને તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સ્કુલની બહાર જઈને માસ્ક પહેરે અને જો સંભવ હોય તો સાર્વજનિક પરિવહનથી બચે. સ્કૂલને રોગ નિયંત્રણ ઉપકરણોનો સ્ટોક કરવા અને નવા સંક્રમણને રોકવાની તૈયારીમાં મદદ…
જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકવાદી અને સેના વચ્ચે થયેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ પંથા ચોક વિસ્તારમાં ત્રણ આતંકવાદીને ઠાર કર્યા. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે CRPF અને પોલીસ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી આતંકવાદીઓને ઘેર્યા હતા. મળતી માહિતી પ્રમાણે આતંકવાદીએ મોટર સાયકલ પર આવ્યા હતા.બન્ને તરફ થયેલી ફાયરીંગમાં જમ્મુ-કાશ્મીર પોલીસના ASI બાબુરામ પણ શહીદ થયા છે. સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન યથાવત છે. ઓપરેશન દરમ્યાન સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર કરી મોટી સંખ્યામાં હથિયાર પણ જપ્ત કર્યા.. મહત્વપૂર્ણ છે કે, સેનાએ ત્રણ દિવસમાં 10 જેટલા આતંકવાદીને ઠાર કર્યા છે.
દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી. જાહેરાત બાદ ટ્વિટ કરતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના નાગરિકોને શુભેચ્છા પાઠવી. તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકોને અભિનંદન. એક તરફ જ્યાં સમગ્ર દેશમાં દર વર્ષે વીજળીના દર વધી રહ્યા છે, બીજી તરફ દિલ્હીએ વીજળીના દર 6 વર્ષ સુધી વધાર્યા નથી અને કેટલાક ક્ષેત્રોમાં દરમાં ઘટાડો પણ કર્યો છે. આ ઐતિહાસિક છે. આ એટલા…