AIIMSમાં કોરોનાની સારવાર લઈ રહેલા 55 વર્ષીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તબીયત હવે સંપૂર્ણ પણે સારી હોવાનું સામે આવ્યું છે. એઈમ્સે શનિવારે એક નિવેદન બહાર પાડીને આ પ્રમાણેની જાણકારી આપી છે. તેમને હોસ્પિટલમાંથી ટૂંક સમયમાં રજા અપાશે. શાહને પોસ્ટ કોવિડ કેર માટે 18 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરાયા હતા. 2 ઓગસ્ટના રોજ શાહનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો હતો. મેદાંતા હોસ્પિટલમાં તેમની સારવાર થઈ હતી. 14 ઓગસ્ટના રોજ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ હતી.ત્યારબાદ અમિત શાહને વધુ સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં હવે તેમની તબિયત સ્વસ્થ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ…
કવિ: Karan Parmar
એક વખત ગુનો કરનારને પાસા લાગશે, રૂપાણી સરકાર ગોરા અંગ્રેજો કરતા પણ બેરહમ ભાગવા અંગ્રોજોની સરકાર બની, જુલમી ભાજપ સરકાર, પાસાનો વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ કાયદો જ રદ કરો. એક વખત સામાન્ય ગુનો કર્યો હોય તો પણ ગુજરાત ભાજપની ભગવા અંગ્રોજોની વિજય રૂપાણીની સરકાર તમામ મર્યાદાઓ ભૂલીને અંગ્રોજો કરતાં પણ કાળા કાયદાઓ લાવી રહી છે. ગુજરાતની પ્રજા માથું ઊંચું ન કરે તે માટે સરકાર સામે બોલનારની સામે પાસા લગાવીને મહિનાઓ સુધી જેલમાં નાંખી દેશે. પાસાનો હાલ ઉપયોગ ભ્રષ્ટાચારથી પૈસા બનાવવા માટે થઈ રહ્યો છે. હવે પોલીસ અને રાજકારણીઓ પાસાની ધમકી આપીને ભ્રષ્ટાચાર વધારે કરવા લાગશે. હવે ગુજરાતમાં શારીરિક હિંસા, ધાક ધમકી…
હાલમાં ચોમાસાની ઋતુ મા વરસાદને કારણે રૂપાણી સરકાર ના રસ્તાઓના વિકાસના દાવા ની પોલ ખૂલી ગઈ છે. ગુજરાતમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર રોડ-રસ્તાઓ નિર્માણ કાર્યમાં થતો હોય છે એ વાતને મેઘરાજાએ ખુલ્લી પાડી દીધી છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જેના શિરે છે તેવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠા ના લોકો ને લઇ કટાક્ષ પૂર્વકનું નિવેદન કર્યું હતું. જોકે રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે છતાં પણ તેઓ રાજ્યના રોડ-રસ્તાઓ સરખા કરાવી શકતા નથી કદાચ આ તેમની મજબૂરી હોઈ શકે છે કે પછી અધિકારીઓની આડોડાઈ પણ હોઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગનો હવાલો સંભાળતાં આ…
આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી ઉદભવે તેવુ વિવાદાસ્પદ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનાસકાંઠા ના લોકોને પરોક્ષ રીતે છેતરપિંડી કરનારા કહ્યા હતા. ભાષણમાં ભાન ભૂલેલા નીતિન પટેલે બનાસકાંઠાના લોકો વિશે કરેલી આ ટિપ્પણીથી બનાસકાંઠાના…
અમદાવાદ, શ્રમિકોનું સ્થળાંતર રોકવા માટે કેન્દ્ર સરકારની મહત્વની યોજના જાહેર કરી છે. ખાલી પડેલા સરકારી આવાસોનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરાશે. અફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષ સ્કીમ હેઠળ આપવામાં લાભ અપાશે. કેન્દ્ર સરકારે AMCને આ યોજનાની વિસ્તૃત ગાઇડલાઈન આપી છે. જુદી જુદી 2 પદ્ધતિથી અમલમાં યોજના આવશે. હયાત આવાસોને ટેન્ડર દ્વારા પીપીપી મોડેલથી ખાનગી એજન્સીને અપાશે. ખાનગી એજન્સી પોતાની જમીન ઉપર નવા આવાસો ઉભા કરીને ભાડે આપી શકશે. પ્રવાસી શ્રમિકોને કામના સ્થળે જ મળે તે માટે આયોજન પર ભાર મુકાયો છે. ગણતરીમાં દિવસમાં રાજ્ય સરકાર ભાડાની રકમ અંગે જાહેરાત કરશે. AMC એડી સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે શહેરમાં પ્રવાસી…
રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને રોપ-વેથી જોડવાનો પ્રોજેક્ટ 2017માં શરૂ થયો હતો. હાલમાં ગીરનારરોપ-વેની કામગીરી અંતિમ તબક્કામાં છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ રોપ-વે પર્વતની જટિલતાના કારણે એંજિનિયિરીંગ માર્વેલ પણ ગણાશે. પર્યાવરણ અને બીજા કારણો સર પ્રોજેક્ટને જલ્દી પરવાનગી મળતી નહોતી તેમજ ગીરનારપર્વતનો કેટલો ભાગ અતિ જટિલ હોવાથી ત્યાં એંજિનિયરીંગ પડકારો પણ હતા. દરમિયાન ગિરનારી ગીધના માળા અને તેના સંરક્ષણની ચિંતા હતી. કેન્દ્રમાં મોદી સરકારની રચના થતા નવો રૂટ અને રોડમેપ તૈયાર કરીને જાણીતી કંપનીને કામ સોંપવામાં આવ્યું. હવે જે લોકો પોતાના પગે ગીરનારજઈ નથી શકતા તેમના માટે અંબાજી માના દર્શનનું સ્વપ્ન સાકાર થશે.
પ્રિયંકા અને નિકના સ્ટારડમ અને તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલને તો તમે જોઈ જ હશે. આ બંનેની જીવનશૈલી પણ અતિ આલિશાન છે. બંને પોતપોતાના ક્ષેત્રમાં ઉચ્ચ પદ પર બિરાજે છે. જ્યાં પ્રિયંકા ફિલ્મોમાં કરોડોની કમાણી કરી છે. તો નિકની કમાણી પણ કંઈ કમ નથી. નિક પ્રિયંકાથી નાનો હોઈ શકે છે. પણ પ્રિયંકાની સંપત્તિથી ઘણો આગળ છે. નિકની કમાણી વાર્ષિક 180 કરોડ રૂપિયા છે. જો પ્રિયંકાની વાત કરીએ તો, તે વર્ષે 64 કરોડ રૂપિયા કમાય છે. પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્ન જોધપુરના ઉમેદ ભવનમાં શાહી સમારોહમાં થયા હતા. લગ્નના એક વર્ષ પછી, એ વાતનો ખુલાસો થયો કે ઉમૈદ ભવનને પ્રિયંકા અને નિકના…
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મોરચા અને સંગઠન પદાધિકારીઓની બેઠક બાદ હવે ૨ ટર્મથી ચુંટણી લડતા અને હારેલા ધારાસભ્યોની બેઠક રાખવાનું આયોજન કર્યું છે. રાજ્યના ૨૦ થી વધારે ધારાસભ્યોની બેઠક લઈને હાલની કામગીરી અંગે અને પેટાચુંટણીનું હોમવર્ક આપવા બેઠકનું આયોજન કર્યું હોવાનું અનુમાન નેતાઓ લગાવી રહ્યા છે પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી હવે પાટીલ જાણે 360 ડીગ્રી પરિવર્તન ઇચ્છે છે. ત્યાં સુધી કે ભાજપમાં કદાચ પ્રથમ વખત બની રહ્યું હશે કે હારેલા ધારાસભ્યોને યાદ કરવામાં આવ્યા હોય. હવે તેમની પાસેથી પણ કામગીરી લેવા માટે આયોજન કરવામાં આવ્યુ છે. જેથી આગામી ૨ સપ્ટેમ્બરે બપોરે કમલમ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનમાં…
દેશના રાજકીય તખ્તા પર લાંબા સમયથી અમિત શાહની ગેરહાજરી અને તેમની તબિયત ચર્ચાનો મુદ્દો બનતી જાય છે. શાહ છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી ગાયબ છે. કોરોનાનો ચેપ લાગતાં ગુરૂગ્રામની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી શાહ હોમ ક્વોરેન્ટાઈન થયા હતા. 17 ઓગસ્ટે તબિયત બગડતાં તેમને ફરી એઈમ્સમાં દાખલ કરાયા. શાહની તબિયત સારી હોવાનું એઈમ્સ દ્વારા વારંવાર કહેવાયું છે. છેલ્લા એક અઠવાડિયામાં શાહના બે વાર કોરોના રીપોર્ટ કરાયા ને બંને વાર રીપોર્ટ નેગેટિવ આવ્યા એવા પણ અહેવાલ છે. શાહ એ રીતે સ્વસ્થ હોવા છતાં કેમ હજુ હોસ્પિટલમાં છે એ સવાલ પૂછાઈ રહ્યો છે. સૂત્રોના મતે, એઈમ્સના ડોક્ટરોએ શાહને હમણાં સંપૂર્ણ આરામ કરવાની…
ચીન અને પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના અને સડક નિર્માણના બહાને રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હોવાનો સનસનાટીપૂર્ણ આક્ષેપ એક ઓસ્ટ્રેલિયન વેબસાઇટે કર્યો છે. ઓસ્ટ્રેલિયન વેબસાઇટ ધ ક્લાક્સોને એવો આક્ષેપ કર્યો હતો કે CPECની આડમાં છેલ્લાં પાંચ વર્ષથી આ બંને દેશો રાસાયણિક શસ્ત્રો બનાવી રહ્યાં હતાં. વેબસાઇટના એક આર્ટિકલમાં જણાવવામાં આવ્યું હતું કે ચીન અને પાકિસ્તાનનાં લશ્કરો વચ્ચે ગયા મહિને ત્રણ વર્ષની એક ડીલ (સમજૂતી) થઇ હતી. આ સમજૂતીમાં વુહાન ઇનસ્ટ્ટીટ્યુટ ઑફ વાઇરોલોજીમાં રાસાયણિક શસ્ત્રો બનાવવાની સમજૂતીનો પણ સમાવેશ થયો હતો. આ વેબસાઇટે એવો આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન અને ચીન વુહાનમાં આવેલી પ્રયોગશાળામાં છેક 2015થી રાસાયણિક શસ્ત્રો બનાવવાની દિશામાં કામ કરી રહ્યાં…