દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર વર્તાવ્યો છે હવે રાજ્યના નેતાઓને શકંજામાં લીધા છે. જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા અને જાહેર જીવન સાથે સંકળાયેલા નેતાઓ એક પછી એક કોરોનાની ઝપટમાં આવી ગયા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોરોના પોઝિટિવ ટેસ્ટ થયા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જાતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ ગુરૂવારે ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી અને સંબંધિત લોકોને પોતાના ટેસ્ટ કરાવવા તેમજ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપી હતી. https://twitter.com/hakubhajamnagar/status/1299040823137300480 ગુરૂવારે સાંજ થતાની સાથે જ અમદાવાદના પશ્વિમના સાંસદ ડૉ.કિરિટી સોલંકી પણ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. સોલંકીએ જાતે ટ્વીટ…
કવિ: Karan Parmar
વડનગરની પ્રાચીન બોદ્ધિક સાઈટ પર હેરિટેજ મ્યૂઝિયમ અને નવું ઈનડોર સ્ટેડિયમ બનાવાશે. આ સિવાય ત્યાં મ્યૂઝિક યુનિવર્સિટી પણ ઉભી કરાશે-જેને તાના-રીરી નામ આપવામાં આવશે. તાના-રીરી બહેનો વડનગરના વતની હતા અને તેમણે ચાર સદીઓ પહેલા સંગીતની પ્રેક્ટિસ કરી હતી અને તેને પ્રોત્સાહન આપ્યું હતું. પાંચ એકરમાં ફેલાયેલા નવા ઈનડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું કામ શરૂ થઈ ગયું છે. જ્યારે હેરિટેજ મ્યૂઝિમ-કમ-કોમ્પ્લેક્સનું કામ આગામી મહિનાઓમા શરૂ થશે તેવી શક્યતા છે. એકંદરે, આ કામગીરીમાં 120 કરોડ રૂપિયા રૂપિયા કરતાં વધારેનો ખર્ચ થશે તેવો રાજ્ય સરકારનો અંદાજ છે. ‘સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને મ્યૂઝિક યુનિવર્સિટીના નિર્માણ પાછળ આશરે 10-10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હેરિટેજ મ્યૂઝિયમ બનાવવામાં 100 કરોડ…
ભાવનગરના સાંસદ ભારતી શિયાળ સામે તેના અંગત મદદનીશ અને ભાજપના બોટાદના નેતા ઉમેશ નારણ મકવાણાએ ગંભીર આરોપો મૂક્યા છે. સરકાર જે ગ્રાંટ ફાળવે છે તેમાં 10 ટકા સમિશન લેતા હોવાનો આરોપ છે. બોટાદના સાંસદના પ્રતિનિધિ તરીકે રાજીનામું આપું છું. અલ્ટ્રાટેક, રેલવે, નેશનલ હાઈવે અને સરકારી ગ્રાડના કારણે રાજીનામું આપું છું તેમાં ભાજપના સાંસદ ભારતી શિયાળ દ્વારા લાંચ લેવામાં આવી છે. રેલવેના ઝોનલ મેમ્બર તરીકે હું ચાલું રહી શકું નહીં. હું ચાલું રહું તો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે તેના કારતાં રાજીનામું આપી દઉં તે શારૂં છે. હવે આ જમામ હોદ્દા છોડી દઉં છું અને ભાજપના એક કાર્યકર્તા કરીકે હું કામ કરીશ. સાંસદ…
પૂનમને લઈને મંદિર દ્વારા 300 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત અંબાજી મેળો બંધ કરવામાં આવ્યું પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ 3 સપ્ટેમ્બર 2020ના દિવસે અંબાજી મંદિરમાં દર્શન કરશે તેથી મંદિરના દ્વારા ખોલી નાંખવામાં આવશે. હિંદુ વિચાર ધારા ધરાવતા પક્ષ દ્વારા સામાન્ય લોકો માટે મંદિર બંધ રાખવામાં આવે છે પણ ભાજપના નેતાના કારણે મંદિર ખોલી નાંખવામાં આવે છે. આ ભેદભાવ મંદિરમાં પણ ભાજપે શરૂ કર્યો છે. 2 તારીખે સાંજે ચંદ્રકાંત પાટીલ અહીં આવી જશે. હવે મંદિર 4 સપ્ટેમ્બર સુદી નહીં પણ 2 સપ્ટેમ્બર સુધી જ બંધ રહેશે. જે પછી મંદિર ચાલુ કરવામમાં આવશે. ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન દર્શનની વ્યવસ્થા…
આજે સવારે ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 75,960 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1023 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 33,10,234ની થઇ છે અને 25,23,771 લોકો સાજા થયા છે અને અત્યાર સુધીમાં 60,472 લોકોના મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તેમા થોડો વધારો થયો છે. હવે રિકવરી રેટ 76.24 ટકા પર પહોંચી ગયો છે. ગઇકાલે 9,24,998 કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3,85,76,510 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારે કોરોનાના 7,25,991 એકટીવ કેસ…
ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે. આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાકસ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જો કે બેતરફી ખતરાને જોતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલના ફાલ્કન અવાકસને રૂસની ઇલ્યુસિન-76 હેવી લિફ્ટ એરક્રાફ્ટની ઉપર લગાવાશે. સૂત્રોના મતે આ ડીલને લઇ મંત્રાલયમાં ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ કમિટી ઓન સિકયોરિટીની સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે. ભારતીય…
દેશમાં કોરના વાયરસનો કહેર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. AMCએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને 8 લારી માલિકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એટલે AMC દ્વારા અમદાવાદીઓને પુરેપૂરીછૂટ આપી નથી. હોટલો અને ખાણીપીણીની લારીઓ રાતે 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના…
30 ઓગસ્ટના રોજ ગુજરાત સરકારની નવી ગાઇડલાઈનમાં ખ્યાલ આવશે કે નવરાત્રિ કેવી રીતે ઉજવાશે. આ ગાઈડલાઈનમાં કયા મુદ્દાઓ મહત્ત્વના રહેશે તે સમય બતાવશે. પરંતુ ગાઈડ લાઇન પહેલા અમદાવાદી ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ આયોજકો દ્વારા એક ગાઈડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ખેલૈયાઓ માટે ગ્રાઉન્ડ સેનિટાઈઝ કરવામાં આવશે. ગ્રાઉન્ડ કેપીસિટી કરતાં 30% ખેલૈયાઓને મળશે એન્ટ્રી, એન્ટ્રી ગેટ પર સેનીટાઇઝર ટનલ ઊભી કરાશે અને ગ્રાઉન્ડ પર કોર્પોરેશનના ધન્વંતરી રથ રહેશે. આ સાથે ખેલૈયાઓને અપાશે માસ્ક અને સેનીટાઇઝર આ તમામ સજેશન ગુજરાતના ગરબા આયોજકોએ મુખ્યમંત્રીને પણ આપ્યા છે. આ અંગે વાતચીત કરતા આયોજક ગ્રિષ્મા ત્રિવેદી એ જણાવ્યું કે…
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. વેટવિભાગે તેમની અટક કરીને અમદાવાદ લાવવામાં આવ્યા છે. તેમની પૂછપરછમાં ઊંઝાના ભાજપના પક્ષપલટુ નેતા કઈ રીતે મદદ કરે છે તે બહાર આવી શકે છે. 3 ડિસેમ્બર 2019માં ઊંઝાના મહારાજા સ્પાઈસના માલિક સંજય પ્રહલાદ પટેલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં…
ચોમાસામાં ખેતરમાં કોઈ જઈ શકતું ન હોવાથી શાકભાજીના ભાવ શહેરોમાં વધી ગયા છે. તેથી બટાટા અને ડૂંગળીના ભાવો પણ વધ્યા છે. 12 માસી શાક બટાકા અને ડૂંટળીનું આટલું જંગી ઉત્પાદન છતાં ભાવ વધે કારણ કે માંગ વધી છે અને તેનો ફાયદો ખેડૂતોને ઓછો પણ કોલ્ટસ્ટોરેજમાં માલ સંગ્રહ કરેલા વેપારીઓને વધું ફાયદો થઈ રહ્યો છે. ત્યારે આ બે પાકનું વાવેતર બે જિલ્લામાં સૌથી વધું થઈ રહ્યું છે. ગુજરાતમાં 10 વર્ષમાં શાકભાજીના વાવેતર અને ઉત્પાદનમાં મોટી ઉથલપાથલ થઈ નથી. 10 વર્ષ પહેલા 2008-09માં 3.95 લાખ હેક્ટરમાં 68 લાખ ટન શાક પાકતું હતું. સૌથી વધું 57 હજાર હેક્ટરમાં 13 લાખ ટન શાકભાજી બનાસકાંઠામાં પાકતું હતું. આજે…