વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા યુનિસેફના સહયોગથી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે માસ્ક પહેરવાની નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે કે, 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ પુખ્ત વયે માસ્ક પહેરવા જોઈએ. વડીલો માટે માસ્ક પહેરવાની માર્ગદર્શિકામાં 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોને લાગુ પડશે. વિશ્વ આરોગ્ય સંગઠને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જે જણાવે છે કે 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોએ પુખ્ત વયના લોકો જેવા માસ્ક પહેરવા જોઈએ. ખાસ કરીને જ્યારે સામાજિક અંતર જાળવી શકાતું નથી અને તે વિસ્તારમાં કોરોના ચેપ ઝડપથી ફેલાય છે. જો કે, ડબ્લ્યુએચઓએ બાળકોને વાયરસ કયા પ્રમાણમાં ફેલાવી શકે છે તે અંગે જાહેર કર્યું નથી. ડબ્લ્યુએચઓએ જણાવ્યું…
કવિ: Karan Parmar
કોરોના કટોકટીમાં નિવૃત્તિ નિધિ સંસ્થા EPFO ખૂબ જ ઝડપી જોવા મળી રહી છે. EPFOએ નવા નિયમો હેઠળ ઝડપી સમાધાનના દાવા કર્યા છે. કેવાયસી અપડેટેશનમાં EPFOએ જુલાઈ 2020 માં યુએન ગ્રાહકોના ખાતામાં 2.39 લાખ આધાર નંબરો, 4.28 લાખ મોબાઇલ નંબરો અને 5.26 લાખ બેંક ખાતાઓને અપડેટ કર્યા છે. EPFOએ એક મોટી સામાજિક સુરક્ષા સંસ્થા તરીકે ડિજિટલ મોડ દ્વારા કોઈ વિક્ષેપ લીધા વિના તેના ગ્રાહકોને સેવા આપી છે. સંસ્થા ડિજિટલ સ્વરૂપમાં સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચવાની તેની પહોંચ ઇચ્છે છે. આ કારણ છે કે કેવાયસી ડેટા અપડેટની સેવાઓ ઓનલાઇન દ્વારા ઉપલબ્ધ કરાઈ છે અને તે ઝડપથી પૂર્ણ થઈ રહી છે. કેવાયસી અપડેટશન એક સમયની…
બિહારમાં ચૂંટણી 3 મહિનામાં આવી રહી છે ત્યારે નીતીશ કુમાર સરકાર લોકોને જીતવા માટે અનૈતિક નિર્ણયો લઈ રહ્યાં છે. બિહાર સરકારના શિક્ષણ વિભાગમાં અને પંચાયત હેઠળની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી માત્ર બિહારી લોકોની જ કરી શકાશે. સિક્ષકો જ મતદાન મથકમાં હોય છે. બીજા કોઈની નહીં. ભાજપની મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે પણ રાજ્યમાં ફક્ત રાજ્યના યુવાનો જ સરકારી નોકરી માટે અરજી કરી શકશે. રાજ્યની પંચાયતી રાજ અને મ્યુનિસિપલ સંસ્થાઓમાં કાર્યરત શિક્ષકોના મૂળ પગારમાં 15 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે, 1 એપ્રિલ 2021 થી સાડા ત્રણ લાખ શિક્ષકોને આ લાભ મળશે તેમ કહેવામાં આવ્યું હતું. આ સાથે,…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પોતાના વિચારો લખીને વ્યક્ત કર્યા છે. તેમણે મગફળી પાક માટે ખેડૂતોને સારા ઉત્પાદન અને રોગને કાબુમાં રાખવા માટે ભલામણ કરી છે. ઓગસ્ટમાં મગફળીમાં ભારે રોગચાળો જોવા મળે છે. જેમાં અહીં વાયરસથી થતાં અનેક રોગો, ચૂસીયા, કૃમિ, ફૂગ વ્યાપક રીતે ખેતરોમાં જોવા મળે છે. તેનાથી ખેતીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. મોંઘી જંતુનાશક દવાના બદલે આટલું કરશો તો ખેતરમાં કોઈ રોગ નહીં રહે એવો દાવો આ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. 21 લાખ હેક્ટર ખેતરોમાં મગફળીનો પાક છે જેમાં 50 ટકા પાક રોગ, ફૂગનો ભોગ બનેલો છે. ખેડૂતો મોંઘી દવા છાંટે…
રાજ્યની 6.50 કરોડની વસતી માંથી અડધી વસતીને બાજરીનું અનાજ પૂરું પાડવામાં બનાસકાંઠા આગળ નિકળી ગયું છે. ગુજરાતમાં શરેરાશ કરતાં 125 ટકા વાવેતર બાજરીનું થયું છે. 182500 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેમાં 50 ટકા 98400 હેક્ટર તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે. આમ બનાસકાંઠાના ખેડૂતોએ બાજરીના વાવેતરમાં પ્રભુત્વ ઊભું કરી દીધું છે. ત્યાર પછી કચ્છ અને ભાવનગરના સૂકા ઓછા પાણી વાળા વિસ્તારોમાં બાજરી પાકે છે. આમ સુકા વિસ્તારો બાજરીને અનુકૂળ આવે છે. જ્યારે ભેજ અને વધુ પાણી ધરાવતાં દક્ષિણ ગુજરાતમાં એક પણ ખેતરમાં બાજરી પાકતી નથી. ભાવનગરને પાછળ રાખ્યું જોકે 2014-13-12ના ત્રણ વર્ષની સરેરાશ 2.73 લાખ હેક્ટરની હતી.…
યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે. તરસ વધારે લાગવી : ગળોનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે. પિત્ત વધવો : ગળોનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ…
કફ અને ખાંસી : ગળોને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે. જીભ અને મોઢામાં સુકાપણું : ગળો (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે. જીભની પ્રદાહ અને સોજો : ગળો, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે. મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગળો, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક…
જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની સભા યોજવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ જામનગર મહાનગરપાલિકાના હોલાને બદલે સભા ટાઉનહોલમાં સામાજિક અંતર રાખી શકાય તે માટે યોજવામાં આવી હતી. બેઠક શરૂ થાય તે પહેલાં ભાજપના નગરસેવક અને જામનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ નગરસેવક અને મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નગરસેવકે માર મારવાની સાથે બેફામ ગાળો ભાંડતા અધિકારીએ સીધી ચાલતી પકડી હતી. ભાજપમાં RSSથી આવેલા મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કૃષિ પ્રધાન આર સી ફળદુ આ જિલ્લાના છે છતાં તેઓ શિસ્ત જાળવવા માટે પોતાના નેતાઓ અને નેતીઓને અંકૂશમાં રાખી શકતા નથી.…
આંતરિક તાવ : 5 ગ્રામ ગળોના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગળોની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે. અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગળો, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે. પૌરૂષ શક્તિ : ગળો, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે. વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગળો, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને…
રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પહેલા જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવાના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે હવે રેલકર્મીઓને ચિકિત્સીય ઉપચારના વ્યાપને વધારવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના અનુરૂપ રેલકર્મીઓ માટે સમગ્ર સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા તમામ પાસાઓને ચકાસવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ચિકિત્સા, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન નાણાકીય જોખમોથી તેમને વીમા કવર ઉપલબ્ધ કરાવવું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ…