ભારતીય રેલ્વે હવે ડિસેમ્બર 2023 ના અંદાજિત સમયમર્યાદામાં પાંચ વર્ષના વિલંબ સાથે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્ટોબર 2028 સુધી પૂર્ણપણે કાર્યરત થવાની અપેક્ષા રાખે છે. સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી સુધારેલી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જાપાની કંપનીઓ ઓછી ભાગીદારી જોઇ રહી છે, જ્યારે બોલી લગાવનારાઓ દ્વારા નક્કી કરેલા દરને કારણે ટેન્ડર રદ કરવામાં આવ્યાં છે. ભારતનો પહેલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનેક મોરચે અટવાઈ ગયો છે. લગભગ પાંચ વર્ષના વિલંબથી ચારી રહ્યો છે. કદાચ તેનાથી પણ વધું વિલંબ થઈ શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડુતો પોતાની જમીન આપી રહ્યા નથી, તેથી કામ અટકી ગયું છે. 2016 માં, મોદીએ જાપાનના વડા…
કવિ: Karan Parmar
ગાંધીનગર અને અમદાવાદ શહેરની મેટ્રોરેલનો પ્રોજેક્ટ ભાજપ સરકારના ત્રણ મુખ્ય પ્રધાનોની અણઆવડતના કારણે 17 વર્ષ થયાં છતાં હતું ક્યારે શરૂં થશે તેના કોઈ ઠેકાણા નથી. પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલના સમાયમાં મેટ્રો રેલમાં ઝડપ આવી હતી. પણ જ્યારથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવેલા છે ત્યારથી તેઓ દિશા વગરના સાબિત થયા છે. ચૂંટણી આવે ત્યારે પ્રોજેક્ટના સપના 17 વર્ષોમાં તો અમદાવાદ, ધોલેરા, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં મેટ્રોરેલ શરૂ થઇ ચૂકી હોત. મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે મનમોહન સિંહની સરકારે અમદાવાદમાં મેટ્રો રેલ માટે નાણાં અને ટેકનોલોજી આપવાની ઓફર કરી હતી. પણ તે સ્વિકારી ન હતી અને બીઆરટીએસ…
ગુજરાત હોમ સ્ટે પોલીસી 2014થી 2019ની વધુ સરળ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતની પરંપરા, સંસ્કૃતિ, ખાન-પાન વાનગીઓ, ગ્રામીણ જન જીવનથી દેશ-વિદેશના પ્રવાસીઓને પૈસા લઈને આપવાનો આ ધંધો શરૂ કરાશે. 1 થી 6 રૂમ સુધીના ઘરને હોમ સ્ટે ધંધો કરનારને ઘરનો મિલકત વેરો અને વીજ દરના થોડા લાભ મળશે. ગુજરાત પ્રવાસન નિગમમાં નોંધાયેલા ઘર મહેમાન ઘરને સોલાર રૂફ ટોપ યોજનાનો થોડા લાભ અપાશે. ગુજરાતભરમાં 2014થી હોમ સ્ટે નીતિ બનાવી હોવા છતાં માંડ 100 હોમ સ્ટે હાલ આખા ગુજરાતમાં છે. 6 વર્ષમાં 100 ઘર નોંધાયા તે ગુજરાતનો પ્રવાસન ઉદ્યોગ નિષ્ફળ હોવાનો આંકડો બતાવે છે. હવે રૂપાણી સ્વપ્નો બતાવે છે…
ગાંધીનગર, 11 સપ્ટેમ્બર 2020 ગુજરાતના 7 જિલ્લામાં જિલ્લામાં સ્વયં સંચાલિત હવામાન કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેડુતો અને લોકોને હવામાનની સચોટ માહિતી તેનાથી મળશે. આ 7 જિલ્લામાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ડાંગ, નર્મદા, જામનગર અને વડોદરા હતા. ચોમાસુ પસાર થઈ ગયું છતાં એક પણ ખેડૂતને તેનાથી કોઈ ફાયદો થયો નથી. એક કેન્દ્રની આંતરાષ્ટ્રિય કિંમત રૂ.5 લાખ જેવી છે. આટલું મોટું ખર્ચ કર્યું હોવા છતાં તેનો ફાયદો ગુજરાતના 7 જિલ્લાના ખેડૂતોને 2020ના ચોમાસામાં થયો નથી. ખેડૂતોને તો ખબર જ નથી તે તેના ખેતરમાં વરસાદ પડશે કે નહીં તેની આગાહી થઈ શકે છે. કેન્દ્ર સરકારના સ્વચાલિત હવામાન કેન્દ્ર…
એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે. ૩૩ જિલ્લાના ૮૦ સ્થાનોએ આયોજિત ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનું ઇ-લોન્ચીંગ ગાંધીનગરથી કર્યુ હતું. મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજનામાં રૂ. 30 અને કિસાન પરિવહન યોજનામાં ખેડૂતને રૂ.75 હજાર સુધી આપે છે. 1.16 લાખ ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ 8400 ખેડુતોને કિસાન પરિવહન યોજના સાથે રૂ.400 કરોડના લાભ આપેલા છે. આગામી 3 મહિનામાં 1.16 લાખ ખેતરમાં બનેલા ગોડાઉનમાં 2.32 લાખ ટન અનાજની સંગ્રહ શક્તિ ઊભી થશે. અમે ખેડૂતોના નામે મગરના આંસુ સારનારા કે રાજકારણના આટાપાટા ખેલનારા નથી. સમયસર…
રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં 60 કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું જાણવા મળ્યું છે. ગત 5 ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કર્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે 500 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચનો અંદાજ લગાવાઇ રહ્યો છે,ત્યારે રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા ઉપાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ટ્રસ્ટના ખાતામાંથી લખનોની એક બેંકમાંથી ક્લોન ચેક દ્વારા 6 લાખ રૂપિયા ઉપાડી લેવાયાનો મામલો સામે આવ્યો છે. પહેલા…
વેલિંગ્ટનમાં 2014 માં ભારત-ન્યુઝીલેન્ડની ટેસ્ટ મેચ રમાઈ હતી. ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 192 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે પ્રથમ દાવ 680 રનમાં બંધ જાહેર કર્યો હતો. બીજી ઇનિંગ્સમાં મેક્કુલમની અણનમ 302 રનની મદદથી ન્યુઝીલેન્ડે મેચ ડ્રો કરવામાં મદદ કરી. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેપ્ટન કૂલ તરીકે જાણીતા છે. ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે તે મેદાન પર ગુસ્સે જોવા મળ્યો હોય. જો કે, થોડા દિવસો પહેલા ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ધડાકો કર્યો હતો કે ધોની એક વખત તેની ઉપર ગુસ્સે થયા હતા. ત્યારે ધોનીએ શમીને કહ્યું હતું, ‘તારા જેવા ઘણાં આવી ગયાં છે.’ બંગાળના ક્રિકેટર મનોજ તિવારી સાથે એક વીડિયો…
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે આ વર્ષે 14000 કર્મચારીઓની નિમણૂકો કરવાની યોજના છે. બેંક લોનનો ધંધો વિસ્તાર કરી રહ્યું છે જેના માટે નવા કર્મચારીઓની જરૂર પડશે. વીઆરએસ યોજના ખર્ચ ઘટાડવા માટે લાવવામાં આવી નથી. નવા કર્મચારીઓ લેશે તેનો પગાર નિવૃત્ત થઈ રહેલા કર્મચારી કરતાં માંડ 20 ટકા હશે. તેથી 80 ટકા પગાર બચી જશે. 14 હજાર યુવાન કર્મચારીઓ જૂના કર્મચારીઓ કરતાં બે ઘણી ઝડપે કામ કરશે. આમ બેંકનું આર્થિક ભારણ ઓછું થશે. બેંકે તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના તૈયાર કરી છે, જેમાં લગભગ 30,190 કર્મચારીઓને નિવૃત્ત કરી દેવાશે. એસબીઆઈની વીઆરએસ યોજના આવા તમામ…
પેંગોંગ સો ક્ષેત્રમાં ડેડલોક સાઈટ પર 29-30 ઓગસ્ટ 2020એ ભારતના જવાનોએ ચીની લશ્કરને ભગાડી મૂક્યું તેનાથી રાષ્ટ્રપતિ શી જિનપિંગની કામગીરી ઓછી થઈ નથી. સી જિનપિંગ તેના લશ્કરથી નારાજ છે. ભારતીય સૈન્યની કાર્યવાહીથી ચીની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) પણ ખુશ નથી. 15 જૂન 2020એ શી જિનપિંગનો 67 મો જન્મદિવસ હતો. 15 જૂને ભારતમાં ચીન ઘુસી આપ્યું હતું. ચીની સૈન્યના 40 સૈનિકો માર્યા ગયા હતા. સી માટે ભારતે જન્મદિવસની આવી ક્રુર ભેટ આપી હતી. જન્મદિવસના પ્રસંગે ચીની સેનાને થયેલા નુકસાનની અસર જિનપિંગના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ હતી. હવે 30 ઓગસ્ટ ચીનને ભારતના સૈનિકોએ મારી હઠાવ્યા પછી ફરી વખત સી જિનપિંગ નારાજ છે. પીપલ્સ…
વિશ્વ આરોગ્ય સંગઠન -WHO એ વિશ્વને ચેતવણી આપી છે કે બીજા રોગચાળા માટે તૈયાર રહે. કોરોના વાયરસના ચેપ અને તેની અસરોને ધ્યાનમાં રાખીને ડબ્લ્યુએચઓનાં વડા ડો. ટેડ્રોસ અધનોમ બ્રેસિસે સોમવારે મોડી સાંજે જણાવ્યું હતું. જાહેર આરોગ્ય માટે ઘણાં બધાં નાણાંનું રોકાણ કરવું પડશે. નહીં તો કોરોના જેવી સ્થિતિની અપેક્ષા છે. કોરોનાવાયરસને કારણે 2.71 કરોડ લોકોને ચેપ લાગ્યો હતો અને 8.88 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. કોવિડ -19 એ ફક્ત ડિસેમ્બર 2019 થી હવે ઘણા દેશોમાં તેની ભયાનકતા વધી રહી છે. કોરોના નિયંત્રિત કરવો મુશ્કેલ છે. આ કોઈ છેલ્લો રોગચાળો નથી, ઇતિહાસ અનેક રોગચાળોનો સાક્ષી રહ્યો છે. વિશ્વભરના દેશોએ સંભવિત…