સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે. સોમનાથ મંદિરમાં માસિક આવક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા થતી હોય છે. હાલ આવક માત્ર 17 લાખ રૂપિયા થાય છે. આ મંદિરમાં 650 લોકોનો સ્ટાફ છે. દર મહિને પગાર પણ કરવાનો હોય છે. આ પગારની રકમ પણ એક કરોડ રૂપિયા જેટલી છે. લોકો…
કવિ: Karan Parmar
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની તમામ યુનિ.ઓ સાથે જોડાયેલી કોલેજોમાં અંદાજે ચારથી પાંચ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ સ્થિતિમાં ઓનલાઈન એજયુકેશન લઈ રહેલા વિદ્યાર્થીઓના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે 82,197 વિદ્યાર્થીએ ઓનલાઈન…
ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાત ક્યાંય નથી. તેના સ્થાને ભેંસના ઉછેરમાં ગુજરાત સમગ્ર દેશમાં 3 નંબર પર આવી ગયું છે. ગુજરાતમાં ગાય કરતાં ભેંસને વધારે મહત્વ 24 વર્ષમાં આપવામાં આવતાં આજે આવી સ્થિતી આવીને ઊભી રહી છે. ગુજરાતમાં 1.04 કરોડ ભેંસ છે અને ગાય 92 લાખ…
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા. હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,437 જણાવી રહી છે અને મૃતકોની સત્તાકીય સંખ્યા માત્ર 17,190 જોવા મળી રહી છે પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 20 જુલાઈ સુધી જ સંક્રમિતની સાચી સંખ્યા 4,51,024 થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ 18 જુલાઈએ ચોંકાવનારો દાવો કર્યો હતો.…
દેશના વિકાસને સમજવા માટે ચાણક્યનું એક વિધાન અત્યંત વાજબી રીતે યાદ આવી રહ્યું છે. ચાણક્યએ કહ્યું છે કે ‘જે રાષ્ટ્ર કે રાજ્યના નાગરિકોની માંગ ઓછી હોય એ રાષ્ટ્ર અને રાજ્ય વિકાસની તરફ હરણફાળ ભરે છે.’ ચાણક્યના આ વિધાનને સૌકોઈએ સમજવાની જરૂર છે. સૌકોઈએ એ વાતને નોંધવાની જરૂર છે કે જે વાત થઈ છે એ માંગના દૃષ્ટિકોણથી થઈ છે અને માંગ ઓછી થાય કે પછી માંગનું પ્રમાણ ઘટે એ વિકાસ માટે અત્યંત આવશ્યક છે. રાષ્ટ્રમાંથી જ્યારે માંગનો ઘટાડો થાય ત્યારે સમજવું કે પ્રજા સંતુષ્ટ છે અને જ્યારે માંગ કે વિના કારણની માંગનું પ્રમાણ વધી જાય ત્યારે માનવું કે પ્રજાને અંસતુષ્ટ કરવામાં…
04.08.2020 Text Box: • ભારતમાં હવે સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસો કરતાં બમણી થઇ ગઇ. • કુલ સાજા થયેલાનો આંકડો 12.3 લાખ કરતાં વધારે; સાજા થવાનો દર વધીને 66.31% થયો. • ભારતમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% નોંધાયો. • છેલ્લા 24 કલાકમાં 6.6 લાખથી વધુ સેમ્પલનું કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યું. • 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો. ભારતમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા હાલમાં સક્રિય કેસો કરતા બમણી થઇ; હાલમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 12.3 લાખ કરતા વધુ થયો; સાજા થવાનો દર વધીને 66.31% થયો; દેશમાં મૃત્યુદર વધુ ઘટીને 2.1% સુધી પહોંચ્યો ભારતમાં કોવિડ-19માંથી 12,30,509…
ચીનના હોંગકોંગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના વાઈરોલોજિસ્ટ ડો.લી. મેંગ યાન ચીન પ્રશાસિત હોંગકોંગથી ભાગીને અમેરિકા પહોંચેલા છે. તેઓ દાવો કરે છે કે કોરોના વાયરસ ચીનની સૈન્ય લેબમાં બનાવવામાં આવ્યો હતો. તેણીએ ચીનના વેટ માર્કેટમાંથી આ ખતરનાક વાયરસની ઉત્પત્તિ વિશેની ધારણાઓને પણ નકારી હતી. જોકે, ચીને તેમના આ દાવાઓને નકારી દીધા છે. તાઇવાની સમાચાર એજન્સી લ્યૂડ પ્રેસ સાથેના લાઈવ સ્ટ્રીમ ઇન્ટરવ્યુ દરમિયાન ડો. લી મેંગ યાને કહ્યું કે, જ્યારે રોગચાળો ફેલાવવાનું શરૂ થયું, ત્યારે મેં સ્પષ્ટ આંકલન કર્યું હતું કે આ વાયરસ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની લશ્કરી પ્રયોગશાળામાંથી આવ્યો છે. તેને છુપાવવા માટે વુહાન વેટ માર્કેટની કહાની બનાવવામાં આવી છે. ડાૅ. લી મેંગ…
ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પછી, નેપાળ સરકારે જે રીતે તેમના દેશનો નકશો વાટાઘાટો કર્યા વિના જારી કર્યો તે પછી પાકિસ્તાને પણ તેમાંથી શીખવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મંગળવારે મળેલી બેઠક દરમિયાન દેશનો નકશો અમલમાં મૂક્યો જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરમાં સિયાચીન અને ગુજરાતમાં જૂનાગઢનો દાવો કર્યો છે. https://twitter.com/pid_gov/status/1290633783386034176 ઈમરાન ખાને કેબિનેટની બેઠક બાદ દેશનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો છે. આ નકશામાં સિયાચીનને પાકિસ્તાનનો એક ભાગ ગણાવ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારતે અહીં ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. આટલું જ નહીં, એમ માનીને કે સર ક્રીકમાં તેનો ભારત સાથે વિવાદ છે, પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું છે…
એનસીડીસી 18 જુદા જુદા રાજ્યો માટે ‘સહકારી મંડળીઓની રચના અને નોંધણી’ પર માર્ગદર્શિકા વિડિઓઝ પણ રજૂ કરે છે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (એનસીડીસી) ની સહકારી કોપ્ટ્યુબ ચેનલ શરૂ કરી. એનસીડીસીએ તેની ચેનલને એક સ્ટોપ ચેનલ તરીકે શરૂ કરી છે, જે શરૂઆતમાં હિન્દી અને 18 રાજ્યોની પ્રાદેશિક ભાષાઓમાં હશે. રાજ્યો માટે ‘સહકારી મંડળીઓની રચના અને નોંધણી’ સંબંધિત માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી હતી. સહકાર એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. સહકાર દ્વારા જૂથમાં કામ કરવું ચોક્કસપણે પ્રગતિ તરફ દોરી જાય છે. એપેક્સ વૈધાનિક સંસ્થા તરીકે, તેણે સહકારી મંડળીઓને અત્યાર સુધીમાં 1,54,000 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપી છે અને એકલા છેલ્લા 6 વર્ષમાં…
ભારતીય દ્વારા બનાવેલી એક અનોખી શોધ એક સાયકલ જે રેલવે ટ્રેક ઉપર ચાલી શકે છે, તે મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ ટ્વીટર પર શેર કરી છે. પંકજ સોઇન નામના રેલ્વે સિવિલ એન્જિનિયર દ્વારા ડીઆઈવાય સાયકલની શોધ કરવામાં આવી હતી. પંકજ સોઈને આ લાઇટવેઇટ સાયકલને રેલ્વે ટ્રેકની જાળવણીમાં ટ્રેકમેનના કંટાળાજનક કાર્યને ઘટાડવાના હેતુથી ડિઝાઇન કરી હતી. ફક્ત 20 કિલો વજનની આ સાયકલ જાતે જ ઉપાડી શકાય છે અને તેને પાટા પર મૂકી શકાય છે જેથી તેને સરળતાથી ચલાવી શકાય અને સમારકામની જગ્યાએ પહોંચી શકાય. આ સાયકલ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે અને બે લોકો તેને લઈ જઇ શકે…