માણસ દીઠ ગુજરાતમાં વર્ષે 71 કિલો કેળા પેદા થાય છે. ગુજરાતે માણસ દીઠ 15 કિલો કેળાનું ઉત્પાદન 10 વર્ષમાં કરી બતાવ્યું છે. મહિને 6 કિલો કેળા દરેક માણસ ખાય છે. આમ કેળાનું જબ્બર ઉત્પાદન ખેડૂતો કરી શક્યા છે. ગુજરાત સરકારે કેળાના ઉત્પાદન અંગે હમણાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. ભારતના લોકો વર્ષે 23 કિલો કેળા ખાય છે. તેની સામે ગુજરાતમાં 71 કિલો કેળા પાકે છે. જે મોટા ભાગે ગુજરાતમાં જ ખવાય જાય છે. ભારતના લોકો કરતાં 3 ગણાં કેળા ગુજરાતમાં થાય છે. શ્રાવણ માસમાં કેળાહાર વધી જાય છે. આમેય ગુજરાત પહેલાથી શાકાહારી પ્રદેશ છે. અને હવે રાંધેલા ખોરાકના બદલે…
કવિ: Karan Parmar
અવાખલ ગામના ખેડૂતે થાઈલેન્ડના બિયા વગરના મોટા લીંબુ પકવ્યા ગુજરાતના બાગાયતી વિભાગે થાઈલેન્ડના બિંયા વગરના લીંબુની ખેતીને સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. ગુજરાતમાં જ્યારથી ભૂપેન્દ્ર ચૂડાસમાએ એક કૃષિ યુનિવર્સિટીને 5 યુનિવર્સિટી બનાવી દીધી ત્યારથી નવા સંશોધનો ઓછા થઈ રહ્યાં છે. હવે વિદેશી બિયારણને ગુજરતાના ગૌરવ તરીકે ભાજપ સરકાર જાહેર કરી રહી છે. બિંયા વગરના લીંબુ વિદેશી ટીસ્યુકલ્ચરની ઓલાદ છે જેને બાગાયતી વિભાગે હવે સફળ કિસ્સા તરીકે જાહેર કર્યું છે. જ્યારથી કોરોનાનો રોગ આવ્યો છે ત્યારથી લીંબુની ખપત બેસુમાર વધી છે. લોકો રોજ લીંબુનો રસ પી રહ્યાં છે. જેમાં ભરપુર વીટામીન સી છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખલ ગામ અને…
ભાઈની રક્ષા કરવા બહેન આ વર્ષે ચીનની રાખડી ખરીદી ન શકી, એક હજાર કરોડનો ચીનને ફટકો પડ્યો હોવાનો દાવો છે. એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે આશરે 50 કરોડ રાખડીઓનો વેપાર થાય છે, જેની કિંમત આશરે 6 હજાર કરોડ છે. ઘણા વર્ષોથી ચીનથી રાખડીઓ આવે છે. આ વર્ષે ચીનની 1 કે 2 હજાર કરોડની રાખડી વાપરવામાં આવી નથી. કોરોનાના ડરને કારણે બજાર કે ઓનલાઈન બજારમાં રાખડી ખરીદવા ઘમાં લોકો ગયા નથી. પ્રાચીન સમયની જેમ ઘરે બનાવેલી દોરાની રાખડી બાંધી રહી છે. 9 ઓગસ્ટે ભારત છોડો ચીની ચીજોના બહિષ્કાર કરવા 9 ઓગસ્ટ 2020થી ભારત છોડો આંદોલન શરૂ કરાશે. દેશભરમાં 800 થી વધુ સ્થળોએ,…
જમ્મુ-કાશ્મીરથી 5 ઓગસ્ટ 2019 ના રોજ, કેન્દ્ર સરકાર દ્વારા કલમ 370 ની વિશેષ રાજ્યની બંધારણીય જોગવાઈને રદ કરવામાં આવી હતી. પીડીપીએ આરોપ લગાવ્યો કે ભાજપ જમ્મુ-કાશ્મીરના લોકોનું કલ્યાણ સુનિશ્ચિત કરવાને બદલે રાજ્યમાં જમીન કબજે કરી રહ્યું છે. પીડીપી અને અન્ય જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ સર્વસંમતિથી જમ્મુ-કાશ્મીરની ઓળખ, સ્વાયત્તતા અને વિશેષ દરજ્જાની લડત અને રક્ષણ માટે એક થવાનું વચન આપ્યું હતું. બીજા જ દિવસે જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કલમ 370 હટાવવાની ઘોષણા કરી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને ઘણા નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. મહિનાઓની અટકાયત પછી તેમને મુક્ત કરાયા છે. તેમની પાસેથી લેખિતમાં નિવેદન લેવામાં આવ્યા…
ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ…
નવી દિલ્હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલપમેન્ટવાળી યુદ્ધનીતિ છે. આ સમજૂતી વર્ષોથી ઠંડી પડેલી હતી પરંતુ જ્યારે ચીન અને ભારતની વચ્ચે LAC પર તણાવ વધ્યો તો હવે વર્ષોથી બંધ આ પ્રોજેક્ટને ચીને તરત શરૂ કરી દીધો. ચીનની ટીમ હવે તિબેટથી કાઠમંડૂ સુધી આ રેલવે…
25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્ટના શુદ્ધ પાણીથી ઈરિગેશન કરી હતી. ગ્રીન હાઉસમાં સંપૂર્ણ ઓટોમેશન પદ્ધતિથી પાણી અને ખાતર આપતો હતો. ઉપરાંત ગ્રીન હાઉસમાં ભેજ અને તાપમાન પણ આપોઆપ નિયંત્રિત થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ખાસ વાતમાં આખો પ્રોજેક્ટ હાઈડ્રોપોનિક 2009માં બનાવ્યો હતો. જમીનનો તેમાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. ઓટામેશન પદ્ધતિથી સજજ હાઈટેન્ગ્રીન હાઉસ,…
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે. કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે. જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ…
ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી. રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા. વળી ફળોના 11200 હેક્ટર વિસ્તારમાં બગીચા બનાવવા માટે નકકી કરાયું હતું. તે માટે કૃષિ મંત્રીએ રૂ.27.75 કરોડ રકમ ફાળવી હતી. પણ માંગ 6120 હેક્ટરમાં એટલે કે 50 ટકા બગીચા બની શક્યા અને તેની પાછળ માંગ 12 કરોડ આપવામાં આવ્યા હતા. ફૂલોના બગીચા 685 હેક્ટર…
27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબદાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં ખેડૂતો હવે અનાજ ઓછુ ઉગાડી રહ્યાં છે. અન્નદાતા હવે રોકડ તરફ ગયા છે. પાંચ વર્ષ પહેલાં 2013માં 15.56 લાખ હેક્ટરમાં અનાજ વાવવામાં આવ્યું હતું તેની સામે આ વર્ષે 9.56 લાખ હેક્ટરમાં જ વાવાણી કરી છે. જે ચોમાસુ પુરું થતાં વધીને 10…