કવિ: Karan Parmar

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે દવાઓ અને હોમિયોપેથી ક્ષેત્રની પરંપરાગત પ્રણાલીમાં પારસ્પરિક સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે 2 નવેમ્બર 2018ના રોજ કરવામાં આવ્યો હતો. વિગતો આનાથી બંને દેશો વચ્ચે દવાઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક સહયોગથી કામ કરવાનું માળખું તૈયાર થશે અને તેનાથી બંને દેશોને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં પારસ્પરિક ફાયદો થશે. ઉદ્દેશ આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે સમાનતા અને પારસ્પરિક લાભના આધારે દવાઓની પરંપરાગત પ્રણાલીઓના ક્ષેત્રને મજબૂત બનાવવાનો, પ્રોત્સાહન આપવાનો અને સહકાર વધારવાનો છે. આ સમજૂતી કરાર નીચે દર્શાવેલી સહકારની…

Read More

રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનું ગરબાનું આયોજન કરતું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા માટે પહોંચ્યું હતું, અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગરબા આયોજકોએ આ મોટા તહેવાર સાથે ઘણાં લોકોની રોજગારી જોડાયેલી હોવાથી તેનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવે…

Read More

ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છીએ. ગયા વર્ષે રેલ્વેએ પેસેન્જર ટ્રેનોમાંથી આશરે 50,000 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે હમણાં અમને ખબર નથી કે ભવિષ્યમાં કોરોના વાયરસની સ્થિતિ શું હશે. વિનોદકુમાર યાદવે કહ્યું કે રેલવે…

Read More

કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં 1973માં આપણાં દેશમાં માત્ર 9 ટાઇગર રિઝર્વ હચા. જેમની સંખ્યા હવે વધીને 50 થઈ ગઈ છે. તેમણે કહ્યું તે એ પણ જાણવું જરૂરી છે કે આ બધાં ખરાબ સ્થતિમાં નતી. આ બધાં સારા છે કાં તો બેસ્ટ છે. રિપોર્ટ જાહેર કરતાં તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વની 2.5 ટકા જમીન છે. વિશ્વનો 4 ટકા વરસાદ અને 16 ટકા જનસંખ્યા ભારતમાં છે. ત્યાર પછી પણ ભારત વિશ્વની 8 ટકા જૈવ-વિવિધતાનો ભાગ છે. આ માટે…

Read More

સરકાર દેશમાં પ્રાઇવેટ માલગાડીઓ ચલાવવાની યોજના બનાવી રહી છે. સરકાર ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બન્યા પછી માલગાડી ચલાવવા માટે પ્રાઇવેટ કંપનીઓને સામેલ કરશે. હાલ દેશમાં ભારતીય રેલવે જ માલગાડી ચલાવે છે. તમને જણાવી દઈએ કે સરકારે 2023 સુધી પ્રાઇવેટ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રાઇવેટ ટ્રેન ચલાવવા માટે 16 કંપનીઓએ રસ દાખવ્યો છે. સરકાર રેલવે ટ્રાફિકને ઓછો કરવા અને સામાનની સરળતાથી ડિલિવરી માટે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર બનાવી રહી છે. 80 હજાર કરોડથી વધારેના ખર્ચથી ડીએફસીના બે કોરિડોર પ્રથમ ચરણમાં બની રહ્યા છે. વેસ્ટર્ન કોરિડોરનો 350 કિલોમીટરનો ભાગ રેલવેએ તૈયાર કરી લીધો છે અને આ ટ્રાયલ પછી વેસ્ટર્ન કોરિડોરના ભાગમાં માલની હેરફેર…

Read More

વૈશ્વિક મહામારી દરમ્યાન લોકોને ગુજરાન ચલાવવાની તકલીફ થઈ રહી છે તેવા સમયે પણ આ લોકો પ્રજાના રૂપિયા બે હાથે લૂંટી રહયા છે. કોરોનાના દર્દીઓને કવોરેન્ટાઈન કરવામાં આવે છે તે સ્થળેથી કચરો એકત્રિત કરવાના નામે કેટલાક લોકો કરદાતાઓના પરસેવાની કમાણી ઘર ભેગી કરી રહયા છે. જેને મ્યુનિ. શાસકો મુક સમંતિ પણ આપી રહયા છે. સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં કવોરેન્ટાઈન દર્દીઓ તથા કોવીડ કેર સેન્ટરોમાંથી કચરો એકત્રિત કરવા માટે રજુ થયેલ વિવાદાસ્પદ દરખાસ્તને કમીટી ચેરમેને મંજુર કરી છે. નોધનીય બાબત એ છે કે કમીટી સભ્યના ઉગ્ર વિરોધની પણ નોધ લેવામાં આવી ન હતી. જયારે સોલીડ વેસ્ટ ખાતા તરફથી રજુ કરવામાં આવેલી દરખાસ્તનો લાભ…

Read More

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ બનાસકાંઠામાં મળ્યા હતા. તે અંગે એક ટ્વીટ હાર્દિક પટેલે કર્યું તેની સાથે તેનો અલ્પનીય વિરોધ શરૂં થઈ ગયો હતો. કારણ કે બન્ને મળીને વિજય રૂપાણી સરકારના કૌભાંડો જાહેર કરવાના હતા. આ રહ્યું એ ટ્વીટ મને બનાસકાંઠા જિલ્લામાં મારો સાથી મળ્યો. હું અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબ પરિવારોની હાલત વિશે હંમેશાં ચિંતા કરતા રહીએ છીએ. આજે પણ જીગ્નેશે મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરી, કૌભાંડોમાં જલ્દીથી ભાજપ સરકારનો પર્દાફાશ કરશે. https://twitter.com/HardikPatel_/status/1288150959785467904 આવું કેમ ? આ એક સામાન્ય ટ્વીટ છે. જેમાં ગુજરાતના કોઈ પણ નાગરિક બોલી શકે છે. પણ જેવું હાર્દિક પટેલે…

Read More

લેખક – જયરાજસિંહ પરમાર પ્રસિદ્ધ લેખકનું અધઃપતન એટલે શ્રી ગુણવંતભાઇ શાહ, ગુણવંતભાઇ શાહ, આપનો બીજી ઓક્ટોબરે પ્રતિષ્ઠિત અખબાર દીવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયેલ ” યુધ્ધ ના ભણકારા વાગતા હોય ત્યારે મોદી દ્વેષ પ્રગટ કરવાનું યોગ્ય ખરુ ? ” આ મથાળા હેઠળનો લેખ વાંચ્યો. એક વાચક તરીકે અને દેશના જાગૃત નાગરીક તરીકે હું મારી વ્યક્તિગત લાગણી આપ સુધી પહોચાડવા નો પ્રયત્ન કરી રહ્યો છું . સમગ્ર લેખ કોઇ તાર્કીક કે બૌધિક આધાર ના બદલે વ્યક્તિપૂજા પર લખાયો હોય તેવુ સ્પષ્ટ જણાય છે. એક એક શબ્દમાંથી ઝરતો મોદી પ્રેમ એક વરિષ્ઠ લેખક અને પત્રકારની કલમ કઇ હદે સત્તા આગળ શાષ્ટાંગ દડંવત કરી શકે…

Read More

ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે. નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે ૧૦ રૂપિયામાં પાંચ માસ્કના પેકિંગમાં માસ્ક મળશે

Read More

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના ભારત હવામાન વિભાગે તાજેતરના વર્ષોમાં હવામાનની આગાહી અને ચેતવણી સેવાઓનો ઉપયોગ નવીનતમ સાધનો અને તકનીકો પર આધારીત કરવા માટે ઘણા નવીન પગલા લીધા છે. આ પહેલ આગળ વધારવા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ભારત હવામાન વિભાગ માટે મોબાઇલ એપ્લિકેશન ‘મોસમ’ શરૂ કરી છે. આ મોબાઇલ એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને પર ઉપલબ્ધ છે. To Download:   Playstore,Android      Appstore,iOS,Apple આ મોબાઇલ એપ્લિકેશન સામાન્ય લોકો માટે સમર્પિત છે અને તેનું માળખું તકનીકી ચેનલો વિના હવામાન માહિતી અને આગાહીઓને સરળ રીતે પ્રસારિત કરવા માટે રચાયેલ છે. વપરાશકર્તાઓ હવામાન, આગાહીઓ, રડાર છબીઓને એક્સેસ કરી શકે છે અને નજીકના હવામાન…

Read More