કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની યુથ બ્રિગેડને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. રાહુલ ગાંધી જયારે પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે આ નેતા તેના ઘણા નજીકના હતા અને તેમના પર રાહુલ ગાંધીનો વિશ્વાસ પણ ઘણો હતો. પાર્ટીના તમામ નેતાઓના મનમાં હવે આ સવાલ ચાલી રહ્યો છે કે હવે પછી કોણ? જયારે તેમના મગજમાં આ સવાલ આવે છે તો તેમના મનમાં સૌથી પહેલા તો રાહુલ ગાંધીના નજીકના લોકોનું નામ જ આવે છે. જયોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલટ રાહુલની યંગબ્રિગેડના બે મહત્વના નેતા હતા અને તેમના બળવાથી કોંગ્રેસમાં ચિંતા થવી સ્વાભાવિક છે. કોંગ્રેસ વર્કિંગ કમિટીના એક નેતાનું કહેવું છે કે જે નેતાઓને ઓછા સમયમાં…
કવિ: Karan Parmar
દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં 14.2 કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ 637 રૂપિયા હતો જે હવે 594 રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર 100 રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત 494.35 રૂપિયા વધીને 594 રૂપિયા થઈ ગઈ. સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષે મેથી જ સબ્સિડી અને સબસીડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત સરખી થઈ ગઈ છે. આ વર્ષે મે, જૂન અને જુલાઇમાં ગ્રાહકોને કોઇ સબસીડી નથી મળી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારની યોજના…
ધારાવીમાં રવિવારે કોરોનાના બે નવા કેસ સામે આવ્યા છે. આ વાતની જાણકારી બીએમસીએ આપી હતી. અહીં અત્યાર સુધીમાં 2531 કેસ સામે આવ્યા છે. તેમાંથી 113 દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. ધારાવીમાં કોરોના સામે લડવાના વખાણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કરી ચૂક્યું છે.
દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 13 લાખને પર પહોંચી ગઈ છે ત્યાં ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કોરોનાના ખાત્મા માટે હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. રામ મંદિરના નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ ભૂમિ પૂજન કરવામાં આવશે. ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે લોકોને 5 ઓગસ્ટ સુધી દિવસમાં પાંચ વખત હનુમાન ચાલીસના પાઠ કરવાની અપીલ કરી છે. તેમના મતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી કોરોના મહામારીનો વિનાશ થઈ જશે. https://twitter.com/SadhviPragya_MP/status/1287008746904752128 પ્રજ્ઞા ઠાકુરે ટ્વિટ કરીને જણાવ્યું કે, આવો આપણે બધા સાથે મળીને કોરોના મહામારીનો ખાત્મો કરવા માટે લોકોના સારા સ્વાસ્થ્યની કામના માટે એક આધ્યાત્મિક પ્રયાસ કરીએ. આજે ૨૫થી 5 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 7 વાગ્યે…
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોક રાણાના આગ્રાના સિકંદરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા કમલા ફાર્મ હાઉસ ખાતે પોલીસે વેશ્યાવૃત્તિ પકડી હતી. ત્રણ હેન્ડલર્સ, બે એજન્ટો અને પશ્ચિમ બંગાળ ત્રણ યુવક-યુવતી પકડાઇ હતી. સહિત નવ લોકો ઝડપાયા હતા. ફાર્મ હાઉસમાંથી, મહિલાઓને અન્ય હોટલમાં પણ મોકલવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ અનૈતિક બોડી ટ્રેડ એક્ટનો દાવો કરવામાં આવ્યો છે. અશોક પણ ભાગ લેતો. જોકે તેણે આ વાતનો ઇનકાર કર્યો હતો, તેમ કહીને કે તેણે ફાર્મહાઉસ લીઝ પર દીધું છે. સચિન, પરમ, વિષ્ણુ અને વિશાલ ગોયલને ભાડે આપી દીધું છે. દેહ વેપારની મહિલા નેતા પાસેથી ઘણી માહિતી મળી હતી. એએસપી સૌરભ દિક્ષિત અને એસીએમ વિનોદ જોશીએ…
હિમાચલપ્રદેશના કિન્નૌર જિલ્લાના કુન્નુ ચારંગ સરહદ પરનું છેલ્લું ગામ છે. કુન્નુ ચારંગના ગામના લોકોએ ચીની ક્ષેત્રમાં કર્યા બાદ આ દાવો કર્યો છે કે છેલ્લા બે મહીનામાં ચીને સરહદની નજીક 20 કિલોમીટર લાંબી રોડ બનાવી લીધી છે. મોરંગ ખીણ ક્ષેત્રના છેલ્લા ગામ કુન્નૂ ચારંગના ગામના લોકોએ દાવો કર્યો છે કે ચીન રાત્રિના અંધારામાં તેજ ગતિથી ખેમકુલ્લા પાસની તરફ રોડ નિર્માણનું કામ કરી રહ્યું છે. ચીનની તરફથી રાતના સમયે ડ્રોન પણ આવી રહ્યા છે. લોકોએ ચીન તરફથી બનાવવામાં આવી રહેલી રોડ નો મેન્સ લેન્ડમાં હોવાની આશંકા વ્યક્ત કરી છે. જ્યારે, કિન્નૌર જિલ્લાના પોલીસ વડા સાજૂ રામ રાણાએ સરહદી ગામોમાં ડ્રોન આવવાની પુષ્ટિ…
ઓસ્કર વિજેતા મ્યૂઝિક ડિરેક્ટર એ.આર રહેમાને દાવો કર્યો છે કે, બૉલિવૂડમાં એક એવી ગેંગ સક્રિય છે. જેના કારણે તેમને કામ મળવામાં અવરોધ આવી રહ્યો છે. રહેમાનની આ પ્રતિક્રિયા એવા સમયે સામે આવી છે, જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ગત મહિને આત્મહત્યા કર્યા બાદ બોલિવૂડમાં “ઈનસાઈડર અને આઉટસાઈડર”ને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. સંગીતકારનો આરોપ છે કે, “મારા વિશે એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. જેથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં મને કામ જ ના આપવામાં આવે. ચોંકાવનારી વાત એ છે કે, બોલિવૂડ ગેંગે અહીં સુધી પ્રયત્ન કર્યો કે, સુશાંત સિંહની આખરી ફિલ્મમાં મારુ સંગીત જ ના હોય. આ ગેંગે ડિરેક્ટર મુકેશ છાબડાને પણ…
શુક્રવાર અને શનિવારે રાત્રે 3 વાગ્યે FBIએ સાન ફ્રાન્સિસ્કોમાં ડિપ્લોમેટિક ફેસેલિટીથી તાંગ ઝૂઆન (37)ની ધરપકડ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ દેશમાં વધુ ત્રણ ચીની જાસૂસોની શોધ કરી રહી છે. દેશની સરહદો પર અધિકારીઓને એલર્ટ રહેવા જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાંગને ઘણી વાર દેશના વિવિધ કોન્સ્યુલેટ અથવા રાજદ્વારી ફેસેલિટીમાં જતા જોવામાં આવતા હતા. તાંગ પોતે સોશિયલ મીડિયા પર નહોતી. જોકે, તેના એક મિત્રે તેનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. તાંગે બેઇજિંગમાં આર્મી લેબમાં કામ કર્યું ત્યારે આ ફોટો બનાવવામાં આવ્યો હતો. FBIની શંકાની પુષ્ટિ મળી થઈ. ત્યાર બાદ તાંગ ઉપર દેખરેખ વધારવામાં આવી હતી. તાંગ જાસુસી…
યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે છે અને એમ પણ નોંધ્યું છે કે ભારતીય ઉપખંડમાં અલ કાયદાની આતંકવાદી સંગઠન આ વિસ્તારમાં હુમલાની યોજના ઘડી રહી છે. છે. માનવામાં આવે છે કે આ સંગઠનમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમારના 150 થી 200 આતંકીઓ છે. ISIS, અલ-કાયદા અને સાથી વ્યક્તિઓ અને સંસ્થાઓને લગતી વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધોની દેખરેખ ટીમના 26 મા અહેવાલમાં જણાવાયું છે કે ભારતીય ઉપખંડમાં અલ-કાયદા અફઘાનિસ્તાનના નિમરોઝ, હેલુમંદ અને કંદહાર પ્રાંતમાંથી તાલિબાન હેઠળ કામ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “અહેવાલો અનુસાર આ સંગઠનમાં બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર અને…
રિપોર્ટ મુજબ, દેશના સ્માર્ટફોન માર્કેટ પર ઓપ્પો, વીવો અને રિયલમી જેવી ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો હતો પણ હવે તેમની ભાગીદારી ઘટી રહી છે. રિપોર્ટ મુજબ એપ્રિલથી જૂન સુધીના ત્રિમાસિકગાળામાં દેશમાં સ્માર્ટફોનનું વેચાણ વાર્ષિક ધોરણે ૫૧% ઘટીને ૧.૮ કરોડ યુનિટ જેટલું રહ્યું. જેમાં બીજુ મહત્વનું કારણ લોકડાઉનના પ્રથમ ૪૦ દિવસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને સેલ્સ બિલકુલ બંધ હોવાથી સ્માર્ટફોનના વેચાણને મોટી અસર થઈ છે. ભારતીય બજારમાં ચાઇનીઝ સ્માર્ટફોનનું વેચાણ વર્ષના બીજા ત્રિમાસિક ગાળા એટલે કે એપ્રિલથી જૂન ૨૦૨૦ વચ્ચે ઘટીને ૭૨ ટકા પર આવી ગયું છે. જે અગાઉના ત્રિમાસિક ગાળામાં ૮૧% હતું. જેનું સૌથી મોટું કારણ ચીન સાથે ગલવાન ખીણમાં વિવાદ બાદ ઉગ્ર…