કવિ: Karan Parmar

https://twitter.com/narendramodi/status/1286344650299768834 ગાંધીનગર, 25 જૂલાઈ 2020 મોદીએ નીતિન પટેલ અને સીઆર પાટિલને વિજય રૂપાણી હેઠળ રાખ્યા છે. અમિત શાહ અને વિજય રૂપાણી ચોંકી ગયા છે. પાટિલની કારકીર્દિ સારી નથી, તેમ છતાં તેમને ગુજરાત ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે વિજય રૂપાણીનો વારો છે. તે પાટિલથી ખુશ નથી અને મોદી રૂપાણીથી ખુશ નથી. તેથી પાટીલને મોદીએ દિલ્હી બોલાવીને ભાજપના નેતાઓને કહી દીધું છે કે કંઈ પણ ફેરફાર થઈ શકે છે. સંગઠનમાં પરિવર્તન થયું અને સફેદવસ્ત્રધારી સુરતીલાલા, આમ તો મરાઠીભાઉ કહી શકાય એવા સીઆરપી-107ને આગામી ચૂંટણીઓની જવાબદારી સોંપવામાં આવી. નખ વગરના વાઘાણી ગયા. અને હવે સંગઠનની બેઠકોમાં સીઆરપીની સાથે સીએમ તરીકે કોણ હશે…

Read More

દેશમાં પહેલી વખત, માત્ર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સર્વાધિક એટલે કે 4,20,000 કરતાં વધારે કોવિડના પરીક્ષણો કરવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત 3,50,000થી વધુ પરીક્ષણ કરવામાં આવી રહ્યાં હતાં, જેમાં સતત નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 4,20,898 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા છે, જેના કારણે પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)નો સરેરાશ આંકડો વધીને 11,485 સુધી પહોંચી ગયો છે અને આજદિન સુધીમાં દેશમાં કુલ 1,58,49,068 સેમ્પલના કોવિડ માટેના પરીક્ષણ કરવામાં આવ્યા છે. 10 લાખ વસ્તી પરીક્ષણ દીઠ ટોચના 5 દેશો: Country Population Total Tests Tests/ 10 Lakh Total Cases Tot Cases/ 10 Lakh Total Deaths Deaths/…

Read More

રાજકોટ, 26 જૂલાઈ 2020 25 જૂલાઈ 2020ના રોજ સવારે 5:45 વાગ્યામાં – – – ના અને સત્તાના ચિક્કાર નશામાં ધૂત પોતાને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ભાણેજ કહીને ગુજરાતના મુખ્યમંત્રીના વિસ્તાર રાજકોટના લુખ્ખા લોકો યુવતી અને બીજાને ધમકી આપે છે. ડોક્ટર પાર્થ જસાણીએ સાયક્લીંગ કરવા નીકળેલી નિર્દોષ યુવતી સાથે ગાડી અથડાવી હતી. ત્યારબાદ કરેલું વર્તન વિડિયોમાં સાંભળો જેના શબ્દો આવા છે. “વિજય રૂપાણી મારા માસા છે,મનોહરસિંહ જાડેજા પોલીસ કમિશ્નર કચેરી વાળા મારા પપ્પાના મિત્ર છે, તો ય મારે કોઈની જરૂર નહીં પડે. હું એક જ કાફી છું. હું સર્જન (ડોક્ટર) છું કંઈ પણ કરી નાખીશ. અમે એસ.બી.આઈ. અને સીટીઝન બેન્કમાં ડીરેક્ટર છીએ.…

Read More

પહેલા 4200 પે ગ્રેડ, પછી એલ.આર.ડી.મેલ. પછી, પોલીસ પે ગ્રેડ, એ પહેલા મને ખબર નથી, સરકાર શું કરે છે ? આવા અનેક વિરોધો સોશ્યલ મીડિયાપર શરૂ થયા, એમાંય  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા વિજય રૂપાણીની સરકારનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા અભિયાન આરંભાયું પછી તો આ વિરોધે એવું જોર પકડ્યું છે કે આજે ચારે તરફ થી ગુજરાત સરકાર ઘેરાયેલી જોવા મળે છે, પછી છેલ્લે એ શિક્ષણ ફીની વાત જ કેમ ન હોય ? આખી સ્થિતિ જોતા એક વાત સમજાય છે કે હાલ ગુજરાત સરકાર પર ચારે તરફથી શંકા અને પ્રશ્નોના વાદળો ઘેરાયેલા છે. ગુજરાતમાં કોરોના કાળ શરૂ થયો ત્યારથી…

Read More

ભાજપના નવા પ્રમુખ સીઆર પાટિલ બન્યાને થોડા દિવસમાં જ તેના ક્ષેત્રમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. શું સરકાર લોકો માટે કામ કરે છે કે ભાજપના નેતાઓ માટે ? નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિલંબ કર્યા વગર આપી છે. જેમાં પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે. નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડના રૂટ પર લેવલ ક્રોસીંગ ૧ર૭ પર આ થ્રી-લેન ઓવરબ્રીજ માટે પ૦ ટકા ફાળો રાજ્ય સરકારનો અને…

Read More

ગુજરાત સરકારે મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે. કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે. આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી. યોજના અંતર્ગત કડાણા…

Read More

રાજ્ય સરકારમાં ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા ૬ માસથી વધારી એક વર્ષની કરવામાં આવી છે. રાજ્ય સેવાના વર્ગ-૩ અને ૪ ના સરકારી કર્મચારી ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામે તો તેમના આશ્રિતને અગાઉ રહેમરાહે નિમણૂંક આપવામાં આવતી હતી. રાજ્ય સરકારે ર૦૧૧થી આવી નિમણૂંકના વિકલ્પે ઉચ્ચક નાણાંકીય સહાય આવા દિવંગત કર્મચારીઓના આશ્રિતને આપવાનો અભિગમ અપનાવેલો છે. તદઅનુસાર, સરકારી કર્મચારીના અવસાન બાદ કુટુંબના આશ્રિતે ૬ મહિનામાં આ સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે. મુખ્યમંત્રી સમક્ષ એવી રજૂઆતો આવી હતી કે આવા કર્મચારીના અવસાન બાદ સામાજિક રીત-રિવાજો, પરિવારની માનસિક હાલત, આશ્રિતોને નિયમોની…

Read More

ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (CFCL) એ રાજસ્થાનના ગપન ખાતે વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાથે બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. અહીં 1 જાન્યુઆરી, 2019 થી ઉત્પાદન શરૂ થયું છે. આને લીધે દેશમાં વર્ષ 2019-20 દરમિયાન 244.55 લાખ મેટ્રિક ટન દેશી યુરિયા બનાવવામાં મદદ મળી. સરકારે HFCLના બરાઉની, રામાગુંદમ, તાલચર, ગોરખપુર અને સિંદરીના બંધ ખાતર એકમોને પુનર્જીવિત કરવાનું કામ શરૂ કર્યું છે. તે PSUનો સંયુક્ત સાહસ છે. આ દરેક એકમની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.27 MMPTA હશે. આ બાયો ગેસ સંચાલિત થશે. આ ખાતર પ્લાન્ટોથી સંબંધિત પ્રોજેક્ટ્સની પ્રગતિની વિગતો અને તેમની સંપૂર્ણ કામગીરી નીચે મુજબ છે. પ્રોજેક્ટ એકંદર પ્રગતિ…

Read More

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડના સંપાદનને મંજૂરી આપી દીધી છે. સૂચિત સંયોજનમાં અદાણી બંદરો અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (Adani Ports) દ્વારા કૃષ્ણપટ્ટનમ પોર્ટ કંપની લિમિટેડ (KPCL)માં ઇક્વિટી શેરહોલ્ડિંગ દ્વારા મેનેજમેન્ટ કંટ્રોલ આપવામાં આવશે, અદાણી પોર્ટ એ એકીકૃત બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસ પ્રોવાઇડર છે જે હાલમાં છ કાંઠાના રાજ્યો – ગુજરાત, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને ઓડિશાના દસ સ્થાનિક બંદરોમાં અસ્તિત્વમાં છે. હસ્તગત કરનાર લોજિસ્ટિક્સ ચેનનું સંચાલન કરે છે (એટલે ​​કે વહાણોના સંચાલનથી લઈને વહાણોના સ્થાયી સ્થળે, જહાજની કામગીરી, ટ્રેક્શન, લંગર, માલની જાળવણી, આંતરિક પરિવહન, સંગ્રહ અને સંચાલન,…

Read More

અમદાવાદ, 24 જુલાઈ 2020 અમદાવાદ શહેરમાં 23 જુલાઈ 2020 સુધી કોરોનાના 25,173 દર્દી નોંધાયા છે. તેમજ 1565 દર્દીના મૃત્યુ નિપજેયા છે. કોરોના કરતા ક્ષય રોગ – ટી.બી.નો રોગચાળો વધું ખતરનાક અમદાવાદમાં સાબિત થયો છે. અમદાવાદમાં દર વર્ષે 12 હજાર દર્દી ક્ષયના આવે છે. દર વર્ષે 700 દર્દીઓ ક્ષયમાં ખાંસી ખાયને મરે છે. આમ ખરેખર તો ક્ષય વધું ઘાતક છે. ગુજરાતની રૂપાણીની, ભારતની મોદીની સરકારો અને અમદાવાદ મહાનગર પાલિકાના ભાજપના મેયર પાસે કોઈ આયોજન નથી.  ગુજરાતમાં જ્યારથી મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી ક્ષય રોગે માથું ઊંચક્યું છે. તેમાંએ આનંદી પટેલ અને વિજય રૂપાણીની શાસનમાં તો ક્ષય રોગે કાળો કેર વર્તાવાનું…

Read More