અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળવા લાગી છે અને શહેરમાં એક પછી એક ગંભીર બનાવો બનતાં પોલીસતંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ખુલ્લેઆમ ફરતી સશસ્ત્ર લુંટારુ ટોળકીનો આંતક વધી ગયો છે અને ચોરી, લુંટફાટની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરની આ પરિસ્થિતિ વચ્ચે સરખેજ વિસ્તારમાં હત્યારાઓએ એક આધેડ પર હુમલો કરી હત્યા કરી ફરાર થઈ જતા સનસનાટી મચી ગઈ છે આરોપીઓ અન્ય સ્થળે હત્યા કરી તેને અહી ફેંકી ગયા હોવાનું પણ મનાઈ રહયું છે. જાેકે હાલ સરખેજ પોલીસ આ અંગે ગુનો દાખલ કરી તપાસ કરી રહી છે અને સૌ પ્રથમ મૃતક આધેડની ઓળખવિધિ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા…
કવિ: Karan Parmar
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રોજ એક હજાર કરતા વધારે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. શહેરના તમામ વિસ્તારોની સોસાયટી- ચાલીઓમાં જઈને ટેસ્ટ થઈ રહયા છે તથા કોન્ટેકટ ટ્રેસીંગ કરવામાં આવી રહયા છે. જેના કારણે જુલાઈ મહીનામાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળ્યો છે. અનલોક-1 માં નોકરી-ધંધા માટે છુટછાટ આપવામાં આવ્યા બાદ પણ મોટા માર્કેટ ખોલવામાં આવ્યા ન હતા. શહેરની મધ્યમાં આવેલ કાપડ અને સોના-ચાંદીના બજારો ધીમે ધીમે ખુલી રહયા છે પરંતુ વેપારીઓ દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવી રહયા છે. જેના ભાગરૂપે તમામ મોટા માર્કેટમાં મનપાની ટીમ દ્વારા એન્ટીજન ટેસ્ટ…
અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે મનભેદ ટ્રામ્પના આગમન અને દિલ્હીના કોમી તોફાનો બાદ વધી ગયા છે. જેનો સીધો પડઘો ગુજરાતમાં સી આર પાટીલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવવા સુધી દેખાય છે. બન્ને વચ્ચે હમણાંથી સારી બોડી લેન્વેઝ જોવા મળતી નથી. અમિત શાહ જો દિલ્હીમાં સરકારી બેઠક કરી શકતા હોય તો તેઓ ગુજરાતમાં કોરોના અંગે કોઈ બેઠક કરી નથી. ગુજરાતમાં છેલ્લા 4 મહિનાથી તેઓ આવ્યા નથી કે આવવા દેવાયા નથી. વળી, અમદાવાદની રથયાત્રામાં અમિત શાહ હાજરી આપવા આવવાના હતા અને લાખો લોકો સુધી તેનો જશ તેમને મળવાનો હતો. પહેલા હાઈકોર્ટથી એકવોકેટે જાહેરાત કરીને રથયાત્રા નિકાળવા માટે તૈયારી થઈ ગઈ છે. પણ…
લીંબડી વિધાનસભામાં ભાજપ સામે પટકારો લીંબડી વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા કોળી પટેલે રાજીનામું આપીને ભાજપ સાથે શોદાબાજી કરીને પક્ષાંતર કર્યા બાદ તેને આશા હતી કે ટિકિટ મળશે. ભાજપ તેમને ટિકિટ નહી આપે. તેમને ખાતરી આપી હતી તે નેતા હવે ભાજપમાં રહ્યાં નથી. અહીં ભાજપના પૂર્વ પ્રધાન કિરીટસિંહનું ભાજપે ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે આડકતરી રીતે તેના નામની જાહેરાત પક્ષના પૂર્વ નેતાએ કરી દીધી હતી. કોળી સમાજ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ જો કોળી શિવાય ઈતરને ટિકિટ આપે તો અને ભાજપ કોળી સમાજને ટિકિટ નહીં આપે તો સમાજ વતી અપક્ષ ઊભા રાખશે. એવું કોળી સમાજે જીતાડવાનું નક્કી…
ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજી અટક્યો નથી ત્યારે હવે જાપાન દ્વારા એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે સરકાર ચીનમાં રહેલી તમામ જાપાની કંપનીઓને પરત બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, જાપાન પોતાની 57 કંપનીઓને ચીનથી ફરી પરત બોલાવી શકે છે. એટલું જ નહીં, અન્ય 30 કંપનીઓને વિયેતનામ, મ્યાનમાર, થાઇલેન્ડ, અને દક્ષિણ પૂર્વ એશિયન રાષ્ટ્રો પોતાના યૂનિટ પરત જાપાન પરત આવવા માટે પૈસા આપી રહી છે, નિક્કેઇ સમાચારના રિપોર્ટ પ્રમાણે સરકાર તેના માટે આશરે 70 અરબ યેન ખર્ચ કરશે
એકિસસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્ર બેંક, આરબીએલ સહિતની દેશની અમુક બેંક પહેલી ઓગસ્ટથી બેંકના વ્યવહાર અંગેના નિયમો બદલશે. આ બેંકો ટ્રાન્ઝેકશન અંગેના નિયમોમાં અમુક ફેરફાર કરશે. આ બેંકોમાંથી અમુક બેંકો રૂપિયા જમા કરાવવા તેમ જ કઢાવવા માટે ફી વસૂલ કરશે તો અમુક બેંકો મીનીમમ બેલેન્સ વધારવા માટેની તૈયારી કરી રહી છે. મેટ્રો અને શહેરી વિસ્તારમાં રહેતા બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતું ધરાવતા લોકોએ હવે તેમના ખાતામાં અગાઉની સરખામણીએ વધુ મીનીમમ બેલેન્સ રાખવું પડશે. બેંક ઓફ મહારાષ્ટ્રએ મેટ્રો અને શહેરી વિસ્તારમાં મીનીમમ બેલેન્સ રૂ. ૨૦૦૦ કર્યું છે. અગાઉ તે રૂ.૧૫૦૦ હતું. મેટ્રો અને શહેરી વિસ્તારમાં ખાતામાં મીનીમમ બેલેન્સ ન…
ગ્રાહકોના અધિકારોને નવી ઉંચાઇએ લઇ જનારા ઉપભોકત સંરક્ષણ કાનુન 2019ની જોગવાઇઓ આજથી લાગુ થઇ ગઇ છે. નવા કાનુન હેઠળ ગ્રાહક કોઇ પણ ગ્રાહક અદાલતમાં કેસ નોંધાવી શકશે. ભ્રામક વિજ્ઞાપનો પર દંડ અને જેલ જેવી જોગવાઇઓ પણ તેમાં છે. પહેલીવાર ઓનલાઇન વેપારને પણ તેના દાયરામાં લાવવામાં આવેલ છે. જે ફેરફાર થયા છે તે અંતર્ગત હલ્કી ગુણવત્તાવાળો માલ વેચનારા, ગુમરાહ કરતી જાહેરાત આપતા લોકોને જેલની હવા ખાવી પડશે. હલકી કે નકલી માલ વેચનારાને 6 માસની જેલ થઇ શકે છે કે 1 લાખનો દંડ પણ થશે. નવા કાનુનમાં ભ્રમિત કરતી જાહેરાતો અને તેને કરનાર સેલિબ્રિટી પર પણ શિકંજો આવશે. ભ્રમિત કરતી જાહેરાતોને કલમ…
ગાંધીનગર, 20 જૂલાઈ 2020 આખા ગુજરાતમાં ફૂગ દ્વારા પાકનો સર્વનાશ શરૂ થયો છે. સૂકારા અને મૂળખાઈ રોગ જમીન જન્ય રોગ છે. ફૂગથી મગફળી, કપાસ, તલ સહિતના અનેક પાક ઉપર ખતરો ઊભો થયો છે. ફૂગ નહીં અટકે તો સારા ચોમાસા પર ફૂગનો વિનાશ ફરી વળશે. ફૂગને માટે 3 અસર કારક ઉપાય કૃષિ વિભાગના આત્મા દ્વારા બતાવવામાં આવ્યા છે. ખાટી છાશ 7થી10 દિવસ જૂની ખાટી છાશમાં 1 લિટરે 20 લિટર પાણીનાંખી ગાળી છંટકાવ કરવાથી ફઉગનાશખ, વિષાણું નાશક, પ્રતિકાર શક્તિ વધારનાર છે. સરળ અને સસ્તો ઉપાય ફુગનો સર્વનાશ કરી દે છે. ગુજરાતના રાજ્યપાલે પણ આ ફોર્મ્યુલાને માન્યતા આપી છે અને તેમણે પોતાના ખેતરમાં…
Launches campaign on social media from Junagadh to give Padma Shri award to Popular drummer Haji Ramkdun ગાંધીનગર, 20 જૂલાઈ 2020 મીર હાજી કાસમ – હાજી રમકડું એક એવા કલાકાર કે જેમણે ગુજરાતનું ઢોલક વાદન સમગ્ર વિશ્વ સમક્ષ લઈ ગયા છે. તે જ્યારે ઢોલ વગાડે ત્યારે જોનારા થંભી જાય છે. ઢોલના સંગતમાં આટલી તાકાત હાજીએ ભરી આપી છે. બીજો હાજી ન થાય. હાજીની થાપી જેવી કોઈ થાપી ન વગાડી શકે. આ હાજીને હવે પદ્મશ્રી 2021 માટે પસંદગી કરવા માટે તેમના તરફી નોમીનેશન કરવાની ઝૂંબેશ શરૂ થઈ છે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મસ્ પર હૅશટૅગ #Padma_Shri_for_Haji_of_Junagadh નો ટ્રેન્ડ શરૂ થયો છે. જૂનાગઢના વતની…
સમગ્ર દુનિયામાં સ્કૂલો ખોલવા માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા સહિત દ્યણા દેશોમાં સરકાર હવે દબાણ કરી રહી છે કે દરેક પરિસ્થિતિમાં સ્કૂલો ખોલવી જોઈએ. આ સંદર્ભે સરકારો સામે બે ગંભીર પડકારો ઊભા થયા છે. પહેલો પડકાર એ છે કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓના નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવી અને બીજો એ છે કે, જો સરકાર સ્કૂલો ખોલે છે તો શું માતા-પિતા બાળકોને સ્કૂલે મોકલવા માટે તૈયાર છે? આ સવાલોની વચ્ચે સૌથી વધારે જોખમ ગરીબ દેશોમાં છે, જયાં જરૂરી સંસાધનોના અભાવને લીધે બાળકો સ્કૂલ છોડી રહ્યા છે. લોકડાઉનના કારણે દુનિયાભરમાં ૧૫૦ કરોડ બાળકોએ સ્કૂલે જવાનું બંધ કર્યું છે.…