રાજ્યની 6.50 કરોડની વસતી માંથી અડધી વસતીને બાજરીનું અનાજ પૂરું પાડવામાં બનાસકાંઠા આગળ નિકળી ગયું છે. ગુજરાતમાં શરેરાશ કરતાં 125 ટકા વાવેતર બાજરીનું થયું છે. 182500 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેમાં 50 ટકા 98400 હેક્ટર તો માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ વાવેતર કર્યું છે. આમ બનાસકાંઠાના ખેડૂતોએ બાજરીના વાવેતરમાં પ્રભુત્વ ઊભું કરી દીધું છે. ત્યાર પછી કચ્છ અને ભાવનગરના સૂકા ઓછા પાણી વાળા વિસ્તારોમાં બાજરી પાકે છે. આમ સુકા વિસ્તારો બાજરીને અનુકૂળ આવે છે. જ્યારે ભેજ અને વધુ પાણી ધરાવતાં દક્ષિણ ગુજરાતમાં એક પણ ખેતરમાં બાજરી પાકતી નથી. ભાવનગરને પાછળ રાખ્યું જોકે 2014-13-12ના ત્રણ વર્ષની સરેરાશ 2.73 લાખ હેક્ટરની હતી.…
કવિ: Karan Parmar
યકૃત કે જીગરનો રોગ : ગળો, અતિસ, નાગરમોથા, નાની પીપર, સુંઠ, ચીરયતા, કાળમેઘ, યવાક્ષાર, હરાકસીસ શુદ્ધ અને ચમ્પાની છાલ સરખા ભાગે લઈને તેને પીસીને ઝીણું વાટી લો અને કપડાથી ગાળીને તેનું ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ 3-6 ગ્રામ ના પ્રમાણમાં લેવાથી યકૃત સાથે જોડાયેલ ઘણા રોગો જેવા કે પ્લીહા, કમળાનો રોગ, અગ્નિમાન્ધ (અપચો), ભૂખ ન લાગવી, જુનો તાવ અને પાણી બદલાવાને લેધે થતા રોગો ઠીક થઇ જાય છે. તરસ વધારે લાગવી : ગળોનો રસ 6 થી 10 મી.લી. ના પ્રમાણમાં દિવસમાં ઘણી વખત લેવાથી તરત છીપાય છે. પિત્ત વધવો : ગળોનો રસ 7 થી 10 મી.લી. રોજ 3 વખત મધ…
કફ અને ખાંસી : ગળોને મધ સાથે ચાટવાથી કફ વિકાર દુર થાય છે. જીભ અને મોઢામાં સુકાપણું : ગળો (ગુરુચ) નો રસ 10 મી.લી. થી 20 મી.લી. ના પ્રમાણમાં મધ સાથે ભેળવીને ખાવ પછી જીરું અને સાકરનું સરબત પીવો. તેનાથી ગળામાં બળતરા ને લીધે થતા મોઢામાં સુકાપણું દુર થઇ જાય છે. જીભની પ્રદાહ અને સોજો : ગળો, પીપર અને રસૌતની રાબ બનાવીને તેના કોગળા કરવાથી જીભની બળતરા અને સોજો દુર થઇ જાય છે. મોઢાની અંદર છાલા : ધમાસા,હરડે, જાવિત્રી, દખ, ગળો, બહેડા અને આંબળા આ બધાને સરખા ભાગે લઈને રાબ બનાવી લો. ઠંડી પડે એટલે તેમાં મધ ભેળવીને પીવાથી મુખપાક…
જામનગર મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની સભા યોજવામાં આવી હતી પરંતુ કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ જામનગર મહાનગરપાલિકાના હોલાને બદલે સભા ટાઉનહોલમાં સામાજિક અંતર રાખી શકાય તે માટે યોજવામાં આવી હતી. બેઠક શરૂ થાય તે પહેલાં ભાજપના નગરસેવક અને જામનગર મહાનગરપાલિકાના મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ નગરસેવક અને મિલકત વેરા વિભાગના અધિકારી વચ્ચે મારામારીના દૃશ્યો સર્જાયા હતા. નગરસેવકે માર મારવાની સાથે બેફામ ગાળો ભાંડતા અધિકારીએ સીધી ચાલતી પકડી હતી. ભાજપમાં RSSથી આવેલા મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને કૃષિ પ્રધાન આર સી ફળદુ આ જિલ્લાના છે છતાં તેઓ શિસ્ત જાળવવા માટે પોતાના નેતાઓ અને નેતીઓને અંકૂશમાં રાખી શકતા નથી.…
આંતરિક તાવ : 5 ગ્રામ ગળોના રસમાં થોડું મધ સાથે ભેળવીને ચાટવાથી આંતરિક તાવ ઠીક થઇ જાય છે. ગળોની રાબ પણ મધ સાથે ભેળવીને પીવું લાભદાયક છે. અજીર્ણ (અસાધ્ય) જ્વર : ગળો, નાની પીપર, સુંઠ, નાગરમોથા અને ચીરયતા આબધુ જ વાટીને રાબ બનાવી લો. આ રાબ પીવાથી અજીર્ણજન્ય તાવ ઓછો થઇ જાય છે. પૌરૂષ શક્તિ : ગળો, મોટું ગોખરું અને આંબળા સરખા ભાગે લઈને વાટીને ચૂર્ણ બનાવી લો. તેમાંથી 5 ગ્રામ ચૂર્ણ રોજ સાકર અને ઘી સાથે ખાવાથી પૌરૂષ શક્તિમાં વધારો થાય છે. વાત-કફ જ્વર : વાત કે તાવ આવે તો 7 દિવસની સ્થિતિમાં ગળો, પીપરીમૂળ,સુંઠ અને ઇન્દ્ર્જો ને ભેળવીને…
રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પહેલા જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવાના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે હવે રેલકર્મીઓને ચિકિત્સીય ઉપચારના વ્યાપને વધારવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના અનુરૂપ રેલકર્મીઓ માટે સમગ્ર સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા તમામ પાસાઓને ચકાસવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ચિકિત્સા, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન નાણાકીય જોખમોથી તેમને વીમા કવર ઉપલબ્ધ કરાવવું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ…
પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂં રહેશે. બસોમાં કુલ ક્ષમતાના 50% મુસાફરો અને કારમાં ફકત 3 મુસાફરો જ સફર કરી શકશે. રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર 31 ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. આ તમામ પ્રતિબંધ શુક્રવારથી લાગૂ થઇ થઇ જશે. સીએમ કેપ્ટન અમરિંદર સિંહએ કહ્યું કે પંજાબ અત્યારે ‘હેલ્થ ઇમરજન્સી’ના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે. રાજયમાં કોરોનાથી અત્યાર સુધી 920 લોકોના મોત થયા છે. દરેક મોતએ તેમને દુખ પહોંચાડે છે. લોકોનો જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાની ગતિ જાળવા રાખવા માટે આ પ્રતિબંધ લાગૂ કરવા ખૂબ જરૂરી બની…
રીબડા ગામે છેલ્લા ઘણા વખતથી ચાલતા જુગાર કલબ પર રેન્જ આઈ.જી સંદિપસિંહ, જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાની સૂચના રાહબરી હેઠળ એલ.સી.બી. તથા એસ.ઓ.જી. શાખાના આધિકારી તથા સ્ટાફે દરોડો પડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓને હકિકત મળી હતીકે, રિબડાના અનીરૂધ્ધસિંહ મહિપતસિંહ જાડેજા (રહે રીબડા ગામ તા. ગોંડલ) વાળા પોતાના રીબડા ગામની સીમમાં રીબ તરફ જવાના રસ્તે રીબડા ગામ નજીકમાં આવેલ વાડીએ મકાનમાં રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (રહે. ખરેડી ગામ તા. કાલાવડ જી.જામનગર) વાળા મારફતે જુગાર ક્લબ ચલાવે છે અને બહારથી આવતા જુગારીઓને જુગારના સાધનોની વ્યવસ્થા પુરી પાડી, જુગારનો અખાડો ચલાવે છે. આ દરોડામાં જુગાર રમતા રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (જાતે-…
થોડા દિવસ પહેલાં જ અમદાવાદના બહેરામપૂરા વોર્ડની નવી બોડી બનાવવામાં આવી છે જેમાં ભાજપના ઉપપ્રમુખ તરીકે તેની નિયુક્તિ પક્ષે કરી છે. મેહુલકુમાર ગૌતમ લેઉવા કે જે દુધવાલી ચાલીની બાજુમાં અમૃતનગર સોસાયટીમાં રહે છે. પોલીસે તેમની સામે પાસ કરી છે. 17 માર્ચ 2020ના દિવસે કાગડાપીઠ પોલીસે તેમને નોટીસ આપીને ગાયકવાડ હવેલી પોલીસમાં દાખલ થયેલા ગુનામાં અટક કરવા માટે બોલાવ્યા હતા. આ બુટલેગર સાથેના ખાડિયાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની સાથેની તસવીરો સોશિયલ મિડિયામાં ફરતી થઈ હતી. તેથી ભાજપમાં સન્નાટો છવાઈ ગયો હતો. શહેરમાં ચાલી રહેલા જૂથો એક બીજાના નેતાઓને ખૂલ્લા પાડવામાં લાગી ગયા હતા. રાકેશ શાહ, પ્રદીપસિંહ જાડેજા, અમિત…
અમદાવાદમાં દારૂની હેરાફેરી કરતાં આરોપી ભાજપના નેતા મેહુલ લેઉવા વિરુધ્ધ પોલીસે પાસાની કલમ લગાવી છે. ભાજપના નેતા મેહુલ લેઉવાને પોલીસે ભાગેડુ જાહેર કર્યો છે. શહેર પ્રમુખ જગદીશ પંચાલે બુટલેગર અને પાસાના આરોપી મેહુલ લેઉવાને બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખપદે નિમણૂંક આપી હતી. બુટલેગર મેહુલ લેઉવાને ભાજપે બહેરામપુરા વોર્ડના ઉપપ્રમુખ બનાવ્યો છે. ભાગેડુ બુટલેગર પર ભાજપના સાંસદ, ધારાસભ્યોના ચાર હાથ છે. એ 15 નેતાઓ કોણ છે લેઉવાને અમદાવાદના મેયર બિજલ પટેલ સહિત 15 નેતાઓ સાથે સારા સંબંધો છે. તેથી આ નેતાઓની શાખ ખરાબ થઈ છે. ભાજપનો બુટલેગર મેહુલે ભાજપના 15 જેટલા નેતાઓ સાથે અંગત સંબંધો ઊભા કર્યા હતા. જેમાં અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકી,…