કોવિડ-19 સામે લડવા માટે ગુજરાત પૂર્ણ રૂપે સુસજ્જ છે. ગુજરાત કોરોના સામે અસરકારક લડત આપી રહ્યું છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સુયોગ્ય અને અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે એમ નીતિ આયોગના સભ્ય અને એઈમ્સના ફેકલ્ટી ડૉ. વિનોદ કે. પૌલે કહ્યું હતું. સુરત અને અમદાવાદની મુલાકાત પછી ગાંધીનગરમાં પત્રકારો સાથે વાત કરતાં ડૉ. વિનોદ પૌલે કહ્યું હતું કે, કોરોના જેવી અજાણી મહામારી સામે લડતાં લડતાં ગુજરાતે એવી અનેક પદ્ધતિઓ અને પ્રણાલિકાઓ શરૂ કરી છે જે સમગ્ર ભારત માટે અનુકરણીય અને અનુસરણીય છે. કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરીશું એમ પણ પૌલે જણાવ્યું હતું.…
કવિ: Karan Parmar
વનસંપદા, વનો અને વન્ય પ્રાણીસૃષ્ટિ વનબંધુઓના યોગદાનને કારણે જ સુરક્ષિત રહ્યા છે તેવો સ્પષ્ટતા વ્યકત કર્યો છે. વનોના જતન કર્યા છે. વર્ષોથી જમીન ખેડાણ કરતા આવા વન બાંધવોને જંગલ જમીનના માલિક બનાવે છે. વલસાડ જિલ્લાના દુર્ગમ વનબંધુ વિસ્તારો કપરાડા, ધરમપૂર અને ઉમરગામના ૧૧૪૭ વન બંધુઓને ર૯૯ હેકટર વન જમીન ફાળવણીના મંજૂરી પત્રો તથા ૮૦૦૦ વનબાંધવોને અધિકારપત્રો-સનદનું ડિઝીટલી વિતરણ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યું હતું. અંબાજીથી ઉમરગામની આદિજાતિ પટ્ટીના ૧૪ જિલ્લામાં રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ૯૧૪૦૦ વ્યકિતગત અને ૪પ૬૯ સામૂહિક દાવાઓ મંજૂર કરેલા છે. આ દાવાઓમાં ૧,૪૯,પ૪૦ એકર જમીન વનબંધુઓને મળી છે. સામૂહિક દાવા અન્વયે ૧૧.૬૦ લાખ એકર જમીન મંજૂર કરવામાં…
અમદાવાદના શાહીબાગ વિસ્તારના ઉષાબેન પટણીની 8 મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ કદની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પસાર થઇ રહ્યા હતા. ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના તબીબોએ 17 જુલાઈ 2020 તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે. બાળકીને હેમાંજિઓમા એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ. આ ગાંઠનું ચોક્કસ કદ અને તેનું વિસ્તરણ જોવા માટે એમ.આર.આઇ. પણ કરાવવામાં આવતા જટિલતાની પૃષ્ટી થઇ. ઘણી વખત બાળકોની શારરિક વૃધ્ધિ થતાં…
16.07.2020 સુધી, દેશમાં વાસ્તવિક વરસાદ 338.3 મીમી એટલે કે 01.06.2020 થી 16.07.2020 ના સમયગાળા દરમિયાન (+) 10% ની પ્રસ્થાન કરતા 338.3 મીમી જેટલો વરસાદ થયો છે. સીડબ્લ્યુસીના અહેવાલ મુજબ 16.07.2020 સુધી, દેશમાં 123 જળાશયોમાં ઉપલબ્ધ જીવંત જળ સંગ્રહ છેલ્લા વર્ષના સમાન સમયગાળાના 150% જીવંત સંગ્રહ અને છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહના 133% સંગ્રહ છે. આજ સુધીમાં, ખરીફ પાકનું વાવેતર 691.86 લાખ હેક્ટર વિસ્તારમાં થયું છે જેની સરખામણીએ ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 570.86 લાખ હેક્ટર વિસ્તાર છે, આ રીતે દેશના ગયા વર્ષના તુલનામાં વિસ્તારના ક્ષેત્રના આવરણમાં 21.20 ટકાનો વધારો થયો છે. ખરીફ પાક હેઠળ વાવણી વિસ્તારનો કવરેજ નીચે મુજબ છે:…
Will Patidars living with BJP in 2019, support Hardik Patel’s ‘hand’ ? એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસનોનો હાથ પકડી ને પંજા સાથે જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.મહત્વની વાત અને મજાની વાત એ છે કે હાર્દિક ને આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જ કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે, એટલે સ્વભાવિક રીતે દેખાય છે કે આવનાર ચૂંટણી ને લઇ ને આ સમીકરણ સર્જાયું છે પણ હાલ માં કૉંગ્રેસ પક્ષમાં હાર્દિકને અપાયેલું આ પદ ઘણું સૂચક બની રહે છે.ઘણા આને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક માને છે, ઘણા પાટીદારો ને કોંગ્રેસ તરફ પાછા વાળવા માટે ની વાત…
ચાબહાર-જાહીદાન રેલવે પ્રોજેકટમાંથી ભારતના બહાર થવાના સમાચાર આવ્યા બાદ હવે ઇરાનના વધુ એક મોટી પરિયોજનામાં એકલું આગળ વધી શકે છે. આ પ્રોજેકટ ગેસ ફિલ્ડ ફારજાદ-બી બ્લોકના વિકાસને લઈને છે, વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રીવાસ્તવએ પ્રેસ બ્રિફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે ભારતને સૂચના આપવામાં આવી છે કે હાલ તે ગેસ ફીલને એકલા જ વિકસિત કરવા જઈ રહ્યું છે. ઈરાને જણાવ્યું છે કે ભારત આ પરિયોજનામાં પછીથી સામેલ થઇ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે ફરજાદ-બી ગેસ ફિલ્ડ કરારને લઈને પણ ઘણા સમાચારો ચાલી રહ્યા છે, એમાં એકસ્પ્લોરેશન સ્ટેજમાં ભારતની ONGC કંપની પણ સામેલ હતી. જોકે, ઈરાન તરફથી નીતિગત પરિવર્તનો…
રક્ષાબંધન પર આ વખતે દેશમાં ભાઈઓના કાંડા પર ચીનની નહીં પરંતુ બહેન તરફતી ભારતીય રાખડી જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેશમાં સાત કરોડ વેપારીઓએ આ વખતે ચીનની રાખડી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તેના બદલે દેશમાં બનેલી રાખડી વેચવામાં આવશે. જાણકારી અનુસાર ચીનને આપવામાં આવેલ અંદાજે એક હજાર કરોડ રૂપિયાની રાખડીનો ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. વેપારીઓના આ અભિયાનથી ચીનને તો ઝાટકો લાગશે જ સાથે સાથે દેશમાં પણ રોજગાર વધશે. દેશમાં રિટેલ વેપારીઓના સંગઠન કંફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ ચીન વિરૂદ્ઘ અભિયાન ચલાવ્યું છે. તે અંતર્ગત ચીનથી રાખડીઓ ન ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કહેવાય છે કે, આ નિર્ણયથી…
પરિવહન મંત્રાલય સાથે સંબંધિત સુત્રોએ જણાવ્યું કે મંત્રાલય 800-800 કરોડનાં બે પ્રોજેક્ટને લઇને ચાઇનીઝ કંપની (Jiangxi Construction Engineering Corporation)ની પેટા કંપનીને તક નહીં આપે. બંને ચાઇનીઝ કંપનીઓને લેટર ઓફ એવોર્ડ આપવાથી ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા માર્ગ અને પરિવહન પ્રધાન નિતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કોઇ પણ હાઇ-વે પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓને ડાયરેક્ટ કે ઇન ડાયરેક્ટ એન્ટ્રી નહીં મળે. વર્તમાનમાં જો કોઇ પ્રોજેક્ટમાં ચાઇનીઝ કંપનીઓનો પણ પ્રકારે હાથ હોય તો તેને કેન્સલ કરીને બીજી વખત ટેન્ડર બહાર પાડવામાં આવશે. ગલવાન ખીણની ઘટના બાદ ચીન વિરૂધ્ધ આર્થિક પ્રતિબંધની દિશામાં સરકાર, સ્થાનિક લોકો, અને કંપનીઓ ઘણા ઝડપથી આગળ…
સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી, હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાય છે. અમદાવાદ આરટીઓ કચેરી પણ કોરોના ઝપેટમાં આવી ગઈ છે. કોરોનાના કહેર ને કારણે કચેરીને મોટું આર્થિક નુકસાન થયું છે. કોરોને કારણે ધંધા-રોજગાર ભાંગી પડતા લોકોની લાઇફ સ્ટાઇમાં પણ પરિવર્તન આવ્યું છે. આવી જ કંઈક અસર બજારમાં જોવા મળી રહી છે. આરટીએ ખાતે વાહન નોંધણી ના આંકડાની વાત કરવામાં આવે તો કોરોના પહેલા સામાન્ય દિવસોમાં આરટીઓ કચેરીમાં એક મહિને ૧૫ હજાર નવા વાહનોની નોંધણી થતી હતી. હવે એક મહિનામાં ફક્ત ત્રણ હજાર જેટલા વાહનો નોંધાયા છે. એટલે કે…
ગુજરાત મેડીકલ કોર્પોરેશન ધ્વારા સરકારી હોસ્પિટલોમાં બે કંપનીઓના સેનેટાઈઝર મોકલવામાં આવ્યા હતા તેના વધુ 21 સેમ્પલ હલકી ગુણવત્તાવાળા નીકળતા તેના સેમ્પલ નિષ્ફળ નિવડયા છે. સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. કેન્દ્ર સરકારની એક વેબસાઈટ પર આ પ્રકારની માહિતી હોવાની વાત માધ્યમોમાં પ્રસિધ્ધ થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ બે કંપનીઓના 13 સેમ્પલ નિષ્ફળ સાબિત થયા હતા. ગુજરાત મેડીકલ કોર્પોરેશનની બેદરકારીના કારણે અનેક કોરોના વોરીયર્સ સામે ખતરો ઉભો થવાની શક્યતા વધી જાય તેમ છે. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મેડીકલ- પેરામેડીકલ બે કંપનીઓના સેનેટાઈઝરનો વપરાશ કરતા હતા હવે તેમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત હોવાનું…