14 જાન્યુઆરી 2020થી કમુરતા બેસતા હતા. તે પહેલાં ભાજપે જાહેરાત કરી હતી કે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંકની જાહેરાત કરી દેવામાં આવશે. જીતુ વાઘાણીની હકાલપટ્ટી કરીને તેમના સ્થાને બીજા કોઈને બેસાડવાના હતા પણ ભાજપના કમુરતા જૂલાઈ આવી ગયો છતાં ઉતર્યા નથી. કમુરતા ઉતરતા BJPના કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત થવાની હતી પણ હવે ભાજપના કાર્યકરોની ધરજ ખૂટી છે કે ક્યારે અપ્રિય જીતુ વાઘાણીને હાંકી કાઢો છો. પ્રદેશ પ્રમુખનું નામ તો ડિસેમ્બર 2019માં નક્કી થઈ ગયું હતું. પણ નામો જાહેર થઈ શક્યા ન હતા. હવે ફરીથી ભાજપના નવા સંગઠનની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપ સંગઠન બનાવવાની…
કવિ: Karan Parmar
કોરોના મહામારી વચ્ચે બિહાર સરકારે મોટો નિર્ણય કર્યો છે. ઊચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ નીતિશ કુમાર સરકારે બિહારમાં ફરી એક વખત લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની રફતાર રોકવા માટે સરકારે ફરી એકવાર રાજ્યમાં સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે બિહારમાં આગામી 16મી જુલાઈથી 31મી જુલાઇ સુધી સંપૂર્ણ લૉકડાઉન રહેશે. જોકે, આ દરમિયાન તમામ ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. બિહાર સરકારે આ નિર્ણય મંગળવારે મુખ્ય સચિવ દીપક કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (CJM)ની બેઠક બાદ લીધો હતો. નિર્ણય પહેલા મુખ્ય સચિવે તમામ જિલ્લાઓના જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ…
ગાંધીનગર, 12 જૂન 2020 રીંગણ શાકભાજીનો રાજા છે. તેની ખેતી બારે માસ થાય છે. પણ ચોમાસામાં તેનું વાવેતર વધું હોય છે. ગુજરાતમાં તેનું વાવેતર ઝડપથી વધ્યું છે તેનો મતલબ કે લોકો તેનું શાક બનાવવાનું વધું પસંદ કરે છે. તે લીલા શાક ટામેટા પછી સૌથી સસ્તું શાક છે. શાકમાં રીંગણનું વાવેતર ગુજરાતમાં વધું થાય છે. આખી દુનિયા રીંગણ ખાય છે. ભોજનમાં ભરપુર વ્યંજન બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. ખાસ બનાવટને કારણે એને શાકભાજીનો રાજા પણ કહેવામાં આવે છે. વર્ષે રૂ.700 કરોડના રીંગણ ખેડૂતો પકવે છે અને ગ્રાહકો વર્ષે રૂ.2000 કરોડના રીંગણ ખાઈ જાય છે. વચ્ચેનો રૂ.1300 કરોડનો નફો વેપારીઓ લે છે.…
ખેડૂત અને માંડવીની જીવન રેખા ટૂંકી બની, ઉત્પાદન પર મોટો ફટકો પાડી શકે ગાંધીનગર, 12 જૂલાઈ 2020 સૌરાષ્ટ્રની આર્થિક જીવાદોરી મગફળીની જીવન રેખા કપાઈ રહી છે. આ ચોમાસામાં મગફળી પીળી પડી રહી છે. જે ખેડૂતોએ મગફળીનું ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરેલું છે તે મગફળી વધું પીળી જોવા મળી રહી છે. વાદળો રહેવાના કારણે આમ થાય છે. 2018માં જૂનાગઢ જિલ્લામાં વ્યાપક પણે મગફળી પીળી પડી ગઈ હતી. તેથી ખેડૂતોએ તે કાઢી નાંખવી પડી હતી. આ પ્રક્રિયાને રાતડ કે ગેરુ રોગ કે પાણી લાગવું કહે છે. ભારે વરસાદ કે વાદળો રહેવાથી આ રોગ આવે છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી અને સૂર્યપ્રદાશ ન…
દેશમાં ફરીથી વધી રહેલા કોરોના વાયરસના કેસને પગલે મોટાભાગના રાજ્યો ફરીથી લોકડાઉન લગાવી રહ્યા છે. જોકે, વિવિધ રાજ્ય તરફથી લગાવવામાં આવેલા લોકડાઉન પર દિલ્હીની એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ પોતાની અસહમતી દર્શાવી છે. ડોક્ટર ગુલેરિયાનું કહેવું છે કે થોડા સમય માટે લગાવવામાં આવેલું લોકડાઉનથી કોરોનાનું સંક્રમણ ઓછું કરવામાં કોઈ મદદ નહીં મળે. જો કોરોનાની ચેન તોડવી છે તો રાજ્યોએ ઓછામાં ઓછા 14 દિવસ માટે લોકડાઉન લગાવવું પડશે. નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે 55 કલાક માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે, જ્યારે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પુણેમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. એસબીઆઈ તરફથી આયોજિત ઇકોનોમિક કોન્ફરન્સમાં કોરોના અંગે…
બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એઇમ્સના અત્યાર સુધીના આઠ કર્મીઓ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે. બિહારના મુખ્યમંત્રી આવાસ કાર્યાલયમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી 80થી વધારે…
વિશ્વભરમાં કોરોનાના અત્યાર સુધીમાં 1 કરોડ 26 લાખ 46 હજાર કેસ નોંધાઈ યુક્યા છે. 5.63 લાખ લોકોના મોત તયાં છે જ્યારે 73.81 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ચેપ ફરી ઝડપતી ફેલાઈ રહ્યો છે. સતત ત્રીજા દિવસે 60 હજારતી વધારે કેસ નોંધાયા છે. અમેરિકામાં 32 લાખ 91 હજાર કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 36 હજાર લોકોના મોત તયાં છે. 14.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ઘણા રાજ્યોએ લોકડાઉનમાં અપાયેલી છૂટો પરત ખેંચી છે. ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 25 લોકોના મોત તયાં છે, આ સાતે મૃત્યુઆંક 30 હજારતી વધારે તયો છે. બ્રિટને શુક્રવારે 75 દેશમાંતી લોકોને…
અમિતભાઇ શાહ અને જે પી નડાની હાજરીમાં કાલે સચિન પાયલોટ ભાજપમાં જોડાઈ જશે. પાયલોટ રાજસ્થાનના નવા મુખ્ય મંત્રી બનશે. દરમ્યાન એક અહેવાલ મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા માટે બળવાખોર કોંગી નેતા, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટને ૩૦ ધારાસભ્યોનું સમર્થન જોઈએ છે, તેમની પાસે ૨૫ ધારાસભ્યો છે. વધુ ૫ નો ટેકો મેળવવા ભારે પ્રયાસો વચ્ચે કોંગ્રેસ તેના ધારાસભ્યો અને ૨ અપક્ષ ધારાસભ્યોને માનેસર રિસોર્ટમાં લઈ ગઈ છે.
અમદાવાદ, 11 જૂલાઈ 2020 ગયા વર્ષ કરતાં આ વર્ષે આ સમય ગાળામાં એક લાખ હેક્ટર વધું વાવેતર થયું છે. જે લગભગ 4.8 ટકા વધારે બતાવે છે. તેનો મતલબ કે ગયા વર્ષ જેવું જ આ ચોમાસુ ખેડૂતો માટે છે. ગયા વર્ષે 22.64 લાખ હેક્ટર વાવેતર સામે 23.65 લાખ હેક્ટર વાવેતર થયું છે. આ વર્ષે વહેલું ચોમાસું શરું થયું હોવા છતાં વાવણીમાં તેનો કોઈ ફાયદો દેખાતો નથી. વહેલા ચોમાસાનો ફાયદો સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં જ જોવા મળે છે. ગયા વર્ષે 12 લાખ હેક્ટરમાં આ સમયગાળામાં વાવેતર થયું હતું તેમાં આ વર્ષે 18 લાખ હેક્ટર થઈ ગયું છે. ગયા વર્ષ કરતાં 50 ટકા વધું…
કોરોનાના દર્દીઓને સારવારમાં જરૂરી ઈન્જેકશનના કાળાબજારના ષડયંત્રનો પર્દાફાશ થયા પછી આ સમગ્ર ઘટનામાં સંડોવાયેલા મનાતા સાત લોકો સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેના અનુસંધાને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓને સારવારમાં અત્યંત મહત્વના ઈન્જેકશનના કાળાબજારનો વેપલો ચાલતો હતો. આ ઈજેકશનના સત્તાવાર ભાવ રૂ.૪૦,૦૦૦ની આસપાસ હતો પરંતુ તેના કાળાબજાર કરીને ૧ લાખ રૂપિયા સુધી છાનેછપને લેવામાં આવતા હતા. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો હતો બનાવટી ગ્રાહક મોકલીને આ ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો હતો. કોરોનાની સારવારમાં આ ઈન્જેકશન અત્યંત મહત્વનું ગણાય…