ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. 2.20 લાખ હેક્ટરનું વાવેતર ઘટાડી દીધું છે. જે ગયા વર્ષની સરખામણીએ 10 ટકા છે. સારો વરસાદ થયો હોવાથી આ વખતે કપાસનું ખરેખર વાવેતર 30-32 લાખ હેક્ટરમાં થવું જોઈતું હતું. આમ ખેડૂતોએ પવન જોઈને વાવેતર કર્યું છે. જોકે, ગયા…
કવિ: Karan Parmar
રાજ્યમાં ઓછા વેતનથી કામ કરતી આંગણવાડી કાર્યકર મહિલા, તેડાગર તથા મીની આંગણવાડી કાર્યકર સહિતના કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે. પારદર્શક ભરતી માટેનું ઓનલાઇન e-HRMS પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે. વેદનશીલતા, પારદર્શિતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતા જાહેર કરે છે. શરૂ કરાયેલ પોર્ટલ માનદ સેવા આપતી બહેનો માટે ખૂબ જ અગત્યનું છે. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે ઓનલાઇન ભરતીની પ્રક્રિયા થઈ રહી છે. છેવાડાના ગામોમાં ગ્રામ પંચાયત ખાતેથી VCEના સહયોગથી બહેનો ફોર્મ ભરાવી શકશે. દખળ વગર ભરતી કરવા માટે આ પોર્ટલ છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશનર અને સચિવ મનિષા ચંદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યના જિલ્લા અને મહાનગરોમાં 3155 આંગણવાડી કાર્યકરો…
વિમા કંપનીઓને અબજો રૂપિયાનો ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી દીધા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લાગ્યું કે મોદીની ખેડૂત વીમા યોજના ખોટી છે. સફળ થઈ નથી તેથી તે બંધ કરીને હવે અમિત શાહના ખાસ માણસ એવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોદીની યોજના બંધ કરીને ગુજરાત સરકારની યોજના લાગું કરી છે. અગાઉ કોંગ્રેસ શાસિત રાજ્યોએ મોદીની કૃષિ વિમા યોજનાનો વિરોધ કર્યો હતો. ગુજરાત કોંગ્રેસે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાન ડો.પ્રવિણ તોગડિયાએ વોરધ કર્યો હતો. આ તમામનું કહેવું હતું કે મોદીની કૃષિ વિમા યોજના ખેડૂત વિરોઝધી અને વીમા કંપનીઓને કમાવી આપવા બરાબર છે. હવે એ વાત ગુજરાત ભાજપની સરકારના મુખ્ય પ્રધાન…
એક વૃક્ષ પર સૌથી વધું નારિયેળ પેદા કરતાં ગુજરાતમાં કાળી ફૂગ પેદા કરતી સામાન્ય માખી કરતાં 3 ગમી મોટી સફેદ માખી ત્રાટકીને બગીચાઓ ખતમ કરી રહી છે. જેના પર કપડા ધોવાનો ભૂકો પાણીમાં નાંખી છાંટવાથી માખી ભાગે છે. નારિયેળ ફળ માનવજીવનની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે, કોરોનામાં તેનો વપરાશ વધ્યો છે. ત્યારે રોગ પ્રતિકાર શક્તિ ધરાવતું નારિયેળ પોતે હવે રોગગ્રસ્ત બની રહ્યું છે. વપરાશ અને ઉત્પાદન ભારતના લોકો વર્ષે 7 જે નારિયેળ પીવે છે કે વાપરે છે. ભારતમાં 20 લાખ હેક્ટરમાં નારિયેળની ખેતી થાય છે. જેમાં 1.63 કરોડ ટન નારિયેળ પેદા થાય છે. એક હેક્ટરે 7804 કિલો…
ગુજરાતમાં કોંગ્રેસ 29 વર્ષની સત્તામાં નથી. નરેન્દ્ર મોદીની સ્ટાઇલમાં નરેન્દ્ર મોદીને જવાબ આપવો જોઇએ તેવું માનતા કોંગ્રેસના નેતાઓ કહે છે કે, તે માટે હાર્દિક પટેલ ફીટ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ભાષણમાં નરેન્દ્ર મોદીની વિરૂદ્ધમાં એકપણ શબ્દ ઉચાર્યો ન હતો. તેથી તેઓ પેટાચૂંટણીઓ જીતી ગયા હતા. હાર્દિકે મોદીને જાહેરમાં ગાળો આપવાનું બંધ કર્યું છે જેનું પરિણામ સામે છે. કોંગ્રેસે પણ પોતે શું કરવા માગે છે તે લોકોને બતાવવું પડશે. કોંગ્રેસના નેતાઓ મોદીને ગાળો આપવાનું ચાલુ રાખશે તો તેના નેગેટીવ પ્રચારથી કોંગ્રેસને મોટું નુકશાન થઇ શકે છે. કોંગ્રેસના સંગઠનમાં માત્ર 15 ટકા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ચૂંટણી આવે એટલે…
ગુજરાતમાં જે સ્કૂલમાં બાળકોને રમવા માટેના પ્લે ગ્રાઇન્ડ નહીં હોય તેમને સરકાર જમીન આપશે. સરકારી જમીન ઉપલબ્ધ નથી ત્યાં પ્રાઇવેટ જમીન એક્વાયર કરવામાં સરકાર મદદ કરશે. રાજ્યની જે સ્કૂલમાં પ્લે ગ્રાઉન્ડ નથી તેનો સર્વે કરવા માટે સરકારે સૂચના આપી છે. જૂના સર્વે પ્રમાણે રાજ્યની રાજ્યની 8 હજાર ખાનગી પ્રાથમિક શાળાઓમાંથી 5500 શાળાઓ પાસે રમતના મેદાનો નથી. જ્યારે 12,599 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી 6004 શાળાઓ પાસે મેદાનો નથી. 40 ટકા સ્કૂલો એવી છે કે જ્યાં બાળકોને રમવાના મેદાનો નથી. સ્કૂલ સંચાલકોએ રમતના મેદાનમાં જ શાળા બનાવી દીધી છે. તેમને નોટીસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર એવા સંચાલકો સામે…
સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. સરકારે 8મી જૂન 2020માં મંદિરો ખોલવાની મંજૂરી આપી હતી. ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરમાં કોરોના સંક્રમણ પહેલાં રોજના 5000 શ્રદ્ધાળુઓ દર્શને આવતા હતા. અત્યારે માત્ર 1000 થી 1200 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરમાં આવે છે. આ મંદિરની આવક પણ દર મહિને એક કરોડ રૂપિયાથી ઘટીને બે લાખ રૂપિયા થઇ છે. સોમનાથ મંદિરમાં માસિક આવક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયા થતી હોય છે. હાલ આવક માત્ર 17 લાખ રૂપિયા થાય છે. આ મંદિરમાં 650 લોકોનો સ્ટાફ છે. દર મહિને પગાર પણ કરવાનો હોય છે. આ પગારની રકમ પણ એક કરોડ રૂપિયા જેટલી છે. લોકો…
કોરોના સંક્રમણ વચ્ચે આ સ્થિતિમાં સરકારના જુદા જુદા વિભાગો દ્વારા જાહેર કરવામાં આવેલ ઓનલાઈન એજયુકેશનના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે ઓનલાઈન એજયુકેશનમાં માત્ર 20 ટકા વિદ્યાર્થી જ રસ દાખવતા હોવાની વિગતો બહાર આવી રહી છે. રાજયમાં 20મી જુલાઈથી ઓનલાઈન એજયુકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અનલોક-૩માં પણ કોલેજો શરૂ થશે કે કેમ તે મુદ્દે સરકાર દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. યુનિવર્સિટીના પ્રોફેસરોના કહ્યા પ્રમાણે, રાજયની ટેકનીકલ યુનિવર્સિટીને બાદ કરીએ તો બાકીની તમામ યુનિ.ઓ સાથે જોડાયેલી કોલેજોમાં અંદાજે ચારથી પાંચ લાખ વિદ્યાર્થી અભ્યાસ કરે છે આ સ્થિતિમાં ઓનલાઈન એજયુકેશન લઈ રહેલા વિદ્યાર્થીઓના છેલ્લા મહિનાની આંકડાકીય વિગતો પ્રમાણે 82,197 વિદ્યાર્થીએ ઓનલાઈન…
ગુજરાતને હિંદુની પ્રયોગશાળા ભાજપ પહેલેથી માને છે. જેમાં ગાયને માતા તરીકે પૂજે છે. ભાજપ સત્તા પર ન હતો ત્યાં સુધી ગાયના નામે આંદોલનો કરેલા હતા. ગાયના નામે હિંદુઓની લાગણી જીતીને સત્તા પર આવવા માટે મત માંગેલા. તેમના 24 વર્ષના શાસનમાં ગાયના સ્થાને ભેંસને મહત્વ વધું મળ્યું છે. આજે સ્થિતી એવી છે કે ગાયના ઉછેરમાં ભારતમાં પ્રથમ 10 રાજ્યોમાં ગુજરાત ક્યાંય નથી. તેના સ્થાને ભેંસના ઉછેરમાં ગુજરાત સમગ્ર દેશમાં 3 નંબર પર આવી ગયું છે. ગુજરાતમાં ગાય કરતાં ભેંસને વધારે મહત્વ 24 વર્ષમાં આપવામાં આવતાં આજે આવી સ્થિતી આવીને ઊભી રહી છે. ગુજરાતમાં 1.04 કરોડ ભેંસ છે અને ગાય 92 લાખ…
ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાથી જીવ ગુમાવનાર લોકોની જે સંખ્યા જાહેર કરી છે, તે સાચી સંખ્યાના અડધાથી પણ ઓછી છે. રિપોર્ટ અનુસાર, સરકારના જ આંતરિક દસ્તાવેજોથી જાણ થાય છે કે 20 જુલાઈ સુધી ઈરાનમાં 42,000 લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા હતા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 14,405 મોતની વાત કહી રહ્યા હતા. હાલ ઈરાનમાં સરકાર સંક્રમિત લોકોની સંખ્યા 3,09,437 જણાવી રહી છે અને મૃતકોની સત્તાકીય સંખ્યા માત્ર 17,190 જોવા મળી રહી છે પરંતુ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 20 જુલાઈ સુધી જ સંક્રમિતની સાચી સંખ્યા 4,51,024 થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ 18 જુલાઈએ ચોંકાવનારો દાવો કર્યો હતો.…