અમેરીકાનો મકાઈ ખૂબ ખાઈ રહ્યાં છે. તેના ખોરાકમાં મુખ્ય ધાન્ય મકાઈ છે, પણ હવે, ગુજરાતનું મુખ્ય ધાન્ય મકાઈ બની રહ્યું છે. આદિવાસી પ્રજામાં મકાઈનો વપરાશ પહેલાથી વધું છે. હવે મેદાની પ્રદેશોમાં મકાઈ વધું વપરાવા લાગી છે. ધાન્ય પાકોમાં ઘઉં, ડાંગર પછી મકાઈ ત્રીજા ક્રમે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 3 લાખ હેક્ટર વાવેતર ખરીફ – ચોમાસામાં પાકે છે. ગયા વર્ષ સરકાર આ વખતે આ સમયે મકાઈનું વાવેતર 55 ગણું વધું છે. 58 હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. જેમાં 42 હજાર હેક્ટર વાવેતર તો એકલા દાહોદમાં થયું છે. પંચમહાલ, મહિસાગર, છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર વધું છે. મધ્ય ગુજરાતમાં મકાઈનો હિસ્સો…
કવિ: Karan Parmar
વિદેશી નાણાંની હેરાફેરી માટે કામ કરતાં નિદેશાલય એટલે કે એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ (ઈડી) દ્વારા સ્ટર્લિંગ બાયોટેક બેન્કના લોનના કૌભાંડના ગુનામાં કોંગ્રેસના જાણીતા નેતા અહેમદભાઈના જમાય ઈરફાન અહેમદ સિદ્દીકીની તપાસ શરૂ થઈ છે અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. આ દાવામાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું નામ હોવાથી તેમની પૂછપરછ પણ થઈ શકે છે. તે પહેલા કોંગ્રેસના સોફ્ટ સરમુખત્યાર અહેમદ પટેલની પૂછપરછ કરી હતી. મોદીને અનેક વખત મદદ કરનારા અહેમદ પટેલને મોદીએ બરાબર ફસાવી દીધા છે. જે રીતે મોદીએ ભાજપના વરિષ્ઠ નેતાઓને ફસાવી દીધા છે તેનાથી ખરાબ હાલત અહેમદ પટેલની કરી છે. https://twitter.com/ANI/status/1276911440247402497?s=09 રૂ.5 હજાર કરોડ રૂપિયાના બેંકિંગ ગોટાળાના દાવાનો સામનો કરી રહેલા…
ભારતમાં પંજાબમાં સૌ પ્રથમ વખત સોયાબીન વાવવાનો અખતરો કરાયો હતો. પછી વડોદરા રાજ્યમાં આના વાવેતરનો અખતરો કરાયો હતો. ત્યારથી ભારતમાં સોયાબીન થવા લાગ્યા હતા. પણ થોડા વર્ષો પહેલાં સારા બીયારણ ન હોવાના કારણે ખેડૂતોએ તેનું વાવેતર બંધ કરી દીધું હતું. હવે ફરીથી ગુજરાતમાં સોયાબીનની ખેતી થઈ રહી છે. આદિવાસી વિસ્તારોમાં તેનું વાવેતર વધું છે. પણ જ્યાં કપાસનું વાવેતર વધું થાય છે ત્યાં સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર કરી શકાય તેવા પ્રયોગ ખેડૂતોએ કર્યા છે. જામનગરમાં 15 વર્ષ પહેલાં સોયાબીન પાકનું વધારે વાવેતર થતું હતું પરંતુ સુધારેલી જાતોના અભાવે પાકનું વાવેતર ઘટી ગયું હતું. જામનગરના ખેડૂતે કપાસમાં વચ્ચેની ખાલી જગ્યાએ મિશ્રા પાક…
રાષ્ટ્રપતિ ને પત્ર લખીને રજૂઆત કરી ભારત પાકિસ્તાન સીમા નજીક માછીમારી કરતા સમયે સીમા ઉલ્લંધન બદલ માછીમારોને પાકિસ્તાન મરીન સિકયુરિટી દ્વારા પકડી જેલમાં કેદ કરી દેવામાં આવે છે. માછીમારોને મુક્ત કરાવવા માટે ઉનાના યુવા આગેવાનો દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખી માંગણી કરી છે. વિશાળ દરિયાકાંઠા વિસ્તારમાં વસતાં અનેક પરિવારો માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે. માછીમારી કરી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવતા હોય છે. માછીમારી તેનું આજીવિકાનું સાધન છે. ભારત પાકિસ્તાન દરિયાઇ જળસીમા નજીક રોજીરોટી માટે માછીમારી કરતાં સમયે અજ્ઞાનતાનાં કારણે અથવા દિશાભાનના રહેવાના કારણે બંને દેશોની સરહદ ઓળંગીને પાકિસ્તાન સીમામાં પહોંચી જતા હોય છે. તેનાં કારણે સરહદ ઉલ્લંધન બદલ આ માછીમારોને પાકિસ્તાની…
જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ માસમાં ૧૦૦૦ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ પૂર્ણ કરી દેશને જળ સંચયનો નવો રાહ વડોદરાએ બતાવ્યો છે. પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિ છે. નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ…
ઊંઝામાં જીરૂ, વરીયાળી, સોપારી, રાજગરો અને તમામ મસાલા પાકનો વેપાર કરતી પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રૂ.2.89 કરોડ તુરંત ભરી જવા માટે વેપારી પેઢી મહારાજા સ્પાઈસના માલીક સંજય પ્રહલાદ પટેલને ભરવા માટે કહેવામાં આવ્યું હતું. 2017-18 અને 2018-19 એમ બે વર્ષના હિસાબો તપાસતાં કુલ રૂ.3.81 કરોડની કરચોરી પકડાઈ છે. જે અંગે વેટ વિભાગે નોટિસ ફટકારી હતી. 3 ડિસેમ્બર 2019માં ઊંઝાના મહારાજા સ્પાઈસના માલિક સંજય પ્રહલાદ પટેલને જીએસટી વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં કુલ રૂ.2.87 કરોડ ભરવા માટે અમદાવાદના ફ્લાઈંગ સ્કવોટના આસીસ્ટંટ કમિશ્નર દ્વારા કહેવામાં આવ્યું હતું. 1 જૂલાઈ 2017થી 31 માર્ચ 2018 સુધીના 9 મહિનાની રૂ.2.87…
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અનેક વખત સેક્સ રેકેટ બહાર આવતાં મંદિર બંધ કરી દેવાનો સમય વડતાળ સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદમાં છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ ભક્તિ કિશોર સ્વામી સાધુ મોબાઈલ ફોનમાં ખાનગી સંદેશાઓ જાહેર થયા છે. એક મહિલા સાથે બીભત્સ વાતચીત કરી હતી. તેના સ્ક્રીન શોટ જાહેર થયા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર પર ફરી એક વખત કાળો ડાઘ લાગ્યો છે. હિન્દુ ધર્મના સંસ્કાર ભૂલ્યા છે. ચેટિંગમાં મોકલેલા ફોટામાં એક સાધુ મહિલાના કપડા પહેરેલા દેખાય છે. સાધુનું નામ ત્યાગ વલ્લભ છે, સંસારની મોહમાયા છોડી ભગવો પહેર્યો છે. પણ સેક્સ છોડી શકતા નથી. ધ્રુણા ઉપજે છે. સાધુ બનેલા આવા પાંખડી લોકોની ટોળી…
પ્રતિબંધ હોવા છતાં ગુજરાતમાં પ્લાસ્ટિક બેગ હજુ પણ વપરાય છે. ગુજરાતમાં 50 પીપીએમ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ છે. 2 ઑક્ટોબર 2019થી સિંગલ યૂઝ પ્લાસ્ટિક પ્રોડક્ટ પર પ્રતિબંધ, સ્ટિક બેગ, કપ, પ્લેટ, નાની બોટલ, પ્લાસ્ટિક સ્ટ્રા અને અમુક પ્રકારના પેકિંગ પ્લાસ્ટિક છે. બીટ પ્લાસ્ટિક પોલ્યૂશન કેમ્પેઇન હેઠળ આકરાં પગલાં લેવાઇ રહ્યાં છે. ઉત્પાદન યુનિટોને બંધ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્લાસ્ટીક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ગુજરાતમાં આશરે 2000થી વધુ એસએમઈ યુનિટમાંથી 50 ટકા બંધ થયા છે. રાજયમાં 10 હજાર કરોડ રૂપિયાનો પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. પ્લાસ્ટિક બેગ અને પાઉચ મેન્યુફેક્ચરિંગ માટે બજારનો સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિક બેગનો 56.7% હતો. રાજ્યમાં 50 માઇક્રોનથી પાતળી…
“હું ડમ્પ યાર્ડ નથી, નદી છું. મારી સાથે કોણ વાત કરશે? મારી વાત કોણ સાંભળશે? મારી સંભાળ કોણ લેશે?” મારી સંભાળ કોણ રાખે છે? – દમણ ગંગા નદી, દક્ષિણ ગુજરાત, વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના દમણ ગંગા નદીનો ફેલાવો વાપી ઔદ્યોગિક ક્લસ્ટરના “ટ્રીટ્ડ ફ્લુઅન્ટ” ને લીધે અમે 24 મી 7 પ્રદૂષિત હોવાનું સંબંધિત અધિકારીઓને વારંવાર જણાવી ચૂક્યું છે. હકીકતમાં, આપણે નદીના સેગમેન્ટમાં પણ, જ્યાં નદીમાં પૂરતું પાણી (ઇ-ફ્લો) નથી ત્યાં કહેવાતા ટ્રીટમેન્ટ ફ્લો અને ગટરના વિસર્જનને મંજૂરી આપવી જોઈએ નહીં. નદીમાં કચરો નષ્ટ કરવો એ નદીની હત્યા છે અને સંબંધિત ઉદ્યોગો, અધિકારીઓ, ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય દ્વારા આ ગુનાહિત ગુનો છે.…
માનવ અને પશુઓના રોગ દૂર કરવા વપરાય છે તે કાળીજીરીને કાળી કેપ્સ્યુલ તરીકે વિશ્વ આખું ઓખળવા લાગ્યું છે. તે ખરેખર એક કેપ્સ્યુલનું કામ કરે છે. તેથી તેની માંગ રોજ વધી રહી છે. જ્યાં જીરું થઈ શકે ત્યાં કાળીજીરી થઈ શકે છે. ઔષધિય પાકોમાં કાળીજીરીનું વાવેતર કરીને ખેડૂતો મબલખ કમાણી કરી શકે છે. તેનું બજાર કે વેપારી પહેલાં શોધીને પછી જ વાવેતર કરવું. કાળી જીરી ગુજરાતના વિસ્તારમાં નવો પાક છે. ગુજરાતના એક ખેડૂતે પોતાના ખેતરમાં પ્રયોગ કરીને 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે વાવેતર કરી શકાય છે એવું શોધી કાઢ્યું છે. પ્રથમ નાના પાયા પર વાવેતર કરવું જોઈએ. પછી વાવેતર વધારી શકાય.…