અમદાવાદની લાલ બસમાં માંડ 8 ટકા મુસાફરો આવે છે, 90 ટકા શહેર કોરોનાથી 80 દિવસે પણ થંભી ગયુ છે અમદાવાદની લાલ બસમાં એક સીટ પર એક મુસાફરને બેસવાની મંજૂરી છે. તેથી 30 ટકા જ મુસાફરો મળે છે. એ.એમ.ટી.એસની આવક રોજની આવક રૂ. 22 લાખ હતી તેમાં ઘટાડો થઈને તે રૂ. 3.5 લાખ સુધી પહોંચી ગઈ છે. 15થી 29 ટકા આવક થઈ ગઈ છે. આખી બસમાં ભરચક મુસાફર લેવામાં આવશે તો કોરોનાનો વિસ્ફોટ થાય તેમ છે. તેથી લેવામાં આવતાં નથી. લોકો પણ બહાર નિકળતા નથી. શહેર 90 ટકા પ્રવૃત્તિ થંભી ગઈ છે. આવકનો ઘટાડો કોરોનાનો ફફડાટ બતાવે છે પહેલા રોજના 5…
કવિ: Karan Parmar
2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળકાર ગોપાલ ઈટાલીયાને પક્ષમાં લેવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલીયાએ 27 જૂન 2020થી સુરતમાં ટ્રાફિક પોલીસની દંડની કાર્યવાહી સામે વિરોધ કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું શરૂ કર્યું છે. ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા સંકુલમાં 2017માં જૂતું મારીને અને નાણાં પ્રધાન નિતીન પટેલનો ઓડિયો ટેપ…
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અમદાવાદના નવા સિમાંકનની કામગીરી કરી રહ્યું છે. જેમાં શહેરના તમામ વિસ્તારમાં નવા વોર્ડ બનાવવામાં આવશે. 48 વોર્ડમાં વધારો થઇ શકે તેવી પૂરેપુરી સંભાવના છે. નવા સિમાંકન બાદ અમદાવાદ શહેર અને ગાંધીનગર વચ્ચે ઔડા વિસ્તાર નાબુદ થશે. ચાંદખેડા બાદ તુરંત જ ગાંધીનગરની હદ શરૂ થશે. અમદાવાદ પછી તુરંત ગાંધીનગર મહાનગરપાલિકાનો વિસ્તાર ચાલુ થઈ જશે. આમ અમદાવાદ અને ગાંધીનગર સીસ્ટર સિટી બની જશે. જે અંગે થોડા દિવસમાં જાહેરાત થશે. રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓમાં હદ ફેરફાર અને વોર્ડ ફેરફાર કરવાનો રાજકીય નિર્ણય કર્યો છે. ભાજપે જ્યારે પણ કોઈ શહેરની હદ વધારી છે અને રાજકીય સિમાંકનમાં ફેરફારો કર્યા છે ત્યારે…
હું સત્તા પર આવીશ તો બધાના સારા દિવસો આવશે એવી વાતો કરીને સત્તામાં આવેલી મોદી સરકારના શાસનમાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ- ડીઝલ પર વેરા અને ભાવ વધારો ઝીંકીને દેશના નાગરીકો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા વસુલ્યા છે. જે કુટુંબો પેટ્રોલ ડિઝલ વાપરે છે એવા દરેક કુટુંબ પાસેથી ભાજપને કેન્દ્રની મોદી સરકારે રૂ. 1.25 લાખ વધારાના લીધા છે. દરેક વ્યક્તિને સ્વિસ બેંકમાં પડેલા કાળા નાણાંથી રૂં. 20 લાખ ભાજપ આપવાનું હતું. પણ આતો લોકોના ગજવામાંથી વધારાના રૂ. 1.25 લાખ દરેક કુટુંબ પાસેથી લઈ લીધા છે. લૂંટી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો થવા છતાં દેશના નાગરિકો પાસેથી પેટ્રોલ-…
અનલોક – 2ની છૂટછાટ બાદ એસ ટી બસનું સંચાલન ગીતામંદિર મધ્યસ્થ બસ સ્ટેન્ડ ખાતેથી સંચાલીત કરવાનું રહેશે. પણ સૌરાષ્ટ્રની તમામ બસો ગીતા મંદિર નહીં જાય. આ નિયમનો અમલ 2 જૂલાઈ 2020થી કરવાનો આદેશ એસટી નિગમે કર્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે બસ તેમજ પ્રવાસીનું વધુ ભારણ ન થાય તથા સોશીયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તેથી અમદાવાદ શહેરમાં આવતી બસ અલગ જગ્યાએ ઊભી રાખવાનું નક્કી કરાયું છે. ઉત્તર ગુજરાત ( મહેસાણા , પાલનપુર , વિભાગ ) થી સૌરાષ્ટ્ર ( રાજકોટ , જામનગર , જુનાગઢ , અમરેલી , ભાવનગર વિભાગ ) તરફ આવતી કે જતી સંચાલન થવા પામતી સર્વિસી રાણીપ , પાલડી…
લોકડાઉન દરમ્યાન બસ બંધ રહી હોવાથી અમદાવાદની લાલ બસએ રૂપિયા 18 કરોડની આવક ગુમાવી છે. તેમ છતાં ભાજપના નક્કી કરેલા ઠેકેદારોને રૂ.8 કરોડ ચૂકવાશે. અમદાવાદ મહાનગરપાલિકામાં એ.એમ.ટી. એસ.અને જનમાર્ગની બસ 20 માર્ચથી બંધ કરી હતી. 70 દિવસ પછી અનલોક1 દરમ્યાન શરૂ કરવામાં આવી હતી. ભાજપના નેતાઓ સાથે મીઠા સંબંધો ધરાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને 60 દિવસનું કરોડો રૃપિયા આપવામાં આવશે. એ.એમ.ટી.એસ.ની કુલ રોજ 700 બસ દોડતી હતી. જેમાં 630 બસ ખાનગી ઠેકેદારોની છે. કિલોમીટર દીઠના જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેના 30 ટકા રકમ આપવામાં આવશે. બે મહિનાના ડીઝલ કે સી.એન.જી.ની ગણતરી કરવામાં આવી નથી. તેથી પ્રતિ કિલોમીટરના ભાવમાંથી 35 ટકા…
15.40 લાખ હેક્ટરમાં ગયા વર્ષે મગફળીનું વાવેતર થયું હતું. તેની સામે અત્યારે 12થી 14 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. આમ 80-85 ટકા વાવેતર થઈ ગયું છે. આ વર્ષે ખેડૂતો મગફળી ઉગાડવામાં ભારે ઉત્સાહ બતાવી રહ્યાં છે. તેની પાછળનું મહત્વનું કારણ તો ખેતીની નફાકારકતાં જ હોઈ શકે છે. ગયા વર્ષે સારા ભાવ મળેલા હોય તો આ વખતે ખેતીમાં તે પાકનું વાવેતર વધું થતું હોય છે. આવું મગફળીમાં જોવા મળે છે. ગુજરાતમાં કોઈ પણ પાકમાં મગફળી તરફ સૌથી વધું ટ્રેન્ડ ખેડૂતોમાં આ મોસમમાં જોવા મળી રહ્યો છે. બીજા 52 પ્રકારના પાક કરતાં મગફળી આ વખતે ટોચ પર છે. જે 17 લાખ…
રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે ડાયાલીસીસ વિભાગમાં રોજના 55 ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીન છે. ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. 1300 ડાયાલીસીસ થાય છે. IKDRC દ્વારા સંચાલીત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ અને બીપી મોનીટરીંગની સિસ્ટમ ધરાવતા મશીનો છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. ૧૦ હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલીસીસ કીટ તથા તેની પ્રોસિજર અહીં વિના મુલ્યે આપવામાં આવે…
ચીનને આર્થિક મોરચે ઘેરવા માટે ભારતમાંથી ચીનના માલના બહિષ્કારના શ્રીગણેશ થઈ ગયા છે વેપારીઓ-ઉદ્યોગપતિઓમાં ધીમે ધીમ જાગૃતિ આવી રહી છે અને સ્થાનિક કંપનીઓની બનાવટની ચીજવસ્તુઓને પ્રાધાન્ય મળે તે માટે નવી માર્કેટ સ્ટ્રેટેજી રચવામાં આવી રહી છે. આગામી ચાર-છ મહિનામાં તેની ભૂમિકા ઉભી કરી દેવાશે. તેના માટે રાજ્ય-કેન્દ્ર સરકાર સંયુક્ત રીતે આગળ વધશે. સ્થાનિક ઉદ્યોગપતિ ઓ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરશે. જેને કારણે ચીની બનાવટની ચીજવસ્તુઓની આયાત ઘટશે. તેના માટે ચાઈનીઝ બનાવટની આયાત થતી ચીજવસ્તુઓને વર્ગીકૃત કરાઈ રહી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ ની કેટેગરી અલગ કરાશે. સામાન્ય રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓની આયાત ચીનથી ઓછી થતી હોય છે તેમ છતાં આ મુદ્દાને ધ્યાનમાં લેવાશે. જા…
ભારત સરકાર દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ અને સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત વધુમા વધુ સારી કામગીરી થઈ શકે તેમજ ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક ઓદ્યોગિક સાહસ ખેડનાર ગ્રુપ્સ, સંસ્થાઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુસર નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઈલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ ભાવનગર જિલ્લામા ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનિક અને એગ્રી બીઝનેસ સેન્ટર (AC&ABC), ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ (SHGs), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO), ફાર્મર પ્રોડ્યુસર કંપની (FPCs), ફાર્મર જોઈન્ટ લાયબેલીટી ગ્રુપ્સ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટીઝ, PACS, ઈનપુટ રીટેલ આઉટલેટ, ઈનપુટ રીટેલર્સ અને શાળા-કોલેજોમાં નાણાકીય સહાય આપવા…