ગાંધીનગર, રાજ્યમાં ૧૫ મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં ૧૫ મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ…
કવિ: Karan Parmar
નવી દિલ્હી : લદ્દાખમાં LAC પર ભારત અને ચીની સેનાની વચ્ચે કેટલાંક ભાગમાં હજુ પણ તણાવ છે. તેની અસર બંને દેશના સંબંધ પર પણ પડી રહી છે. એવામાં ભારતને દબાણમાં લાવવા માટે ચીને લ્હાસાથી નેપાળના કાઠમંડુ સુધી 2250 કરોડ રૂપિયાના ખર્ચે રેલવે લાઇન બનાવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ રેલવે લાઇનને ભારત-નેપાળ સરહદની નજીક આવેલ લુમ્બિની ને પણ જોડાશે. આ ચીનની ડેવલપમેન્ટવાળી યુદ્ધનીતિ છે. આ સમજૂતી વર્ષોથી ઠંડી પડેલી હતી પરંતુ જ્યારે ચીન અને ભારતની વચ્ચે LAC પર તણાવ વધ્યો તો હવે વર્ષોથી બંધ આ પ્રોજેક્ટને ચીને તરત શરૂ કરી દીધો. ચીનની ટીમ હવે તિબેટથી કાઠમંડૂ સુધી આ રેલવે…
25 વર્ષથી ખેતી ક્ષેત્રે સંકળાયેલા અમદાવાદના કાસીન્દ્રા ગામના મહેન્દ્ર નરસિંહ પટેલ કહે છે કે, વેબસાઈટના માધ્યમથી ગ્રીન હાઉસમાં ઓછામાં ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન લઈ શકાય તે હેતુથી સાહસ કરી ગ્રીના હાઉસમાં ડચ રોઝની ખેતી કરવાનું નક્કી કર્યું. મેં હાઈટેક ગ્રીન હાઉસ પ્રોજેક્ટ અપાનાવેલો હતો. માઈક્રો ઈરિગેશન સિસ્ટમ દ્રારા RO પ્લાન્ટના શુદ્ધ પાણીથી ઈરિગેશન કરી હતી. ગ્રીન હાઉસમાં સંપૂર્ણ ઓટોમેશન પદ્ધતિથી પાણી અને ખાતર આપતો હતો. ઉપરાંત ગ્રીન હાઉસમાં ભેજ અને તાપમાન પણ આપોઆપ નિયંત્રિત થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી. ખાસ વાતમાં આખો પ્રોજેક્ટ હાઈડ્રોપોનિક 2009માં બનાવ્યો હતો. જમીનનો તેમાં ક્યાંય પણ ઉપયોગ કરવામાં આવેલ નથી. ઓટામેશન પદ્ધતિથી સજજ હાઈટેન્ગ્રીન હાઉસ,…
કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે 2 નર અને 1 માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં 30 વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ 8 જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે 2008થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે. કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે. જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ 9 પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ…
ગુજરાત સરકાર નવા ફુલ ફળના નવા બગીચા બનાવવા માટે જે લક્ષ્યાંક નક્કી કરેલા અને તે માટે નાણાં પણ ફાળવી આપેલા હતા, પણ તેને પૂરા કરી શકાયા નથી. રૂ.7.68 કરોડના ખર્ચે 122 નર્સરી બને તે માટે ખેડૂતોને સહાય આપવાનું નક્કી કર્યું હતું. પણ માંડ 62 નર્સરી બની અને તે પણ 42 લાખ રૂપિયા પૈસા આપવામાં આવેલા હતા. વળી ફળોના 11200 હેક્ટર વિસ્તારમાં બગીચા બનાવવા માટે નકકી કરાયું હતું. તે માટે કૃષિ મંત્રીએ રૂ.27.75 કરોડ રકમ ફાળવી હતી. પણ માંગ 6120 હેક્ટરમાં એટલે કે 50 ટકા બગીચા બની શક્યા અને તેની પાછળ માંગ 12 કરોડ આપવામાં આવ્યા હતા. ફૂલોના બગીચા 685 હેક્ટર…
27 જૂલાઈ 2020ના દિવસે ગુજરાતના કૃષિ વિભાગે તૈયાર કરેલો અહેવાલ આખા ગુજરાતને ચોંકાવી દે એવો છે. ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિનો તેમાં અજાણતાં પર્દાફાશ થયો છે. ગુજરાતના ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી ઓછી કરી રહ્યા છે. અન્નના ભંડારો પેદા કરનારા ખેડૂતો હવે કેમ અનાજ અને કઠોળનું વાવેતર ઘટાડી રહ્યાં છે જેની પાછળ રોકડીયા પાકો જવાબદાર છે. છેલ્લાં પાંચ વર્ષમાં ખેડૂતો હવે અનાજ ઓછુ ઉગાડી રહ્યાં છે. અન્નદાતા હવે રોકડ તરફ ગયા છે. પાંચ વર્ષ પહેલાં 2013માં 15.56 લાખ હેક્ટરમાં અનાજ વાવવામાં આવ્યું હતું તેની સામે આ વર્ષે 9.56 લાખ હેક્ટરમાં જ વાવાણી કરી છે. જે ચોમાસુ પુરું થતાં વધીને 10…
બનાસકાંઠાના સાંસદ અને બનાસડેરીના ડીરેક્ટર પરબતભાઈ પટેલનું પ્રવચન કાપી નાંખવામાં આવ્યુ હતું. અવાજ બંધ કરી દેવાયો હતો. સાંસદનું પ્રવચન કોઈ સાંભળી ન શકે તે માટે વેબ પર તેનો અવાજ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરબત પટેલે આ અંગે વાંધો ઉઠાવીને શંકર ચૌધરીને પત્ર લખ્યો છે કે આવું કઈ રીતે કરી શકો ? સાધારણ સભાનો અવાજ બંધ કરી દેવાયો તે લોકશાહીનો અવાજ બંધ કરવા બરાબર છે. પત્ર લખ્યા બાદ હવે પરબત પટેલનું પ્રવચવ તેની વેબસાઈટ પર મૂકવામાં આવ્યું છે. પણ તેમાં પશુપાલકોને રૂ.1144 કરોડ નફાની કઈ રીતે ખોટી ગણતરી ડેરીએ કરી છે તે ગણીત કાપી કાઢવામાં આવ્યું છે. જેમાં ભાજપના આગેવાને…
2006-07માં 18.68 લાખ હેક્ટરમાં વાવેતર થતું હતં તે કુલ વાવેતરમાં 17 ટકા વાવેતર હતું. આ વર્ષોમાં મગફળીનો વિયત વિસ્તાર તો 2 લાખ હેક્ટર માંડ હતો. જે બતાવે છે કે મગફળીને સિંચાઈ આપી શકાય એવો વિસ્તાર તો માત્ર 11 ટકા જ હતો. તેનો એ મતલબ કે મગફળી પકવતાં ખેડૂતો 15 વર્ષ પહેલાં માત્ર ચોમાસાના વરસાદ પર આધારિત હતા. આ વર્ષમાં મગફળીનું કુલ ઉત્પાદન 32.85 લાખ મે.ટન થયું હતું. 100 કિલોનો ભાવ ત્યારે 1550-1625 સુધી રહેતો હતો. મજૂરોને રોજના રૂ.65 સરેરાશ મળતા હતા. મોસમમાં તે વધીને 100 રહેતા હતા. 9-10 વર્ષ પછી 2015માં 12.25 લાખ હેક્ટર થઈ ગયું હતું. હવે ફરી 20.18…
બિઝનેસ ઇન્સાઇડરના એક રિપોર્ટ અનુસાર, મુંબઈના પાલી હિલ વિસ્તારમાં અનિલ અંબાણીનું ઘર 66 મીટર ઊંચું છે. આ સિવાય તે 16,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, અનિલ અંબાણી તેની ઊંચાઈ 150 મીટર રાખવા માગે છે, પરંતુ અધિકારીઓ દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી. આ મકાનમાં જીમ, સ્વિમિંગ પૂલ સહિતની ઘણી આધુનિક સુવિધાઓ છે. ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની આઈઆઈએફએલે અનિલ અંબાણીના નિવાસસ્થાનને જાન્યુઆરી 2018 માં ભારતના સૌથી મોંઘા મકાનોની યાદીમાં બીજા નંબર પર સ્થાન આપ્યું છે. આઇઆઇએફએલ વેબસાઇટ અનુસાર અનિલ અંબાણીના ઘરની કિંમત 5000 કરોડ રૂપિયાથી વધુ છે. બીજી તરફ, દેશમાં સૌથી મોંઘા મકાન તેના મોટા ભાઇ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ…
દાહોદ નગર કોરોના સંક્રમણથી મુક્ત થાય તે માટે નગરપાલિકા દૈનિક ધોરણે સેનિટાઇઝેશનની કામગીરી અસરગ્રસ્ત વિસ્તારો સહિત સમગ્ર નગરમાં પુરજોશમાં કરી રહી છે. આ કામગીરી સાંજના 6 વાગ્યા થી રાતના 10 વાગ્યા સુધી નિયમિત રીતે ચલાવવામાં આવી રહી છે. દાહોદ નગરના સૌથી વધુ સંક્રમિત વિસ્તારો જેમને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે અને જયાં સંક્રમણના કેસો વધુ પ્રમાણમાં બની રહ્યા છે. તે આખે આખા વિસ્તારમાં રોજે રોજ સેનિટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઇ કાલે નગરપાલિકા દ્વારા ગોધરા રોડ થી ભગીની સમાજ સર્કલ સુધી, ગોદી રોડ, અરૂણોદય સોસાયટી, જયોતિ સોસાયટી, દેસાઇવાડ, હુસેની મસ્જિદ વિસ્તાર, ટીર્ચસ સોસાયટી, મહાવીર નગર વગેરે વિસ્તારોના ખાસ કરીને…