કવિ: Karan Parmar

કોરોનાને લીધે લોકો અનેક પ્રકારની ચીજવસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગ્યા છે પરંતુ ઓનલાઈનની બાબતમાં ફોડના-ચીટીંગના કેસ ઉત્તરોત્તર વધી રહયા છે. સાયબર ક્રાઈમ કરતી ગેંગો સક્રિય થઈ જતા પોલીસ પણ તેમને પકડવા ભારે કવાયત કરી રહી છે. ઓનલાઈન ફોડમાં અનેક નાગરિકો શિકાર થઈ રહયા છે તેમાં આશ્ચર્યની વાત એ છે કે ભણેલો- ગણેલો વર્ગ તેનો વિશેષ શિકાર થઈ રહયો છે. અમદાવાદ શહેરમાં લોકડાઉન પછી ઓનલાઈન છેતરપીંડીના કિસ્સા વધ્યા છે ખાસ કરીને સોશિયલ મિડીયા પર લલચામણી ઓફર કરાય છે જેમાં લપેટાઈને અનેકલોકો લીંક પર કલીક કરે પછી બેંકોમાંથી રૂપિયા ઉપડી જાય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. પોલીસ વિભાગ તરફથી વારંવાર નાગરિકોને…

Read More

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જગન્નાથે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા મોરિશિયસમાં સુપ્રીમ કોર્ટના નવા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરિશિયસની રાજધાની પોર્ટ લૂઇસની અંદર આ ભવન ભારતની સહાયથી નિર્માણ પામેલ પ્રથમ માળખાગત પ્રોજેક્ટ છે, જેમાં કામગીરી કોવિડ રોગચાળા પછી શરૂ થશે. આ સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ ભારત સરકારની 28.12 અમેરિકી મિલિયન ડોલરની સહાય સાથે પૂર્ણ થયો છે. https://twitter.com/ANI/status/1288725480011493379

Read More

સમાચાર એજન્સી ANI મુજબ મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે. જેમાં 3 જવાન શહીદ થઈ ગયા છે અને 6ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ, ઘાયલ સૈનિકોને ફમ્ફાલ પશ્ચિમ જિલ્લા સ્થિત મિલિટ્રી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ANI અનુસાર આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે. https://twitter.com/ANI/status/1288721356318601217

Read More

દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના નગીન મહેલના બે ફલોર પોતાના કબ્જામાં લઇ લીધા છે. યસ બેંકે 22 જુલાઇના રોજ સીકયુરીટી એકટ હેઠળ આ મિલ્કતો ઉપર પોતાનો કબ્જો લીધો હતો. એડીએજી ગ્રુપ બેંકનું રૂ. 2892 કરોડનું લેણુ નહિ ચુકવી શકતા બેંકે આ મિલ્કત કબ્જે લીધી હતી. માર્ચ…

Read More

ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) દ્વારા જારી કરાયેલા મોબાઇલ સબસ્ક્રીપ્શન ડેટા મુજબ ગુજરાતમાં એપ્રિલ 2020માં જિયોએ 68,000 યુઝર્સ મેળવ્યા છે. આ સાથે ગુજરાત સર્કલમાં જિયોના યુઝર્સ વધીને 2.38 કરોડ થયો છે. જ્યારે એપ્રિલ 2020માં ગુજરાતમાં ચાર ઓપરેટરોએ 11 લાખ યુઝર્સ ગુમાવ્યા હોવાનું પણ નોંધાયું છે. સાત કરોડથી વધુની વસ્તી ધરાવતા ગુજરાતમાં માર્ચ 2020માં કુલ 6.79 કરોડ મોબાઇલ ધારકો હતા, જે એપ્રિલ 2020 સુધીમાં 6.68 કરોડ થયાનું પણ નોંધવામાં આવ્યું છે. જિયોને બાદ કરતાં તમામ ઓપરેટરોએ લોકડાઉન દરમિયાન ગ્રાહકો ગુમાવ્યા છે. સૌથી વધુ 6.81 લાખ યુઝર્સ એપ્રિલ મહિના દરમિયાન એરટેલે ગુમાવ્યા હતા. આ ઘટાડા સાથે ગુજરાતમાં એરટેલના કુલ 1.03 કરોડ…

Read More

પહેલા પાંચ ભારતીય વાયુસેના (IAF) રફેલ વિમાન અંબાલાના એરફોર્સ સ્ટેશન પહોંચ્યા છે. વિમાનને 27 જુલાઇ 20 ના રોજ સવારે 10 વાગ્યે ફ્રાન્સના મેસિનાક, ડસોલ્ટ ઉડ્ડયન સુવિધાથી ઉડ્યા હતા અને યુએઈમાં અલ ધફ્રા એરબેઝ પર આયોજિત સ્ટોપઓવર સાથે આજે બપોરે ભારત પહોંચ્યું. ફેરીનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું અને IAFના પાઇલટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ વિમાન ફ્રાન્સથી ભારત સુધીના લગભગ 8500 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. ફ્લાઇટના પ્રથમ તબક્કે સાડા સાત કલાકમાં 5800 કિમીનું અંતર કાપ્યું. ફ્રેન્ચ એરફોર્સ (FAF) ટેન્કર ફ્લાઇટ દરમિયાન એર-ટુ-એર રિફ્યુઅલિંગ સમર્પિત પ્રદાન કર્યું હતું. IAF ટેન્કર દ્વારા 2700 કિલોમીટરથી વધુની અંતરેવાળી ફ્લાઇટનો બીજો તબક્કો એર-ટુ-એર…

Read More

કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે દવાઓ અને હોમિયોપેથી ક્ષેત્રની પરંપરાગત પ્રણાલીમાં પારસ્પરિક સહયોગ માટે થયેલા સમજૂતી કરાર (MoU)ને પાછલી અસરથી મંજૂરી આપી છે. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે 2 નવેમ્બર 2018ના રોજ કરવામાં આવ્યો હતો. વિગતો આનાથી બંને દેશો વચ્ચે દવાઓ અને હોમિયોપેથીના ક્ષેત્રમાં પરંપરાગત પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે પારસ્પરિક સહયોગથી કામ કરવાનું માળખું તૈયાર થશે અને તેનાથી બંને દેશોને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં પારસ્પરિક ફાયદો થશે. ઉદ્દેશ આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચે સમાનતા અને પારસ્પરિક લાભના આધારે દવાઓની પરંપરાગત પ્રણાલીઓના ક્ષેત્રને મજબૂત બનાવવાનો, પ્રોત્સાહન આપવાનો અને સહકાર વધારવાનો છે. આ સમજૂતી કરાર નીચે દર્શાવેલી સહકારની…

Read More

રાજ્યમાં કૂદકેને ભૂસકે કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા આ વર્ષે ગરબા યોજાશે કે કેમ તે સવાલ ઉભો થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાના આયોજકો સીએમને મળવા માટે ગાંધીનગર પહોંચ્યા હતા. જોકે, સરકારે તેમને હાલની સ્થિતિને જોતા અત્યારથી પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટનું ગરબાનું આયોજન કરતું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી વિજય રુપાણીને મળવા માટે પહોંચ્યું હતું, અને તેમની સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગરબા આયોજકોએ આ મોટા તહેવાર સાથે ઘણાં લોકોની રોજગારી જોડાયેલી હોવાથી તેનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવે…

Read More

ભારતીય રેલ્વે પેસેન્જર સેવા માર્ચથી બંધ કરી દેવાઈ છે. દેશમાં જીવલેણ કોરોના વાયરસનો ફેલા વાને કારણે આ પગલું ભરવામાં આવ્યું હતું. હવે રેલવેએ જણાવ્યું છે કે લોકડાઉનને કારણે ભારતીય રેલવેને નાણાકીય વર્ષ 2020-2021માં 35,000 કરોડનું નુકસાન થઈ શકે છે. હાલમાં ભારતીય રેલ્વે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવે છે. રેલ્વે મંત્રાલયે કહ્યું છે કે, અમે ફક્ત 230 વિશેષ ટ્રેનો ચલાવી રહ્યા છીએ. ગયા વર્ષે રેલ્વેએ પેસેન્જર ટ્રેનોમાંથી આશરે 50,000 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલવે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે એક પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે હમણાં અમને ખબર નથી કે ભવિષ્યમાં કોરોના વાયરસની સ્થિતિ શું હશે. વિનોદકુમાર યાદવે કહ્યું કે રેલવે…

Read More

કેન્દ્રીય વન તેમજ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે ગ્લોબલ ટાઇગર ડેની પૂર્વસંધ્યાએ એક રિપોર્ટ જાહેર કર્યો. તેમણે જણાવ્યું કે વિશ્વના 70 ટકા વાઘ ભારતમાં છે. એટલું જ નહીં 1973માં આપણાં દેશમાં માત્ર 9 ટાઇગર રિઝર્વ હચા. જેમની સંખ્યા હવે વધીને 50 થઈ ગઈ છે. તેમણે કહ્યું તે એ પણ જાણવું જરૂરી છે કે આ બધાં ખરાબ સ્થતિમાં નતી. આ બધાં સારા છે કાં તો બેસ્ટ છે. રિપોર્ટ જાહેર કરતાં તેમણે કહ્યું કે ભારતમાં વિશ્વની 2.5 ટકા જમીન છે. વિશ્વનો 4 ટકા વરસાદ અને 16 ટકા જનસંખ્યા ભારતમાં છે. ત્યાર પછી પણ ભારત વિશ્વની 8 ટકા જૈવ-વિવિધતાનો ભાગ છે. આ માટે…

Read More